પુરુષાર્થ અને પૈસો
उद्योगे नास्ति दारिद्रयं जपतो नास्ति पातकम्।
मौनेन कलहो नास्ति जागृतस्य च न भयम्॥
અર્થઃ- ઉદ્યમ કરવાથી દરિદ્રતા અને જપ કરવાથી પાપ અને મૌન રહેવાથી કોઈ વિખવાદ થતો નથી અને જાગતા રહેવાથી એટલે કે સજાગ રહેવાથી ભય નથી રહેતો.
મહેનતથી ભાગ્ય બદલી શકાય છે.
એક માણસ હમેશા આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલો રહેતો હતો.
यस्यार्थाः तस्य मित्राणि यस्यार्थास्तस्य बान्धवाः ।
यस्यार्थाः स पुमांल्लोके यस्यार्थाः स च पण्डितः ॥3॥
જે વ્યક્તિ પાસે ધન હોય, એના જ મિત્રો હોય છે, એના જ બંધુબંધાવો હોય છે, એજ સંસારમાં ખરેખર પુરુષ (સફળ વ્યક્તિ) ગણાય છે, અને એજ પંડિત અથવા જાણકાર હોય છે.
હમેશા પૈસા ના અભાવને કારણે મુશ્કેલીઓથી ઘેરાયેલો રહેતો માણસ જીવનની સત્યતા સમજી ગયો. તેની હવે ધીરજ ખૂટી. તેને થયું ગમે તેમ થાય પણ હવે પૈસા કમાવવા છે. તેશહેર છોડીને બીજે ક્યાંક જવાનું નક્કી કર્યું. જગ્યા બદલાવવાથી ભાગ્ય બદલાશે અને તેખુશીથી જીવી શકાશે. તેણે એવું વિચાર્યું.
પંચતંત્ર ના મીત્ર્લાભ પ્રકરણ માં કહ્યું છે.
अर्थार्थी जीवलोकोऽयं श्मशानमपि सेवते ।
त्यक्त्वा जनयितारं स्वं निःस्वं गच्छति दूरतः ॥9॥
આ લોક ધનનો ભૂખ્યો હોય છે, તેથી એ શ્મશાનનું કાર્ય પણ કરવા તૈયાર થઈ જાય છે. ધન મેળવવા માટે તો એ પોતાનાં જન્મદાતાને પણ છોડી દૂર દેશ સુધી ચાલ્યો જાય છે.
તેણે શહેર છોડવાની તૈયારી શરૂ કરી.
नाम्भोधिरर्थितामेति सदाम्भोभिश्च पूर्यते।
आत्मा तु पात्रतां नेय: पात्रमायान्ति संपद:।।
સમુદ્ર ક્યારેય કોઈ પાસે પાણીની ઈચ્છા રાખતો નથી છતાં એ હંમેશા પાણીથી ભરેલો રહે છે કારણ કે એ તેની પાત્રતા છે. તેવી જ રીતે, આપણે પણ અમારી પાત્રતાને વધારવી જોઈએ. જો આપણે કોઈ પાત્ર છીએ, તો અમને તે પાત્રતા ના આધારે સંપત્તિ અથવા પદ અવશ્ય પ્રાપ્ત થશે.
તેને શહેરથી દૂર એક જગ્યા મળી અને તે પોતાનો સામાન લઈને ત્યાં ગયો. ત્યારે તેણે ઘરની બહાર એક સ્ત્રીને ઉભેલી જોઈ.
તેણે પૂછ્યું, “તારે શું જોઈએ છે? “
તેણીએ કહ્યું, “તમારો સંગાથ.”
તેણે કહ્યું “પણ મેં હવે શહેર છોડી દીધું છે. તેણીએ કહ્યું, તો શું થયું? તમે જ્યાં જશો ત્યાં હું તમારો સાથ આપીશ. તું જ્યાં જઇશ ત્યાં હું તારી સાથે આવીશ. હું તારાથી અલગ થઇ નહિ શકું. પડછાયો થોડી અલગ થઇ શકે છે.?”
તેણે પૂછ્યું “પણ તમે કોણ છો?”
પેલી સ્ત્રીએ કહ્યું, “ તમારું નસીબ.”
તેણે કહ્યું કે જો તમે મને છોડવા તૈયાર નથી, તો હું બીજા શહેરમાં શાં માટે જાઉં?”
તેણે ત્યાં રહીને પોતાનું ભાગ્ય બદલવાનું નક્કી કર્યું. વિદેશ માં જવાનો વિચાર છોડી દીધો. તેણે સખત મહેનત શરૂ કરી. થોડા દિવસો પછી તેનું નસીબ બદલાઈ ગયું. નિર્ધનતા દુર થઇ.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि ।। श्रीमद भगवाद गीता
હે પાર્થ! કર્મ કરવાનું તમારું અધિકાર છે| કર્મના ફળનું અધિકાર તમારા પાસે નથી| તેથી તમે ફળની ચિંતા કર્યા વગર માત્ર કર્મ કરતા રહો.
ઈશ્વર પર શ્રદ્ધા, પુરુષાર્થ, સંસ્કાર, નીતિ, દક્ષતા, મીઠી વાણી. દૂરદર્શિતા, ચતુરાઈ આ બધા ગુણો જીવનમાં ઐશ્વાર્યતા લાવે છે.
એક દિવસ એ જ સ્ત્રી તેને મળી અને કહ્યું, “સ્થળ બદલવાથી ભાગ્ય નથી બદલાતું. તેના બદલે, તે જે પુરુષાર્થ કર્યો તેનાથી તું દરિદ્રતા થી મુક્ત થયો.”
ભગવાન આપણી માટે કામ નહિ કરે પણ આપણી સાથે કામ કરશે. તે ચોક્કસપણે તમને કટોકટીનો સામનો કરવાની શક્તિ આપશે.
હે પુરુષ તું ઈશ્વર માન્ય પૈસો કમાવ અને દરિદ્રતા થી મુકત થા.
માણસ ના પુરુષાર્થ માં એક આત્મ વિશ્વાસ અને બીજો ઈશ વિશ્વાસ માણસને સમૃદ્ધિ ને શિખર પહોચાડશે.
सर्वे कर्मवशा वयम्॥
સર્વે પ્રકૃતિ કર્મ ને આધીન છે.