World famous lottery scams and scandals in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં જાણીતા લોટરી સ્કેમ અને સ્કેન્ડલ્સ

Featured Books
Categories
Share

વિશ્વનાં જાણીતા લોટરી સ્કેમ અને સ્કેન્ડલ્સ

જ્યારે ફિલોસોફીની વાત કરવાની હોય ત્યારે હંમેશા લોકો પરિશ્રમનો મહિમા ગાતા હોય છે પણ એ હકીકત છે કે દરેક વ્યક્તિને વગર મહેનતે મોટો દલ્લો મળવાનું સપનું હોય છે અને આ કારણે જ લોટરીનો ધંધો વિશ્વનાં દરેક દેશમાં સૌથી વધારે ધીકતો ધંધો છે અને ધુતારાઓ અને છેતરપિંડી કરનારાઓને પણ અહી સૌથી વધારે બકરા મળવાની શક્યતા જણાતી હોય છે અને એ કારણે જ આ ક્ષેત્રમાં સૌથી વધારે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે.લાખો લોકોને લોટરી લાગવાનું સપનું હોય છે તેમાંય જો જેકપોટ લાગી જાય તો ભયોભયો એવું લોકો માનતા હોય છે.જો કે લોટરી લાગવાની સરખામણીએ તમારા પર વિજળી પડવાની, રાષ્ટ્રપતિ બનવાની કે ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ મળવાની તકો વધારે હોય છે.તેમ છતાં લોકોને લોટરી પર સૌથી વધારે ભરોસો હોય છે એ કારણે સૌથી વધારે છેતરપિંડી પણ અહીં જ થતી હોય છે.
૨૦૦૪માં માસાચ્યુસેટ્‌સમાં કેશ વિનફોલ નામની લોટરી ગેમ લોન્ચ કરાઇ હતી અને તેમાં બે મિલિયન ડોલરનું જેકપોટ હતું.આ લોટરી દર ત્રણ મહિને જાહેર થતી હતી.જો કે તેમ છતાં આ લોટરીની પુરેપુરી રકમ ક્યારેય કોઇ જીતી શક્યું ન હતું.જો કે આ ગેમમાં નાની નાની રકમનાં વિજેતાઓ ઘણાં બધા હતા.આ ગેમમાં જીતવાનો ચાન્સ દર લાખ ટિકીટે એક હતો.આ લોટરી જાહેર કરનારાઓ માટે તો આ ધંધો બહુ નફાકારક બની ગયો હતો.જોકે આ લોટરીની આખી ગેમને એમઆઇટીનાં કેટલાક વિદ્યાર્થીઓ સમજી ગયા હતા અને તેમણે જીતવા અંગેની ચોક્કસ રીત વિકસાવી હતી અને તેમને તેમાં સફળતા પણ મળતી હતી.તેમણે આ માટે સાત લાખ ટિકીટ ખરીદી હતી અને ૯૮૩માંથી ૮૬૦ ટિકીટો પર તેઓ રકમ જીત્યા હતા.આ જીતની રકમ ૬૦૦ ડોલરથી વધારેની હતી.૨૦૦૪થી ૨૦૧૦ની વચ્ચે જુગારીઓનાં નાના જુથે ચાલીસ મિલિયન ડોલરની રકમ ખર્ચીને ૪૮ મિલિયન ડોલરની રકમ જીતી હતી.માસાચ્યુસેટ્‌સનાં સ્ટેટ લોટરીનાં અધિકારીઓને તંત્રમાં એકાએક જ વધારે પ્રવાહ આવ્યાની ભનક લાગી હતી જો કે તેમણે લોટરીની ટિકીટોને વેચવાનું બંધ કર્યુ ન હતું કારણકે તેઓ વર્ષનાં અન્ય દિવસો દરમિયાન તો ખાસ્સો નફો રળી લેતા હતા.જોકે આખરે ૨૦૧૦માં ધ બોસ્ટન ગ્લોબે આ મામલે રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ આ લોટરીને બંધ કરાઇ હતી.
