Neelakrishna - Part 17 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 17

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 17

બાબાથી એક હાથ દૂર આશન પાથરીને બેસી ગઈ.એની પાસે બેસીને એનું ધ્યાન ખુલે એ વાતની હું રાહ જોતી હતી.આમ પણ બાબા રાત દિવસ ધ્યાનમાં જ રહેતા.
પરંતુ એ જવાબ જરૂર આપશે એ વાતનો મને વિશ્વાસ હતો.કેટલો સમય આમ ધ્યાનમાં વિતાવ્યાં પછી મને કકડતી ભુખ પણ લાગી હતી,મેં વિચાર્યું,

   "ધ્યાન તો લાગતું નથી તો,પહેલાં કંઈક ખાવાં જોઈએ
હો,પછી જ હવે આગળ વધી કંઈક કરી શકું.જમવાની સતર ભાતની વાનગીઓ લઈને બાબાની પાસે જ આવીને ત્યાં જ બેસીને જમવા લાગી ગઈ.એટલે મારો સમય પણ બરબાદ ન થાય.અને જેનાં વિશે મારે જાણવું છે એ પણ કામ ભેગું થઈ જાય...!"

     થાળી મોઢા આગળ મુકીને જમવાનું ચાલુ કર્યું.એક બે કોરીયા ખાધાં તા વિચાર આવ્યો કે, 
"ભુખ્યા તરસ્યા,આ બાબા કેમ જીવી શકતા હશે?" માથાં પર તાપલી મારી મેં ખુદને જ ફરી કહ્યું,છોડ ને પંચાત,ઝાપટવા મયડને..!માંડ મળ્યું છે,વળી પાછું કેદી મળે!બે કોરીયા વધું ખાઈ લે...!" 

    હજું તો ભોજન પુરૂ કર્યું,ને જોરશોરથી મોટો ઓડકાર ખાધો;ત્યાં બાબા હલબલ્યા હોય એમ લાગ્યું.પછી તો જલ્દીથી મેં નાક,મોં ઉપર આંગળી રાખી મારાં મનને "હવે સિરિયસ હો." કહીને મસ્તીમાંથી તરત જ કાઢ્યું.
  
   એટલામાં જ થોડી ક્ષણોમાં બાબાની આંખ ફફડી અને ધીરેથી પાંપણપર લાગેલું ધૂળનું પળ પડ્યું.આટલા વર્ષે આંખ ખોલી છતાં પણ બાબા પુર્ણ:તહ સ્વચ્છ જ હતાં.પછી કશું વિચાર્યા વગર મેં મારા સવાલોનો જાળ બિછાવીને એનાં મન ઉપર મુકી દીધો કે.

    "એવું ક્યું પક્ષી હશે જે આમ સમુદ્રનાં તળીયે પણ જઈ શકે છે અને ઉંચે આકાશમાં પણ ઉડી શકે છે?

  શું આ કોઈ શૈતાનની ચાલ હશે? 

ધરાને નુકશાન પહોંચાડી એને શું મળશે.?" 

વગેરે સવાલો કરી હું બાબા આર્દ સામે જવાબની આશામાં થોડી ક્ષણ થોભી ગઈ.

   "વૃજા રાક્ષસી પવન માર્ગે બેસીને નિલક્રિષ્નાનો વીસ વરસથી ઈન્તજાર કરી રહી છે.એજ તક એ ઝડપવા માંગે છે કે, ક્યારે નિલક્રિષ્ના સમુદ્રથી બહાર આવી શ્વાસ ભરે અને એ એનાં શ્વાસમાં બેસી જાય." 
હું બીજા કોઈ સવાલ કરું,એ પહેલાં જ બાબાએ આમ કહી  ઈતિહાસ કહેવાનો શરૂ કર્યો. 
  
   વીસ વરસ પહેલા યુધ્ધમાં હરાવી હેત્શિવાએ વૃંજાની બન્ને પાંખો કાપી નાખી હતી.આમ,અપમાન કરી એને વૃંજાનો બહું તિરસ્કાર કર્યો હતો.એ વાતનો બદલો લેવા માટે એ તત્પર રહેતી હતી કે,
"ક્યારે એને બદલો લેવાની તક મળે,ને ક્યારે એ હેત્શિવાના પ્રાણ પીવે." 
વૃંજા સમુદ્ર તરફ નજર રાખીને‌ લાગ ગોતતી રોજ નવાં નૂસખા ગોતતી રહે છે." 

