lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"બસ, આટલું આ ડાયરીમાં લખ્યું છે. મને તો આ વાંચીને જ ગઈ કાલે ખબર પડી કે મારી પ્રાણપ્યારી બહેનોનું મોત કેવી રીતે થયું હતું. આપણાજ બાપુએ કાળજા પર પથ્થર રાખીને પોતાના હાથેજ પોતાની વ્હાલસોયી દીકરીઓના ગળા કાપ્યા હતા. અને હું મૂર્ખ, એજ રાજના વારસદારોની સેવામાં મેં 40-42 વર્ષ કાઢ્યા ધૂળ પડી મારી આ જિંદગીમાં." મહિપાલ રાવ આટલું બોલ્યા ત્યાં એનો કંઠ ભરાઈ આવ્યો.
"ભાઈ આ તો ગજબનો ઇતિહાસ છે. અમને કોઈને આ ખબર જ ન હતી." ત્રીજા નંબરના ભાઈ અનૂપે કહ્યું. અને હોંકારો ભરવા સંગ્રામ અને જનાર્દન તરફ જોઈને કહ્યું."શું કહો છો બરાબર ને.”
“ભાઈ મને તો લાગે છે કે આ વાત પડતી મુકવી જોઈએ. અત્યારે ઇન્દોરમાં અરાજકતા ચાલે છે. આપણા પર કોઈનું જાજુ ધ્યાન નથી તો હું શું કહું છું. કે આ ખજાનો આપણે શ્રીનાથદ્વારા પહોચાડવાઓ પ્રયાસ કરીએ." બે નંબરના ભાઈ સંગ્રામે કહ્યું.
"પણ ભાઈ..." ધન ભૂખ્યો જનાર્દન કંઈક કહેવા જતો હતો એને અટકાવતા સંગ્રામે ફરીથી કહ્યું. "બસ જનાર્દન બહુ થઈ છોકરમત. આ આપણા મંજુસમાં થેલામાં બંધ રૂપિયા છે એ પણ આપણે ક્યાં પુરા વાપરીએ છીએ. તો દેવદ્રવ્ય ઘરમાં ભરીને શું કરશું? બસ હવે હું તારી વાતમાં નથી આવવા માંગતો અમે ત્રણે ભાઈઓ એ નક્કી કર્યું છે. કે એ દેવદ્રવ્ય પ્રાણ ના ભોગે પણ શ્રીનાથદ્વારા પહોચાડવું છે."
"પણ ભાઈ આવડો મોટો ખજાનો આપણે સાવ પાછો દઈ દેવો છે? આપણા બાપુએ આટલો ભોગ આપ્યો. કાકા, તાઉજી, ફુઈ અને બહેનોના ભોગ પછી ..."
"બસ જનાર્દન હવે મારે કઈ નથી સાંભળવું. જે દિવસે મેં ખજાનો કાઢીને ચારેય ભાઈઓના ભાગ પાડવાની સંમતિ આપી, એ દિવસે જ આપણા બધાના વ્હાલા નાના જનાર્દનનું અકાળે મોત થયું. મલ્હાર રાવ ત્રીજો પણ કમોતે મર્યો, અને બાપુ સાથેના લૂંટમાં ભાગીદાર પણ પોતાના ઘરનાને જોવા નહોતા પામ્યા. બધું ડાયરીમાં લખ્યું છે. તોય તને ઈ ખજાનાની પડી હોયતો આજથી તારું રસોડું નોખું કરી નાખ, અને બીજું ખોરડું બંધાવી લેજે. તારે જેટલો જોઈએ એટલો ખજાનો તું રાખી લેજે. બાકી હું અનુપ કે સંગ્રામ કોઈ ખજાના માંથી એક આનોય વાપરવા તૈયાર નથી. બરાબરને અનુપ, સંગ્રામ?"
"અરે પણ હું ક્યાં કહું છું કે મારે એ ખજાનો જોઈએ છે. તમે તો મોટાભાઈ છો બાપને ઠેકાણે છો. હું તમારી બધાની સાથે જ છું. આતો ખાલી એમ વિચારતો હતો કે 3-4 રથ ગાડી કરીને શ્રીનાથદ્વારા સુધી પહોંચાડવામાં વળાવિયા (સિક્યોરિટી માટે માણસો) એ રાખવા પડશે એ ખર્ચ પૂરતા.."