૧૯૯૨ની પંદરમી ફેબ્રુઆરીએ વર્જિનિયા સ્ટેટ દ્વારા સત્તાવીસ મિલિયન ડોલરનાં જેકપોટની જાહેરાત કરાઇ હતી.આ જેકપોટે લોકોમાં ખાસ્સી હલચલ મચાવી દીધી હતી.આ લોટરીની ટિકીટોને ખરીદવા માટે લોકોએ લાંબી લાઇનો લગાવી હતી.ટુંકાગાળામાં જ આ લોટરીની ટિકીટો ખાસ્સા પ્રમાણમાં વેચાયાની વાત તંત્રનાં અધિકારીઓની જાણમાં આવી હતી.જો કે ઓસ્ટ્રેલિયાનાં ઇન્વેસ્ટીમેન્ટ સિન્ડીકેટને આ ધંધો વધારે નફાકારક જણાયો હતો.આ લોટરીમાં એક થી ચુમ્માલીસની વચ્ચે છ નંબર ધારવાનાં હોય છે.આ રીતે જોઇએ તો વિનિંગ નંબરનાં કોમ્બિનેશનની સંખ્યા સાત મિલિયનની ગણાય.આથી સિન્ડીકેટે એક ડોલરની લોટરી પર પાંચ મિલિયન ડોલરનું રોકાણ કર્યુ હતું.કારણકે સમયની ઉણપ હોવાને કારણે તેઓ માત્ર વિનિંગ નંબરની જ લોટરી ખરીદી શકે તેમ ન હતાં.આ સિન્ડીકેટને ભાગે સત્તાવીસ મિલિયન ડોલરની રકમ આવી હતી.જો કે આ ડ્રો બાદ તેમણે લોટરીમાં ખાસ્સા ફેરફાર કર્યા હતા.આ કારણે જ લોટરીનાં વિજેતાઓની સંખ્યા ઘટી હતી.જો કે સિન્ડિકેટને આજનાં સમયે જો લોટરી જીતવી હોય તો તેમને ૧૭૫ મિલિયન ટિકીટ ખરીદવી પડે તેવી ગણતરી સર્જાઇ હતી.
માર્ચ ૨૦૧૨માં પાંચ મિલિયન ડોલરની સ્ક્રેચ ટિકીટ એક્સપાયર થઇ જાય તે પહેલા એન્ડી એન્ડ નાયેલ અશ્કારે ન્યુયોર્ક લોટરી ઓફિસ પાસેથી ટિકીટોની ખરીદી કરી હતી.જો કે તેના દાવામાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ હતી.એન્ડીએ જણાવ્યું હતું કે તેણે આ ટિકીટ ૨૦૧૬માં ખરીદી હતી.તેણે તેના સંબંધો પર કોઇ અસર ન પહોંચે તે કારણે તેનો દાવો વિલંબથી રજુ કર્યો હતો.તેણે લોટરી સત્તાધીશોને એ ઓફર કરી હતી કે જો તેઓ વિજેતાની જાહેરાત અંગેની પ્રેસ કોન્ફરન્સ જો રદ કરે તો તે પાંચ મિલિયન ડોલરની રકમ ઓછી લઇ શકે છે.લોટરીનાં અધિકારીઓએ એન્ડી અને તેના માતાપિતાએ જ્યાંથી એ ટિકીટ ખરીદી હતી તે સ્ટોરનો ટિકીટોનાં વેચાણનો રેકોર્ડ તપાસ્યો હતો કારણકે અધિકારીઓને આ ભાઇઓની વાત થોડી શંકાસ્પદ લાગી હતી.જ્યારે લોટરીનાં અધિકારીઓએ તેમનાં દાવા અંગે જાહેરાત કરી ત્યારે રોબર્ટ માઇલ્સે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને એ ટિકીટો તેની હોવાની વાત કરી હતી.