" પરંતુ બાબા,આ નિલક્રિષ્ના ખરી રીતે કોની પુત્રી છે, એ તમે જાણો છો? સમુદ્રમાં મેં નજરે જ નિહાળેલી હકિકત કેટલાં અંશે સત્ય છે? "

  આમ વૃજા વીશે કહીંને બાબા આર્દે હવે પોતાનાં મનમાં છુપાવેલુ રહસ્ય ખોલવાની શરૂઆત કરી દીધી હતી. એટલે મેં વધુ જાણવા એક- બે સવાલ ભેગાં ભેગાં કરી જ દિધા.

બાબા આર્દ :  
  " છું તો હું એક સાધુ, સત્યનો સાચો ઉપાસક ! પરંતુ મેં મારાં મનમાં એક ગહન રાજ છુપાવી રાખ્યું છે.કદાચ હવે એ રાજનો ખોલવાનો વખત આવી ગયો છે.જો સાંભળ, આજથી વીસ વરસ પહેલાં મહાશિવરાત્રીનો પર્વ હતો.

   આ સ્ત્રી જેણે સમુદ્રમાં છલાંગ લગાવી છે એ જ 
સ્ત્રીએ વર્ષો પહેલાંનો ઈતિહાસ ફરી અહીં દોહરાવ્યો હતો.પહેલાં જ્યોતિર્લિંગની પૂજા કરવા માટે જે જળ વપરાતું એ શુધ્ધ ગંગાજળ જ હતું.ત્યારે સોમનાથનું મુળ મંદિર સુવર્ણનું બનેલું હતું.

1025માં ગઝની મહમૂદે 30 હજાર ઘોડેસવારો સાથે સોમનાથ પર આક્રમણ કર્યું.અને પોતાની તાકાતથી મંદિરની તોડફોડ અને લુંટ ચલાવી અને મૂળ જ્યોતિર્લિંગને તોડી નાખ્યું ત્યારે, ૫૦,૦૦૦ બ્રાહ્મણ ભક્તોએ આ જ્યોતિર્લિંગને બચાવવા પોતાના પ્રાણ આપી દીધાં હતાં. ગજની મહેમૂદ દ્વારા અનેક ભક્તોની હત્યા કરવામાં આવી રહી હતી.આ મણિ માટે મુસ્લિમ શાસકો અનેકવાર અહીં લૂંટ ચલાવતા આવ્યા હતાં.અહીં આવીને આ બધાં રાજાઓનું મગશદ સ્યામંતક મણી પ્રાપ્ત કરવાનું જ હતું. 

તું પણ આ બધું નજરે જોવે છે, છતાં પણ
આ વાતથી અણજાણ જ છો. કેમ કે, હું અને ધરા જે વાત જાણીએ છીએ એ વાત કોઈ બીજું જાણતું નથી.

આ સ્યામંતક મણિ વિશેનું ધરાને‌ બ્રહ્મજ્ઞાન પહેલેથી જ હતું.જન્મજાત જ મળેલા જ્ઞાનમાં એ એવું ધણું બધું જાણતી હતી, અને એ એવું ઘણું બઘું અનુભવ કરતી હતી જાણે કે, 'પોતે સૃષ્ટિની‌ શરૂઆતમાં પણ જન્મ લઈ ચુકી હોય.'  પરંતુ એ આ કળિયુગી માણસ પર વિશ્વાસ કરી શકતી ન હતી.તેથી કોઈને કહેવું એ યોગ્ય માનતી ન હતી.આમ વારંવાર મંદિર પર હુમલા થતાં જોઈ ધરાએ નક્કી કર્યું કે,

"આ જ્યોતિર્લિંગના નવનિર્માણ અને આ મંદિરને પુર્ણ રીતે સુરક્ષિત રાખવા એને એવી તાકતની જરૂર છે.જે દુશ્મનોને હંમેશા માટે આ તરફ આવતા અટકાવી દે...!"

તેથી તે મહાદેવ પાસે શ્રધ્ધાભેર પહોંચી ગઈ હતી.અને પૂજા આરાધના કરવા લાગી ગઈ હતી.
  
