Aakhari Anjaam - 4 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 4

ગતાંકથી...

તે કાર્તિકની હિલચાલ જોઈ રહ્યો હતો .કાર્તિકે તુરંત જ પોતાના ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી અને તે સળગાવવા લાગ્યો.
એ વખતે જ પેલાએ પૂરું મોઢું પેપર માંથી બહાર કાઢ્યું. તે જોતાં જ કાર્તિક ચમક્યો :'ઓહ! આ તો બલવીર સિંહ!'

હવે આગળ....

સુલતાનની ગેંગ નો એક નિયમ હતો તે ગેંગ નો ગમે તે સભ્યો જેલમાંથી છૂટીને આવે કે તે જ દિવસે તેણે સુલતાન પાસે હાજર થવું પડતું .તે નિયમ મુજબ કાર્તિકે આજે રાત્રે તો ત્યાં હાજર થવું જ જોઈએ. હાજર થનારે એક ખ્યાલ ખાસ રાખવાનો હતો તે ગેંગનું રહેઠાણ કોઈ પોલીસ નો માણસ કે બીજો કોઈ જોઈ ના જાય. એમાં જરા પણ ચૂક પડે કે ગફલત થઈ જાય તો તે સભ્ય ઉપર સુલતાનનો ખોફ ઉતરી પડતો. એક ખોફના અંગે કેવી સજા ભોગવી પડતી, તે તો તે ગેંગના સભ્યો જ સમજી શકતા.

કાર્તિક આ બધું જાણતો હતો. એટલે બલવીર સિંહ જેવા ચાણક્યની નજર કેમ ચુકાવવી તેનો તે વિચાર કરવા લાગ્યો. એટલામાં દૂરથી તેણે એક કાર અને ટ્રક આવતા જોયા. તેણે ઝડપથી એક વિચાર કરી નાખ્યો. ટ્રક તેની અને બલવીર સિંહની વચ્ચેથી પસાર થયો, એટલી વારમાં તે ઝડપથી પાસેથી જ પસાર થતા એક લોકોના ટોળામાં ભળી ગયો. તેણે એક હાશકારાનો શ્વાસ લીધો અને પોતાની આ ચાલાકી પર જરાક ગર્વ પણ અનુભવ્યો. જરાક દૂર નીકળી તેણે તોરલ ચોક થી ઘણે દૂર આવેલ ગાંધી ચોક સુધીની એક ટેક્સી ભાડે કરી લીધી. ત્યાંથી તેની ઈચ્છા નદી પર જઈ અડામાં જવાની હતી. ગાંધી ચોકમાં તેણે ટેક્સીમાંથી નીચે ઉતરી ને આસપાસ નજર કરી તેણે તેનાથી થોડે દૂર આવેલા એક હોટલના ખૂણે બલવીર સિંહ ને છાપાના ફેરિયા વાળાની પાસે છાપુ ખરીદતા જોયો કાર્તિકને તેની ચાલાકી બદલ ગર્વ હતો તે ગર્વ એક સેકન્ડમાં જ ઓગળી ગયો. 'અરે, આ અહીં ક્યાંથી પહોંચી ગયો? આ તો મારો પીછો જ મુકતો નથી.' તે મનમાં બબડ્યો. સાંજ પડવી શરૂ થઈ ગઈ હતી. કોઈ પણ ભોગે અડ્ડા પર પહોંચવું જ પડશે, પણ આ બલવીર સિંહ ને થાપ ખવડાવી ને પહોંચવું કેવી રીતે ?તે વિચારમાં ને વિચારવા આમતેમ આંટા ફરવા લાગ્યો. પણ બલવીર સિંહની ચકોર આંખો તેના ઉપર જ મંડાયેલી છે, એમ એ સ્પષ્ટ જોઈ શકતો હતો. હવે તેને છેલ્લો પ્રયત્ન કરવાનો નિશ્ચિત કર્યો. તેણે તેની પાછળ નજર કરી તો દૂરથી એક ટેક્સી આવતી જણાય ટેક્સી પાસે આવી પહોંચી સદભાગ્ય ખાલી જ હતી એ તરત જ એમાં બેસી ગયો અને ટેક્સીવાળાને મેઈનરોડ છોડીને મણિયાર ગલીમાં લેવાનું હુકમ આપ્યો. ટેક્સી મણીયાર ગલીમાં આવી કે તુરંત જ તેણે સાંકળી શેરીમાં લેવડાવી ત્યાંથી મેમણ મોહલ્લામાં અને છેડે ચમારવાડમાં થઈને તે નદી કાંઠે ઉતરી ગયો.

