Shankhnaad - 19 in Gujarati Crime Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 19

Featured Books
Categories
Share

શંખનાદ - 19

રોડ પર ટ્રાફિક બહુ હતો ..ફિરદોશે શકીલ ને રોડ ની બીજી બાજુ ઉતાર્યો હતો ..એટલે જો શકીલે ગુલ્ફામ ગુલદસ્તા ની જગ્યા પર પહોંચવું હોય તો એને રોડ ક્રોસ કરીને સામેની બાજુ જે ગલી છે એ ગલીમાં લગભગ ૪૦૦ મિત્રો જેવું ચાલવાનું હતું પછી ડાબી બાજુ એક દરગાહ આવશે ત્યાં એક વળાંક છે ..ત્યાં એક ઝાડ ની નીચે ચા ની કીટલી છે ..ત્યાં ઉભા રહીને ડાબી બાજુ ઉપર જોઈએ તો ત્રણ માલ ના મકાન માં ત્રીજા મળે ગુલ્ફામ ગુલદસ્તા ની ઓફિસ હતી ..દરેક સીબી આઈ એજન્ટ ને ગુલ્ફામ ગુલદસ્તા ની ઓફિસ ખબર હતી ..ગુલ્ફામ નો ધંધો ટુર અને ટ્રાવેલ્સ નો હતો ..એ બધા ને ખબર હતી ..પણ સાથે સાથે એ કાયદા ની હદ માં રહીને ...કાયદાની છટક બારી નો ઉપયોગ કરી ને બધા ને ફોરેન કન્ટ્રીસ માં મોકલતો હતો .. આ  એરિયા ગુલ્ફામ નો હતો ..અહીં ખૂણે ખૂણા માં તેના ટપોરી જેવા માણસો ફેલાયેલા હતા .  જેમ કોઈ ઓફિસર રૉ માં નોકરી કરતો હોય અને એની ખબર એના ઘર વાંક ને પણ ના હોય એવીજ રીતે તેની ઓફિસ થી ૫૦૦ મીટર  દૂર સુધી તેના માણસો ફેલાયેલા હતા .. કોણ ગુલ્ફામ નો માણસ છે એ  તમને ખબર જ ના પડે ..ઉપરાંત આટલા એરિયા માં ગુલ્ફામએ છુપા કેમેરા છુપાયેલા હતા એનું લાઈવ ટેલિકાસ્ટ તેની ઓફિસ માં થતું ..તેથી જ જો કોઈ  શંકા શીલ વ્યક્તિ તેની હંસ માં આવે કે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેને તરત જ ખબર પડી જતી અને એ તરત જ બધું સગેવગે કરી દેતો   ..  પોલીસ વાળા નો ને સીબીઆઈ એજન્ટ ને બધા ને બધી ખબર હતી ..પણ એ લોકો પણ આંખ આડા કાં કરીને ગુલ્ફામ નું કામ કાજ ચલાવી લેતા .એનું મુખ્ય કારણ હતું ગુલ્ફામ ની દેશ ભક્તિ ..!  ગુલ્ફામ ભલે ગમે તેવા આડા ધંધા કરતો પણ દેશ ની સુરક્ષા કે દેશ ને હાનિ પહોંચે તેવું કામ એ ક્યારેય ના કરતો ..એના થાકી જ બધા સીબીઆઈ અને રૉ એજન્ટો પાકિસ્તાન , નેપાળ , બાંગ્લાદેશ , ભૂટાન , બર્મા , શ્રીલંકા  જેવા દેશો માંથી તેમને જે જોઈએ એ ઇન્ફોરમેશન મેળવી શકતા ..ભારત ના આ પાડોશી દેશો માં ગુલ્ફામ ગુલદસ્તા નું નેટવર્ક જબર જડત ફેલાયેલું હતું ..આ ઉપરાંત એને સીબીઆઈ અને રો ને કેટલાય દેદો ની ગુપ્ત આતંકવાદી પ્રવૃત્તિ ઓ ની માહિતી આપીને દેશ ને મોટી દુર્ઘટના ઓ થી બચાવ્યા હતા ..શ્રીલંકા માંથી પ્રભાકરન , પાકિસ્તાન માંથી દાઉદ ..આઈએસઆઈ ..આ દરેક જગ્યા એ ગુલ્ફામ ના છેડા અડતા એટલે ઘેર બેઠા ને પણ માહિતી જે પણ દેશ માંથી જોઈએ એ ગુલ્ફામ મેળવી શકતો ...સૌથી મહત્વ ની વાત એ છે કે ગુલ્ફામએ કેટલાય આતંકવાદી પકડવા માં પણ ભારત સરકાર ની મદદ કરી હતી ..