be bhes ni varta in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | બે ભેશ ની વાર્તા

Featured Books
Categories
Share

બે ભેશ ની વાર્તા

બે ભેશ ની વાર્તા

 

પહેલી ભેંસ

 

સાચી બનેલી ઘટના જે પશુ ની સંવેદના  દર્શાવે છે. ગુજરાતના વાઘેર ના  તબેલાની વાત છે. એક વખત એવું બન્યું ભેંશ ને બચ્ચું આવવાનું થયું. ને ઘાભિણી ભેંશ બીમાર પડી. છતા સારી માવજતને કારણે તેને અને તેના બચ્ચાને બચાવી લીધું. ભેંશ ને એનું બચ્ચું બહુ વહાલું. રોજ બચ્ચું ધાવે અને તેની માં તેના ઉપર જીભ ફેરવી તેને વહાલ કરે.

માણસ હોય કે પશુ જેટલું આયુષ્ય હોય તેટલું જ જીવી શકે. વખત નું કરવું ને બચ્ચું આ દુનિયાથી વિદાય લઇ લીધું. ભેંશ ને થયું મારું બચ્ચું કોઈએ છીનવી લીધું. માં એ બચ્ચું જોયું નહિ ને એ આઘાત થી દૂધ સાવ બંધ થઇ ગયું. તબેલા ના ગોવાળ ને આ વાતની ખબર પડી. એક ભેંશ દૂધ દેતી બંધ થઇ જાય કેમ પોષાય?

દર વખતની જેમ તેણે ભેંશ ને જાણ કરવી હતી. કે તારું બચ્ચું આ દુનિયામાં નથી. એ માટે ગોવાળે બચ્ચાનું માથું કાપી તેની સામે લટકાવી દીધું. ભેંશ ને હવે સતત જાણ થતી રહી કે હવે મારું બચ્ચું રહ્યું નથી. પહેલો, સ્વજનના વિયોગ નો દુખ નો દિવસ મોટો હોય છે. ત્યાર બાદ એ દુખ દિવસે દિવસે ઓછુ થતું જાય છે.

ભેંસે ત્રણ દિવસ પછી ફરી દૂધ દેવાનું સરુ થઇ ગયું.

પોતાના મૃત બચ્ચાનું મોઢું જોવું કેટલું અઘરું છે. ઉપયુક્તતા માટે ફક્ત જીવતો રહેલો માણસ ભાવ વિહીન થઇ જાય છે. ને તેના ખરાબ પરિણામો સમાજ પર દેખાય છે.

न देवो विद्यते काष्ठे न पाषाणे न मृण्मये।
भावे हि विद्यते देवस्तस्माद्भावो हि कारणम्॥

चाणक्यनीति

ન તો લાકડા કે પથ્થરની મૂર્તિમાં, ન તો માટીમાં દેવતાનો નિવાસ હોય છે, પરંતુ દેવતાનો નિવાસ તો ભાવો એટલે કે હૃદયમાં હોય છે, આથી ભાવ જ સર્વોપરિ કારણ છે, હૃદયમાં જ દેવતાનો નિવાસ છે.

વૃદ્ધાશ્રમ વધતા લોકોને આઘાત થાય છે. પણ ઉદ્ભવ ક્યાંથી થયો તે વિચારવું જોઈએ.

બીજી ભેંસ

આ વાત છે મહુવાની. પાટીદાર નું મોટું ઘર. વિશાલ પરિવાર. ઘરમાં દુઝાણું. ત્રણ ગાય ને એક ભેંસ. પાટીદાર ને મિત્રો પાસેથી ખબર પડી કે રાજસ્થાનમાં અલવરના પાસેના ગામમાં એક ભેંસ વેચવા કાઢી છે. અને તે છ લીટર દૂધ આપે છે. પાટીદાર ભાઈ તેની પાસે ગયા. યજમાનને ઘેર સાત ભેંસ હતી તેમાંની દીકરીના લગ્ન માટે વેચવા કાઢી. પાછી કસ માં વેચવાની. એટલે પાટીદાર તો દોડ્યા ને ત્રણ દિવસ રોકાયા પોતાની આંખે જોયું. છ લીટર દૂધ આપતી હતી. બધું કોઈ કરી ભેંસ ને ખટારા માં નાખી મહુવા લઇ આવ્યા.

થોડા દિવસ થયા કોણ જાણે ભેંસ ચાર લીટર થી વધારે દૂધ આપે નહિ. સારું સારું ખાવાનું ખવડાવે છતાં ભેંસ કઈ ઉદાસ રહે. આંખ માંથી આશુડા વહાવે. ખબર કઈ પડે નહિ.

सालोक्यं सरसां रसालमधुरैः संनादति स्म स्वरैः।

संनादति चेतसि प्रियतमैर्यामि प्रियं प्राप्नुयाम्॥

ફળોથી લદાયેલા આમના વૃક્ષો મધુર સ્વરોથી ગુંજાયમાન છે, અને આ ધ્વનિ મારા ચિત્તમાં પ્રિય પ્રત્યેના ભાવને જાગૃત કરે છે, કાશ હું મારા પ્રિયને પ્રાપ્ત કરું.

 

વાત એમ હતી. તે ભેંસ ની સાથે બીજી બે ભેંસ હતી તે તેની સાથે નાનપણ થી રહેતી હતી અને તેની સાથે તેનો એટલો લગાવ થઇ ગયો કે ભેંસ ને તેનો અસાંગારો લાગી આવ્યો. અને દુઃખ માં દૂધ ઓછુ થઇ ગયું.

પાટીદાર ભેંસ નો ભાવ સમજી ગયો. તેના દિલમાં લાગણી જન્મી ને પેલા અલવરના ભાઈ ને વિનવી ભેંસ પાછી દઈ આવ્યો.  

દિલમાં ઊઠે છે ભાવ નાનું,
ક્યારેક હળવું, ક્યારેક ગહનું,
ઝરણાં જેવું રેલે અંતરમાં,
શબ્દો વિના ગાય છે મનમાં.

પ્રેમની એક લહેર ઉઠે,
ક્યારેક યાદોનો મેળો લઈ આવે,
દુઃખની છાંયે ઝૂકે મસ્તક,
તો પણ આંખે ઝળકે એક સ્વપ્ન.

કુદરતના રંગમાં રંગાયું મન,
પવનની લયે થાય નર્તન,
ભાવ એ તો સાગરનું મોતી,
જીવનની ગાથામાં રહે અમોઘી.