Aspiration for victory in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | વિજય આકાંક્ષા

Featured Books
Categories
Share

વિજય આકાંક્ષા

એક ખૂબ જ ગીચ જંગલ હતું. અને તે જંગલના વચ્ચે એક ઊંચી પર્વતની ચોટી હતી. તે જંગલમાં અલગ અલગ પ્રકારના પશુઓ રહેતા હતા.

એક વખત જંગલના બધા જાનવરોને મળીને એક સ્પર્ધાનું આયોજન કર્યું...
બધાએ મળી એક શરત રાખી – જે જાનવર આ પર્વતની સૌથી ઊંચી ચોટી પર ચડી જશે, તે જંગલનું સૌથી ઝડપી અને બહાદુર જાનવર ગણાશે.

આ વાત આખા જંગલમાં અગ્નિની જેમ ફેલાઈ ગઈ. બધા જાનવર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક જગ્યાએ ભેગા થવા લાગ્યા. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જંગલના એક દેડકો પણ આવ્યો. તે પાછો અડધો બહેરો. કોઈ તેને કહે કે આખું જંગલ  ભેળું થવાનું છે તો આ દેડકો સમજે આખું જંગલ કેળું ખાવાનું છે. આવા દેડકાને જોઈને બધા જાનવરો હસવા લાગ્યા. કોઈ કહે – "જુઓ, આ દેડકાઓ પર્વત ચડવા આવ્યા છે! જો કોઈના પગ નીચે આવી જશે તો સીધા પર્વત પરથી યમલોક વગર લીફ્ટે પહોંચી જશે..."
કોઈ કહે – "જો પર્વત પરથી નીચે પડી જશે, તો જમીન પર પહોંચતા પહેલા જ ગાભા નીકળી જશે...."

પણ આ દેડકો બધી વાત ન સંભળાતા શાંતિ થી બેસી રહ્યો. ફક્ત તેને એક વાત સાંભળી અને સમજાઈ તે એ કે સ્પર્ધાની.

હાથીએ કહ્યું – "જુઓ ભાઈ! તમે નાના પ્રાણી છો, જંગલમાં જા અને મજા માણ, શાંતિથી જીવન જીવ. શા માટે આ બધામાં પડીને  તારું જીવન જોખમમાં નાંખે છે? “

પણ દેડકાએ કોઈની વાત ન માની.

·         सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्। एतद् विद्यात् समासेन लक्षणं सुखदुःखयोः॥

બીજાના અધીન કામ કરવાથી દુઃખ થાય છે, જ્યારે પોતાના અધીન કામ કરવાથી સુખ મળે છે.

જુવ માં રહેલી ખોડ ક્યારેક ભગવાને આપેલા આશીર્વાદ બની રહે છે.

આગલી સવારે સ્પર્ધા શરૂ થઈ.
બધા જાનવર ઊર્જા સાથે પર્વત પર ચડવા લાગ્યા. દેડકો પણ બીજા પ્રાણીઓ સાથે આગળ વધવા લાગ્યો. થોડીવાર પછી, ધીરે-ધીરે કેટલાક જાનવરો થાકી ગયા અને પાછા ફરવા લાગ્યા. મનમાં વિચારવા લાગ્યા આપણે જીતીને પણ શું મળી જવાનું છે? કઈ દુનિયાના રાજા થોડી બની જવાના?

માણસ ને એક નબળો વિચાર આવે તે કેટલો ઘાતક બની જાય છે? ભગવાને આપણને જીતવા માટે જ પૃથ્વી  પર મોકલ્યા છે. આ તો આપણે હાર માની લિયે છીએ એટલે હારી જઈએ છીએ. સામાન્ય બાપા ને એજ ઈચ્છા હોય પોતાનો દીકરો જીતે તો ભગવાનને ન હોય ?

બપોર  સુધીમાં અડધા કરતા વધુ જાનવરો પાછા આવી ગયા.
જંગલના મોટા-મોટા જાનવરો – હાથી, ઊંટ, સિંહ, ભાલુ – બધાએ પાછું ફરવાનું પસંદ કર્યું.

હવે બધા જાનવરોને લાગવા લાગ્યું કે જીવન જોખમમાં મૂકવાને બદલે પાછું ફરવું વધુ સારું.

નબળા મનમાંથી નીકળેલું તત્વજ્ઞાન ખુબ જ ઘાતક હોય છે.

સાંજ થવા આવી હતી.
સૂર્યનો લાલ કિરણ પર્વતની ચોટી પર પડતો હતો.

ફક્ત એક દેડકા સિવાય બધા જાનવરો પાછા આવી ગયા હતા. બધાને આશ્ચર્ય થયું કે એ દેડકો હજુ પણ આગળ ચડી રહ્યો હતો. બધા ને ઉચા ચઢાણ અને તેની ભયાનકતા નો અંદાજ હતો. બધા જાનવરો અને તેના મિત્રો તેને ઉંચી અવાજે બોલાવી પાછા આવવા કહ્યું. પણ પાછું આવવાને બદલે, દેડકો વધુ ઝડપથી ચડતો ગયો. જેમ બધાએ તેને અવાજ આપીને પાછું બોલાવ્યું, તેમ તે વધુ ઉર્જાથી આગળ વધતો ગયો.

થોડા સમય પછી તે દેડકો પર્વતની સૌથી ઊંચી ચોટી પર પહોંચી ગયો અને સ્પર્ધાનો વિજેતા બન્યો.

જ્યારે તે દેડકો પાછો નીચે આવ્યો, ત્યારે બધા જાનવરોએ પૂછ્યું –
"અમે તને અટકાવવાનું કહ્યે છતાં તું આગળ કેમ વધતો રહ્યો?"

વિજયી દેડકાએ હસીને જવાબ આપ્યો –
"શું તમે મને પાછા બોલાવી રહ્યા હતા? મને તો એવું લાગ્યું કે તમે મને હિંમત આપી રહ્યા હતા!"

આ સાંભળીને બધા જાનવરો દંગ રહી ગયા.

હકીકતમાં, તે દેડકાના કાનમાં તકલીફ હતી.
તે બીજાના શબ્દો સાંભળી શકતો નહોતો, એટલે જ્યારે બધાએ તેને પાછું આવવાનું કહ્યે, તેને એવું લાગ્યું કે બધાએ તેને હિંમત આપી રહી છે – અને તે નિરંતર આગળ વધતો ગયો!

 

·         उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरासन्नधारा निशिता दुरत्यद्दुर्गं पथस्तत्कवयो वदन्ति॥

ઉઠો, જાગો, અને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો. તારાં રસ્તા કઠિન છે, અને તે અત્યંત દુર્ગમ પણ હોઈ શકે છે, પરંતુ વિદ્વાનો કહે છે કે કઠિન રસ્તાઓ પર ચાલી ને જ સફળતા પ્રાપ્ત થાય છે.

कठोपनिषद १-३-१४

 


"જો તે બધાની નકારાત્મક વાતો સાંભળત, તો તે પણ બીજા જાનવરોની જેમ હાર માની લેત."