આ બધા ને લઈને બધા ને ગુલ્ફામ પર ભરોસો હતો કે એ ડસ વિરુદ્ધ નું કોઈ ખોટું કામ નહિ કરે   ગુલ્ફામ ની માસ્ટરી એ હતી કે એ કોઈ પણ  દેશનો નકલી વીસ વાળો નકલી પાસપોર્ટ આબેહૂબ બનાવી શકતો ..આ આર્ટ નો ઉપયોગ કરીને એને ઘણા માણસો ને વિદેશ સ્થાઈ કાર્ય હતા અને ઘણા આતંકવાદી ઓ ને પકડાવ્યા પણ હતા ..એટલે જ સૂર્ય પ્રતાપ ને લાગ્યું કે વિક્રમ ને જો પાકિસ્તાન જવું હશે તો એને એક નક્કી પાસપોર્ટ જોઈશે ..અને એની વ્યવસ્થા  માટે એ ગુલ્ફામ નો કોન્ટેક્ટ કરશે ..સૂર્ય પ્રતાપ ને એ પણ ખબર હતી કે જો વિક્રમ ગુલ્ફામ નો કોન્ટેક્ટ કરશે તો એ કઈ વિક્રમ ના વેશ માં ત્યાં નહિ જ આવે આખરે એ વિક્રમ નો ગુરુ હતો એટલે વિક્રમ ના બધા પેટ્રા એ જાણતો જ હતો ..એટલે શકીલ ને બરાબર સમજાવી ને ત્યાં મોકલ્યો હતો શકીલ મુસલમાન પણ હતો એટલે ત્યાં જલ્દીથી પક્ડી જવાનો ભય પણ  ન હતો ..  સૂર્ય પ્રતાપ ધારે તો સીધે સીધો ગુલ્ફામ નો કોન્ટેક્ટ કરી ને વિક્રમ ને પકડવાની યોજના કરી શકતો હતો પણ એવું કરવા માં જોખમ એ હતું કે ગુલ્ફામ પૈસા ની લાલચ માં આવીને વિક્રમ નો સાથ આપી દે તો વિક્રમ આબાદ છટકી જાય અને જો વિક્રમ એક વાર છટકી જાય તો એને રોકવો અને પડવો બહુ મુશ્કેલી થઇ જાય ..આંતર રાષ્ટ્રીય સ્તરે અને પ્રધાન મંત્રી કાર્યાલય થી સૂર્ય પ્રતાપ પર વિક્રમ ને પાડવા માટે બહુ દબાણ હતું ..કારણ કે જો વિક્રમ આમ ખુલ્લી ધમકી આપીને  પાકિસ્તાન માં જઈને કોઈ  મોટું કાવતરું કરી નાખે તો ભારત ઉપર ચારેય બાજુ થી ખુબ જ શરમ જનક પરિસ્થિતિ ઉભી થાય ..સૂર્ય પ્રતાપ પણ વિચારતો હતો કે જો વિક્રમે પાકિસ્તાન ને પાઠ  ભણાવવો હતો તો એ અનોફીશીયલ પ્લાન બનાવી ને ગુપ્ત રીતે કોઈ મિશન ગોઠવાત..પણ વિક્રમે મીડિયા સામે પાકિસ્તાન ને ધમકી આપીને બહુ મોટી ભૂલ કરી હતી ...  શકીલ રસ્તો ક્રોસ કરીને એ ગલીમાં પ્રવેશ્યો ..એ સામાન્ય માણસ ની જેમ ચાલતો હતો ..પણ તેની નજર ચારે બાજુ એ હતી ..લગભગ ૧૦ મિનિટ ચાલ્યા પછી એ દરગાહ ની પાછળ આવેલી ચા ની કીટલીએ પોંચ્યો  .અને કોઈ ની નજર ના પડે એ રીતે એક નજર ગુલ્ફામ ની ઓફિસ ઉપર નાખી લીધી ..!!   ********. સોનિયા નું  ઘર મેન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ માં હતું .એ સીબીઆઈ એજન્ટ છે એવી વાત તેના માં વાપી ને પણ નહતી ..!! તેના માં બાપ સાગા સંબંધી અને  તેના ફ્રેન્ડ્સ ને તો એવી જ ખબર હતી કે સોનિયા ઇવેન્ટ મેનેજમેન્ટ નો ધંધો કરે છે ..    સોનિયા  એ વિક્રમ ને પૈસા  પહોંચાડવા ના હતા ..એની પાસે બે લાખ જેટલી કેશ પડી હતી ..જલ્દી થી તૈયાર થઇ ને એને પૈસા પોતા ના પાર્સ માં મુખ્ય ગાડી ની ચાવી હાથ માં લીધી અને  શૂઝ પહેરી ને બહાર નીકળતી હતી ત્યાં જ એના મનમાં એક વિચાર આવ્યો ..