જમકુડી
આ ઇસવીસન 1970 ના દશકની વાતો છેઘરનું વર્ણનઝમકુડી એક મોટા અને આધુનિક ઘરમાં રહેતી હતી.એમાં એક મોટો હિંડોળો હતો અને ઘરમાં જ એક ઓફિસ પણ હતી જેમાં તેના બાપુજી અને મેનેજર ટ્યુન વગેરે બેસતા.
• આસપાસનો વિસ્તાર: •
ઘરની સામે એક વિશાળ ફર્યું હતું.• ઘરના નજીક એક મોટું જાંબુનું ઝાડ હતું.• • ઘરની બાજુમાં એક મોટો વરંડો હતો, જેમાં નારિયેળ, ચીકુ, સીતાફળ અને લીલી ચાના છોડ લાગેલા હતા.• એક તરફથી કેડી નીકળતી, જેના બાજુમાં ચંપાના ઝાડ હતા.• ચંપાના ઝાડની પાસે એક રંગ બનાવવાનું કારખાનું હતું, જેને લઈને લોકો કહેતા કે ત્યાં ચુડેલ થવાની વાત થાય છે.
• વિસ્તાર અને સુરક્ષા: •
આ વિસ્તારમાં ફળિયા માં સગાં સંબંધીઓ તરીકે ઘણા નાનાં-મોટાં ઘર અને એક મોટો ગેટ હતો, જે રાત્રે સુરક્ષાની દૃષ્ટિએ બંધ કરી દેવામાં આવતો.• ત્યાં જૂની બરેલી નગરશેઠની હવેલી પણ હતી, અને તેની પાછળ નાનું જંગલ જેવું વિસ્તરણ હતું, જેને જોઈને ઘણાને ડર લાગતો, પરંતુ ઝમકુડીને આ બધું સમજાતું ન હતું
.• બગીચો: •
તેની મમ્મીએ ઘર બહાર એક સુંદર અને મજા ભર્યો બગીચો તૈયાર કર્યો હતો, જેમાં વિવિધ જાતના ફૂલોનાં છોડ ઉગાડેલા હતા.
પરિચય અને દેખાવ:
ઝમકુડી એક નાની, નિર્દોષ અને બિન્દાસ છોકરી હતી. તેનો દેખાવ ગોલમટો અને સુંદર હતું. તેના "ડાયના કટ" વાળ અને થોડી મોર્ડન લુક તેને અનોખું બનાવતા. જ્યારે તે અઢી વર્ષની હતી, ત્યારે તેના પિતા તેને ઘર નજીક આવેલી અંગ્રેજી સ્કૂલમાં ભણવા મોકલ્યા. શરૂઆતમાં તે સારી રીતે ભણતી, પરંતુ એક વર્ષ પછી શૈક્ષણિક પ્રવૃત્તિમાં મુશ્કેલીઓ આવવા લાગી.પરિવારનું વાતાવરણ:ઘરમાં મોટી બહેન અને ભાઈ પાસેથી ખાસ સ્નેહ મળતો નહોતો, કારણ કે તેને 'બાની દીકરી ચાગલી' તરીકે ઓળખવામાં આવતી હતી. જ્યારે પિતા ઘર પર ન હોતા, ત્યારે તેની મોટી બહેન તેના વ્યવહારને નિયંત્રિત કરવા માટે કડક આદેશો આપે છે.
ઘરનાં આદેશો:
એક દિવસે, જ્યારે પિતા ગેરહાજર હતા, ત્યારે મોટી
બહેન ઝમકુડીને આ આદેશ આપે છે:
"ઝમકુડી, બા ને 'મમ્મી' નહીં બોલવાનું
બોલ. બા
અંગ્રેજીમાં નહિ, ગુજરાતીમાં બોલ. જો તું આ આદેશનું પાલન નહિ કર, તો હું તારા કપડા કાઢી, તને પેટીકોટ પહેરાવી, ઘરનાં ગેટની પાસે ઊભી રહીને ભીખ માંગવા મોકલી દઈશ!
"ગેટની ઘટના:
ઝમકુડી આ આદેશનો સાચો અર્થ સમજવામાં અસમર્થ
રહી, એટલે તે નાસમજ થઈને ઘરના ગેટની પાસે ઊભીર
હી ગઈ.
ત્યાં તેના ફઈએ આવીને પૂછ્યું: "કેમ, કેમ તું પેટીકોટ પહેરીને ઊભી છે? શું તારી માં ઘરે નથી?"નિર્દોષતાથી ઝમકુડી બોલી, "હા, મારી માં ઘરે નથી. મોટી બહેનએ મને બહાર મોકલી દીધું છે અને કહ્યું છે કે ગેટની પાસે જઈને ભીખ માંગ. એટલે હું અહીં ઊભી છું."
નીચે, ઉપર આપેલી વાર્તાનું સુધારેલું અને સ્પષ્ટ સંસ્કરણ આપવામાં આવ્યું છે. દરેક શબ્દ, વિભક્તિ, વાક્ય બંધન અને વિરામચિહ્નોનું ધ્યાન રાખીને વાર્તાને સરળ, સાફ અને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે:ઝમકુડીની વાર્તા
થોડી વિરામ બાદ:થોડી વાર બાદ, ફઈએ પુછ્યું, “તને ભૂખ લાગી હશે, આવ, હું તને થોડું ખવડાવી દઉં.”ઝમકુડી ફઈના ઘેર જઈને થોડું ખાવાનું લીધું અને પછી ફરી ઘરના ગેટની નજીક ઊભી રહી ગઈ.
