hatasha in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | હતાશા

Featured Books
  • जंगल - भाग 30

                        (  देश के दुश्मन )                     ...

  • BTH (Behind The Hill) - 3

    रात हो चली थी। रेन धीरे धीरे कराह रहा था। दर्द से आह भरता हु...

  • नफ़रत-ए-इश्क - 40

    विराट की गाड़ी अग्निहोत्री हाउस के सामने आकर रूकती है इससे प...

  • कारवाॅं - 5

    अनुच्छेद पाँचगनपति के प्रकरण की जानकारी अंजलीधर को भी हुई। र...

  • इश्क दा मारा - 68

    अपने पापा की बात सुन कर यूवी के पैरों तले जमीन खिसक जाती है...

Categories
Share

હતાશા

હતાશા

પચાસથી વધુ ઉંમર ધરાવતો એક વ્યક્તિ જે ડિપ્રેશનથી પીડિત હતો, પોતાની પત્ની સાથે મનોચિકિત્સક ( સાઇક્યાટ્રિસ્ટના) પાસે ગયો. પત્ની એ કહ્યું, "મારા પતિ  બહુ નિરાશ અને હતાશ છે. તેમના હતાશા ને કારણે ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. વાત વાત માં ચીડ ચીડ કરવી. વગર કારણે ગુસ્સો કરવો.”

મનોચિકિત્સકે તેનું  પરીક્ષણ કર્યું  અને બધું સામાન્ય જોવા મળ્યું. પછી તેણે વાતચીત શરૂ કરી અને થોડા ખાનગી પ્રશ્નો પૂછ્યા, ત્યારબાદ પત્નીને બહાર બેસવા માટે કહ્યું.

પીડિત વ્યક્તિ બોલ્યો, "હું બહુ પરેશાન છું... ચિંતાના ભાર હેઠળ દબાયો છું... નોકરીનો તણાવ, બાળકોની અભ્યાસ અને તેમને નોકરી મળશે કે કેમ એનો ડર... ઘરના કરજ, ગાડીની લોન... કંઈક પણ સારું લાગતું નથી... લોકો મને ખૂબ સફળ માને  છે કારણ હું ભણેલો છુ , મારી પાસે ગાડી મારો પોતાનો બંગલો અને અને બધા સાધનો છે., પરંતુ સાચું  મારા પાસે જોઈએ છે તે કંઈ પણ નથી... હું બહુ નિરાશ છું." અને આ રીતે તેણે જીવનના દુખોની વાર્તા કહેવા માંડી.

જે ચીજ પોતાની પાસે નથી. જે ભવિષ્યમાં થવાની છે તેની અત્યારથી ચિંતા. ભગવાન પર થોડો ભરોષો હોય તો ભવિષ્ય ની ચિંતા ન હોય.

जब दांत न थे तब दूध दियो,

अब दांत भये कहा अन्न न दैहैं।

जीव बसे जल में थल में,

तिन की सुधि लेई सौ तेरीहु लैहैं।।

जान को देत अजान को देत,

जहान को देत सौ तोहूँ कूँ दैहैं।

काहे को सोच करैं मन मूरख,

सोच करै कछु हाथ न ऐहैं।।

પછી મનોચિકિત્સકે વિચાર કર્યો અને પૂછ્યું, "તમે દશમા ધોરણમાં કઈ સ્કૂલમાં ભણતા હતા?"
તે વ્યક્તિએ સ્કૂલનું નામ કહ્યું.
મનોચિકિત્સક બોલી, "તમારે તે સ્કૂલમાં જવું પડશે. ત્યાંથી તમારી દશમા ધોરણનું  રજિસ્ટર લાવીને તમારા જૂના મિત્રોના નામો શોધો . તેમના વિશે માહિતી એકઠી કરવાનો પ્રયત્ન  કરો. એક મહિના સુધી  આ તમામ માહિતી લઈને ફરીથી મારો સંપર્ક કરો. પછી ફરી આપણે માલસું. "
તે વ્યક્તિ પોતાના જૂના સ્કૂલમાં ગયો, ઘણો વિનંતી કર્યા પછી રજિસ્ટર શોધી અને તેની નકલ બનાવી લાવ્યો. તેમાં 125 નામઓ હતા. મહિના સુધી દિવસ-રાત મહેનત કરી, તે 75 થી 80 મિત્રો વિશેની માહિતી એકઠી કરી શક્યો. તેને ખૂબ આશ્ચર્ય થયું...