આખરે એ પણ સીબીઆઈ ટિમ ની મેમ્બર હતી અને એ પણ ઇંટેરિલિજન્ટ ..!! એને વિચારી લીધું કે  સૂર્ય પ્રતાપ સરે અત્યાર સુધી  પોતાની વોચ રાખવા નો બંદોબસ્ત કરી લીધો  હશે ..! !! એટલે અહીંથી સીધા ગાડી લઈને વિક્રમ ને મળવા જવું એ વિક્રમ માટે ખાતર જનક બને કારણ કે અત્યારે દેશ માં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માં જો વિક્રમ પકડાય તો પહેલા તો એને જેલ ભેગો જ કરવા માં આવે .. આવા વિચારથી સોનિયા એ પ્લાન બદલ્યો ..એને પોતાનો મોબાઈલ કાઢ્યો .અને  વિનિતા ને ફોન કર્યો ...સોનિયા ફક્ત નામ ખાતર જ . મનમિલાપ ઈવેન્ટ્સ ચલાવતી હતી ..વિનિતા એની મેને જર હતી  !!!  " યસ મેડમ " વિનિતા એ સોનિયા નો ફોન જોઈને જ તરતજ ફોન માં જવાબ આપ્યો.    " વિનિતા મારે એક પાર્ટી ને મળવા જવાનું છે ને મારી કર બગડી છે તો હું તારેં ત્યાં કેબ માં આવું છું ..પછી તારી કાર લઇ જઈશ " સોનિયા એ ખોટો પ્લાન વિનિતા ને કહ્યો.   " યસ મેડમ ..નો પ્રોબ્લેમ  અને ..તમારે ના આવવું હોય તો હું મારી કર લઈને તમારે ત્યાં આવી જાઉં ".  " ના એની જરૂર નથી ..આતો શું કે ઈમ્પોર્ટન્ટ  પાર્ટી ને મળવા જઇયે ને કેબ માં જઇયે તો ખરાબ લાગે ..તો તું રેડી રહે હું ..૨૫ મિનિટ માં ત્યાં પહોંચી ".   વિનિતા નો જવાબ સાંભળ્યા વગર સોનિયા એ ફોન કટ કરી નાખ્યો.  સોનિયા પોતાની ચાવી લઈને બહાર નીકળી .. પાર્કિંગ માંથી ગાડી કાઢીને મેઈન રોડ પર આવી ..રીડની સામેની ગલીમાં મનોહર વૉચ કરતો ઉભો હતો ..એને જોયું કે સોનિયા ની ગાડી બહાર નીકળી ..એને તરત જ બાઈક સ્ટાર્ટ કરી ને ગાડી ની પાછળ લીધું ...સીબીઆઈ ના આવા એજન્ટો ને કોઈ નો પણ પીછો કરવાની  વ્યવસ્થિત તાલીમ આપવા માં આવી હોય છે ...સામાન્ય માણસ હોય તો એને જરાય શાક ના પડે કે એક સીબીઆઈ એજન્ટ. એનો  પીછો કરી રહ્યો છે ..!  આખરે સોનિયા પણ સીબીઆઈ એજન્ટ હતી ..એને ખબર પડી ગઈ કે મનોહર તેનો પીંછી કરે છે ...!! સોનિયા ને પોતાની બુદ્ધિ ઉપર માં ઉપજ્યું અને ચહેરા પર એક સ્માઈલ  આવી ..********કરાચી , પાકિસ્તાન , અસ્લમ અને  શબ્બીર   રાતનાં  એક વાગે  મર્સીડીઝ કાર માં  અલ મંઝિલ એપાર્ટમેન્ટ  ના  પાર્કિંગ માં બેઠા હતા એ કોઈના આવવા ની રાહ જોઈ રહ્યા હતા ..શબ્બીર વારંવાર પોતાની રીસ્ટ  વોચ માં જોઈ રહ્યો હતો ..એ વ્યક્તિ ના આવવા ની ૫ મિનિટ ની વાર હતી .. આજ સુધી એ વ્યક્તિ ક્યારેય પણ મોડી  આવી ન હતી ..અને અત્યારે તો  એક ઈમ્પોર્ટન્ટ  મિટિંગ કરવાની હતી ..જેમ Jem ઘડિયાળ નો કરો ફરતો હતો તેમ તેમ શબ્બીર કુરેશી ની આંખો કાંટા પર ફરતી હતી ..જેવી. ૫ મિનિટ પુરી થઇ એવો જ કર નો પાછળ નો દરવાજો ખુલ્યો ..અને એ વ્યક્તિ અંદર આ I ને બેઠી ..અસ્લમ  કાર ના સ્ટેયસરિંગ પર હતો ત્રણેવ માંથી કોઈ એ કોઈ ની જોડે વાત કરી નહીં ..જેવી પેલી વ્યક્તિ કાર માં બેઠી એવું જ અસલમે કાર સ્ટાર્ટ કરીને ગાડી આગળ લીધી .....