હરખ અને ઉત્સાહ થી ભરેલી આરાધનાને નાનપણથી જ કોઈ ખાસ કહી શકાય તેવી સખી કે બહેનપણીઓ હતી નહી.આરાધના નાનપણથી જ અનંત સાથે હસી, રડી અને તેની સાથે જ  ધર- ઘર રમતી અને તેની સાથે જ ઝઘડતી .... અનંત અને આરાધના ખૂબ સારી રીતે એક બીજાને સમજતા.બન્ને વચ્ચે ફ્રેન્ડશીપનુ એક અલગ જ બોન્ડીંગ હતુ. બન્નેને વાતચીત માટે વધારે શબ્દોની જરૂર પડતી નહીં.અનંત બહુજ બોલે, આરાધના અનંતને શાંતિથી સાંભળે.બન્ને સાથે હોય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ પણ મુશ્કેલીમાં મૂકાઈ જતી.
           આજ જ્યારે આરાધના તેના જીવનની શરૂઆત અમન સાથે કરવા જઈ રહી ત્યારે તે ખૂબ હરખથી અમનને અનંત સાથે મળાવવા, અમન સાથે વાતચીત કરાવવા ફોન કરી રહી હતી, ત્રણ વખત ફોનની રીંગ પૂરી થઈ ગઈ છતા અમન ફોન ઊપડી રહ્યો ન હતો. 
         હરખમાં બાવરી બનેલી આરાધના અમનને ચોથી વખત ફોન જોડી રહી હતી.અચાનક સામે છેડેથી અમનના ચિલ્લાવાનો અવાજ આવ્યો.
       અરે, આરાધના તારે સવાર સવારમા કંઈ કામ છે કે નથી? તું એકદમ ફ્રી જ હોય છે  ,એનો અથૅ એ  નથી કે તું મને પરેશાન કરે.મારે મોડી રાત સુધી જાગવાની ટેવ છે અને મારે બીજા ધણા કામ પણ હોય છે. હવે મોડો સૂવ તો મોડો જ ઊઠુને.સવાર સવારમાં તારા ફોને મારી ઊંઘ બગાડી નાખી. હવે ફોન મૂક અત્યારે મને ઊંઘ આવે છે.અને સાંભળ આવી રીતે સવાર સવારમાં મને કોઈ  ફોન કરી પરેશાન કરે એ મને જરાય પસંદ નથી, બે દિવસમાં  મારી સાથે તારી સગાઈ અને પછી તરત જ લગ્ન થવાના છે.મને શું ગમે છે? અને શું નહી તેની ખબર તને હોવી જોઈએ.
         હા, આરાધના મારી એક સલાહ માન,તારે સવાર  સવારમાં થોડુ વોકિંગ પણ કરવુ જેનાથી તારો કાળો વાન પણ ખીલશે.
       આરાધના કઈ બોલે એ પેલા તો અમને ફોન કાપી પણ  નાખ્યો.અમનનુ આવુ વતૅન આરાધનાને જરાય ગમ્યુ નહી. અમનના આવા વતૅનને લીધે આરાધનાની આંખમા પાણી આવી ગયા.તે આ આંસુ સામે ઉભેલા અનંતથી છુપાવાની  કોશિશ કરી રહી હતી.
      અનંત આરાધનાની આંખનો મૌસમ જાણી ગયો હતો.પણ તે આરાધના આ રીતે આરાધનાને તૂટતી કદી ન જોઈ શકે.તેણે વાતને બદલવાની કોશીશ કરી.
       અચાનક અનંત બોલ્યો, અરે આરાધના શું થયુ તારા મિસ્ટર રાઇટ ચોઈસે ફોન ઉપાડ્યો કે નહી?? ન ઊપાડ્યો હોય તો એ કુંભકર્ણ ને સૂવા દે.ચાલ, આપણે મારા iphoneમાં મસ્ત સેલ્ફી પાડીએ અને એ ફોટોસ્ તારા મિસ્ટર રાઇટ ચોઈસ ની સાથે શેર કરજે એટલે એની કઈક તો પ્રતિક્રિયા હશે જ !
      આજ  આપણા બન્ને પાસે બન્ને પાસે છેલ્લો દિવસ.  મને થયું જતા...જતા...આપણા બન્નેના એકસાથે ફોટોસ્ મારે ક્લિક કરવા હતા...યાદી તરીકે.અનંતના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. 
        આપણો છેલ્લો દિવસ...,જતા....જતા....!અનંત શું બોલી રહ્યો છે?મને કંઈ સમજ ન પડી.કોણ ક્યાં જઈ રહ્યુ છે? આરાધના અચરજ સાથે બોલી.
         આપણે બન્ને જઇ રહ્યા છીએ. તું સાસરે અને હું ખૂબ દૂર...અનંતે કહ્યૂ.
       જો તું મારી સામે આવી રીતે પઝલ બની ન ઊભો રહે. અનંત તું ક્યાં જઈ રહ્યો છે? મને સાચેસાચુ જણાવ.મારા ધબકારા વધી રહ્યા છે.
          એક્ચુલી, આરાધના મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ ન્યુઝ છે.
       હું આગળના ભવિષ્ય માટે લંડન જઈ રહ્યો છુ.
આ સાંભળી આરાધના પહેલા તો એકદમ આશ્ચય પામી અને પછી ખુશીને લીધે ઊછળવા માંડી.
          તું ક્યારે જઈ રહ્યો છે? તે મને આ વાત પહેલા કેમ ન કહી.તું તો મારી સાથે તો દરેક વાત શેર કરતો. પછી, આ લંડન જવાની વાત તો કદી મારી સાથે શેર કરીજ નહીં.આરાધના અનંત સાથે ફરીયાદના સ્વરમાં વાત કરી રહી હતી.
            આરાધના તે પણ અમન સાથેના તારા સંબંધની વાત પણ ક્યાં કહી હતી?
         જેમ તે મને સરપ્રાઈઝ આપી હતી, એમ હું પણ તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.(અનંતના મનમાં તો કંઈક બીજો જ પ્લાન ચાલી રહ્યો હતો.) 
   ધણા સમય પછી ભેગા થયેલા બન્ને મિત્રો વચ્ચે વાતચીત ચાલુ જ હતી.પરંતુ આ અનંતના મનમાં શું ચાલી રહ્યુ હશે.આ બન્ને મિત્રોની મિત્રતાના ટ્વિસ્ટ એન્ડ ટનૅમાં ડોકીયુ કરવા , વાંચતા રહો.....શ્યામ રંગ.....લગ્ન ભંગ .....14