માઇલ્સે ૨૦૦૬માં આ ટિકીટ ખરીદ્યા બાદ તેને લાગ્યું કે તેનો નંબર લાગ્યો છે અને તે આ માટે એ સ્ટોર પર પોતાનો દાવો રજુ કરવા ગયો હતો જે સ્ટોર અશ્કારે ખરીદ્યો હતો.ત્યારે આ ભાઇઓએ તેને મુર્ખ બનાવીને જણાવ્યું હતું કે તેણે માત્ર પાંચ હજાર ડોલરની રકમ જીતી છે.માઇલ્સને પણ વાત સમજાઇ ન હતી અને તેણે તેમની વાત માની લીધી હતી.અશ્કાર બ્રધર્સે તેને ચાર હજાર ડોલરની રકમની ઓફર કરી હતી.તેણે એમની વાતનો સ્વીકાર કર્યો હતો.જો કે તેને તેમની વાત પુરેપુરી સાચી લાગી ન હતી અને તેને લાગ્યું તો હતું કે તેઓ ખોટું બોલી રહ્યાં છે.જો કે તે તે અંગે કશું કરી શકે તેમ ન હતો.જો તેણે ફરિયાદ કરી હોત તો પણ તેની પાસે તેમની વિરૂદ્ધ કોઇ પુરાવા ન હતા આથી તેણે વધારે કશો વિચાર કર્યા વિના તેમની ઓફર માની લીધી હતી અને તેને ત્યારે પૈસાની જરૂર પણ હતી.જો કે માઇલ્સે તેનો દાવો કર્યો ત્યારબાદ અશ્કાર બ્રધર્સની ધરપકડ કરાઇ હતી.જો કે નાએલને નિર્દોષ છોડાયો હતો પણ એન્ડીને ત્યારે સાડા આઠથી પચ્ચીસ વર્ષની જેલની સજા થઇ હતી.જો કે ત્યારબાદ જુલાઇ ૨૦૧૫માં તેની સજા ઘટાડીને પાંચથી પંદર વર્ષની કરાઇ હતી.માઇલ્સને તેની જીતની રકમ ૨૦૧૩નાં ઓગસ્ટ મહિનામાં અપાઇ હતી.
જુલાઇ ૨૦૦૯થી નવેમ્બર ૨૦૧૨ની વચ્ચે રેમેલ મેઝેક અરકાન્સાસ સ્કોલરશીપ લોટરનો ડેપ્યુટી સિક્યુરિટી ડિરેક્ટર હતો.જો કે તેના કાર્યકાળ દરમિયાન તેણે ચોરી કરી હોવાની વાતને કારણે તેની કારકિર્દીનો અંત આવ્યો હતો.જો કે તેણે ચોરી કોઇ વસ્તુની કરી ન હતી પણ તેણે સ્ક્રેચ ટિકીટની ચોરી કરી હતી.નવેમ્બર ૨૦૦૯થી ઓક્ટોબર ૨૦૧૨ની વચ્ચે મેજેકે ૨૨૧૭૧ ટિકીટ ચોરી હતી જેની રકમ પાંચ લાખ ડોલરની થતી હતી.મેજેકે એ વેન્ડર્સ પાસેથી ટિકીટ ખરીદી હોવાનું બતાવ્યું હતું જેને તેણે જ વેન્ડર બનાવ્યો હતો અને તેણે ખરેખર તો ટિકીટોનું વેચાણ કર્યું જ ન હતું.ત્યારબાદ કોપ્યુટરમાં જઇને તેણે એ ટિકીટો પ્રમોશનલ બનાવી હતી.જો કે લોટરી સત્તાધીશોને તેની એ ચાલાકીનો ખ્યાલ આવી ગયો હતો અને તેની વિરૂદ્ધ તપાસ કરાઇ હતી અને તેની ધરપકડ કરી અદાલત સમક્ષ રજુ કરાયો જ્યાં તે દોષી ઠર્યો હતો આ ગુના બદલ અદાલતે તેને નવેમ્બર ૨૦૧૩માં ત્રણ વર્ષની સજા ફટકારી હતી અને તેની પાસેથી ૪૮૨,૬૭૨ ડોલરની રકમ વસુલ કરાઇ હતી.
