પૃથ્વી પર સૌથી વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી પ્રાણી એટલે માનવ. માનવીની આ બુધ્ધિ માંથી તેણે કેટલાય અજબ ગજબ અને અવિશ્વસનીય કમાલ કર્યા છે. આ માનવ મગજ કેટલી અદભુત શોધ કરી છે. તમે સૌ તમારા મગજને કામે લગાડો તે માટે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું.
* આજથી 25 વર્ષ પછી જો તમને કેન્સર થવાનું હોય અને તેની ખબર તમને આજે જ પડી જાય તો?
* તમારો ચહેરો તમારા રોલ મોડલ જેવો જ દેખાય તો?
* જો આવતીકાલે એક સાથે 10 કરોડ લોકો બેકાર થઈ જાય તો?
પ્રોફેસર યુવલ હરારી ના મતે માનવીના 21મી સદી ના લક્ષ્યો છે.....
1. અમરત્વ પ્રાપ્ત કરવું
2. ભગવાન બનવું
3. જ્યારે જે ઈચ્છીએ તે સુખ મેળવવું
google પ્રોજેક્ટ ‘TO SOLVE DEATH ‘ દ્વારા મનુષ્યનું આયુષ્ય 150 થી 200 વર્ષ સુધી લંબાવી શકાય. માનવીનું સુખ તેની સમજની સાથે જોડાયેલો છે આ બાયો કેમેસ્ટ્રી પર ADHD કામ કરશે જેથી મનુષ્ય જ્યારે ઈચ્છે ત્યારે તે સુખી થઈ શકે. માનવી ભગવાનથી પણ આગળ AI બાયોટેકનોલોજીના સંયોજનથી ભગવાન જેવું જ સર્જન કરશે પણ તે વધુ અપગ્રહ હશે
AI એક કમ્પ્યુટર વિજ્ઞાનની ચોક્કસ શાખા છે જે માનવ વિચાર અને નિર્ણય લેવાની પ્રક્રિયાની નકલ કરવા માટે સંબંધિત આ પ્રોગ્રામ કે ડેટાનું પૃથ્થકરણ કરી અને માનવીની સહાય વિના પ્રદર્શન માટે અલ્ગોરિધમ માં સુધારા કરી શકે છે.
AI ના આગમનની સાથે ટેકનોલોજી ઇનોવેશન ની લહેર આવી છે જે બેન્કિંગ થી માંડીને હેલ્થ કેર જેવી તમામ બાબતોને આવરી લે છે. AI આપણા રોજિંદા જીવનમાં વધુ સામેલ થતો જાય છે તેમ તેની સાથે સંકળાયેલ જોખમોને સ્વીકારવું અને સમજવું પણ મહત્વનું છે.
AI સંબંધિત જોખમો જેવા કે
1. ઓટોમોસન
2. ડીપ ફેકસ
3. ગોપનીયાતાનું ઉલ્લંઘન
4. મનુષ્ય માટે જોખમ
5. અસ્પષ્ટ કાનૂની નિયમન
6. નિયંત્રણ ગુમાવવુ
7. નિર્ણય લેવામાં પૂર્વગ્રહ
8. પારદર્શિતાનો અભાવ
AI ના ગોડ ફાધર અને google AI ના પ્રણેતા જયોફ્રી હિંન્ટને Google છોડતા નિવેદન આપ્યું હતું કે “AI આપણાથી વધુ બુદ્ધિશાળી બની શકે છે અને તે સંભાળવાનું નક્કી કરી શકે છે અને આપણે હવે ચિંતા કરવાની જરૂર છે કે આપણે તેને કેવી રીતે થતું અટકાવીએ”
વ્યાપાર ક્ષેત્રે AI ઝડપથી વિકસિત થઈ રહી છે. આજના આ ટકનીકી વિશ્વમાં પરિવર્તનશીલ બળ તરીકે ઉભરી રહી છે.જે નિર્ણય લેવાની પ્રક્રિયાઓને વધારે છે અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવે છે અંતે જીવન સુધારે છે એ કદાચ સૂચવે છે કે AI 2030 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં 15.7 ટ્રિલિયન ડોલર નો આશ્ચર્યજનક વધારો કરે તેવી શક્યતા છે.
