krupan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | કૃપણ

Featured Books
Categories
Share

કૃપણ

કૃપણ

कृपणेन समो दाता न भूतो न भविष्यति।

अस्पर्शेनैव वित्तानि यः परेभ्यः प्रयच्छति॥

(અર્થ: કંજૂસ જેવો કોઈ દાતા નથી થયો, નહીં થાય. જે કોઈ સ્પર્શ વિના ધનને બીજાઓને આપે છે, તે મહાન છે.)

 

અતિ જૂના સમયમાંની વાત છે. કોઈ એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો. તેના બે પુત્રો હતા. વૃદ્ધ વ્યક્તિ વસ્તુઓના ઉપયોગના મામલે કંજૂસ હતો અને તે બચાવી-બચાવી વસ્તુઓનો ઉપયોગ કરતો. તેના પાસે એક જૂનો સોનાનું પાત્ર હતું. તે જ તેની સૌથી કિંમતી વસ્તુ હતી. તેણે તેને સંભાળીને બંધ પેટીમાં  રાખ્યો હતો. તેણે વિચાર્યું હતું કે યોગ્ય અવસર આવે ત્યારે જ તેનો ઉપયોગ કરશે.

એક દિવસ તેના ઘરે એક સંત આવ્યા. જ્યારે તેમને ભોજન પીરસવામાં આવવા લાગ્યું, ત્યારે એક ક્ષણ માટે વૃદ્ધના મનમાં વિચાર આવ્યો કે શા માટે સંતને સોનાના પાત્રમાં ભોજન પીરસું નહીં? પણ તુરંત જ તેને લાગ્યું કે મારું સોનાનું પાત્ર બહુ કિંમતી છે. વળી આ વાત જો ફેલાઈ ગઈ ને કોઈ ચોર ને કાને વાત ગઈ તો....ખલાસ...ના...નાં....ગામે-ગામે ભટકતા રહેતા આ સંત માટે તેને શા માટે બહાર કાઢવું? જ્યારે કોઈ રાજવી વ્યક્તિ મારા ઘેર પધરશે, ત્યારે જ આ પાત્ર બહાર કાઢીશ. આ વિચારી તેણે સોનાનું પાત્ર બહાર કાઢ્યું નહીં.

થોડા દિવસો પછી તેના ઘરે રાજાના મંત્રી ભોજન માટે આવ્યા. તે સમયે પણ વૃદ્ધે વિચાર્યું કે સોનાનું પાત્ર બહાર કાઢી લઉં. પરંતુ પછી તેને લાગ્યું કે આ તો રાજાનો મંત્રી છે. જ્યારે રાજા પોતે મારા ઘરે ભોજન માટે પધારશે, ત્યારે જ આ કિંમતી પાત્ર બહાર કાઢીશ.

માણસ ની ઈચ્છાનું પ્રભુને સમર્થન અને જે ઈચ્છ્યું હતું તેમજ થયું.

થોડા સમય બાદ પોતે રાજા તેના ઘરે ભોજન માટે પધર્યા. રાજા એ સમયે પડોશી રાજ્ય સાથેના યુદ્ધમાં હારી ગયા હતા અને તેમના રાજ્યના કેટલાક ભાગ પર પડોશી રાજાએ કબજો કરી લીધો હતો. ભોજન પીરસતી વખતે વૃદ્ધ વ્યક્તિએ વિચાર્યું કે હમણાં-હમણાં થયેલી હારને કારણે રાજાનું ગૌરવ ઓછું થયું છે. મારા પાત્રમાં કોઈ ગૌરવશાળી વ્યક્તિ જ ભોજન કરવો જોઈએ. એટલે તેણે સોનાનું પાત્ર બહાર કાઢ્યું નહીં.

આ રીતે તેનું પાત્ર ઉપયોગ વિના જ પડ્યું રહ્યું. એક દિવસ વૃદ્ધ વ્યક્તિનું અવસાન થઈ ગયું.