"ઈ બધો ખર્ચ હું ભોગવીશ, અને તમારી કોઈની હિંમત ન થતી હોય તો હું એકલો એ ખજાનો પાછો પહોંચાડીશ, બાપુના જીવને ત્યાં સુધી સદગતિ નહિ મળે." મહિપાલ રાવે કહ્યું. અને પછી ઉમેર્યું કે "તો પછી હવે આ પાક્કી વાત થઇ કે ચાર છ દિવસમાં પહેલા બાપુએ કહેલી નિશાની પર જઈ અને જોઈ લઈએ કે, કેટલા માણસોને ગાડાં જોશે પછી ખજાનો કાઢી અને શ્રીનાથદ્વારા પહોંચાડી દઈએ. જ્યાં સુધી એ આપણી હદમાં છે ત્યાં સુધી આપણા કુટુંબમાં સુખચેન નહિ રહે."
"મારી આ બાબતમાં સંમતિ છે" બાકીના ત્રણે ભાઈઓએ એક સાથે કહ્યું અને મહિપાલ રાવના મુખ પર આઠેક મહિના પછી પહેલીવાર નિરાંતના ભાવ હજી તો ઉત્પન્ન થયા ત્યાં..
"ખબરદાર જો કોઈએ એ ખજાનાને આપણી હદમાંથી કાઢીને શ્રીનાથદ્વારા પહોંચાડવાનું વિચાર્યું છે તો.." એક યુવા સ્ત્રીના રણકતા અવાજે ચારેય ભાઈઓને ચકિત કરી દીધા. દીવાના અજવાળામાં જોયું તો, જનાર્દન રાવ ના વચલા દીકરાની પત્ની ( ઘોડાની લાત થી મરણ પામેલા જનાર્દન રાવ ની માં) એ લોકો જે દીવાનખંડ માં બેઠા હતા એ ઓરડાની બહાર ઘૂંઘટ કાઢી ને ઉભી હતી, એ પાંચેક મહિનાની ગરોદર(પ્રેગ્નન્ટ) સ્ત્રીનું પેટ ફુલેલું હતું. એનું મોઢું ભલે ઢંકાયેલું હતું. પણ એના અવાજમાં રહેલી કૃતનિશ્ચયતાથી ચારેય ભાઈઓ થરથરી ગયા.
"અરે લખી, (સાચું નામ લક્ષ્મી ) દીકરી તું અહીં શું કરે છે?" સહેજ સ્વસ્થ થઈને જનાર્દન રાવે કહ્યું. લખી એના ભાઈબંધ નીજ દીકરી હતી અને બન્ને મિત્રો વેવાઈ બન્યા હતા. એના પિયરની હદ મહિપાલ રાવની હદ પુરી થતા જ શરૂ થતી હતી એના ભાગમાં લગભગ 20-22 ગામ હતા. એના પિયરિયાં બધી રીતે મહિપાલ રાવ કરતા વધુ સંપન્ન હતા.
"તમારે લોકો ને એ ખજાનો ન જોતો હોય તો કઈ નહિ, મારે એ ખજાનો જોઈએ છે, સમજ્યા? મારો એક દીકરો જ મર્યો છે. પણ પેલાના 2 અને આ પેટમાં છે, એ સંતાન ને ઉછેરવા છે મારે સાહેબીમાં, અને આમેય 60-65 વર્ષ પહેલા લૂંટાયેલા ખજાનો હવે શ્રીનાથજી ને શું કામ છે. ભલેને તમારા કોઈના સંતાનોને એ ધન ન જોઈતું હોય, મારા સંતાનો એના પર એશ કરશે.
માંડ એ શાપિત ખજાનાની લાલચને છોડનાર જનાર્દન રાવ ના જ વંશમાં એ જ ખજાનો પામી લેવાની લાલસા હજુ મરી પરવારી ન હતી. મહિપાલ રાવ ના બાપુ મહાવીર રાવે હોલ્કરના રાજ દરબારમાં લીધેલી શ્રીનાથદ્વારાનો ખજાનો પાછો પહોંચાડવાની પ્રતિજ્ઞા એમ જલ્દી પુરી થાય એમ ન હતી. અને એટલે જ ખજાનો જેની હદમાં હતો એ મહિપાલ રાવના મુશ્કેલ દિવસો હજી પુરા થયા ન હતા. ખરાબ સમયના એંધાણ પામી ગયેલા મહીંપાલ રાવે ઊંડો નિશ્વાસ નાખ્યો.
xxx
"અરે અંકલ તમે શું ખરીદવા આવ્યા?" સુરેન્દ્ર સિંહ જેવા દુકાન માં ઘુસયા કે તરત જ નાઝનીન ઉર્ફે નીના એ એને જોયા, અને ટહુકો કર્યો. એ પહેલેથી જ દુકાન માં હતી અને 2-3 ડ્રેસ પસંદ કરી પેક કરાવી, પેમેન્ટ કરી રહી હતી.