૧૯૮૮નાં એપ્રિલ મહિનામાં વીડિયો સ્ટોરનો ૩૩ વર્ષીય કલાર્ક માર્ક હર્બસ્ટ પેન્સિલવેનિયા લોટરી ટિકીટની ઓફિસે ગયો હતો જ્યાં તેણે ૧૫ જુલાઇ ૧૯૮૭ની ૧૫.૨ મિલિયન ડોલરની લોટરી જીતી હોવાનો દાવો કર્યો હતો.તેણે કહ્યું હતું કે આ લોટરીની ટિકીટ ખરીદ્યા બાદ તેણે એનો ઉપયોગ બુક માર્ક તરીકે કર્યો હતો અને ત્યારબાદ તેણે તેને સિગાર બોક્સમાં મુકી દીધી હતી.તેણે જ્યારે અખબારમાં અનક્લેઇમ્ડ લોટરી પ્રાઇઝ અંગેનો આર્ટિકલ વાંચ્યો ત્યારે તેણે તપાસ કરી હતી જોકે લોટરી સત્તાધીશોએ તરત જ એ ટિકીટ અંગે તપાસ કરી હતી અને તેમને તેમાં કશુંક શંકાસ્પદ જણાયું હતું.રેકોર્ડ અનુસાર આ ટિકીટ બક્સ કાઉન્ટીમાં છપાઇ હતી પણ હર્બર્ટની ટિકીટ પર તે સ્ટોર સ્ક્રેન્ટોનનો હોવાનું લખાયું હતું.જો કે આ સમસ્યા છતાં લોટરી અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેને લોટરીનો પ્રથમ ઇન્સ્ટોલમેન્ટનો ચેક આપ્યો હતો.જોકે આ જાહેરાતનાં માત્ર બે કલાક બાદ તપાસકર્તાઓને આ છેતરપિંડી હોવાનું જણાયું હતું.તેમણે તરત જ હર્બર્ટની બેન્કને ચુકવણી નહિ કરવાની તાકિદ કરી હતી.પહેલી મેએ પોલીસે હર્બર્ટને પુછપરછ માટે બોલાવ્યો હતો જેમાં તેણે પોતાનાં ગુનાની કબૂલાત કરી હતી અને તેને આ ગુનામાં સાથ આપનાર તેના કોમ્પ્યુટર એક્સપર્ટ સાથીદાર હેનરી રીચ અંગે માહિતી આપી હતી.રીચ કન્ટ્રોલ ડેટા કોર્પોરેશનમાં કામ કરતો હતો.તેઓ આ ડેટા પેન્સિલવેનિયા લોટરી ઓફિસને પુરો પાડતા હતા.રીચે ત્યારબાદ અનક્લેઇમ પ્રાઇઝનું સ્કેન કરી શકતો હતો અને ત્યારબાદ તેણે કોમ્પ્યુટરમાં જઇને ટિકીટો પર ફેરબદલ કર્યા હતા.રીચને તેની આ કામગિરી બદલ પકડવામાં આવ્યો હતો.ત્યારબાદ અદાલતમાં ફ્રોડ સહિત અનેક ગુનાઓમાં દોષી ઠર્યા હતા.રીચને પાંચ થી દર્ષ વર્ષની અને હર્બર્ટને બે થી ચાર વર્ષની સજા થઇ હતી.