कार्पण्यदोषोपहतस्वभावः

पृच्छामि त्वां धर्म सम्मूढचेताः |

यच्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे

शिष्यस्तेSहं शाधि मां त्वां प्रपन्नम् २.७ अध्याय २ : गीता का सार

 

 

ભગવદ્ ગીતામાં, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે લોકો કર્મોના ફળમાં આસક્ત થઈને કામ કરે છે, તેઓ કૃપણ છે, જ્યારે જે લોકો ફળની ઇચ્છા વિના, નિષ્કામ ભાવે કર્મ કરે છે, તેઓ શ્રેષ્ઠ છે.

તેના મૃત્યુ પછી તેના પુત્રે તેનો પેટારો ખોલ્યો. તેમાં તેને ઝાંખો  પડી ગયેલો સોનાનો પાત્ર મળ્યો. તે પિત્તળ જેવો દેખાતો હતો. વર્ષો સુધી ન વાપરવાના કારણે. તેણે તે પાત્ર પોતાની પત્નીને બતાવ્યું અને પૂછ્યું, "આનો શું કરવો?"

પત્નીએ કાળો પડી ગયેલા પિત્તળ જેવા દેખાતા પાત્રને જોયું અને મોં વાંકડું કરતાં કહ્યું, "અરે, આનો શું કરવાનું? કેટલું ગંદું પાત્ર છે! તેને તો કૂતરાને ભોજન આપવા માટે ઉપયોગમાં લઇ લો."

એ દિવસ પછી ઘરના પાલતુ કૂતરાને તે સોનાના પાત્રમાં ભોજન અપવામાં આવતું. જે પાત્રને વૃદ્ધ વ્યક્તિએ આખી જિંદગી કોઈ વિશેષ વ્યક્તિ માટે સાચવી રાખ્યું હતું, અંતે તેની આવી દશા થઈ.

એક દિવસ તેની પુત્રવધુ ને થયું કે આ પિત્તળ ના પાત્ર માં કુતરો ભોજન કરે ઠીક નહિ. તે ગોબાઈ ગયું છે એટલે ભંગારમાં નાખવું સારું. અંતે તેણે ભંગારમાં વેચી દીધું.

ભંગારમાં ગયા બાદ તે પાત્ર નો આકાર ખુબ સુંદર હોવાને કારણે એક સાધારણ ગરીબ માણસે લઇ લીધું. તેને થયું થોડું ટપારી ઠીક કરી ને પાલીસ કરશે એટલે નવું થઇ જશે.

ઘેર આવ્યા બાદ તે સુંદર પાત્ર ને ભગવાન માટે વાપરવા વિચાર્યું. અને તેણે અમલ માં મુક્યું. પાત્ર ને ટપારી ઠીક કર્યું. ઘસી ને સાફ કર્યું. સોનાનો ચળકાટ બહાર આવી ગયો. ચળકાટ જોઈ તેણે કુતુહલ થતાં સોનીને દેખાડ્યું. અને જે વિચાર કર્યો તે સાચો પડ્યો. તે સોનાનું પાત્ર હતું.

તે માણસ ની ગરીબાઈ દુર થઇ ગઈ.

रक्षन्ति कृपणाः पाणौ द्रव्यं प्राणमिवात्मनः ।

तदेव सन्तः सततमुत्सृजन्ति यथा मलम् ॥

કૃપણ (લોભી) પ્રાણની જેમ દ્રવ્યને પોતાના હાથમાં રક્ષણ કરે છે, પરંતુ સંત પુરુષ એ જ દ્રવ્યને મળની જેમ ત્યાગ કરે છે.

 

·         "अल्पेन हि प्रयत्नेन सर्वं कार्यं सिध्यति। कृपणो यस्तु न कार्यं करोति स दुष्टः।"

·         (અર્થ: થોડા પ્રયાસથી પણ બધાં કાર્ય સિદ્ધ થઈ જાય છે. જે કંજૂસ છે અને કાર્ય નથી કરતો, તે દુષ્ટ છે.)

·          

·         "कृपणो यो जितेन्द्रिय : (11.19.44)"

·         (અર્થ: કૃપણ તે છે જેનું ઇન્દ્રિયો પર કોઈ નિયંત્રણ નથી.)