Neelakrishna - Part 15 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 15

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 15

આમ સમુદ્રક પર વારંવાર પ્રહાર કરતાં અચાનક સાચાં નંબર લાગ્યાં.ને ધરાની આંખમાં ઝબકારો થયો.એ સાથે જ એણે મણ મણનાં દુઃખોનો વજન એનાં મગજમાંથી ઉતારીને નીચે ફેંકયો હોય એમ,સમુદ્રકને ગળે વળગી પડી.આમ થતાં જ ધરાનું શરીર હળવું ફૂલ થઇ ગયું.  

"વાદલડી વરસી;આવ્યા હેતના ઘોડાપૂર
અંતરમન વરસે અનરાધાર! કેવી છે આ અધુરાશ?"

હજું હજારો વર્ષો પહેલાંનો સમય ધરાને યાદ આવી રહ્યો ન હતો.પરંતુ આમ થતાં એને સમુદ્રક સાથે લગાવ થવા લાગ્યો હતો.

 આ સૂકી ધરા પર સમુદ્રકના હેતની જરા છાંટ ઉડી ત્યાં જ એના રોમ રોમમાં ઠંડક પ્રસરવા લાગી.

આ વૃક્ષ નીચેથી ધરા ફરી પસાર થઈ એને મનમાં અનન્ય આનંદ થયો.એને પોતાની જિંદગીનું સત્ય સમજાય ગયું. એવામાં ઉપર આકાશગંગામાં સર્વ દેવતાઓ પ્રગટ થતાં આકાશ કાળા વાદળો હટાવી દિવ્ય તેજથી ઝગમગી ઉઠ્યું.આ દેવીનાં સત્વને જોઈ આકાશ માર્ગે ઉભેલાં બધાં દેવો આ વૃક્ષ દ્વારા ફુલ વર્ષા કરવાં લાગ્યાં.જ્યારે ધરા પૃથ્વી પર હતી ત્યારે બધાં દેવી દેવતાઓ એનાં પર કૃપા વરસાવા,અને એની અભીલાષા પુરી કરવાનાં આશીર્વાદ આપતાં જ રહેતા હતાં.પરંતુ નિયતીથી વિરુદ્ધ જવાની કોઈ દેવતાઓને મંજુરી ન હતી.આજ જ્યારે આ મિલન જોવા તરસેલા દેવો પણ ખુલ્લી આંખે આનંદ માણી રહ્યા હતાં.


સમુદ્રકની નજર  ધરાની આંખોમાં પડતાં બંને વચ્ચે એકદમ સન્નાટો છવાઈ ગયો.હજારો વર્ષોથી ભારે હૈયે વિખુટા પડેલાં બે હૈયાં આજ સામે આવીને પણ મૌનથી જાણે ભીંજાતાં હતા.અને એ લાગણીની ભીનાશ એકમેકનાં ભીતરમાં ખોલતાં હતાં.ઇશારે ઇશારે થતું આ મિલન દ્રશ્ય કંઇક અદ્ભુત દેખાતું હતું.

"આ ઓસનુ ફુલ પર પથરાતુ અસ્તિત્વ જોવ છું
બસ એજ તારું ગતીમાન હોવું મારામાં...!"

મૌન નો આ ભાર રાખું ક્યાં સુધી?
પાડું હું ધબકાર ધીરા ક્યાં સુધી? 

ધરા સમુદ્રકની આંખમાં આંખ પરોવીને બોલી ઉઠી.

"લાગણીમય રસની ધાર મને તારા પ્રેમથી જ મળે છે તેથી મેં મુત્યુનાં ઝેરને પણ અનેકવાર તારો આપેલો પ્રેમ સ્વાદ ચખાડ્યો, ને મૃત્યુનાં મોંમાં પ્રેમરસ ભરીને આ પ્રેમની રસધાર દુનિયાને સમજાવવા જીવંત થઇને વારંવાર પ્રકાશ્યો." સમુદ્રક પણ ધરા પર લાગણી પાથરતો બોલી ઉઠ્યો.

બંનેનાં મનમાં હજારો મનસુબા વરસતાં રહ્યા અને અનેક તરંગો ઉછળતા રહ્યા.એકબીજાની વાટ નિહાળતુ બંનેનું મન વર્ષોથી એકબીજા માટે તરસતું હતું.મનને મહેંકાવતી હર લહેર એકબીજાનાં દર્દોને આંખે છુપાવી રહી હતી. મંદમસ્ત ઉર્મિઓનો ઉછાળ તરબતર બની એકબીજાને ભીંજવવા લાગ્યો હતો. 