AI સિસ્ટમ પાસે વિશાળ માત્રામાં ડેટાનું વિશ્લેષણ કરવાની અને મૂલ્યવાન આંતર દ્રષ્ટિ પ્રદાન કરવાની ક્ષમતા છે. આનાથી વ્યક્તિ અને વ્યવસાયમાં ડેટા આધારિત નિર્ણય લેવા સશક્ત બને છે. AI સંચાલિત રોબોટિક્સ અને ઓટો મોસમમાં પરિવહન ઉત્પાદન અને લોજિસ્ટિક જેવા ઉદ્યોગોને પરિવર્તન કરવાની ક્ષમતા છે આ ક્ષમતા વધે છે ખર્ચમાં ઘટાડો થાય છે અને વિવિધ પ્રક્રિયામાં સુધારો થાય છે.
AI ટેકનોલોજી આશાવાદ અને નિરાશાવાદ ના ચક્ર તરફ આગળ વધી રહી છે. AI અને મશીન લર્નિંગ ટેકનોલોજી નો ઉપયોગ વિવિધ એપ્સ માં જેમ કે સર્ચ ઈંજિન,ઈમેજ જનરેટ,ભાષા અનુવાદ વગેરેમાં સારું થયું છે. જનરેટીવ AI એ સૌથી પ્રભાવશાળી છલાગ છે જે નોંધપાત્ર રીતે CHAT GPT દ્વારા નવેમ્બર 2022 માં રિલીઝ કરવામાં આવી.
AI નું નવીનતમ મોડેલ ગણિત, દવા,કાયદો વગેરેને આવરી મુશ્કેલ કાર્યોને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. AI ના ઉપયોગ ફાયનાન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, કલા, આરોગ્ય, મનોરંજન, લેખન,ફેશન ઉદ્યોગોની વિવિધતામાં પરિવર્તન લાવે છે.
વિવિધ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર AI માનવી કરતાં વધુ ચડ્યાતુ છે. જેમ કે તેની પાસે નિષ્પક્ષ નિર્ણય લેવાની ક્ષમતા છે.ડિજિટલ પ્લેટફોર્મ પર સહાય કરે છે, વધારે જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. 24*7 ઉપલબ્ધ છે. માનવીય ભૂલમાં ઘટાડો કરે છે જેમ કે ફેફસાના કેન્સરનું નિદાન 90% પરફેક્ટ કરે છે જ્યારે માનવ ડોક્ટર 50% નિદાન કરી શકે છે.
AI ના સંભવિત જોખમો પણ છે જેવા કે સોફ્ટવેર કોડિંગ, લેખન, ડિઝાઇનિંગ જેવી ક્રિએટિવ નોકરી વધુ જોખમમાં છે ભારતમાં 78% લોકો પાસે ટેકનોલોજી સાથે કામ કરવાની પ્રતિભા નથી તો તેવા લોકો માટે પ્રશિક્ષણ તાલીમ યોજવી પડશે. AI ની ઝડપ અને ડેટા વિશ્લેષણ કરવા સાથે મનુષ્ય સ્પર્ધા નહીં કરી શકે. AI વિશ્વભરમાં 300 મિલયન નોકરીને બદલવાની ક્ષમતા ધરાવે છે આ ટેકનોલોજી ખર્ચાળ છે, મનુષ્યને આળસુ બનાવશે અને ક્રિએટિવિટી નો અભાવ, ગોપનીયતા નો અભાવ જોખમ ઊભા કરશે.