૨૦૦૫માં ચીનમાં અન્શાનમાં રહેતા લોટરી એજન્ટ જાઓ લિક્વને વેલ્ફેર લોટરી થ્રીડી સિસ્ટમમાં ફ્રોડ કર્યો હતો અને અઠ્ઠાવીસ મિલિયન યુઆન એટલે કે ૩.૮ મિલિયન ડોલરની રકમ તેના અને તેના પરિવારનાં સભ્યોને વહેંચી દીધી હતી.જો કે તેણે કરેલા ગપલાની જાણ સત્તાધીશોને થઇ હતી અને ૨૦૦૬માં તેના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.તેને છેતરપિંડીનાં આરોપમાં ૨૦૦૭માં પકડવામાં આવ્યો હતો અને તેને આજીવન કારાવાસની સજા કરાઇ હતી તેણે નવેમ્બર ૨૦૦૭માં તેની વિરૂદ્ધ અપિલ કરી હતી પણ અગાઉનો ચુકાદો યથાવત રખાયો હતો.
૧૯૯૯થી ૨૦૦૬ની વચ્ચે ઓન્ટારિયો લોટરી એન્ડ ગેમિંગ કોર્પોરેશનને લોટરી વેન્ડર્સ તરફથી સંખ્યાબંધ લોટરી કલેમ મળ્યા હતા.આ છેતરપિંડીમાં સૌથી જાણીતો કેસ ૨૦૦૩નો હતો.સ્ટોર ઓનર જુન ચુલ ચુંગ અને તેનો પુત્ર કેનેથ ચુંગ બર્લિંગ્ટન ઓન્ટારિયોનાં એક સ્ટોરમાંથી કેટલીક લોટરી ટિકીટો ચોરી હતી.ચુંગે કહ્યું હતું કે આ ટિકીટો આમ તો તેમણે રાખી મુકી હતી અને બાદમાં તેનો દાવો કર્યો હતો.આ દાવામાં ૨૬ ડિસેમ્બર ૨૦૦૩નો સુપર સેવનનો ૧૨.૫ મિલિયન ડોલરનો જેકપોટનો દાવો પણ સામેલ હતો.આ ટિકીટ ચોર્યાનાં બે મહિના બાદ કેથલિન ચુંગે જેકપોટ પર દાવો રજુ કર્યો હતો.લોટરી અધિકારીઓને તેમના પર શંકા ગઇ હતી પણ તેમણે ચુપચાપ તે રકમ આપી દીધી હતી.પણ ત્યારબાદનાં વર્ષોમાં લોટરી ટિકીટોની અનિયમિતતાની અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ હતી અને કેનેડિયન ન્યુઝ પ્રોગ્રામ્સે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ૨૦૦૭માં ઓન્ટારિયો ઓમ્બુસમેને આ અંગે અહેવાલ જાહેર કર્યો હતો.આ દાવાઓમાં દર પાંચમાં એક દાવો ચુંગનો હતો.અન્ય ૧૦૦ મિલિયન ડોલરની રકમ ઇનસાઇડરો દ્વારા જીતાઇ હતી.તેમાં ૫૭૧૩ જેકપોટમાંથી ૨૧૪ સામેલ હતા.૨૦૧૦માં ચુંગ અને તેના ત્રણ સાથીઓને છેતરપિંડી અને મની લોન્ડ્રીંગનાં મામલે દોષી જાહેર કરાયા હતા.લોટરી દ્વારા લોકોને અપિલ કરાઇ હતી કે તેઓ સાચા વિજેતા અંગે તપાસ કરે.થોડા સમયબાદ આ મામલે એ કબૂલાત કરાઇ હતી કે સાચા વિજેતા છ લોકો હતાં જેમને ૨૦૧૧ની જાન્યુઆરીમાં વ્યાજ સહિત જેકપોટની રકમ આપવામાં આવી હતી.