સમુદ્રકનાં કોમળ હાથનો સ્પર્શ થતાં સુકી ધરાનાં અંગે અંગને કમળની જેમ મૃદુ મૃદુ મુલાયમ બનાવી રહ્યો હતો.
આ હળવો સ્પર્શ ધરાનાં મનમાં જાણે શાંતિ અને સલામતી અર્પતો હતો.કપાળ પરનું મીઠું ચુંબન જાણે કે ધરાનું ખોવાયેલું અસ્તિત્વ ફરી સ્થાપતો હતો.ધરાની પાંપણ પરથી નિકળતાં આંસુને સમુદ્રકના હોઠ સ્પર્શતાં આ અધુરાશ ભરાતી હોય એમ એનું મન મુગ્ધ બની ગયું હતું.મિલનમાં વીંટળાઇ આજ સમુદ્રક ધરા પર પથરાતો જતો હતો.એકમેકમાં ખોવાઈને આ પળનો મધુર આનંદ માણતાં રહ્યા.એકબીજાનાં હોઠોંનું રસપાન થતાં,મધુર મિલનની આ મધુર પળ એનાં હૈયાની અધુરાશ ભરતી રહી હતી.પ્રેમની આ હેલી વરસતા છાંટ જીલતું ચાતક મન જાણે કે ગુલાબનાં ફૂલની જેમ ખિલવા લાગ્યું હતું.અંતે આ હેલીને થામતુ સમુદ્રકનું અંગે અંગ લીલુડી ધરતીને મીઠાં ફળ ચખાડવા તરસતું હોય એમ અનરાધાર વરસી રહ્યું હતું.

સમુદ્રક (સમુદ્ર) અને ધરા ( પૃથ્વી ) બન્ને દેવતા હોવા છતાં આટલા વર્ષો સુધી મહાદેવનાં શ્રાપથી પીડાતા હતાં.એનું કારણ દૈત્યો જ હતાં.દૈત્યોએ આ બંનેની બુધ્ધિને શૈતાની બનાવી દીધી હતી. 

નિયતીએ સમુદ્રક અને ધરાને એકબીજાથી વિખુટા રાખ્યાં હતા.આ મિલન તો પૂર્ણ રીતે સફળતાની સીડીએ ચડી ગયું હતું.પરંતુ આ કાળા વાદળો હટાવી ફરી જીવનનો ઉજાસ કેમ ગોતી લાવવો એ જ એ બન્ને માટે મોટો પડકાર હતો.

ધરા જાણતી હતી કે,"આ મિલન પછી સમુદ્રકથી એનું દૂર રહેવું અઘરું છે."છતાં પણ એ પીગળી રહી હતી. 
આ મિલન પછીની જુદાઈ એ જ હવે અઘરી વાત હતી.બધાનાં જીવનમાં આંસુ વહેવાનાં કારણ‌ જુદા જુદાં હોય,પરંતુ આજ જે આંસુ ધરાનાં આંખમાં વહેતાં હતાં એ,ધરા પર થયેલા અન્યાયને લીધે લાવા બની ગયા હતા.આંખમાંથી રક્તબૂન્દો વરસતી જતી હતી.
આમ,વાતો વાતોમાં પોતા ઉપર કંટ્રોલ ન કરી શકી ને ધરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.તેને શાંત પાડતાં સમુદ્રકે કહ્યું કે,

"રડીશ નહિ ધીરજ રાખ.જે થાય છે એ આપણા હાથમાં નથી.આપણે તો આ ખેલમાં રમકડાં છીએ.ખેલ તો દૈત્યો એ આપણા ઉપર ખેલ્યો છે.મને વચન આપ ગમે તેવી પરિસ્થિતિમાં પણ હિંમત નહીં હારે તું...! તારી હિમ્મત જ મને લક્ષ્ય સુધી પહોંચાડશે.તું વચન આપ તું ખુદથી હારીશ નહીં.આપણે આ કસોટીમાં જરૂર સફળ થઈશું."

સમુદ્રક આમ કહીને પહેલાતો ધરાના ખોવાયેલા આત્મવિશ્વાસને પુનઃસ્થાપિત કરવા ઈચ્છતો હતો.કોઇ પણ હાલાતમાં ડરીને બેસી જવું એ ધરાનો સ્વભાવ ન હતો.આજ સમયનાં ઘા વાગતાં એનાં વિચારોમાં પણ કંપન હતું.ખબર નહીં પણ આજ અચાનક ધરાનાં મનમાં વિચારોનું વમળ ચકડોળે ચડ્યું હતું.એક ડર મનમાં બેસી ગયો હતો. એ કેમેય કરીને નીકળતો ન હતો.રડી રડીને એની આંખો સુઝી રહી હતી.

ધરાનાં વારંવાર સમજાવવા છતાં સમુદ્રક એને છોડીને ફરીથી જતો રહ્યો હતો.જ્યાં એ બન્ને ઉભેલા હતાં એજ શૈતાની વૃક્ષમાં વિંટળાઈ ને એ આ પાણીની ગહેરાઈમાં ઉંડે ઉતરી રહ્યો હતો.ધરાએ ઉંચા અવાજમાં સમુદ્રકના શૈતાની વૃક્ષમાં બંધાતા શરીરને રોકતાં કહ્યું કે,

"તને આમ શૈતાનોની દુનિયામાં ફરી જવાં નહીં દઉં...!
તું મને આજ કેટલી સદીઓ પછી મળ્યો છે.હવે તો આ ધરાને ઠંડક તારાં હોવાથી જ મળશે."