ટેકનોલોજી પાસે નૈતિકતા અને લાગણીઓમાં અભાવ છે હમણાં જ AI ની મદદથી એક રોબોટ શિક્ષક તૈયાર કરવામાં આવ્યું તે વિદ્યાર્થીના દરેક સવાલનો જવાબ આપે છે પરંતુ જો વિદ્યાર્થી શારીરિક કે માનસિક તકલીફમાં હશે તો તેને પ્રેમ અને હૂંફ કોણ આપશે?
CHAT GPT ના સ્થાપ ક સેમ ઓલ્ટમેન, google AI ના પિતા જોફરી હિન્ટન, માઈક્રોસોફ્ટ ના ચીફ સાયન્ટિસ્ટ એરીક હોવિંઝ સહીત 168 હસ્તીઓથી બનેલ ‘ સોસાયટી ફોર AI સેફટી ‘ નિવેદન જણાવે છે કે “માનવજજાત સામે AI એ પરમાણુ યુદ્ધ કે મહામારી જેવા ખતરા રૂપ છે જે માનવનું નિકંદન કાઢી શકે છે તેના પર નિયંત્રણ મૂકવાની વૈશ્વિક સ્તરે પ્રાથમિકતા જરૂરી છે.
ભારતના 70% લોકો પર AIના કારણે બેરોજગારીનો સંકટ છે એક સર્વે મુજબ 2033 સુધીમાં અમુક વ્યવસાય લુપ્ત થઈ જશે જેમકે 72% સુથાર, 89% ડ્રાઈવર ,97% કેશિયર વગેરે. આમ, AI ના અકલ્પનિય ફાયદાની સામે જોખમ પણ છે માનવ બુદ્ધિની પેદાશ એ ક્યાંક માનવ બુદ્ધિની ભક્ષક ન બની જાય તેટલી સાવધાની તો રાખવી જ પડશે.
AI એ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે જટિલ તબિબી ડેટા નું ઝડપથી તમે ચોકસાઈ થી વિશ્લેષણ કરી નાખે છે તેનાથી પરિણામો શ્રેષ્ઠ બને છે અને ઝડપી બને છે તથા આડ અસરો ઘટે છે. દૈનિક જીવનમાં AI સુવિધા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે જેમ કે એલેક્સા નો ઉપયોગ અને સ્માર્ટ હોમ ડિવાઇસ. વીમા કંપની અને નાણાકીય સંસ્થા સાથે છેતરપિંડી શોધવા માટે વિવિધ એપ્સમાં AI નો ઉપયોગ કરી સ્માર્ટ નિર્ણય લઇ શકાય છે. AI વિદ્યાર્થીને તેની જરૂરિયાત અનુસાર શિક્ષણ અનુભવને અનુરૂપ બનાવે છે તેમજ AI નો ઉપયોગ કરી શિક્ષણ રસપ્રદ બનાવી શકાય. કૃષિમાં AI ડેટા વિશ્લેષણ, હવામાનની સ્થિતિનું નિરીક્ષણ, જમીનમાં સ્વાસ્થ્યનો વિશ્લેષણ કરી ઉત્પાદનમાં વધારો કરે છે. વાહન વ્યવહારમાં AI ના કારણે સ્વયં સંચાલિત વાહનો દ્વારા અને વાહનોની સલામતીના સ્માર્ટ ડિવાઇસ દ્વારા નુકસાન અને માનવ જિંદગી બચાવી શકાય છે
એલોન મસ્ક ના મતે માનવ જાતિના અસ્તિત્વમાં સૌથી મોટો ખતરો AI બની શકે છે તો AI ના ખતરા સામે ભારતમાં AI માટે મોટુ માર્કેટ ઊભું થયું છે જે 2020 જુલાઈ ઓગસ્ટમાં લગભગ 45000 કરોડ રૂપિયા નું હતું. 2019 માં 5000 કરોડમાં રોકાણ ભારતમાં AI સ્ટાર્ટઅપ માટે કરવામાં આવ્યું. 2000 થી વધુ AI સંબંધિત સ્ટાર્ટઅપ અત્યારે ભારતમાં ચાલુ છે.