વાંચક મિત્રો જીવનમાં એક મિત્ર એવો રાખવો જોઈએ, જેની સાથે મન ભરીને હસી શકાય, મન ભરીને રડી શકાય. જીવનના તડકા છાયા આવે ત્યારે એ ચાર આંખમાં પાણી હોય આવી મિત્રતાની કલ્પના માત્ર કેવો રોમાંચ ઉત્પન્ન કરે.વાંચતા કે સાંભળતા જ એમ થાય કે આવા મિત્રો જો ક્યાંયથી જીવનમાં આવે તો તેને સોનાની જેમ સાચવી લેવા જોઈએ.
પરંતુ આપણા અનંત અને આરાધના આવી મિત્રતાને જીવતા હતા.બન્નેએ મિત્રતાની પવિત્રતાને બાખૂબી સાચવી હતી. આજ જ્યારે અનંત અને આરાધના બન્ને મિત્રો ઢળતા સોનેરી સૂરજ સાથે એક મિત્રમય સાંજે એકસાથે રિવરફ્રન્ટની એ પાળીએ બેસી પોતાની જૂની યાદોને યાદ કરી રહ્યા છે
અનંત તને યાદ છે, જ્યારે ઘરેથી તને કે મને ક્યારેક કોઈ ખીજાયુ હોય અથવા કોઈ કારણોસર મૂડ ઓફ થયો હોય ,જો કે મારા રૂપ- રંગને લઈને લોકો મારા વિશે ધણી ટીકા - ટીપ્પણી કરતા હોય છે.આરાધના તો કેટલી કાળી છે આને વળી કોણ ગમાડે? જોવીય ગમે એવી નથી ! અમાસી માયા આવી બધી ખૂચતી વાતોની મુંઝવણ હોય ત્યારે માત્ર થોડીવાર અહીં આવી બેસીએ ,તારો સથવારો હોય અને એમાં આપણી વાતો હોય. બસ, આમ ચપટી વગાડતા જ બધા પ્રોબ્લેમ્સ છુ....થઈ જતા.આ એ જગ્યા છે જ્યા હું વારંવાર આવવાનુ પસંદ કરીશ ,હા, પણ શતૅ એટલી જ કે સાથે તું હોવો જોઈએ.તો આ જગ્યા જીવંત લાગે છે.આરાધના એ કહ્યુ
હા, આરાધના તું સાચુ કહી રહી છે.આ નદી અને આ રિવર ફ્રન્ટ તે અને મે એકસાથે નાનપણથી જોયા છે.હવે તો અહીના દરેક ઝાડ અને પાંદડા તારી અને મારી આ મિત્રતાને ઓળખે છે અને આ નદીનું પાણી તારી અને મારી રાહ જોઈ બેઠું હોય એવુ લાગે.બન્નેના મોં પર એક શાંત સ્મિત બેઠુ હતું
આરાધના, ચલ બોલ આજ કઈ વાત પર તારુ મન ચકડોળે ચડ્યુ છે કે તને આજ આપણા નાનપણથી આજ સુધીની બધી વાત યાદ આવી રહી છે.હવે તો તુ મિસીસ અમન થવા જઈ રહી છે.આરૂ...તારા લગ્ન થઈ રહ્યા છે.હવેશું ચિંતા!! અનંતે પુછ્યું.
આરાધના, તો ફાટી આંખે આશ્ચર્ય થી ભરેલી આંખો સાથે અનંતની સામે તાકી તાકીને જોઈ જ રહી.
" અનંત, આ મારા મનના વાઈબ્સ તારા સુધી પહોંચવાનુ કોઈ કનેક્શન ગોઠવ્યુ છે કે શું!!!તને મારા મનની વાત પણ કેમ ખબર પડી જાય છે?અનંત તું તો જાણે મારો માઈન્ડ રીડર હોય એવું લાગે છે.બન્ને મિત્રો રિવર ફ્રન્ટની ખુલ્લી હવામાં ખુલ્લા મને દુનિયા ભરની વાતોનો ખજાનો ખુલ્યો હોય.
અરે, આ જે બધા ટેગ અને કોમ્પ્લીમેન્ટ આપી રહી છે ને એ બધુ તારી સંગત અને સથવારાને લીધે થઈ રહ્યુ છે સમજી.અનંતે કહ્યું
હા, સમજી( જો કે કશુંજ સમજી ન હતી.)હો માય ડીઅર ફ્રેન્ડ. આરાધના હસીને બોલી.શું કાઈ મારી મિત્રતામાં જાદુ છે તે તુ આ માઈન્ડ રીંડીગ જેવા ટેલેન્ટ શીખ્યો અને જો શીખ્યો જ હો તો હું તારી ગુરૂને તુ મારો શિષ્ય.આરાધના હસી પડી.
