Unknown call in Gujarati Short Stories by Jayesh Gandhi books and stories PDF | અજાણ્યો કોલ

Featured Books
Categories
Share

અજાણ્યો કોલ

અજાણ્યો કોલ

વિભા ના મોબાઈલ માં અચાનક એક અજાણ્યો નંબર નો કોલ આવ્યો .તેને રોજ ની જેમ કોલ પીકઅપ કરી વાત કરવા માંડી.
"હલ્લો , હું સંકેત બોલું ..તમે" ?
" એય ,મિસ્ટર કોલ તમે લગાડ્યો , સવાલ મારે પૂછવા નો , તમારે કોનું કામ છે ?"
" મારે વિભા શાહ નું કામ છે ."
"સોરી ,આ વિભા શાહ નહીં ,વિભા દેસાઈ નો નંબર છે "
સામે થી કોલ ડિસકનેક્ટ થઇ ગયો.વિભા ને અવાજ ગમ્યો , વિચારવા લાગી કોણ છે તે ..ક્યાંક તો સાંભળ્યો છે ? હા ..સંકેત જોષી. હું જ્યાં ડાન્સ શીખવા જાવ છું ત્યાં કયારેક આવે છે ..ડાન્સ ટીચર ને મળવા .ફેમિલી રિલેશન હશે કદાચ .. જે હોય એ ..એનો અવાજ સારો હતો.મારે આટલા ગુસ્સે પણ નહોતું થવું .
તે જ સમયે સંકેત વિચારતો હતો ..વિભા દેસાઈ ..અવાજ તીણો ..લહેકાદાર ..પણ ગુસ્સો ..લાગે છે થોડી જિદ્દી કે ઘમંડી હશે. એને ફરી "જસ્ટ ડાયલ " પર થી વિભા શાહ નો નંબર શોધ્યો ..અને LIC ડોક્યુમેન્ટ ની વાત કરી . તે પોતે SALES MANAGER હતો .કલાઇન્ટ સાથે વાત કરતો ત્યારે સંયમ થી વર્તતો.
આ ઘટના ને ૨૪ કલાક નથી થયા અને વિભા દેસાઈ ના સોશ્યિલ મીડિયા અકાઉન્ટ પર સંકેત જાણી જોઈ ને એક પોસ્ટ કરે છે .એને પણ ખબર ન હતી કે તે કેમ એક કોલ થી આટલો ખેંચાય ગયો અને સોશ્યિલ મીડિયા પોસ્ટ કરે છે.રોજ તેના રિપ્લાય ની રાહ જોતો .જયારે કોઈ રિપ્લાય ના આવ્યો .એક સાંજે રિપ્લાય આવ્યો એક ઈમોજી દ્વારા જેમાં હાથ નો પંજો હતો .તેનો મતલબ સંકેત એમ સમજ્યો કે તે ગુસ્સે થઇ ને મારવા માટે ની નિશાની છે. તેને રિપ્લાય માં સોરી લખ્યું તો ફરી એજ પંજો આવ્યો .

સંકેત બીજે દિવસે ઓફિસે આવી ને એના વહટ્સપ પર સોરી લખી ને મોકલ્યું. વિભા નો રિપ્લાય આવ્યો ઓકે. સંકેત થી ના રહેવાતા ફરી પૂછ્યું . પંજા વિશે . એટલે વિભા કહ્યું હું બિલકુલ ગુસ્સે નથી .પણ પંજો એટલે ચાલે ..ઓકે એમ અર્થ થાય.
એમ સમય જતા બંને એક બીજા ની નજીક આવ્યા. રોજ નવી dp અને નવી કોમેન્ટ થાય .ફોન પર કામ ની અને લાગણી ની વાતો થાય .

