Tofaani Chhokro - 2 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | તોફાની છોકરી' ઢ, - ભાગ 2

The Author
Featured Books
Categories
Share

તોફાની છોકરી' ઢ, - ભાગ 2


જમકુડી: એક અનોખી સફર

જમકુડી માત્ર અઢી વર્ષની હતી, ત્યારે બાએ તેને ઘરની નજીકની એક અંગ્રેજી શાળામાં ભણવા મોકલી. પ્રથમ વર્ષ કંઈક ઠીક ગત્યુ, પરંતુ પછી તેને ભણવામાં મુશ્કેલીઓ આવવા લાગી. અંતે બાએ તેને ત્યાંથી કાઢીને એક સારી ગુજરાતી શાળામાં દાખલ કરી.

પરંતુ અહીં નવી સમસ્યા ઊભી થઈ. જ્યાં અન્ય બાળકોને ગુજરાતી સારો આવડતો હતો, ત્યાં જમકુડી માટે આ એકદમ નવી ભાષા હતી. ક, ખ, ગ પણ તેને ન આવતા. શિક્ષકો ગતિશીલ લખાવે, પણ જમકુડી સમજતી નહિ. ભયના કારણે તે ફક્ત બીજાઓ જેવું લખી નાંખતી.

ટીસરો દિવસ શિક્ષકે તેની નોટબુક જોઈ, અને ચોંકી ગયા. એમાં બધું ગડમથળ હતું. આચાર્ય પણ હેરાન થઈ ગયા. પછી શિક્ષકે બાને એક ચિઠ્ઠી લખી, પણ જમકુડી ક્યારેય એ ચિઠ્ઠી બાને આપી જ નહીં. આખરે શિક્ષકે સીધો ફોન કર્યો. બા ઘરે આવ્યા બાદ જમકુડીની નોટબુક જોઈ, અને સમજી ગયા કે તે ફક્ત ભણવાના ડોળા કરી રહી છે.

વિશેષ પરિક્ષાના દિવસે, શિક્ષકે જાહેરાત કરી કે જમકુડી નાપાસ થઈ ગઈ છે. પણ જમકુડી ખુશ હતી! તે ઘર જઈને આનંદથી બાને કહ્યુ: "બા, હું નાપાસ થઈ! બા, હું નાપાસ થઈ!" બાએ હસીને કહ્યું, "હા હા, ભલે થઈ, વાંધો નહીં!"

બે વર્ષના સંઘર્ષ પછી, જમકુડી બન્ને ધોરણ પાસ કરી અને પછી સરકારી શાળામાં દાખલ થઈ. ત્યાં પણ મુશ્કેલીઓ આવી. શિક્ષકો તેને અનધારી અને અવ્યાખ્યાયિત ગણતા. પરંતુ એક વિદ્યવાન બ્રાહ્મણ શિક્ષક, જેમનો સ્વભાવ કડક હતો, તેણે ધીરે ધીરે જમકુડીને ભણવામાં રસ લાવાવ્યો.

ફરીથી જૂની શાળામાંજમકુડી પાંચમા ધોરણ પછી પાછી પ્રાઇવેટ શાળામાં ગઈ. પણ ત્યાંનું વાતાવરણ ફરી અણગમતું હતું. સહપાઠીઓ મજાક ઉડાવતા, "એ સરકારી શાળાની છોકરી છે, એ સાથે વાત ના કરો!" કોઈ કહે, "જાડી ભેસ જેવી છે, પાછળ બેસાડો!"

જમકુડી મૌન રહેતી. જે શિક્ષક તેને નફરતથી ત્રાસ આપતા, તેમના લેશન્સ દરમ્યાન તે તોફાન કરતી. એક દિવસ, એક ગણિતના શિક્ષકે તેની મોટી બહેનને બોલાવી અને કહ્યું: "તારી બહેનમાં મેનર્સ નથી, એ પાત્ર નથી, તેને શાળામાં રાખવાની જરૂર જ નથી!"

જમકુડી પર કોઈ અસર નહોતી. બીજે દિવસે શિક્ષકે ચિઠ્ઠી લખાવી. રીસેસ સમયે જમકુડી ચિઠ્ઠી આપવા માટે બહાર જતી, પણ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. હસતાં હસતાં તે બોલી, "ચિઠ્ઠીથી હોડી બનાવું?" અને ચિઠ્ઠી પાણીમાં તરાવી દીધી.

