bakara parno prem in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | બકરા પરનો પ્રેમ

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

બકરા પરનો પ્રેમ

બકરા પરનો પ્રેમ

એક નગરમાં એક કસાઈ રહેતો હતો. તેનો ધંધો પશુ ને મારી ને વેચી ને ખાવાનો. ગામ હોય ત્યાં હવાડો હોય જ. અનાદી કાળ થી દેવ અને દાનવ થતાં આવ્યા છે. અને તે ભવિષ્ય માં પણ રહેશે.

જ્યાં સુધી દેવો સંગઠિત રહેશે ત્યાં સુધી સુરક્ષિત રહેશે.

તેની પાસે એક ઘેટાનું  બચ્ચું હતું. ઘરમાં કોઈ મોટી મિજબાની થાય તે માટે તે ઘેટાના બચ્ચાને પાળતો હતો. ભોળું બચ્ચું તેને ખબરજ ન હતી કે કોઈ તેના પર કેવો પ્રેમ કરે છે.

नारिकेल समाकाराा दृश्यन्तेऽपि हि सज्जनाः।

अन्ये बदरिकाकारा  बहिरेव मनोहराः॥

 

નાળિયેર બહારથી સખત હોય છે પરંતુ અંદરથી કોમળ હોય છે, બસ સજ્જન મનુષ્ય પણ આવા પ્રકારના હોય છે, તો વળી બીજી બાજુ દુર્જન વ્યક્તિ બદરીફળના સમાન હોય છે જે બહારથી મનોહર દેખાય છે અને અંદરથી સખત હોય છે.

 

રોજ તેને સારું સારું ખવડાવે. ચોળી ચોળીને ન્હવરાવે, એને શરીરે પચરંગી ટીલાંટપકાં કરે, કાનમાં કુલ પહેરાવે, ગળામાં રૂપાની ઘંટડી બાંધે. ઘેટા ને તો મજા પડી ગઈ.

આમ ઘેટું હૃષ્ટપુષ્ટ બન્યો, એટલે આજુ બાજુ પડોશ ના  બાળકેને ૫ણુ બહુ ગમી ગયો. છેકરાં આખો દિવસ એને રમાડતાં થાકે નહિ. આખી શેરી માં પ્રિય બની ગયો.

આજ ગામડાના ઘરમાં બીજા વાડામાં એક ગાય અને બીજું વાછડુ રહેતું હતું. ઘેટાનું ભારે લાલન પાલન જોઈ વાછરડા નું લોહી ઉકાળ્યું. ઘરના બધા માણસને દૂધ મારી માં પાયે દૂધ દહીં અને છાશ ની પૂર્તિ આ દુધ માંથી થાયે. ને લાડ પ્યાર ઘેટાના?

ઘેટા ના મનમાં આ વાત ઘર કરી દુખ લગાડી દીધું.

એક દિવસ વાછરડું ધાવવા ગયું નહિ.  માં તેને સ્નેહપૂર્વક ચાટવા મંડી ને બેલી, “હે વત્સ, આજ તું કેમ દૂધ પીતે નથી ?”

વાછડે કહે, “જે, માં, આપણું શેઠ આ ઘેટાને મસ્ત મસ્ત ભોજન આપે છે, લાડ લડાવે છે. અને આપણને સવેળા પાણી પણ પાતા નથી. સુકું ખદ પણ પેટ પુરતું દેતા નથી. કેટલો ભેદ ભાવ કરે છે? એટલે મન માનતું નથી.

મા કહે, “જો  ભાઈ. આમાં ખિજાવાનું કે તપી જાવાનું કાંઈ કારણુ નથી. આ ઘેટાનું લાલન પાલન થાય છે તે ખબર છે કોના જેવું છે?”

“કોના જેવું?” વાછરડાએ પૂછ્યું.

“જાણે કોઈને અસાધ્ય રોગ થયો હોય. તે થોડા દિવસનો મહેમાન હોય. તો બધા કેવા તેને લાડ લડાવે. કારણ હવે તેના છેલ્લા દિવસો છે. કોઈ પરોણો આવી ચડે કે મિજબાની ગોઠવાઈ જાય કે તેના બધા દિવસો પુરા થઇ જશે.

       આપણને થોડું ઘાસ મળે છે એમાં જ આપણું સુભ છે. જેથી કરીને વગર ચિંતા એ આપણું આયુષ્ય પૂરું થાય.

માતાના આ ઉપદેશથી શાન્ત થઈને વાછડે દૂધ પીધું.

હવે એક દિવસ કસાઈને ઘેર મેમાન આવ્યા, એટલે એના સ્વાગતઅર્થે તેણે નિર્દયપણે ઘેટાને મારી તેને પકાવી નાખ્યો. ઘેર મિજબાની થઇ ગઈ.

વાછડાથી આ જોઈ આઘાત લાગી ગયો. તેને માંના સબ્દો યાદ આવ્યા. સાંજના માં જયારે ઘરે આવી ત્યારે ભયનો માર્યો વાછડો ધાવતો નથી. માં એ દૂધ ન પીવાનું કારણ પૂછ્યું, એટલે વાછડે ઘેટા  ઉપર જે વીતી હતી તેનું વર્ણન કર્યું ને કહ્યું, “એનું દુઃખ જેઈને મને કાંઈ ખાવાનું મન નથી રહ્યું.”

માં કહે, “મેં તને તે જ દિને નહેતું કહ્યું કે આ ઘેટાનું નસીબ મરવા પડેલા માંદાને મેંમાગ્યું ખાવાનું આપે એવું જ છે ? એટલે સોક  મૂકી દે, ધીરજ રાખ અને ભલો થઈને જમી લે.”

"दुर्जन: प्रियवादीति नैतद् विश्वासकारणम्। मणिना भूषित: सर्प: किमसौ न भयंकर:॥"

દુષ્ટ મનુષ્ય મીઠું બોલનારો હોય તો પણ તેના પર વિશ્વાસ રાખવો ન જોઈએ, મણિથી અલંકૃત હોય તેવો સર્પ ભયંકર નથી હોતો કે?