संस्कारो हि गुणान्तराधानमुच्यते’ (चरकसंहिता, विमान०१|२७)
એટલે કે ખરાબ ગુણો, ખામીઓ અને એવા ગુણોનું પરિવર્તન અને વિવિધ અને નવા ઈશ્વર પ્રિય ગુણોનું સંક્રમણ એનું નામ સંસ્કાર છે. નિર્ગુણ ને સગુણ બનાવવાનું, દુર્ગુણો અને અશુદ્ધિઓને દૂર કરવા અને મૂલ્યવાન ગુણોનો સંચાર કે સંક્રમણ કરવાનું સંસ્કારોનું કામ છે.
એક કુંભાર માટીમાંથી ચિલમ બનાવવા જઈ રહ્યો હતો. તેણે માટીના લોંદા ને ચિલમનો આકાર આપ્યો. એવામાં તેના ઘર ની પાસેથી એક ઠાઠડી રામ બોલો ભાઈ રામ કરતાં નીકળી. ગામ નાનું એટલે ઘર ઘર ની ખબર. સોમાભાઈ ને કેન્સર હતું એતો ખબર હતી તે આજે પરચો દેખાડી ગયું.
માણસ ચિલમ ને પીએ છે કે ચિલમ માણસ ને પીએ છે એ વિચારવું જોઈએ.
ચિલમ નો કસ લેતાં ચિલમ ખલાસ થાય છે કે માણસ ના દિવસો? તેના ધુવાણા માં ગૃહ લક્ષ્મી નો જીવ મૂંઝાય છે. લક્ષ્મી જો એ સ્થાને નારાજ હોય તો બનાવનાર ઉપર પણ નારાજ થાય સ્વાભાવિક છે.
થોડી વાર પછી તેણે લોંદા માંથી બનાવેલું ચિલમ બગાડી નાખ્યું.
માટીએ પૂછ્યું: “અરે કુંભાર, તેં સરસ ચિલમને બનાવ્યું હતું, તો પછી કેમ બગાડી નાખ્યું?”
કુંભાર બોલ્યો: “અરી માટી, પહેલા હું ચિલમ બનાવવાનું વિચારતો હતો, આ માટી પર ચિલમ ના સંસ્કાર કરું તો એક વખત માણસ ના અંતિમ સંસ્કાર થાય. હવે મારું મન બદલાઈ ગયું અને હવે હું જગ કે પાણીનો ઘડો બનાવીશ.”
આ સાંભળીને માટીએ કહ્યું: “રે કુંભાર, તારું મન બદલાઈ ગયું છે, ને મારું જીવન બદલાઈ ગયું છે. જો તે ચિલમ બનાવ્યું હોત તો હું મારી જાતને અને બીજાને પણ બાળી નાખત, હવે જો હું પાણીનું માટલું બનીશ તો હું પોતે પણ ઠંડુ રહીશ અને બીજાને પણ ઠંડુ રાખીશ.”
સંસ્કાર આપવા આપણા હાથ ની વાત છે. માણસ જી ક્રિયા કરે છે તેના પરિણામ માટે હમેશા તૈયાર રહેવું જોઈએ. માણસ નું કર્મ જ માણસને સુખ અને દુખ આપે છે.
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम।।13.3।। श्रीमद भगवद गीता
આ શરીર ભગવાને આપેલું છે. તેના પર શું સંસ્કાર કરવા તે ભગવાને ગીતામાં કહ્યું છે.
અને કુંભારે બનાવેલું માટલું મંદિરની પાસે પરબ પર બધાની તરસ છીપાવતું રહ્યું.
તે તો નકરી માટી જ હતી, તેના પર સંસ્કાર બન્યા બાદ માટલું બન્યું.
મીમાંસા દર્શનના (૩|૧|૩) સૂત્રની વ્યાખ્યામાં શબર સ્વામીએ – ‘संस्कारो नाम स भवति यस्मिञ्जाते पदार्थो भवति योग्यः कस्यचिदर्थस्य’ અર્થાત્ સંસ્કાર એ છે, જેના થવા થી કોઈ પદાર્થ અથવા વ્યક્તિ કોઈ કાર્ય માટે યોગ્ય બની જાય છે.
તંત્રવાર્તિક અનુસાર ‘योग्यतां चादधानाः क्रियाः संस्कारा इत्युच्यन्ते’ અર્થાત્ સંસ્કાર તે ક્રિયાઓ અને રીતિઓ છે, જે યોગ્યતા પ્રદાન કરે છે. તે યોગ્યતા બે પ્રકારની હોય છે – ૧- પાપમોચન દ્વારા ઉત્પન્ન યોગ્યતા અને ૨- નવા ગુણોથી ઉત્પન્ન યોગ્યતા. સંસ્કારો દ્વારા પાપોનું માર્જન અને પરિષ્કાર થાય છે.
માટીનો સંસ્કાર
કુંભાર એક માટી લાવ્યો, આપી એક આકાર,
ચિલમ બનશે એ વિચાર્યું, ગૂંથ્યો હૈયે પાર.
થોડી વારમાં મન ફરાયું, દૃશ્ય થયું વિખૂટું,
ચિલમ નહીં, હવે ઘડો, નક્કી કર્યું સૂટું.
માટી બોલી: “કેમ હે કુંભાર, તું ભાંગી દીધી મારી આકાર?”
કુંભાર હસ્યો, કહ્યું હળવી, “હવે ઘડો છે મારા સંસ્કાર.”
ચિલમનો ધૂમાડો ઉડે આકાશે, સળગે જીવનનું દીપ,
જીવન શોષે ધૂમરપાન, તરસ રહે અનુકૂળ વીસ.
જળઘટ બન્યું, શીતળ શરદ, પરસે પ્યાસે જીલ,
મંદિર પાસે વસે હવે, પાવન થાવ દીલ.
માટી પોકારી: “હે કુંભાર, તારું મન બદલાયું,
પણ મારા ભાગ્યને તો નવી દિશા મળાયું.
જો ચિલમ બને હોત હું, સળગી ને રાખ બની જાત,
હવે ઘડો બની તરસ મિટાવું, શીતળતા લાવું સતાત.”
માટીનું પણ જીવન બદલાયું, મળ્યા નવા સંસ્કાર,
ઘટ બની ગંગા જેવી, વહાવે શાંતી પથ પાર.