અસ્લમ અને શબ્બીર ગાડીમાં બેઠા હતા અને નિયત સમયે પાછળ નો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ ગાડી માં આવી ને બેઠી જેવી પેલી વ્યક્તિ ગાડી માં બેઠી એવી તરત જ શબ્બીરે ગાડી ચાલુ કરી .... " રોડ નંબર ૭૩ " પાછળ બેઠેલી વ્યક્તિ એટલું જ બોલી અને શબ્બીર સમજી ગયો કે ક્યાં જવા નો આદેશ આપવા માં આવ્યો છે .. શબ્બીર લગભગ અડધા કલાક સુધી હાઈવે પર ગાડી ચલાવતો રહ્યો ... પછી ડાબી બાજુ એક અવાવરું મકાન આવ્યું શબ્બીરે જોયું તો રાતના ૩ વાગ્યા હતા .. શબ્બીરે ગાડી બાજુ માં પાર્ક કરી ત્રણેવ જણ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર બહાર આવ્યા અને પેલા અવાવરું મકાન ની પાછળ ના ભાગ માં ગયા તેની પાછળ એક ઓટલાની વચ્ચે થોડા સૂકા પત્તા પડ્યા હતા અસલમે એ પટ્ટા હટાવ્યા .. ત્યાં નીચે ઉતારવા ના પગથિયાં હતા ..!!!! ત્રણેવ જાણ સહેજ પણ અવાજ કર્યા વગર નીચે આવ્યા ...નીચે એક નાનો કોન્ફરન્સ રૂમ હતો .ત્યાં ચાર પાંચ જણા ને બેસવા ની ખુરશી હતી વચ્ચે એક ગોળ ટેબલ હતું .... ત્રણેવ જણ એક એક ખુરશી માં બેઠા ..જેવા ત્રણેવ બેઠા એવીજ એ રૂમ માં લઈટ ચાલુ થઇ ...!! હવે ત્રણેવ ના ચહેરા બરાબર દેખાતા હતા ...અસ્લમ અને શબ્બીર વિષે .. તો મેં તમને અગાઉ માહિતી આપેલી છે ..પણ અત્યારે એ કોન્ફરન્સ રૂમ માં જે ત્રીજી વ્યક્તિ હાજર હતી એનું નામ હતું . ડૉક્ટર મન્સૂરી ... પ્લાસ્ટિક સર્જરી અને મેક અપ ના બેતાજ બાદશાહ ....આખી દુનિયા માં ડૉક્ટર મન્સૂરી નો ડંકો વાગતો .. એમના વિષે એવું કહેવાતું કે એકવાર જે માણસ પર તેમનો હાથ પડી જાય એ માણસ ની આખી કાયા પલટ થઇ જાય... માત્ર હાડપિંજર માંથી એક આખો નવો માણસ પેદા કરવાની જો કોઈ ની તાકાત હોય તો એ ડૉક્ટર મન્સૂરી ની છે એમ કહેવાતું ..અમેરિકા , ઇઝરાયેલ , ચીન , રશિયા વગેરે દેશો જોડે ભલે લડવા માટે ઉચ્ચતમ સાધનો હોય ..પણ ડોક્ટર મહેમુદ મન્સૂરી જેવી તાકાત દુનિયામાં કોઈ દેશ જોડે ન હતી ... " આજસે એક ન્યાં આયામ તુમ દોનો કો સર કરના હૈ ઔર ઇન્શા અલ્લાહ દુશ્મન કી ધજ્જિયા ઉંડા દેની હૈ ...". ડો. મન્સૂરી એ અસ્લમ અને શબ્બીર ને કહ્યું એટલા માં જ શબ્બીર ના પ્રાઇવેટ ફોન ની રિંગ વાગી ....શબ્બીરે માચીસ ની ડબ્બી જેટલો નાનો ફોન પોકેટ માંથી કાઢ્યો અને કાને ધર્યો .. લગભગ ૮ મિનિટ સુધી એ ફોન ચાલ્યો ..પણ એ ૮ મિનિટ દરમ્યાન શબ્બીર એક અક્ષર બોલ્યો નહિ .. અને ૮ મી મિનિટે એ ફોન સામેથી કટ થઇ ગયો .... " તો મિશન કી શરૂઆત કરે ....". ડો. મન્સૂરી એ પોતાના ચશ્માં ની પાછળ થી વેધક નજરે શબ્બીર સામે જોતા કહ્યું ... શબ્બીરે ડોક હલાવી હા પાડી **********બપોર ના ૧૨ વાગ્યા આવ્યા હતા .. તાપ બહુ હતો ..મનોહર વિનિતા ના એપાર્ટમેન્ટ ની સામે શાકભાજી ની એક લારી હતી એની બાજુમાં લીમડા નું એક ઝાડ હતું એ ઝાડ ની નીચે ઉભો હતો અને સૂર્ય પ્રતાપ ને સોનિયા ની હિલચાલ વિષે બધી માહિતી આપી દીધી હતી સૂર્ય પ્રતાપ એ મનોહરને સોનિયા નો પડછાયા ની જેમ પીછો કરવા કહ્યું હતું ... સોનિયા એ કાર બેઝમેન્ટ માં પાર્ક કરી હતી. ...