 એ તુટેલા જ્યોતિર્લિંગને ફરી જાગ્રત કરવા,અને લોકોમાં ભક્તિની શ્રધ્ધા ફરી વધારવા માટે ધરા ગંગા તટેથી જળ ભરી લાવી,અને કાશ્મીરથી સુંદર કમળના ફૂલોની ટોપલો ભરી લાવી...! ગંગાજળ અને ફુલોનાં થાળ ભરીને એ મંદિર તરફ આવી પહોંચી.અને મહાદેવને પ્રસન્ન કરવા માટે એ ફુલો ચડાવી 'ૐ નમઃ શિવાય:' મંત્ર સાથે પૂજા કરવા લાગી ગઈ. સાથે એ મહાદેવ સમક્ષ ઘણી વિનંતી પણ કરતી હતી,
" હે મહાદેવ! તમારાં દર્શન વિના મારું જીવન વૃથા ગયું.મને એનું ઘણું દુઃખ છે.હું જાણતી નથી,પરંતુ મારાં મુખ ઉપર પશ્ચાતાપની ગ્લાનિ છે.આ મને મળેલ જીંદગીનો સવાલ હું ક્યાંય શોધી શક્તી નથી.હું લોકો દ્વારા અપાતા દુઃખ સહન કર્યે જ જાવ છું.એમ વિચારીને કે,આગલા ભવમાં મેં કંઈક અનિચ્છનિય કર્યું હશે. તેથી જ મને આ ભવમાં આટલું સહન કરવું પડે છે. પરંતુ હું
હારતી નથી.લોકોએ આપેલાં હરેક ઘા મારાં દેહમાં સમાવતી જાઉં છું. હે પ્રભુ! એમ જ વિચારીને બધું સહુ છું કે, તારાં ઘા માં પણ પ્રેમ હશે."

   આ સ્ત્રી જ્યોતિર્લિંગ પર જળનો અભિષેક એટલી શ્રધ્ધાથી કરી રહીં હતી કે,એ જ્યોતિર્લિંગમાં ફરી મહાદેવને પ્રગટ થવાનું મન થઈ ગયું.એની શ્રધ્ધા અને ભાવથી એ તુટેલું જ્યોતિર્લિંગ ફરી જોડાઇ ગયું.ભક્તનો વિજય થતાં મંદિરમાં ફરી લોકોની ભીડ જામી. 
જેનાં દ્વારા આ જ્યોતિર્લિંગ જોડાયું હતું એ વાત ફક્ત હું જ જાણતો હતો.પરંતુ આ વાત મેં ગુપ્ત રાખી, ધરા જ એ સાચી ભક્ત હતી.જેનાં દ્વારા જ મહાદેવ પ્રસન્ન થયા હતા.પરંતુ એ વાતથી ખુદ ધરા પણ અજાણ હતી.

    ભોળાનાથ સૌ ભક્તોનાં દુઃખ હરી,ભક્તો પર કૃપા બનાવી રાખવા માટે જાણે આ શિવરાત્રીનાં પ્રસાદમાં ગહન રાજ છુપાવી રાખ્યું હોય એમ,એ હવે સાવ શાંત મુદ્રામાં દેખાઇ રહ્યા હતાં.સાધુઓ સમાધીમાં બેસી પોતાના જીવને શિવ હારે લિન કરતાં હોય એવો અદ્ભૂત સ્મિત એનાં ચહેરાઓમાં દેખાઈ રહ્યા હતાં.

    આજ શિવરાત્રી હોવાથી મહિલાઓ અને બાળકો સોમનાથ શિવમંદિરમાં એકઠા થઈ ધુન,ભંજન-કિર્તનના તાને ઝુમી ઉઠ્યા હતા.બમ ભોલેનાં નાદ સાથે આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું.શ્રદ્ધાળુઓ,સાધુ સંતો,ભક્ત ગણો પ્રભુ દર્શન માટે ઉમટ્યા હતાં.સામે કાંઠે જંગલમાં યુવાનો એકઠાં થઈ સરબત,લચ્છી,ભાંગ વગેરે મહાદેવને પ્રસન્ન કરવા અનેક પકવાનો બનાવતાં હતા.ભોજન વગેરેનાં બધે જ જમાવડા દેખાતાં હતાં.

"ૐ નમઃ શિવાય" નાં મંત્રોચ્ચાર કરી,લોકો પોતાની ભક્તિ દ્વારા ભોળેનાથને ભજતા હતાં.અને ચારેકોર શિવમય વાતાવરણ હતું.લોકો આનંદથી આ ત્યોહાર મનાવતા દેખાતાં હતાં. 

 મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા મંદિરમાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા માટે લોકોની મોટી કતારો થઈ રહી હતી."આ રાત્રે જાગરણ કરવાથી આ વ્રત ફળે છે." એવી માન્યતા હોવાથી લોકો એકબીજાને જગાવવા માટે ડમરું,નગારાનાં અવાજ આખી રાત ચારેકોર વાતાવરણમાં ફેલાવી રાખ્યાં હતાં.બધા લોકોમાં આ ઉત્સવનો અનેરો આનંદ છલકાતો હતો.

(ક્રમશ:)

-‌ હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️