"અરે નીના બેટા તું પણ ખરીદી કરવા આવી છે?" સારું સારું,"
"તમે કોના માટે ખરીદી કરવા આવ્યા અંકલ? તમારી દીકરી માટે, કે પછી આંટી માટે?" સહેજ હસતા નાઝે કહ્યું.
"બેટા, તારી આંટીના સ્વર્ગવાસ ને તો દશકો થઇ ગયો. આ મેં કહ્યુંને કે મારી દીકરીના લગ્ન છે થોડા દિવસમાં. તો એના અને વહુ માટે."
"શું કહ્યું તમે અંકલ, વહુ? પણ તમે તો કહેતા હતા કે તમારે એક દીકરી જ છે."
"હા ઈ તો હજી પણ કહું છું, પણ મારે એક બહેન છે અને એના વિશે આપણે વાત થઇ ન હતી. હવે એ બહેનને એક દીકરો છે, એના લગ્ન પણ મારી દીકરીના લગ્નને દિવસે એક જ જગ્યા છે. હવે ભાણેજની પત્ની પણ વહુજ કહેવાયને/ અને મારા માટે એ બે વચ્ચે જરાય ભેદ નથી, મારે એ બેઉ માટે સારામાં સારા ડ્રેસ ખરીદવા છે."
"પણ અંકલ અહીં તો બહુ મોંઘા ડ્રેસ મળે છે. તમે તો કંઈક સેલ્સમેન જેવું કંઈક કામ કરો છો એમ કહેતા હતા ને. સોરી આમ મારે તમને આર્થિક રીતે પરવડે કે નહીં એ ન પૂછવું જોઈએ." નીનાને નવાઈ લગતી હતી કે એની બાપની ઉંમરનો પુરુષ એની ભાણેજ વહુને દિકરી સમજી એના માટે ડ્રેસ ખરીદવા આવ્યો હતો, (કેમ કે એના કલચરમાં કઝીન ભાઈ બહેન કે માસા, ફુવા, મામા, કાકા, પોતાની સગી ભાણેજ કે ભત્રીજી ને પણ પોતાની જ દીકરી માને એવું બહુ ઓછું જોયું હતું.)
'કઈ વાંધો નહિ, અને તારી વાત સાચી છે. સેલ્સમેન તરીકે જ કામ કરું છું. પણ શું છે કે મને વારસામાં મબલખ મિલ્કત મળી છે. એટલે ખર્ચની કોઈ ચિંતા આમેય આ કામ તો હું ટાઈમપાસ કરવા જ કરું છું."
"ઓહ્હ વેરી ગુડ તો ચાલો હું તમને ડ્રેસ પસંદ કરવામાં મદદ કરું. "
"પણ તું સોરી તમે દર્શન માં કેમ ન દેખાયા કોઈ?"
"અંકલ તમે મને તું કહેશો તો મને ગમશે. મેં કહ્યું ને મારા એ, અને મારા દિયર બેઉ ઉદયપુર ગયા છે. અને હું બપોરે થોડું સુઈ ગઈ હતી મને ઉઠતા મોડું થયું પછી મારા પિયરિયાનો ફોન આવી ગયો એમાં વાતો એ વળગી ગઈ, તમે જો જેસલમેર બાજુ ફર્યા હશો તો મારા અંકલ નું નામ સાંભળ્યું જ હશે, ગુલાબચંદ ગુપ્તા, બહુ મોટા વેપારી છે. મને દીકરી જ માને છે મારા મોમ ડેડ નથ, જે છે એ કાકા અને મામા જ છે, અને એક દાદા છે જે લંડનમાં રહે છે."
"પણ ગુલાબચંદ ગુપ્તા તો તે કહ્યું એમ જેસલમેરમાં રહે છે બરાબરને?"
"હા, એ ભાઈ ઓલ પિરોજી અને પિંક વાળો ડ્રેસ બતાવો, અને હા અંકલ તમારો ભાણેજ શું કરે છે?"
"એ એક એનજીઓ ચલાવે છે. ખરાબ લઈને ચડી ગયેલા લોકોને રાહ દેખાડવાનું કામ કરે છે."
"ઓહ્હ, તો તો ફૂલ પૈસા વાળો હશે, દેખાવડો હશે."