એ પછી મનોહર વૉચમૅન ની નજર ચૂકવી ને બેઝમેન્ટ માં આંટો મારી આવ્યો હતો ત્યાંથી બહાર નીકળવા નો બીજો કોઈ રસ્તો ન હતો .. એટલે એ બેઝમેન્ટ ના રસ્તે નજર રાખી ને બેઠો હતો સોનિયા ઉપર ગઈ એ વાતને લગભગ દોઢ કલાક જેવો ટાઈમ થયો હતો પણ હાજી સુધી એ નીચે આવી ન હતી .. મનોહર થોડે દૂર ચાલી ને એક ચા ની કીટલીએ ચા પી આયો ..એક જાસૂસ ની ડ્યુટી માં આજ પળ બહુ અગત્ય ની હોય છે .. પોતાની જાત ને છુપી રાખી ને બીજા પર નજર રાખવી બહુ કપરું કામ છે .. મનોહર ને લાગ્યું કે અહીં બહુ ઉભું રહેવા માં માજા નથી ..એટલે એને ત્યાં થી સરકી ને પેલો બેઝમેન્ટ નો રસ્તો બરાબર દેખાય એવી કોઈ બીજી જગ્યા એ જવાનું નક્કી કર્યું .એ ધીમે રહી ને બાઈક પર બેઠો અને જેવી બાઈક સ્ટાર્ટ કરી બરાબર એ જ વખતે સોનિયા ની ક|ર બેઝમેન્ટ માંથી નીકળી ને મુખ્ય રસ્તા પર દોડવા લાગી ...મનોહરે એ જોયું અને એક સલામત ડિસ્ટન્સ રાખી ને એને પોતા નું બાઈક ક|ર ની પાછળ લીધું ******** વિક્રમ હવે હોટેલ માં રૂમ માં બેસી ને કંટાળ્યો હતો એ જલ્દી થી સોનિયા આવે એની રાહ જોતો હતો ..એ ટીવી જોઈ ને કંટાળ્યો હતો ..અને હવે એની ધીરજ ખૂટતી હતી .. કોઈ પણ જાસૂસ માં ધીરજ અને સતર્કતા આ બને ગુણ હોવા જોઈએ .. વિક્રમ માં આ બંને ગુણ હતા પણ જયારે પાડોશી દેશ પાકિસ્તાન ની વાત આવે ત્યારે એનું લોહી ઉકળી જતું ... અને છેલ્લા બે દિવસ માં પાકિસ્તાન દ્વારા આપડા દેશ માં જે કોમી રમખાણ કરવા માં આવ્યા હતા એમાં બસો જેટલા હિન્દૂ અને મુસલમાન મારી ગયા હતા અને આપડી સરકાર ..આપણું સૈન્ય હાથ પર હાથ ધરી ને બેઠું હતું એ વિક્રમ થી જોવાતું ન હતું ....એ જ્યાં સુધી પાકિસ્તાન જઈ ને પાકિસ્તાની સરકાર તથા પાકિસ્તાની સૈન્ય નું મોઢું કાળું ના કરે ત્યાં સુધી એને ચેન પાડવાનું ન હતું .. અને પાકિસ્તાની સરકાર ..આઈ. એસ. આઈ અને પાકિસ્તાની સેના નું જો મોઢું કાળું કરવું હોય તો એક જ રસ્તો છે ..ડો . મહેમુદ મન્સૂરી નું અપહરણ .. દુનિયા ની કોઈ પણ વ્યક્તિ જે કામ નથી કરી શકી એ કામ હવે વિક્રમ કરશે અને હિન્દુસ્તાન ના નામ નો ડંકો આખી દુનિયા માં વાગશે .. આ જ હતો વિક્રમ નો માસ્ટર પ્લાન ..!!!!! વિક્રમ આ બધું વિચારતો હતો ત્યાંજ રૂમ નો ડોરબેલ વાગ્યો ... " કોણ છે ? " વિક્રમે પૂછવા ખાતર પૂછ્યું ..એ પોતાના પોકેટ માંથી પોતાનો મોબાઈલ બહાર કાડયો ..તેના સ્ક્રીન પાર એક કાળું બટન હતું તેની નીચે લખ્યું હતું " પ્રાઇવેટ કેમ ". એ બટન દબાવ્યું અને તરત જ મોબાઈલ ની સ્ક્રીન ઉપર તેના રૂમ ની બહાર નું દ્રશ્ય દેખાયું ..તેને જોયું તો માથે સાડી ઓઢી ને એક ગામડાની સ્ત્રી ઉભી હતી તેના હાથ માં એક થેલી હતી ....વિક્રમ ને સમજતા એક સેન્ડ પણ ના લાગી કે તે સોનિયા છે .....!!!! વિક્રમ જયારે પણ કોઈ હોટેલ માં કે રૂમ માં જતો ત્યારે એ રૂમ ના દરવાજા ની બહાર એક જીણું કાગળ જેવું સ્ટીકર લગાવી દેતો એ સ્ટીકર એટલું નાનું હોતું કે નરી આંખે જોવા માં મુશ્કેલી પડે ..અને વાસ્તવ માં એ એક સ્ટીકર ન હતું એક પ્રાઇવેટ કેમેરો હતો જે હંમેશા વિક્રમ ના મોબાઈલ માં જોડાયેલો હતો ....!!!