આમાંથી 15 મિત્રોનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, 7 વિધવા/વિધુર હતા, અને 10 સંબધો માં વિચ્છેદ થઇ ગયો હતો  થઈ ચૂક્યું હતું. 12 લોકો દારૂડિયા  બની ગયા હતા, જેમની સાથે વાત કરવી પણ મુશ્કેલ હતી. કેટલાકના તો સરનામું પણ મળતું ન હતું. 5 લોકો એટલા ગરીબ થઈ ગયા હતા કે તેમની સાથે વાત કરવાની સગવડ નહોતી. 6 લોકો એટલા ધનવાન થઈ ગયા હતા કે માનવામાં જ આવતું નહોતું. કેટલાક લોકો કેન્સર, આઘાત, સક્રિન, દમા, અથવા હૃદયરોગથી પીડિત હતા. કેટલાકને આઘાત લાગ્યા હતા અને તેઓ બેડ પર પડેલા હતા. કેટલાકનાં બાળકો માનસિક બીમારી અથવા વ્યસનની શિકાર થઈ ગયા હતા. એક તો જેલમાં હતો. એક વ્યક્તિ 50 પછી ધન સંપતિ માં સ્થિર થયો હતો અને હવે લગ્ન કરવા વિશે વિચારી રહ્યો હતો, અને એક હજુ સુધી સ્થિર થઇ શક્યો નહોતો, બે વખત છુટા છેડા લીધા  અને ત્રીજીવાર લગ્ન કરવાની ખેવના કરતો હતો.

આ રીતે એક મહિના દરમિયાન દશમા ધોરણ ના સહઅધ્યાઈઓ નું  રજિસ્ટર તેમની ભાગ્યની દુઃખીની  વાર્તા પ્રગટાવતું હતું.

ચિકિત્સકે પૂછ્યું, "હવે કહો, તમારે ડિપ્રેશન કઈ બાબતે છે?"

તે વ્યક્તિને સમજાયું કે તેને કોઈ રોગ નથી, તેની આર્થિક સ્થિતિ પણ સારી છે, તે ભૂખ્યો નથી, મગજ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, પોલીસ અને કોર્ટ સાથે ક્યારેય સંબંધ નહિ થયો છે, તેની પત્ની અને બાળકો સારાં છે, અને તે પણ સ્વસ્થ છે. તેને ડોક્ટરની ક્યારેય જરૂર  નથી પડી, બાળકોનો અભ્યાસ પણ સારો ચાલી રહ્યો છે. ફક્ત જરૂર છે એક વિશ્વાસની.

નિશાળે જતા તેણે બાળકોના મોઢા પરનું હાસ્ય જોયું. તેને કોઈ ચિંતા ન હતી. ન હતો વિષાદ. કારણ દરેક છોકરાને તેના પિતા પર એક વિશ્વાસ હતો તે મને સંભાળશે. તેથી તેને ન તો ફી ભરવાની ચિંતા, ન તો ચોપડા ખરીદવાની અને ન તો કપડા ખરીદવાની ચિંતા.

કારણ એક જ પોતાના પિતા અને માતા પર વિશ્વાસ.

સામાન્ય માં બાપ પણ પોતાના છોકરાને ઉપરથી ફેકી નથી દેતા તો ભગવાને પણ આપણી ખુબ કાળજી કરી મોકલ્યા છે. વિશ્વાસ રાખો તે આપણને સંભાળશે.

“मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।

आगमापायिनोऽनित्यस्तस्तितिक्षस्व भारत ॥ श्रीमद भगवद गीता

હે કુંતીપુત્ર, સુખ અને દુઃખનો અસ્થાયી રૂપે પ્રકટ થવો અને સમય આવે તે લુપ્ત થઈ જવું, ઠંડી અને ગરમીના ઋતુઓના આવવા અને જવા જેવું છે.
હે ભારતવંશી, તે ઈન્દ્રિયબોધથી ઉત્પન્ન થાય છે અને કોઇપણ મુશ્કેલી વિના તેને સહન કરવાનું શીખવું જોઈએ."

તેને સમજાયું કે આ દુનિયામાં ખરેખર ઘણા દુઃખ છે, અને તે ખૂબ ભાગ્યશાળી અને સુખી છે. ત્યારે તેણે આ વાત સમજવી છે કે નિરાશા થી  બચવા માટે: “ ભગવાન પરનો ભરોશો  ખુબ જરૂરી છે તેટલોજ પોતાના પરનો ભરોશો જરૂરી છે.”

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ 

श्रीमद्भगवद्गीता 2.47

શ્રીમદ्भગવદગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે: તમારું અધિકાર માત્ર કર્મ કરવાનું જ છે| કર્મોના ફળ પર તમારું અધિકાર નથી| તેથી તમે નિત્ય કર્મના ફળ પર મનન ન કરો અને અકર્મણ્ય પણ ન થાઓ|