ડિસેમ્બર ૧૯૯૮થી ૧૯૯૯ની વચ્ચે ઇટાલીનાં મિલાનમાં પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેઓ વર્ષોથી લોટરી ફ્રોડ કરી રહ્યાં હતા.તે સમયે ઇટાલીનાં દરેક રાજ્યમાં તેમની પોતાની લોટરી સિસ્ટમ હતી.મિલાનમાં તેમનાં લોટરી નંબર ચાંદીનાં બોલમાં નાંખવામાં આવતા હતા અને ત્યારબાદ છોકરાઓને આંખે પાટા બાંધીને આ નંબર કાઢવાનું કહેવાતું હતું અને જે નંબર નિકળે તેને વિજેતા જાહેર કરાતો હતો.પહેલી નજરે તો આમાં કશું ગેરકાયદેસર કે ફ્રોડ થતું હોવાનું લાગતું નથી.જો કે આ પ્રામાણિકતાની આડમાં જ અપ્રામાણિકતા આદરવામાં આવતી હતી.આ ફ્રોડમાં એ બાળકોને જ સામેલ કરાતા હતા જે નંબર શોધવા માટે પસંદ કરાતા હતા.તેમને કહેવાતું હતું કે તેમણે એ જ બોલને પસંદ કરવાનો છે જે વધારે મોટો અને સુંવાળો હોય.આ ફ્રોડ છ વર્ષ ચાલ્યો હતો આખરે તેનો અંત ત્યારે આવ્યો હતો જ્યારે તેની સાથે સંકળાયેલા અધિકારીની બદલી કરાઇ હતી.આ કૌભાંડમાં સામેલ લોકો સહેલાઇથી આ ઇઝી મની છોડવા તૈયાર ન હતા અને તેમણે દબાણ કર્યું હતું કે તેમને તેમની જુની પોસ્ટ પર જ યથાવત કરવામાં આવે પણ તેમ કરવાનો ઇન્કાર કરાયો હતો આથી તેમણે હેરાનગતિ કરવાની શરૂઆત કરી હતી.આ અધિકારીની ગાડી પર ગોળીબાર કરાયો હતો આખરે તેની પત્ની પોલીસમાં ગઇ હતી અને કૌભાંડ બહાર આવ્યું હતું અને તે મામલે ત્યારબાદ અનેકની ધરપકડ થઇ હતી.
મલ્ટી સ્ટેટ લોટરી એસોસિએશને ડિસેમ્બર ૨૦૧૦માં હોટ લોટ્ટો જેકપોટનાં નંબર જાહેર કર્યા હતા જેની રકમ ૧૬.૫ મિલિયન ડોલર હતી.એક વર્ષ બાદ નવ નવેમ્બર ૨૦૧૧માં કેનેડાનાં લૉયર ફિલિપ જહોન્સ્ટનને ડેસ માયનોસ હેડકવાર્ટર તરફથી કહેવાય છે કે તેઓ વિજેતા છે.જો કે તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ બિમાર હોવાને કારણે મુસાફરી કરી શકે તેમ નથી તો તેમનો ચેક મોકલી શકતા હોય તો મોકલી આપે.લોટરી અધિકારીઓએ ત્યારબાદ તે જ વિજેતા હોવાની ખાતરી કરવા માટે કેટલાક સામાન્ય પ્રશ્વો પુછ્યા હતા.જો કે તેના જવાબ ખોટા સાબિત થયા હતા આથી આ બીડ સ્વીકારાઇ ન હતી.બે સપ્તાહ બાદ જહોન્સટ્‌ને ફરી કોલ કર્યો હતો અને આ રીચ કલાયન્ટે બેલિઝ ટ્રસ્ટ એકાઉન્ટમાં રકમ ટ્રાંસફર કરવા કહ્યું હતું.જોકે ત્યારબાદ પણ રકમ આપવાનો ઇન્કાર કરાયો હતો કારણકે કાયદા અનુસાર વિજેતાની ઓળખ પુરવાર થવી જરૂરી હતી.