શીર્ષક : પ્રેમ ના સાત દિવસ
સંધ્યા સમયે બારી સામે ઉભેલ જગદીશ ત્રિવેદી જીવન ની વીતી ગયેલ સાંજ વિષે વિચારતાં હતા.તે આમ તો સાહિત્ય નો જીવ,પણ સમય ના વહેણ માં લાગણી ઓ બધી વહી ગઈ.સુરત માં "ત્રિવેદી એસોસિએટ" ના માલિક.સંતાન માં એક નૈતિક.છેલ્લા ૧૪ વરસ થી નૈતિક ને માં - બાપ બની ને જગદીશ ભાઈ એ ઉછેર્યો હતો.ગરીબી અને સંઘર્ષ વચ્ચે તેમના પ્રેમ ની વસન્ત પાનખર બની ગઈ હતી.
નૈતિક અને દિવ્યા ના લગ્ન ગયા વર્ષે સંપન્ન થયા.આજે બંને વચ્ચે બોલા ચાલી થઇ.એટલે જગદીશ ભાઈ એ બંને ને પોતાની રૂમ માં બોલાવ્યા હતા.
બંને આવ્યા.આવતા જ દિવ્યા ફરિયાદ નોંધાવી "પપ્પાજી, નૈતિક ને સમજાવો ને,આવતી કાલ થી ખાસ પ્રેમ ના સાત દિવસ શરુ થાય છે.અને નૈતિક મને ના પાડે છે.પ્લીઝ"
નૈતિક બોલ્યો " પપ્પા, મારી વાત પણ સાંભળી લો, પ્રેમ માટે આખી જિંદગી છે,હું પશ્ચિમી અનુકરણ માં નથી માનતો.બીજું કે અમે પતિ પત્ની છે કોઈ લવ બર્ડ્સ નથી.જે વેવલા વેડા કરું.અને મારી પાસે એવો સમય પણ નથી."
"બંને શાંતિ થી બેસો" એક દમ ગંભીર આવાજ,સજલ આંખ,અને ચહેરો ગમગીન.પપ્પા નું આ રૂપ જોઈ,
બંને સંતાનો અવાક થી ગયા.
"તે મારી દુખતી રગ દબાવી છે, હું અને તારી મમ્મી "કવિતા" સૌ પ્રથમ એક ફ્લાવર શો માં મળ્યા હતા.એની ને મારી પ્રથમ મુલાકાત નું સાક્ષી એક લાલ ગુલાબ બન્યું હતું.થોડી વાતો કરી છુટા પડ્યા.પછી અમે "સાહિત્ય સંગમ" ના સંમેલન માં મળ્યા.મારી કવિતા તે મોહિત થઇ.તેને મને પ્રપોઝ કર્યું.બીજે દિવસે હું મીઠાઈ નો ડબ્બો લઇ એને મળ્યો.આમ મુલાકાત ચાલુ હતી.મેં એને અમારા બંને ના નામ વાળું કિચેન પણ આપ્યું.પછી ના દિવસે અમે એના ઘરે ગયા.અને એક મેક સાથે રહેવા નું વચન આપ્યું. ત્યાર બાદ વિધિવત લગ્ન થયું.પણ મારી ગરીબી મને ડસવા લાગી.મેં એના જ પપ્પા ની મદદ થી મારી એકાઉન્ટ ની ઓફિસ શરુ કરી અને આજે આ મુકામે પહોંચ્યો.તારી મમ્મી ને એક જ ફરિયાદ હતી કે મેં લગ્ન કર્યાં પણ પ્રેમ ના કર્યો.હું એને સમય ના આપી શક્યો.અને તું કહે છે કે પ્રેમ માટે આખી જિંદગી છે. તારી મમ્મી ગઈ ત્યારે તું ૮ વર્ષ નો હતો,એ મને કાયમ કહેતી "આપણા પ્રેમ ના સાત દિવસ અધૂરા છે.તમે ગુલાબ ની હાજરી માં મળ્યા,મેં તમને પ્રપોઝ કર્યું,તમે મીઠાઈ અને ગિફ્ટ લાવ્યા..પાંચ દિવસ પૂર્ણ થયા.બાકી ના બે દિવસ તમે પુરા ના કર્યા". અને એ વાત નો અફસોસ એને મરતા સુધી હતો ને મને જીવું છું ત્યાં સુધી રહેશે.આ અનુકરણ હોય તો એ સારું છે.બેટા,આપણ ને પ્રેમ ના સાત દિવસ યાદ કરાવે છે.લાગણી નો તહેવાર છે.હું તો એ સાત દિવસ મારી જિંદગી ના અનમોલ માનું છું.તું પણ તક ઝડપ.કામ ને થોડું મેનેજ કર.બાકી મારી જેમ તારી ..કહેતા કહેતા રીતસર રડી પડ્યા.