ઓકે, તો બની જા મારી ગુરૂ, મને તો કોઈ જ વાંધો નથી.અનંતે કહ્યું
એ ચલ...ચલ...ગુરૂ વાળા.પાગલ થઈ ગયો છે કે શું?અહીં કોઈને હુ દીઠી ય ગમતી નથી ને તારે મને ગુરૂ બનાવવી છે.તારી દોસ્ત એ જ બરોબર છે.
પણ, અનંત એક વાત કહુ, મને અંદરથી ખૂબ ડર લાગી રહ્યો છે.આરાધના એ કહ્યુ.
ડર.... શેનો ડર વળી...(અનંત જાણી ગયો કે , આ જ સાચો મોકો છે આરાધના સાથે અમનની હકીકત વિશે વાત કરવાનો)અનંતે કહ્યુ.
આ લગ્ન થી..... અમનનુ કુટુંબ, પરિવાર મારા માટે સાવ નવા હશે.માત્ર થોડી મુલાકાત થઈ છે.પણ એમ થોડા સમયમાં કઈ રીતે ખબર પડે કે કોણ કેવુ હશે.અત્યારે તો બધુ સારું જ લાગી રહ્યુ છે.
હું અમનને ખૂબ ચાહુ છું અને તેની સાથે જ
લગ્ન કરી તેની દુલ્હન બનુ એ વાતથી જ હું રોમાંચિત થઈ જાઉ છુ.એટલે એના માટે હું બધા એડજસ્ટમેન્ટ કરવા તૈયાર છુ.
પણ, ક્યારેક અમનનો સ્વભાવ, વતૅન ખૂબ અજીબ લાગે છે.ગુસ્સો તો આમ એના નાક પર બેઠો રહે છે.એક ગુસ્સો થોડો ઓછો કરી નાખે તો કોઈ વાંધો ન આવે ઠીકઠાક કમાઈ પણ લે છે.,હા,.... એ પણ મને ખૂબ ચાહે છે એ હકીકત છે.આરાધના અમનના વિચારમાં ડુબી ,બોલી રહી હતી.
ક્યારેક ડર એ લાગે છે કે મને અમન સમજી તો શકશે ને.તેના સાથ વગર તો હું એના કુટુંબમાં કેવી રીતે એડજસ્ટ થઈશ.સ્વભાવ અને સથવારો ખૂબ મહત્ત્વન હોય છે સંબંધમાં.
પણ, મને ખાતરી છે કે હું અમનને એટલો પ્રેમ આપી શ , એટલો પ્રેમ આપીશ કે તેનો ગુસ્સા પર ઠંડુ પાણી રેડી, તેને કુલ...કરી દઈશ. મને મારા પ્રેમ અને અમન પર પૂરેપૂરો વિશ્વાસ છે.
અચ્છા આરૂ, અમનને કોઈ એવી આદતો કે વ્યસન વિશે કેટલી ખબર છે, તને કહે તો મને.અનંત પૂછી રહ્યો હતો.
ના, રે મારા અમનને એવી ખોટી કોઈ જ આદત કે વ્યસન નથી.આ વાત તો એ છેલ્લે જ્યારે અમે મળ્યા ત્યારે અમને જ મને કહી હતી
આરૂ.....એ તારો અમનિયો એક નંબરનો જુઠાડો માણસ છે.ખાલી રંગે રૂપાળો છે, બાકી કામ તો કાળા જ કરે છે.તું અત્યારે જ ફોન કરી એને લગ્ન કરવાની ના પાડી દે.ઈ તારા માટે યોગ્ય છોકરો નથી.દારુ, જુગાર, સિગરેટ, સટ્ટો ને .કઈ બાકી રાખ્યુ નથી આ અમનિયા એ.
(અનંત મનમાંને મનમાં ગુસ્સે થતા બોલી રહયો હતો.)
અનંત, તો આ લગ્નના વિરોધમાં જ છે. પણ, વાંચક મિત્રો તમને લોકોને શું લાગે છે? આરાધનાનો પ્રેમ અમનને બદલી શકશે, જો કે અશક્ય તો કઈ જ નથી. તો આરાધના નુ શું કરશે સાસરે જઈ? અનંતને તો બધી ખબર જ છે. પણ આરાધનાને કહેશે તો તે અમન વિશેની હકીકત માનશે નહી.ટુક સમયમાં લગ્ન છે તો ચાલો આરાધનાના ના લગ્નમાં....આગળ આગળ...શ્યામ રંગ....લગ્ન ભંગ....17