ત્યારબાદ ટેક્સાસનાં રોબર્ટ સેન્ફિલ્ડ જેની પાસે વિજેતા ટિકીટ હતી તેણે એ ટિકીટ ફેડરલ એક્સપ્રેસ દ્વારા ક્રોફોર્ડ શોને મોકલી આપી હતી.શોએ આ માટે વકીલ રોક્યો હતો અને તેને ટિકીટ મોકલી આપી હતી ત્યારબાદ લૉયર ઓફિસે પહોંચ્યો હતો પણ શૉએ સ્પેલિંગમાં ભૂલ કરી હતી.આ કારણે ફરી બીડ ઇન્કારાઇ હતી.શો ત્યારબાદ લોટરીનાં અધિકારીઓને મળ્યો હતો પણ તેને નાણાં મળ્યા ન હતા.આ વખતે અધિકારીઓએ તપાસ આદરી હતી.તેમણે આ ટિકીટ જેની પાસે હતી તે રોબર્ટ સનફિલ્ડની તપાસ કરી જેનો મિત્ર રોબર્ટ રોહડસ હતો.તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જ્યાં લોટરીનો ડ્રો રૂમ હતો ત્યાં ઘણાં લોકો પ્રવેશ કરી શકતા હતા અને એ પણ જણાયું હતું કે ૨૦૧૦ની વીસમી નવેમ્બરે તે રૂમનાં કેમેરાઓ સાથે છેડછાડ કરાઇ હતી.તેણે જ એ રૂમમાં પ્રવેશ કરીને કોમ્પ્યુટર હેક કરીને વિનિંગ નંબરની જાણકારી મેળવી હતી.ત્રેવીસમી ડિસેમ્બરે ટિપ્ટોન કે તેના સાથીદારે એ જ નંબરની ટિકીટો ખરીદી હતી.ત્યારબાદ આ ટિકીટો તેણે રહોડ્‌સ અને સનફિલ્ડને મોકલી આપી હતી જેમણે આ મામલે લૉયરને રોક્યા હતા.ટિપ્ટોનની આ મામલે ધરપકડ કરાઇ હતી અને જુલાઇ ૨૦૧૫માં તે દોષી જાહેર થયો હતો જેને આ ગુના બદલ દસવર્ષની જેલ થઇ હતી.
મેનિટોબાનાં વિનિપેગ ખાતે એક એકસઠ વર્ષનાં વૃદ્ધે ગેસ સ્ટેશન પરથી લોટ્ટોની ટિકીટ ખરીદી હતી અને તે આ ટિકીટ લઇને કેશિયર અશ્વિન્દર સિંઘ પાસે ગયા હતા જેણે આ ટિકીટ પોતાની પાસે રાખી લીધી હતી કારણકે ઘણાં ડ્રો થતા હતા અને મોટાભાગનાં ગ્રાહકો તેની નોંધ લેતા ન હતા.એક અઠવાડિયા બાદ એ વૃદ્ધ વ્યક્ત્િો લાગ્યું કે તેની ટિકીટ ગુમ થઇગઇ છે અને એણે ત્યારબાદ બીજી ટિકીટ ખરીદી હતી કારણકે તે રેગ્યુલર ટિકીટ ખરીદતો હતો.જ્યારે ડ્રો થયો ત્યારે બંનેએ પ્રતિ ટિકીટ ૯૦૦૦૦ ડોલરની રકમનો દાવો કર્યો હતો.તેમનાં દાવા બાદ અધિકારીઓને કશુંક રંધાયાની શંકા ગઇ હતી.તેમણે સિંઘનો ઇન્ટર્વ્યુ લીધો હતો જેણે કબૂલ કર્યુ હતું કે તેણે પહેલી ટિકીટ રાખી લીધી હતી.આમ સિંઘ એ લોટરીનો વિજેતા ન હતો આથી પેલી બીજી વ્યક્તિને એક લાખ એંસી હજાર ડોલરની રકમ અપાઇ હતી.એ વ્યક્તિ ખરેખર નસીબનો બળિયો હતો કારણકે જો તેને સિંઘે પહેલી ટિકીટ આપી હોત તો તેણે બીજી ટિકીટ ખરીદી જ ન હોત અને આમ તેને માત્ર એક જ ટિકીટની રકમ મળત.સિંઘને ફ્રોડ બદલ અઢાર મહિનાની જેલની સજા થઇ હતી આખરે તેને ૨૦૧૩નાં સપ્ટેમ્બરમાં શરતી જામીન મળ્યા હતા.