" હા એને પોતાના રૂપિયા ક્યાં ઉડાવવા એ સમજાતું નથી એટલે અલગારીની જેમ દુનિયા આખીમાં ફરતો રહે છે. હવે વહુ આવશે ઘરમાં તો ઠરીઠામ થશે." સાંભળીને નાઝ વિચારે ચડી ગઈ કે કેવો દેખાવડો અને કેટલા રૂપિયા વાળો હશે એને કહ્યું" તો તો મળવું પડશે એને" પણ નાઝને ખબર ન હતી કે એ અંકલનો ભાણેજ નજર સામે આવતા જ એના પગ નીચેથી જમીન સરકી જશે.
xxx
"બળ્યું આ બધી દોડધામ ઓલા અનોપચંદ આપણી પાસે શુ કામ કરાવતા હશે?" જીતુભાની માં અનોપચંદ પર બગડ્યા હતા.
"કેમ? તે ઈ તોએમણે સારું જ કર્યું છે ને ફૈબા, તમને ને ભેગા મને ને મોહિનીને પોતાના ખર્ચે, શ્રી નાથદ્વારા દર્શને મોકલે છે , અને હા બાપુ પણ ત્યાં જ છે. એ કોઈ કામમાં અટવાયા હતા એનો ફોન બંધ હતો અને કોઈ કે ખોટી અફવા ઉડાડીને આપણી ઊંઘ ઉડાડી દીધી. બિચારો જીતુડો..સોરી બિચારો મારો ભાઈ ગઈ કાલે કેટલો હેરાન થયો.
"પણ તે જીતુને ફોન કર્યો કે નહિ? બેટા, મોહિની દીકરી તારે આજે કઈ વાત થઇ છે?"
"ના માં, એ કામમાં હોય તો મારો ફોન કોઈ દી ન ઉપાડે.અને હું પણ કારણ વગર એને હેરાન ન કરું." મોહિનીએ 2-3 દિવસથી પોતાની સાસુને માં કહેવાની ટેવ પાડવા માંડી હતી.
"ફેબા હું શું કહું છું. આપણે ઉદયપુર ઉતારીને પછી એને ગોતી કાઢીયે. એને સરપ્રાઈઝ આપવા.. પણ હા યાદ આવ્યું મોહનલાલે કહ્યું છે કે તમને કોઈ ઉદયપુર એરપોર્ટ લેવા આવશે એની સાથે જ તમે શ્રી નાથદ્વારા જવા નીકળી જજો ત્યાં બાપુ મળશે અને હા ભાઈ કૈક કામમાં છે એ 2-3 દિવસ પછી આપણને ત્યાં મળશે."
"તો ગગી તને પહેલા યાદ ન રહ્યું. ખોટા હું બિચારા અનોપચંદ જી પર મનમાં ગુસ્સે થાવ છું. એમને તો મને આજે ફોનમાં કહ્યું કે લગ્નના પંદરેક દિવસ બાકી છે તો પહેલા શ્રીનાથજીના આશીર્વાદ લઇ આવો. એટલે તો આપણી સાથે મોહિનીને મોકલી છે." જીતુભાનાં ઘરની ત્રણે મહિલાઓ મુંબઈઃ ઉદયપુરની ફ્લાઈટમાં આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે એમને ખબર ન હતી કે પાછળની સીટ પર બેઠેલા 3માંથી 2 જણ એમની બધી વાતો સાંભળી રહ્યા હતા.
xxx
"તારી બધી વાત મેં સાંભળી, હવે મને લાગે છે કે સમય આવી ગયો છે. જીતુભાનો સામનો કરવાનો. તું અત્યારે ક્યાં છો?" અમેરિકામાં રજા મનાવવા ગયેલ નિનાદ કોઈકને ફોનમાં પૂછી રહ્યો હતો.
"હું અત્યારે દુબઈમાં છું મારા મોમ યુરોપથી 2-3 મહિનાનું હવાફેર કરવા ગયા હતા, ત્યાંથી ગઇકાલે પરત આવી રહ્યા હતા. અચાનક દુબઈમાં એમની તબિયત બગડી. પૂજા એમની સાથે જ હતી. આ ઉતાવળમાં એમને અહીં એડમિટ કરવા પડ્યા..." સામે છેડે વિક્રમ નિનાદને કહી રહ્યો હતો. પણ નિનાદતો વિક્રમે કહ્યું એનાથી પણ વધુ જાણતો હતો કે 'વિક્રમની મોમ પૃથ્વીની ઓળખાણથી જ સમયસર સારવાર મળતા માંડ બચ્યા હતા.'
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.