મુંબઈ તરતું બંદર કહેવાતું તેની બે બાજુએ રત્નાકર છોળો ઉડાડી મુંબઈ નગરીમાં સમૃદ્ધિ ભરે રાખતો હતો.અને ત્રીજી બાજુ એ સુભદ્રા નદી બહુ ઊંડી નદી હતી. તેમાં પણ વહાણો, નાની-નાની સ્ટીમરો અને બોટો ચાલતી હતી. મુંબઈના સહેલાણી શ્રીમંતો માટે જે જળવિહાર નું સુરમ્ય સ્થાન ગણાતું હતું. એટલે જ સુભદ્રા ના કાંઠે જુદી જુદી જાતની દુકાનો, વેપારીઓના માલની વખારો, ઉપરાંત દરિયાદેવના સાચા પુજક ખારવાઓના મકાન આવેલા હતાં. ખારવાઓના લતા પાસે દારૂના પીઠાઓ ,ભજીયાવાળા ની દુકાનો વગેરે આવેલી હતી. એ વિસ્તાર પાસેથી એમની જ મહેનતે મહેલોમાં મહાલતા એ મહેલોઓમાં રહી સફેદ બુરખો ચડાવી એમનાથી થી પણ વધારે વ્યસની ,વધારે કરપીણ કામો કરવા છતાં દુનિયાની દ્રષ્ટિએ પ્રતિષ્ઠિત ને ઉચ્ચ ગણાતા લોકો નીકળવામાં માનહાની ગણતા હતા. એવા એ લતામાં પડખે જ લાકડાની મોટી ડેલી આવેલી હતી. ઘણા જૂના વખતની એ ડેલીમાં મોટાં તોતિંગ ઈમારતી લાકડાઓ ઊભા હતા. એ ડેલીમાં જવા માટે નાનકડો દરવાજો હતો. જગ્યા ખૂબ વિશાળ હોય તેમ જણાતું હતું. છતાં ડેલી પાછળ શું આવેલ છે તે પહેલા લાકડાઓની આડશમાં જોઈ શકાતું ન હતું. મુંબઈમાં એ મોટામાં મોટી ડેલી છે. અને તેનો શેઠ એક સમસુદિન કરીને વ્હોરો હતો એટલું જ બધા જાણતા હતા. સમસુદિને શહેરમાં એક પ્રતિષ્ઠિત સજ્જન તરીકે સારી નામના જમાવેલી હતી, એટલે ખાસ કરીને કાંઈ શક પણ ન રહેતો. ખરેખર તો તે મૂળ મુંબઈનો હતો નહિ. એટલે એના કુટુંબ પરિવાર વિશે કોઈ પૂછતું નહિ. તે સંબંધીઓ, મિત્રો, તેના જ્ઞાતિ ભાઈઓને ઓફિસે જ મળતો. છતાં કોઈ પૂછતું તો એ કહેવામાં પોતાને દુઃખ થાય છે એવો ડોળ કરતો એટલે સૌ ચૂપ રહેતા.