બા ઘરે ફરતા:સાંજે, જ્યારે બા ઘરે આવ્યા, ત્યારે તેમણે ઘરના ગેટની પાસે ઊભી ઝમકુડી જોઈને પુછ્યું, “આના, આ શું વેશ કરીને બેઠી છે? શું થયું? ઘરનાં કપડા કેમ નથી? ખાલી પેટીકોટમાં કેમ રાખડવામાં આવી છે?”ઝમકુડી નિર્દોષતાથી જવાબ આપે, “બે, ઘર માં નથી. મને મારી બહેનએ કાઢી મૂકી છે; કહ્યું છે કે ગેટની પાસે જઈને ભીખ માંગ, એટલે હું અહીં ઊભી છું.”બાપુજી તરત જ ઝમકુડીને ઘેર લઈ ગયા અને કહ્યું,
“ભીખ માંગવી સારી વાત નથી. હવે પછી કોઈ કહે તો નાપડી દેજે હો.”આ રીતે, ઘરનાં આંતરિક વિવાદ અને નાનકડી અસમજદારીની ઘટનાઓ દ્વારા ઝમકુડીની દૈનિક જીંદગી આગળ વધતી રહી.
ઝમકુડી ને પોતાના ઘરનાં આ સુંદર વાતાવરણમાંથી બહાર નીકળીને પ્રકૃતિનો આનંદ લેવાનું ખૂબ ગમતું. તેને ચપ્પલ પહેરવા રસ નહોતો આવતો; તે છોકરાઓની જેમ બિન્દાસ ફરતી, નાનાં ઝાડોના ફૂલો અને છોડનું નિરીક્ષણ કરતી.તેના જીવનમાં એક ખુશનુમા ફેર પડતો રહ્યો – તેના ડ્રાઇવરો દ્વારા લાવવામાં આવેલ નાનું ગલુડિયું, જેને તેણે “યોયો” નામ આપ્યું. યોયો સુંદર, લાંબા કાનવાળું અને બ્રાઉન આંખો ધરાવતું હતું અને જ્યાં પણ ઝમકુડી જતી, ત્યાં હંમેશા તેની સાથે જતું.
:ઝમકુડીને હવે સ્કૂલમાં ભણવું ગમતું નથી; સ્કૂલમાં તો તે હેરાન થઇ જાય છે અને ઘરે પણ હેરાન રહે છે.તેના ભાઈ સાથે પણ તેને બંધ બેસતુ નથી.બાપુજી તેને પ્રેમ કરતાં હોવા છતાં, તેના ભાઈ હંમેશા ઝમકુડીની ઈર્ષા કરતો રહે છે.એક દિવસ, ટ્યુશનના ટીચર ભણાવવા આવ્યા. ટ્યુશન ટીચર નિર્દય અને ગુસ્સાવાળી હતી; તે રોજ કોઈપણ બહાને, અમને બધાને મારતી.તે દિવસે, મારા ભાઈનો કોઇ પણ વાંક ન હોવા છતાં, અચાનક ટીચરે ભારે ગુસ્સામાં મારા ભાઈને માર માર્યો. કોના માખણ જેવા બંને હાથમાં લાલ લીટી થઈ ગઈ અને લોહીના તસિયા ફૂટી ગયા રોજ તે હાથમાં માર ખાય અને મારા ભાઈને હાથ દુખતો હજી તો એક મટ્યું ન હોય ત્યાં બીજો ઘા થઈ જતો બા ને કહેતા તો બા સાંભળતી નહીં તે કહેતી તમારો જ વાંક હશે . તે દિવસે સહનશક્તિની પરિક્રષ્ટા હતી મારી મોટી બહેને પણ આ સહન ન થયુ
તે રોજ જોતી કે, કોઈ નાના મોટા કારણ વસ મારા નાના ભાઈ બહેનને મારતી હતી ઝમકુડીના લાફા મારીને ગાલ લાલ કરી નાખતી નાના ભાઈ ના ખૂણા માખણ જેવા સરસ વાળ ખેચી લેતી રોજ ઢોરની જેમ મારવામાં આવતું,
તે દિવસે હદ બહારની ફૂટપટી મારવામા આવી જેના કારણે તેના હાથ લાલ થઈ ગયા અને મારો ભાઈ રોવા લાગ્યો.મોટી બહેનની સહનશક્તિની હદ આવી ગઈ.જ્યારે ટ્યુશન દરમિયાન, ટીચર કોઈ સાથે વાત કરતાં હતાં મોટી બહેન ચુપચાપ અમને બે જણને એક તરફ ઊભા રહેવા કહ્યું,
“જો હલ્યા તો બેયનો વારો કાઢી નાખીસ જો.
”બે ભાઈ બહેન ચૂપચાપ સાઇડમાં ઊભા રહી ગયા.
જેમ ટીચર રૂમમાં દાખલ થયા, કે તરત જ, મોટી બહેન એ
બારણામાં આંકણી મારીને ચારેય ફૂટપટ્ટી ભેગી કરી
ટીચરને જોરથી મારવા લાગી.
ટીચર ને સમજાણું નહિ કે આ શું થઈ રહ્યું છે પણ મોટી બહેનનો ગુસ્સો સહન ન કરી શક્યા. ત્યાર પછી તે ટીચર કોઈ દી પાછી આવી નહીં. .
આ બનાવથી અમારા ભાઈ-બહેનની એવી છાપ પડી ગઈ કે આ ત્રણેય છોકરાઓ ભણવાના ચોર બની ગયા; કોઈપણ ટીચર આવે, ત્યારે તેમને મારીને ભગાડી દે છે.પરિણામે, સ્કૂલમાં તમામ ટીચર વધુ કડક બની ગયા.
આગળ જોશું બીજા ભાગમાં ઝમકુડીના તોફાન