ગતાંકથી.....
સુલતાનની 'જે' બોલાવી એક પછી એક જુદા જુદા રૂમમાં ચાલ્યા ગયા. કાર્તિક પણ નવ મહિના પહેલા જે રૂમમાં રહેતો હતો ત્યાં ગયો. જરા પણ ફેરફાર વગર રૂમમાં જાણે કાલે જ તેમણે બધું ગોઠવ્યું હોય તેમ જ પડ્યું હતું. તેણે બેડ સાફ કર્યો .સુલતાનના હુકમ મુજબ વિશાલ ને કઈ ચાલથી કાલે હાજર કરો તેનો વિચાર કરતો બેડમાં પડ્યો.
હવે આગળ.....
પૈસાની લાલસા બહુ ખરાબ લત છે. માણસની માનવતા ,પ્રેમ, સંબંધ ,વિશ્વાસ એ બધું એની પાસે ગૌણ બની જાય છે. વિશાલે પૈસાને ખાતર સગા ભાઈ ના ભોગનો વિચાર ન કર્યો. બેંકના પૈસા અને ભાઈની નોકરી બંને તે પચાવી પોતાની પૈસાની લાલસાઓ પોષવામાં મસ્ત બની ગયો. ભાઈને છોડાવીને આ મોજ મજામાં દખલ ઊભી કરવા તે ઇચ્છતો ન હતો. ભાભી પાસે જાહેર થઈ તેની સંભાળ લેવાની માથાકૂટમાં પણ તે પડવા માગતો ન હતો.તે તો સ્વછંદી, સ્વતંત્ર જીવન જીવવામાં જ મજા મજા છે એવું સમજતો હતો
કુદરત કોઈને મૂકતો નથી તેમની આ લાલસા કેવી વિરાટ અને શેતાની બનશે તેને ક્યાં એનું ભાન જ રહ્યું હતી ? તે કેવા ભયંકર ચક્ર નો હાથો બનવાનો છે તે તે ક્યાં જાણતો હતો? તે તો એમ જ સમજતો હતો કે દુનિયા તેને તો વિજય જ માને છે અને પોતાને જેલમાં ગયા નું સમજે છે.
પણ મનુષ્ય કરતાં ઈશ્વરની શક્તિ ખૂબ મોટી હોય છે. ચાલાક અને લુચ્ચા માણસો દુનિયાની આંખે પાટા બાંધી શકે છે પણ કુદરતની શકિત આગળ તે પામર જ હોય છે, પાપી પાપને પુણ્યમાં લેખાવી જગતને છેતરી શકે છે પણ કુદરત તો એ પાપને છાપરે ચડાવે જ છે.
વિશાલે તેના ભાઈને અને આ દુનિયાને છેતયાૅનો ગર્વ લેતો હતો પણ તે તુચ્છ માણસ સમજી ન શક્યો કે કુદરત તો તેના કમૅ પ્રમાણે તેનો ન્યાય કરવા કામ કરી જ રહી છે .જેલમાં વિજય મારફત કાર્તિકે વિશાલ નો ભેદ જાણ્યો .બહાર કાલે જ તેની ભાભી વીણાએ તેને ફરવા નીકળેલ ત્યારે કારમાં જોયો. તે વખતે વિશાલ એકદમ વિજય જેવા જ કપડામાં હતો તે અવાક્ બની ગઈને તરત જ ઘેર આવી. તેને થયું કે તેનો પતિ બહારગામ થી આવી ગયો છે છતાં ઘેર કેમ નથી આવ્યો? નક્કી તેણે મને છોડી દીધેલ લાગે છે. આથી તેણે પોતાના પતિને મેળવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, અને તે દિવસે તેમના વકીલને તેમને લેટર લખ્યો હતો.
