bahana banaav in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | કાં સફળતા મેળવો કાં બહાના બનાવ

Featured Books
Categories
Share

કાં સફળતા મેળવો કાં બહાના બનાવ

કાં સફળતા મેળવો કાં બહાના બનાવ

"तुलसी काया खेत है, मनसा भयौ किसान।

पाप-पुन्य दोउ बीज हैं, बुवै सो लुनै निदान।"

ગોસ્વામીજી કહે છે કે શરીર એક ખેતર જેવું છે, અને મન એક ખેડૂત જેવું છે. આ ખેડૂત પાપ અને પુણ્ય રૂપી બે પ્રકારનાં બીજ રોપે છે. જેવાં બીજ રોપશે, તેવાં જ ફળ તેને અંતે કાપવા મળશે. ભાવ એ છે કે જો મનુષ્ય શુભ કર્મ કરશે તો તેને શુભ ફળ મળશે, અને જો પાપ કર્મ કરશે તો તેનું ફળ પણ ખરાબ જ મળશે.

 

દર વખત ની જેમ દોષારોપણ નામનો  માણસ એના એજ માર્ગ થી પસાર થતો હતો. તે હતો રણ પ્રદેશ નો વિસ્તાર. આ  માણસ રણમાંથી પસાર થતી વખતે બડબડી રહ્યો હતો, "આ શું નકામી જગ્યા છે, બિલકુલ લોલોતારી  નથી... અને હોય પણ કેવી રીતે? અહીં તો પાણીનું નામોનિશાન પણ નથી."

ભગવાન શું તારી માયા ,

કીધું કેટલું ને તમે કર્યું કેટલું,

તોય તમે ના આયા (આવ્યા).

તેનું કહેવું એમ હતું કે ભગવાન તમને કેટલું કહ્યું તોય ના કર્યું.

તપતી રેતમાં જેમ જેમ તે આગળ વધતો ગયો, તેમ તેમ તેનો ગુસ્સો પણ વધતો ગયો.

અંતે તે આકાશ તરફ જોઈને ચિડાઈને બોલ્યો, "ભગવાન, તમે અહીં પાણી કેમ નથી આપતા? જો અહીં પાણી હોત તો કોઈ પણ અહીં ઝાડ-છોડ ઉગાડી શકત, અને ત્યારે આ જગ્યા પણ કેટલી સુંદર બની જાત!" આમ બોલીને તે આકાશ તરફ જોતો રહ્યો... જાણે ભગવાનના જવાબની રાહ જોતો હોય! ત્યારે જ એક ચમત્કાર થયો, નજર નીચે કરતાં જ તેને સામે એક કૂવો દેખાયો. તે વર્ષોથી તે વિસ્તારમાં આવતો-જતો હતો, પણ આજ સુધી તેને ત્યાં કોઈ કૂવો દેખાયો ન હતો... તે આશ્ચર્યમાં પડી ગયો અને દોડીને કૂવા પાસે ગયો... કૂવો છલોછલ  પાણીથી ભરેલો હતો.

તેણે ફરી એકવાર આકાશ તરફ જોયું અને પાણી માટે આભાર માનવાને બદલે બોલ્યો, "પાણી તો ઠીક છે, પણ તેને કાઢવાનો કોઈ ઉપાય પણ હોવો જોઈએ." તેનું આમ કહેતાં જ તેને કૂવાની બાજુમાં પડેલી દોરી અને ડોલ દેખાઈ.

એકવાર ફરી તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો! તે થોડી ગભરાહટ સાથે આકાશ તરફ જોઈને બોલ્યો, "પણ હું આ પાણી કેવી રીતે ખેંચીશ?" ત્યારે જ તેને લાગ્યું કે કોઈ તેને પાછળથી સ્પર્શે છે, પાછું વળીને જોયું તો એક ઊંટ તેની પાછળ ઊભું હતું.

હવે તે માણસ એકદમ ગભરાઈ ગયો, તેને લાગ્યું કે ક્યાંક ભગવાન તેને રણમાં હરિયાળી લાવવાના કામમાં ન લગાડી દે. અને આ વખતે તે આકાશ તરફ જોયા વિના ઝડપી પગલે આગળ વધવા લાગ્યો. હજી તેણે બે-ચાર પગલાં જ ભર્યાં હતાં કે ઉડતો એક કાગળનો ટુકડો તેની સાથે આવીને ચોંટી ગયો. તે ટુકડા પર લખ્યું હતું – "મેં તને પાણી આપ્યું, ડોલ અને દોરી આપી... પાણી ખેંચવાનું સાધન પણ આપ્યું, હવે તારી પાસે રણને હરિયાળું બનાવવા માટે જોઈતી દરેક વસ્તુ છે; હવે બધું તારા હાથમાં છે!"

માણસ એક ક્ષણ માટે થંભી ગયો... પણ બીજી જ ક્ષણે તે આગળ વધી ગયો અને રણ ક્યારેય હરિયાળું ન બન્યું. અને ન તો તેનું જીવન.

ભગવાન હજાર હાથે વરસાવે છે ને આપણે ચમચી લઇ તેમાં ભેગું કરીએ છીએ.

આપણને જે કામ કરવાનું છે તે આપણે ભગવાન પર છોડીયે છીએ અને ભગવાનનું કામ આપણે કરી તેના કામમાં દોઢ પટેલ બનીએ છીએ.

તેથી જ માણસ દુખી થાય છે.

 

મિત્રો, ઘણી વખત આપણે વસ્તુઓ આપણી મનમુજબ ન થાય ત્યારે બીજાને દોષ આપીએ છીએ... ક્યારેક સરકારને દોષી ઠેરવીએ છીએ, ક્યારેક માતા-પિતાને, ક્યારેક કંપનીને, તો ક્યારેક ભગવાનને. પણ આ દોષારોપણના ચક્કરમાં આપણે એક મહત્ત્વની હકીકતને અવગણીએ છીએ કે એક માણસ તરીકે આપણામાં એ શક્તિ છે કે આપણે આપણા બધા સપનાઓને પોતે સાકાર કરી શકીએ છીએ.

 

આપણને જીવન માં હંમેશા એમ જ લાગે છે.

નાનપણ માં આઝાદી, મન ફાવે તેમ કરવાનું ને સ્કૂલ ન જવાનું.

જવાનીમાં જો અને તો માં અટવાઈને જો મને આમ મળ્યું હોત તો હું ઉચાઇ ઉપર પહોચી જાત.

ઘડપણ માં મને આવી પરિસ્થિતિ મળી એટલે હું અહી છુ.

હકીકત માં ભગવાન આપણી અંદર રહીને આપણી સાથે કામ કરે છે.

 

વેદો માં કહ્યું છે: या आत्मानि तिष्ठति   श्लोक  २१

"ઈશ્વર આપણી આત્માની અંદર વિરાજમાન છે." અંદર બેસીને તેઓ આત્માને ચેતના અને શાશ્વતતાની શક્તિ પ્રદાન કરે છે. જો તેઓ પોતાની શક્તિ ઘટાડી દે, તો આપણી આત્મા જાતે જ જડ થઈ જશે અને નષ્ટ થઈ જશે.

 

માટે આપણે કામ કરશું તો ભગવાન આપણી સાથે કામ કરશે અને સાથ આપશે.

સફળતા આપશે.

 

બહાનું શોધતા રહે છે હર કોઈ રડવાનું

કર્મ કરતો રહે પછી ન રહેશે પડવાનું.