ત્યારે પાછળથી એક હાથ તેની પીઠ પર પડ્યો. તે ફરીને જોઈ, તો ગણિતના શિક્ષક! "ચિઠ્ઠી આપી દે!" તેમણે ખીજાઈને કહ્યું. જમકુડી પાણીમાં તરણારી હોળી તરફ આંગળી બતાવીને મસ્તીભર્યા સ્વરે બોલી, "જો, જાય તમારી ચિઠ્ઠી!"

શિક્ષક ગુસ્સે થઈ ગયા. જમકુડીને ચાર કલાક ઓફિસની બહાર ઉભી રાખવામાં આવી. પછી મોટી બહેન આવ્યો, અને ઘર જઈને જમકુડી પર ગુસ્સો કર્યો. પણ જમકુડીને હવે સાંભળવાની આદત પડી ગઈ હતી.

સફર આગળ વધે છે...જમકુડી શિક્ષણમાં આગળ વધી. છઠ્ઠા ધોરણમાં તેને બે નવા શિક્ષકો મળ્યા, જે સારાં હતાં. તેઓ સાથે જોડાવા લાગી. તેમણે ભણવાની મજા શીખવી. પરંતુ, બે વર્ષ પછી, એક શિક્ષકના લગ્ન થઈ ગયા અને બીજાં કોઈક કારણસર શાળા છોડીને ગયા.

જમકુડી હવે આઠમા ધોરણમાં આવી. આ સમયે, તેના ઘરે મુશ્કેલીઓ વધી. મોટી બહેનની સગાઈ થઈ ગઈ, અને બાપુજીની તબિયત ખરાબ રહી.

જમકુડી ફરી તોફાની થઈ ગઈ. એક દિવસ, તે છાપરાથી સરગવાની શીંગ તોડવા જતી હતી , અને અચાનક ઉપરથી નીચે  ગોડાઉનમાં પડી ગઈ! ત્યાં કામ કરતા ભાઈએ તેને જોઈ, "અરે, બેબી! તુમ કિધર આયા?"

ઝમકુડી કહે છે' અરે ઉપર દેખ છપરા ફાડ કે આયા,...

તો ઓલો માણસ કહે છે ચલો ઇધર નહી રહેને કા બહાર નીકલો .

ઝમકુડી ઊભી થવાની કોશિશ કરે છે પણ હાટકું ભાંગી ગયું હોવાથી તે ઊભી નથી થઈ શકતી .

(ઝમકુડી મનમાં વિચારે છે આ છાપરું તૂટ્યું અને નીચે જમીન પર પડી ભાગ્ય તો જુઓ આટલી ઘઉંની ગોણીઓ નો થપ્પો પડ્યો છે ત્યાં ન પડી અને સીધી જમીન પર પડી શું નસીબ છે...)

પેલા માણસને જમકુ ઉપર દયા આવે છે અને કહે છે તો હું કહા રહેતી હો તો ઝંકુ કહે છે ઇધર  ગોડાઉન કે પીછે.

એટલે પેલો માણસ પોતાની હાથ ગાડીમાં નાખી અને ઝમકુડી ને  પાછળ જ્યાં તેનો ઘર હોય છે ત્યાં તેને ઘરે મૂકવા જાય છે.

રસ્તામાં છોકરાઓ ઝમકુડી ન જોઈ અને રાજી થતા બોલે છે ઝમકુ દીદી હાથ ગાડીમાં જમકુ દીદી હાથ ગાડીમાં. 

સામેથી જમકુ ની બા આવતા જમકુને હાથ ગાડીમાં બેસેલી જોઈએ છે અને ખેંચાઈ જાય છે આટલી મોટી થઈ અને હાથ કઢીમાં બેઠી છું તને શરમ નથી આવતી રસ્તા પર બધા જોઈ રહ્યા છે. 

જમકુ  માત્ર એટલું કહે છે પણ બા મારી વાત તો સાંભળ. 

બા કાંઈ સાંભળતી નથી અને બોલવાનું ચાલુ રાખે છે 

માણસને દયા આવે છે અને તે કહે છે અરે બહેન યે લડકી 

છત પરશે ગીર ગઈ હૈ ઔર ઉસકી પેર કી હડી ટુટ ગઈ હૈ ઇસી લીયે સકો હાથ ગાડી મેં બેઠા કર આપકે ઘર પહોંચા રહા થા વો કોઈ શોખ છે હાથ ગાડી મે નહી બેઠી.

ઝમકુડીના જીવનમાં રોજ કંઈક નવીનતા અને રોજ ઝમકુડી ને નવા અનુભવો થતા

જો ઝમકુડી વિશે હજી જાણવું હોય તો નીચે અભિપ્રાય આપજો તો જરૂરથી લખીશ.