નૈતિક બોલ્યો " સોરી પપ્પા, તમને હર્ટ કરવાનો ઈરાદો નહોતો,તમારી વાત મને સમજાઈ ગઈ છે. હું હવે તમને અને દિવ્યા ને ફરિયાદ નો મોકો નહિ આપું. દિવ્યા સોરી, તું તારે પ્રેમ ના સાત દિવસ જે રીતે સેલિબ્રેટ કરવા હોય, કર, અને હું પણ તારી સાથે જ છું. મારા પપ્પા મમ્મી ને આટલો પ્રેમ કરતા હશે, નહોતી ખબર.."
તસ્વીર માં બેઠેલી કવિતા ના ચેહેરા પર પ્રેમ ના સાત દિવસ પુરા થયા નો સંતોષ હતો.
નૈતિક અને દિવ્યા ના લગ્ન ગયા વર્ષે સંપન્ન થયા.આજે બંને વચ્ચે બોલા ચાલી થઇ.એટલે જગદીશ ભાઈ એ બંને ને પોતાની રૂમ માં બોલાવ્યા હતા.
બંને આવ્યા.આવતા જ દિવ્યા ફરિયાદ નોંધાવી "પપ્પાજી, નૈતિક ને સમજાવો ને,આવતી કાલ થી ખાસ પ્રેમ ના સાત દિવસ શરુ થાય છે.અને નૈતિક મને ના પાડે છે.પ્લીઝ"
નૈતિક બોલ્યો " પપ્પા, મારી વાત પણ સાંભળી લો, પ્રેમ માટે આખી જિંદગી છે,હું પશ્ચિમી અનુકરણ માં નથી માનતો.બીજું કે અમે પતિ પત્ની છે કોઈ લવ બર્ડ્સ નથી.જે વેવલા વેડા કરું.અને મારી પાસે એવો સમય પણ નથી."
"બંને શાંતિ થી બેસો" એક દમ ગંભીર આવાજ,સજલ આંખ,અને ચહેરો ગમગીન.પપ્પા નું આ રૂપ જોઈ
બંને સંતાનો અવાક થી ગયા.
" તે મારી દુખતી રગ દબાવી છે, હું અને તારી મમ્મી "કવિતા" સૌ પ્રથમ એક ફ્લાવર શો માં મળ્યા હતા.એની ને મારી પ્રથમ મુલાકાત નું સાક્ષી એક લાલ ગુલાબ બન્યું હતું.થોડી વાતો કરી છુટા પડ્યા.પછી અમે "સાહિત્ય સંગમ" ના સંમેલન માં મળ્યા.મારી કવિતા તે મોહિત થઇ.તેને મને પ્રપોઝ કર્યું.બીજે દિવસે હું મીઠાઈ નો ડબ્બો લઇ એને મળ્યો.આમ મુલાકાત ચાલુ હતી.મેં એને અમારા બંને ના નામ વાળું કિચેન પણ આપ્યું.પછી ના દિવસે અમે એના ઘરે ગયા.અને એક મેક સાથે રહેવા નું વચન આપ્યું. ત્યાર બાદ વિધિવત લગ્ન થયું.પણ મારી ગરીબી મને ડસવા લાગી.મેં એના જ પપ્પા ની મદદ થી મારી એકાઉન્ટ ની ઓફિસ શરુ કરી અને આજે આ મુકામે પહોંચ્યો.તારી મમ્મી ને એક જ ફરિયાદ હતી કે મેં લગ્ન કર્યાં પણ પ્રેમ ના કર્યો.હું એને સમય ના આપી શક્યો.અને તું કહે છે કે પ્રેમ માટે આખી જિંદગી છે. તારી મમ્મી ગઈ ત્યારે તું ૮ વર્ષ નો હતો,એ મને કાયમ કહેતી "આપણા પ્રેમ ના સાત દિવસ અધૂરા છે.તમે ગુલાબ ની હાજરી માં મળ્યા,મેં તમને પ્રપોઝ કર્યું,તમે મીઠાઈ અને ગિફ્ટ લાવ્યા..પાંચ દિવસ પૂર્ણ થયા.બાકી ના બે દિવસ તમે પુરા ના કર્યા". અને એ વાત નો અફસોસ એને મરતા સુધી હતો ને મને જીવું છું ત્યાં સુધી રહેશે.આ અનુકરણ હોય તો એ સારું છે.બેટા,આપણ ને પ્રેમ ના સાત દિવસ યાદ કરાવે છે.લાગણી નો તહેવાર છે.હું તો એ સાત દિવસ મારી જિંદગી ના અનમોલ માનું છું.તું પણ તક ઝડપ.કામ ને થોડું મેનેજ કર.બાકી મારી જેમ તારી ..કહેતા કહેતા રીતસર રડી પડ્યા.