"હું જાણું છું ધરા ! છતાં જવાં માટે હું વિવશ છું.
આજ સવાલ આપણો નથી આપણાં સંતાનોનો છે.જે એકબીજાની સાથે લડવા તૈયાર છે.આજ સવાલ આખી પૃથ્વીનો પણ છે.મને જવાં દે...!"

"હું પણ આ શેતાન વૃક્ષ સાથે વીંટળાઈને તારી સાથે જ આવીશ.હુ પણ જોઉં છું તું મને કેમ રોકી શકે છે."

"તારું ત્યાં આવવું અશક્ય છે.સમુદ્રની જે જગ્યામાં હું કેદ છું.ત્યાં વૃજા રાક્ષસીના સિપાઈ સિવાય કોઈ આવી શકતું નથી.અને તું મારી સાથે આવીશ તો વૃજાને જ્ઞાત થઈ જશે કે હું એની સાથે કોઈ નાટક કરી રહ્યો છું. 
તું તું જ છે,અને હું હું જ છું.આપણા રસ્તા પહેલેથી જ અલગ જ છે.મેં ક્યારેય તને સાથ આપ્યો નથી,તો આ વખતે પણ એમ જ સમજજે કે મેં તને છોડી દીધી છે."

"આમ તું પથ્થર દિલ જ રહીશ.જિંદગીનો મતલબ આગળ વધવું અને નવું શીખવું એ તું કયારે સમજીશ.
બંધ કરેલો દિલનો દરવાજો ખોલ અને તું મારી સામે આવ પછી ખબર પડશે કે તું કેટલો તાકતવર છો."

"હું જાણું જ છું મારી તાકાત!પૃથ્વીનાં વિનાશને રોકવા માટે મારું આમ કરવું અત્યારે જરૂરી છે."

સમુદ્રક અને ધરા વચ્ચેનાં સંવાદોમાં એવું કંઈક બન્યું કે, એ બન્ને એકબીજામાં ઓતપ્રોત બની ઢળી તો ગયા.પરંતુ કોઈ કારણસર અંનત કાળથી ચાલતો આવતો આ પ્રેમ તરબતર થઈ અને વિખુટો પણ પડી ગયો.

"નારાયણ, નારાયણ!"

ત્યાં અચાનક નારદજી પ્રગટ થયા.અને આ બન્ને છુટા પડ્યા એ ખાલી જગ્યાએ ચક્કર મારીને બોલવા લાગ્યા કે,

"આ પ્રેમની ધાર તો અવિનાશી આત્માના અવાજથી કાયમ લહેરાતી રહી છે,અને હજુ પણ લહેરાવાની છે.
પ્રભુ તારી લીલા અપરંપાર છે. નારાયણ, નારાયણ!"

આમ, કહીંને નારદજી પણ ત્યાંથી અદ્શ્ય થઇ ગયાં.

સમુદ્રક તો એમ જ વિચારીને નિ:સંદેહ આગળ વધ્યો હતો કે, "રેતમહેલ ‌ધરા માટે સુરક્ષિત સ્થાન છે.ત્યાં એને કોઈ ખતરો નથી." એટલે જ તો એ પોતે ત્યાંથી ધરાની ચિંતા કર્યા વગર જ નીકળી ગયો હતો.

આમ બંને જુદી જુદી દિશામાં જવા નીકળી ગયાં.સમુદ્રક ધરાને સત્ય હકીકત જણાવી પોતાનાં શરીરનું વાઈફાઈ ધરા સાથેથી છોડીને ફરી શૈતાની વૃક્ષમાં પોતાને બાંધીને શૈતાનોની દુનિયામાં જવા સમૃદ્ધની ગહેરાયમાં ઉંડે ઉતરી ગયો હતો.અને ધરા પણ ફરી રેતમહેલ તરફ જવા નીકળી ગઈ.

સમુદ્રકનાં ત્યાંથી નિકળી જવાથી ધરાનું સપનું તુટી ગયું હોય તેમ વિખરાયને પડી ગયું.આ મિલન પછી સપનાંનો શિશો કોઈએ તોડી નાખ્યો હોય,તેમ ધરા માટે આગળ વધવું અઘરું હતું.છતાં પણ એ રેતમહેલ તરફ જવા આગળ વધી રહી હતી.


🌸 સમુદ્રક અને ધરા કોને બચાવવા ફરી અલગ થયા હશે?
🌸સમુદ્રકે ધરાને કહેલાં રાજ શું હશે ?

આ બધું જાણવા માટે વાંચતા રહો નિલક્રિષ્ના ધારાવાહિકનો આગળનો ભાગ...

(ક્રમશઃ)

હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️