સંકેત પોતે એક પરણિત પુરુષ ,સમાજ માં આગવું સ્થાન ,,અને સમજુ વ્યક્તિ હતો .તો વિભા પણ પરણિત હતી ,સાથે સમજુ , અને બહાદુર હતી .પતિ ની જોબ ..બહાર ગામ હોવા થી મૉટે ભાગે રોજિંદા જીવન ના ઘણા ખરા કામ એકલી કરતી .કોઈ ની પાસે મદદ નહોતી માંગતી. બંને પોતાની સામાજિક મર્યાદા જાણતા હતા .તો પણ બંને એક બીજા સાથે કલાકો ના કલાકો ફોન પર વિતાવતા .
સંકેત તેના એક ઈશારા પર બધું જ કુરબાન કરી દેવા તૈયાર છે .તે વિભા ને મનોમન પોતાની પત્ની જ માનતો પોતાની બંને પત્ની માંથી કોઈ ને પણ અન્યાય કરવા નહોતો માંગતો .તેનો ઈરાદો સાફ હતો .જે અભાવ માં વિભા હતી તેમાં થી તેને બહાર કાઢી ..નવી ખુશી આપવી .વિભા ની સંઘર્ષ ભરી જિંદગી ની તેને સંપૂર્ણ જાણ હતી .તે નાની નાની ખુશીયો માટે પણ તરસતી .અને સંકેત થી આ જોવાતું નહોતું.
સંકેત ની એક ઈચ્છા હતી કે વિભા તેની છે એવુંકહે .પણ તે એટલી સ્વમાની હતી તેને સાફ ના પડી દીધી .મને માત્ર ફ્રેન્ડ નો સંબંધ ચાલશે .
સંકેત ને દુઃખ તો થયું .જેને તે દુનિયા માં સૌથી વધુ પ્રેમ કરે છે .તેને તેની લાગણી ની કિંમત પણ ના કરી .પથ્થર દિલ ..કોઈ પણ વાત ને સમજ્યા વિના ના પાડી દીધી . નિરાશા અને હતાશા માંથી બહાર આવતા ૩ મહિના લાગ્યા .આ ત્રણ મહિના માં ખાલી મેસેજ બંધ હતા .બાકી દિલ તો વિભા વિભા ..કરતુ હતું .તેને થતું જોહું મુસ્લિમ હોત તો બે પત્ની રાખી શકત.
ત્યાર પછી ફરી ફોન કોલ ..અને મેસેજ ચાલુ તો થયા .પણ સવાલ તો એ જ છે કે વિભા હજુ પણ હા નથી કહેતી ..અને ના નથી કહેતી .એને પણ સંકેત સાથે વાત કરવાનું ગમે છે ..પણ સમાજ ના ડર,કે તેને સ્વભાવ વશ તે આગળ વધતી નથી .સંકેત એટલો નિખાલસ હતો કે તેને સ્પષ્ટ શબ્દ માં કીધું હતું કે હું તને બધીજ ખુશી આપવા માંગુ છું .બદલા માં મારી કોઈ માંગણી નથી . તું માત્ર ખુશ રહે .. મારી નાની ઈચ્છા હોય કે કોફી ..વરસાદ.. અને બાઈક .. એથી વધુ કઈ નહિ . કોઈ શારીરિક ..અયોગ્ય માંગણી નહિ ,માત્ર પ્રેમ મન થી કરવાનો અને રોજ ફોન પર તારો અવાજ સાંભળવાનો ...
વિભા આજે પણ લાગણી સમજવા તૈયાર નથી ..અને સંકેત આજે પણ એની ખુશી માટે તાપ ,ઠંડી ,કે વરસાદ ની પરવા વિના એનું દરેક કામ કરે છે ..કરવા તૈયાર છે .વિભા એને ક્યારેય નાનું કામ પણ આપે તો સંકેત ને બહુ મોટું કામ મળ્યા નો આનંદ થાય ,


બંને ના દિવસો આમ જ વીતે છે ..મર્યાદા ની અંદર રહી ને ..લાગણી ને રોજ પંપાળે છે ..રોજ મારે છે ..

વિભા આજે પણ ફોન પર મીઠું હશે ..અને સંકેત આજે પણ તેને કોઈ મદદ ની તૈયારી બતાવે ..એક બાજુ સ્વમાન ..તો બીજું બાજુ લાગણી નો ધોધ .
બંને માંથી કોણ જીતશે ??