કાર્તિક ડેલીથી થોડે જ દૂર ઉતર્યો હતો. તેને હવે તો બલવીર સિંહને બરાબરની થાપ ખવડાવવાનો સંતોષ થતો હતો. તે ડેલી સામે થોડો વખત ઉભો રહ્યો. રાત પડી ગઈ હતી છતાં કાંઠા ઉપરના લાઈટના થાંભલાના અજવાળે અંધકાર જેવું જણાતું ન હતું. તેણે એક વખત ચારે બાજુ નજર કરી અને ડેલી તરફ પગલા ઉપાડ્યા. માણસની અવરજવર થોડી ઓછી થઈ ગઈ હતી .એટલે તેને ખાસ બીક ન હતી તો છ થી આઠ સુધીમાં વિખરાઈ જતા હતા. ખારવાઓ તેમના લતામાં રંગ રાગમાં પડ્યા હતા ,અને કાર્તિકની ધારણામાં બલવીર સિંહ ભુલાવાના ચક્કરમાં હતો. એનો રસ્તો રોકનાર,એની ઉપર નજર રાખનાર હવે કોઈ જ ન હતું એટલે અત્યારે પોતાની જાતને નિશ્ચિંત ગણી ચૂક્યો હતો. તે પાંચેક પગલાં આગળ ચાલ્યો અને પાછી ચારે બાજુ નજર કરવા લાગ્યો. તેની આ સાવચેતી યોગ્ય જ હતી, કારણ કે તે અત્યારે તે સુલતાનના અડ્ડામાં જતો હતો. જરા પણ ભૂલ થાય અને અડ્ડો એની જ બેદરકારી થી જો પકડાઈ જાય તો સુલતાનના હાથે તેનું મૃત્યુ નક્કી જ નીપજે એ વસ્તુ તે સારી રીતે સમજતો હતો. એ પડછંદ લોખંડી માણસની વિકરાળ લોહી ઝરતી આંખોનું તેજ અદ્રશ્ય હોવા છતાં તેને ડરાવતું હતું. હૃદય આ વિચારે થરથર કાંપતું હતું, જ્યારે આંખો બીજી બાજુ ફરતી હતી. એટલામાં તેની આંખો એકદમ ફરતી અટકી ગઈ .તેનું હૃદય ઘડીભર થંભી ગયું! એ શું હતું ? ડેલીથી થોડે દૂર આવેલ એક અનાજની વખારના ઓછાયામાં તેણે કોઈ માનવ આકૃતિને જોઈ. તે અટક્યો .એમ પેલો પડછાયો પણ ઉભો રહી ગયો. કાર્તિકે તેની તિક્ષ્ણ નજરને વધારે સતેજ અને તીણી બનાવીને જોયું તો તે બલવીર સિંહ હતો. 'ઓહહ ! આ માણસ છે કે ભૂત ! આનું હવે શું કરવું? સારું થયું કે મેં ડેલી પાસે જતા પહેલા આ તરફ જોયું! નહિંતર ..... નહિંતર ...'એના વિચારો અટકી પડ્યા .ભયનું એક થરકતું મોજું જાણે તેના શરીરને ધ્રુજાવી ગયું .'હવે શું ?... બસ ,હં..એ જ રસ્તો લેવો પડશે .'એણે પાછી બલવીર સિંહ ઉપર નજર કરી તો તે પાછળ કંઈક જોતો હોય એવું લાગ્યું એ તકનો લાભ લઇ કાર્તિક એની પાસેથી વહેતી ગટરની પડખે આવેલા એક નાનકડા ખાડામાં બેસી ગયો, અને તુરંત જ મકાનોના પડછાયા માં તે બે હાથ નીચે મૂકી ઝડપથી ચાર પગે પ્રાણીની માફક જરા દૂર નીકળી ગયો. થોડી દુર જતા એ નાનકડી ગલીમાં થઈ તે ઝડપથી દોડ્યો ડેલીની બહારની તરફની બાજુ, વખારની બીજી બાજુ કેટલાક મકાનો વટાવી ને તે વખારની નદી તરફની બાજુના ખૂણે આવ્યો એટલે કે તે બલવીર સિંહની પાછળ નીકળ્યો તેણે જોયું તો બલવીર સિંહ ડેલી પાસે જ આસપાસ ,ઉપર- નીચે જોતો ઝડપથી ચાલી રહ્યો હતો. કોઈ માણસ દેખાતું ન હતું. કાર્તિક બિલાડીની જેમ ચૂપચાપ પગના અંગૂઠા ઉપર જરા પણ અવાજ વગર દોડ્યો. બલવીર સિંહ તેની ધૂનમાં ને ધૂનમાં ઝડપથી જઈ રહ્યો હતો. લાખ જોઈ કાર્તિકે થોડુક અંતર રહેતા કોટના ખિસ્સામાંથી એક લાંબી છરી કાઢી, ચિતાની માફક કુદ્યો, અને પોતાના બધા જોરથી આખો છરો બલવીર સિંહની પીઠમાં ખોસી દીધો.

શું થશે બલવીરસિંહ નું?????
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....