આચરણ અને વિચાર
"यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ॥"
"જેવું મન, તેવી વાણી, જેવી વાણી, તેવાં કર્મ. સજ્જનોના મન, વાણી અને કર્મમાં એકરૂપતા હોય છે."
આજના મંદિરો નો પૈસો સમાજ માં ભગવાનના તેજસ્વી ચીચારો જાય તેની માટે હોવો જોઈએ. મંદિરો માં આપેલો પૈસો ભગવાનનો ભાગ છે. ભગવાનના વિચારો મુજબ તેનું વાહન થવું જોઈએ. તે માટે મંદિરોના પૈસા થી ગુરુકુળ નિર્માણ થવા જોઈએ.
આ વિચારધારા ઉપર એક સંતે એક ગુરુકુળ ની શરૂઆત કરી. આ ગુરુકુળ નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વેદ અને ઉપનિષદ ના વિચારો સમાજ માં જાય. સંસ્કારી અને તેજસ્વી યુવાનો અને યુવતીઓનું નિર્માણ થાય જે સમાજના વિકાસમાં ભાગીદાર બની શકે.
એક દિવસ તેમણે પોતાના વિદ્યાલયમાં એક સંવાદ સ્પર્ધાનું આયોજન કર્યું. જેનો વિષય હતો - "જીવો પર દયા અને પ્રાણીમાત્રની સેવા."
નિર્ધારિત તારીખે નક્કી કરેલા સમયે પ્રાંગણમાં પીપળાના ઘટાદાર વૃક્ષ નીચે સ્પર્ધા શરૂ થઈ. એક વિદ્યાર્થીએ સેવા માટે સંસાધનોની મહત્તા પર ભાર મૂકતાં કહ્યું કે આપણે બીજાની સેવા ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટે પૂરતાં સંસાધનો હોય. આપણી પાસે પૈસો અને સાધનો હોય તો જ સેવા થઇ શકે છે. તેના વગર બધું અસક્ય છે.
"वृत्तं यत्नेन संरक्षेद् वित्तमेति च याति च।"
"ચરિત્રની યત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ, ધન આવે છે અને જાય છે."
જ્યારે કેટલાક વિદ્યાર્થીઓનું એવું પણ માનવું હતું કે સેવા માટે સંસાધનો નહીં, પરંતુ ભાવનાનું હોવું જરૂરી છે. પ્રથમ ભાવના હોવી જરૂરી છે માણસ માં ભાવ હશે તો જ તે સેવા કાર્ય માં પૈસો આપશે.
આ રીતે ઘણા પ્રતિભાગીઓએ સેવાના વિષય પર જ્ઞાન થી ભરેલા જોરદાર વક્તવ્યો આપ્યાં. અંતે જ્યારે પુરસ્કાર આપવાનો સમય આવ્યો તો સંતે એક એવા વિદ્યાર્થીને પસંદ કર્યો, જે મંચ પર બોલવા માટે પણ આવ્યો ન હતો. બાકી બધા વિદ્યાર્થીઓ કઈ ને કઈ બોલ્યા તો હતા જ.
આ જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને કેટલાક ગુરુકુળ ના શિક્ષકો રોષના સ્વર ઉઠવા લાગ્યા.
संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ॥
"આપણે સૌ સાથે ચાલીએ; સાથે બોલીએ; આપણાં મન એક હો. પ્રાચીન સમયમાં દેવતાઓનું આવું આચરણ હતું, એટલે જ તેઓ વંદનીય છે."
તે કાળ માં માણસ જેવું બોલતો જેવું વિચારતો તેવું તેનું આચરણ હતું. રાવણ ના દશ મોઢા હતા એટલે દરેક મોઢે અલગ અલગ બોલતો. પોથી માંના રીગણા ની જેમ.
સંતે બધાને શાંત કરતાં કહ્યું, 'પ્યારા મિત્રો અને વિદ્યાર્થીઓ, તમને બધાને ફરિયાદ છે કે મેં એવા વિદ્યાર્થીને કેમ પસંદ કર્યો જે સ્પર્ધામાં ભાગ લીધો જ ન હતો. ખરેખર, હું જાણવા માગતો હતો કે આપણા વિદ્યાર્થીઓમાંથી કોણ સેવાભાવને સૌથી સારી રીતે સમજે છે. જે ફક્ત બોલવામાં જ નહિ પણ જેના તેજસ્વી વિચારો પોતાના આચરણ માં પણ હોય.
પાશ્ચ્યાત તત્વજ્ઞાનીઓ તેઓ એમ જ માને છે અમે જે કાઈ તત્વજ્ઞાન કહીએ તે જરૂરી નથી કે આચરણ માં હોય. જયારે ભારતીય તત્વજ્ઞાન એમ કહે છે. આચરણ માં મુકેલા વિચારો સામેવાળો શીઘ્ર ઉપાડે છે.
ચાલ બગુલાની ચાલે છે, પછી કહેવાય હંસ,
તે મુક્તા કેમ ચૂંટે, પડ્યા કાળના ફંસ?
જે બગુલાના આચરણમાં ચાલી, ફરી હંસ કહેવાય,
તે જ્ઞાન-મોતી કેમ ચૂંટે? કલ્પના-કાળમાં રહ્યા સદાય.
બાનો પહેરે સિંહનો, ચાલે ભેડની ચાલ,
બોલી બોલે સિયારની, કૂતરો ખાય ફાલ.
સિંહનો વેષ પહેરી, જે ભેડની ચાલે ચાલે,
સિયારની બોલી બોલે, કૂતરો તેને ફાડી ખાય.
એટલે જ મેં સ્પર્ધા સ્થળના દ્વાર પર એક ઘાયલ બિલાડી મૂકી હતી. તમે બધા તે જ દ્વારમાંથી અંદર આવ્યા, પરંતુ કોઈએ પણ તે બિલાડી તરફ આંખ ઉઠાવીને જોયું નહીં. આ એકમાત્ર પ્રતિભાગી હતો જેણે ત્યાં રોકાઈને તેની સારવાર કરી અને તેને સુરક્ષિત સ્થાને છોડી આવ્યો. સેવા-સહાય એ ચર્ચા નો વિષય નથી, જીવન માં ઉતારવાની કળા છે.
જે પોતાના આચરણથી શિક્ષણ આપવાની હિંમત ન રાખે, તેના વક્તવ્ય ગમે તેટલા પ્રભાવશાળી હોય, તે પુરસ્કાર મેળવવા યોગ્ય નથી.'
આટલું કહેતા સૌ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ નિર્ણય વધાવી લીધો.
बहीव्मपि संहितां भाषमाण: न तत्करोति भवति नर: प्रामत्त: ।
गोप इव गा गणयन् परेषां न भाग्यवान् श्रामण्यस्य भवति ॥
"જો માણસ ઘણાં ધાર્મિક શ્લોક યાદ રાખે પણ તે પ્રમાણે આચરણ ન કરે, તો તેનો કોઈ લાભ નથી. જેમ ગાય ચરાવનારો ગાયોની સંખ્યા જાણે છે, પરંતુ તે તેનો માલિક નથી રહેતો."
"आचारः परमो धर्मः, आचारः परमं तपः"
"આચરણ જ શ્રેષ્ઠ ધર્મ છે, આચરણ જ શ્રેષ્ઠ તપસ્યા છે."