મુંબઈનો પોશ એરિયા એટલે શહેરભરનો પૈસાદારનો વિસ્તાર. ત્યાં મુંબઈના શ્રીમંતોને મુંબઈની જાહોજલાલી વસતી હતી. દિવસ ઊગે ને આથમે ત્યાં સુધીમાં કરોડોની હેરફેર થતી. ત્યાં મોટા મોટા વેપારીઓની પેઢીઓ, પ્રખ્યાત ડોક્ટરોની આલીશાન હોસ્પિટલો, ફિલ્મસિટી ના ટોચના કલાકારો ના મહેલો અને રાજકારણીઓના ભવ્યાતિભવ્ય બંગલાઓ,પ્રખ્યાત વકીલોની ઓફિસોમાં અસીલોની ભીડ જામતી. મુંબઈના કોઈ સરકારી વિસ્તાર કરતાં પણ આ વિસ્તાર ભવ્ય હતો .ખરું કહીએ તો મુંબઈના નાક સમાન હતો. સાચું કહું તો ત્યાં કંગાળ કે ગરીબને ઉભવાનું સ્થાન ન હતું, છતાં અત્યારે દુનિયા જેમ લક્ષ્મીની દ્રષ્ટિએ જ ભવ્યતા માપે છે એ રીતે એ એરિયામાં એકદમ ભવ્યાતિભવ્ય હતો.
એ એરિયામાં દાખલ થતા જ બે કોમ્પલેક્ષ મૂકીને ત્રીજા કોમ્પલેક્ષ પાસે તમે પહોંચશો કે તરત જ પ્રખ્યાત 'અભય એન્ડ આનંદ બ્રધર લોયસૅ હોમ' ની ઓફિસ નું બોર્ડ તમારુ ધ્યાન ખેંચશે. મુંબઈના ઘણા લોયરની ઓફિસો અહીં હતી છતાં તેમના જેવી પ્રતિષ્ઠા કોઈએ નહોતી મેળવી.
પૈસાદાર તેમજ સામાન્ય કેટલાય કુટુંબોના લગ્ન કરારો, દસ્તાવેજો ,મિલકતના ઝઘડાઓ વગેરે અઆમની મારફત જ પતાવતા હતા એટલે જ 'Family Lawyer'તરીકે ની નામના સાથે એમને બીજા વકીલો કરતા લોકોનો વધારે વિશ્વાસ મેળવ્યો હતો. કૌટુંબિક કામમાં બધા આમને જ રોકતા. અભય અને આનંદ બ્રધર માં જોકે લોયર આનંદ એક્સપાયર થઈ ગયા હતા.મિ.અભય નાયર એકલે હાથે જ બધું જ સંભાળીને પોતાના મિત્ર આનંદના ફેમિલીને અડધો અડધો ભાગ આપતા હતા. મિ.અભય યંગ અને સિદ્ધાંતવાદી હતો. અગાઉ તેણે પોતાના અસીલ માટે અદભુત સાહસો ખેડયા હતા. તેને પોતાની શારીરિક શક્તિ મજબૂત અખાડિયાને પણ હંફાવે તેવી કેળવી હતી. શરૂઆતની જિંદગીમાં ડિટેક્ટીવ થવાના પણ સપના પણ આ યંગમેનને જાગ્યા હતા, અને બે ત્રણ વર્ષ એ માટે તેની ટ્રેનિંગ પણ લીધી હતી .એટલે આ યંગમેનમાં એ જાતની પણ શક્તિ હતી. તેથી તેની નામના ખૂબ વધી ગઈ હતી. આજે તેના અસીલ માટે અટપટો પ્રસંગ ઊભો થયો હતો. તે ઓફિસમાં આવ્યો ત્યારથી આંટા જ માર્યા કરતો હતો. પટાવાળાને બીજા માણસો તેની આ વર્તણુકથી આશ્ચર્ય પામ્યા હતા. તેના હાથમાં એક લેટર હતો, તે ઘડીએ ઘડીએ વાંચતો હતો તેનો સદાય હસતો ચહેરો અત્યારે ગંભીર બની ગયો હતો. આંટા મારીને તે થાક્યોને એક આરામ ખુરશી ઉપર પડ્યો. તેણે લેટર ખોલીને વાંચ્યો . થોડીવાર તો વિચારમાં પડી ગયો અને બબડ્યો.' ખરેખર, એ લેડી સાચું જ લખે છે. તેના પતિને શોધી આપવાની મારી ફરજ છે.' એમ કહેતા જ પાછો તે ઊઠ્યો અને ગેલેરીમાં આવી રસ્તા ઉપર નજર નાખતો ઊભો .એક નાનકડો કાગળનો ટુકડો આ નિષ્ઠાવાન વકીલ ઉપર ખરેખર જાદુ કરી રહ્યો હતો. ફરજ -ધર્મ સમજુ અને નિષ્ઠાવાન માટે કેટલો મહાન હોય છે.
એ લેટર વિજયની પત્ની વીણાનો લખેલો હતો. બહુ જ ટુંકો ને
છતાં દદૅ ભરેલો.