Talash 3 - 28 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 28

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 28

lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 

એક મહિનાની મોહલત મળ્યા પછી હું મારતે ઘોડે પાછો આપણા ગામ અજ્વાળીયા આવવા નીકળ્યો. અજ્વાળીયાથી ઇન્દોર જવાના લગભગ 18 દિવસ થયા હતા. માંડ 2 પ્રહાર ઇન્દોરમાં રોકાઈને હું પાછો અજ્વાળીયા આવવા રવાના થયો હતો. અને 13મેં દિવસે હું પાછો અજ્વાળીયા પહોંચ્યો. આટલા દિવસ સતત ઘોડા પર બેસીને મુસાફરી કરી હોવાથી મારા ઢગરા છોલાઈ ગયા હતા. આખું અંગ કળતું હતું. હાથ પગ સતત ધ્રુજતા હતા. કઈ ખાવા પીવાની ત્રેવડ બચી ન હતી. તમે બધા છોકરાવ મને પાછો આવેલ જોઈને ખૂબ રાજી થયા. પણ મારા મનમાં સતત અજંપો હતો. મેં તમારી માંને એકાંતમાં બોલાવી અને વાત કરી. આખી વાત સાંભળ્યા પછી એણે મને કહ્યું 'શાંતિથી સુઈ જાવ, કાલે વિચારશું.'મારે બસ શનિથી સૂવું હતું. પણ એ પહેલા મારે એક અગત્યનું કામ પૂરું કરવાનું હતું.’

xxx 

આઠેક મહિનાનો સમય વીત્યા પછી ફરી એક વાર ઈન્દોરથી એક ખેપિયો સંદેશો લઈને આવ્યો. આ આઠ - નવ મહિનામાં મારી ઉંમર જાણે 18-20 વર્ષ વધી ગઈ હતી. મારા અંગ પર મારો કાબૂ રહેતો ન હતો. આખું શરીર સતત કાપતું રહેતું હતું. ઘોડે સવારી મંદ એકાદ ઘડી કરી શકતો હતો. ખેપિયો મહેમાનની ઓસરીમાં ઉતર્યો. એને જમવાનું પહોંચાડી આરામ કરાવ્યો પછી એ મારી પાસે આવ્યો. 

"મહાવીર રાવ, દાદી સાહેબ નો સંદેશો લઇને આવ્યો છું."

"બોલો, શું હુકમ છે હવે દાદી સાહેબનો?" મેં કંઈક રુક્ષસ્વરે પૂછ્યું.

"દાદી સાહેબે કહેવડાવ્યું છે કે જે કંઈ બની ગયું. એ બનવું જોઈતું ન હતું. તમે તો અમારું કુટુંબ છોવ. મલ્હારતો બાળક છે. અને માં સાહેબેય તે દિવસે તમને આકરા વેણ કહી દીધા એના વાક્યો ને મનમાં ન લાવો, કેમ કે એમને મલ્હારરાવની ચિંતા હતી. રાજ ચલાવવું સહેલું નથી હોતું. એ તમારા જેવા અનુભવી સમજી શકે છે. હવે ગઈ ગુજરી ભૂલી જાવ અને ઇન્દોર ફરીથી પધારો. મલ્હારરાવ બહુ બીમાર છે. તમારા જેવા અનુભવી વડીલની સલાહ ની એમને જરૂર છે."

"બીજું કઈ કહ્યું છે એમણે" 

"ના મહાવીર રાવ બસ આટલો જ સંદેશો હતો" કહીને એ અટક્યો પછી કહ્યું" હવે હું જે કહ છું એ આપણા અંગત સંબંધો કહું છું. મહાવીર, રાજથી રૂઠીને કઈ ફાયદો નહિ થાય. બને એટલું વહેલું સમાધાન કરી લે, આમેય મલ્હાર રાવ કઈ લાંબુ જીવે એમ નથી એને કંઈક લા-ઈલાજ બીમારી થઇ છે. ઇન્દોર માં એના વારસદાર માટે ગોતણ ચાલી રહી છે."

"તારો આભાર, પણ મને હવે કોઈ વાતમાં રસ નથી રહ્યો, મારી એક 17 વર્ષની અને એક 15 વર્ષની એમ બે બે જુવાન દીકરીના મારા હાથે જ ગળા કાપ્યા પછી, હવે ના આ હાથથી તલવાર ઉપડે છે કે ના તો ઘોડાની લગામ પકડી શકાય છે."

"એટલે આખા ઇન્દોરમાં જેની ચર્ચા ચાલે છે એ ખરી વાત છે?"

"ઇન્દોરમાં શું વાત ચાલે છે એ મને ખબર નથી પણ હા મારી દીકરીઓને એ વાસના ભૂખ્યારાક્ષસને ધરવાને બદલે એના ગળા મારા હાથેથી જ ઉતારી લેવાનું મને વધુ યોગ્ય લાગ્યું હતું. હવે જેવો હું ઘોડાની લગામ પકડું કે તલવાર ને હાથ અડાડું કે તરત મને એ બંનેની મોટી મોટી વિસ્ફારિત આખો દેખાય છે. જેમાં પોતાનો જીવ બક્ષી દેવાની આજીજી લખાયેલ છે, પણ એમની આબરૂ લૂંટાયા પછી એ આત્મહત્યા કરત , એના કરતા મારા જ હાથે એનું મોત આવે એ મને વધારે યોગ્ય લાગ્યું. હવેતું આરામ કર કાલે બપોર કરીને પછી નીકળજે. અને દાદી સાહેબને મારો સંદેશો દેજો કે, મહાવીર રાવની તબિયત એવી નથી કે એ જીવતે જીવ ઇન્દોર પહોંચી શકે, મેં બની એટલી રાજની સેવા કરી છે, હવે મને સુખેથી મરવા દેશે તો એમનો મારા પર આજન્મ ઉપકાર રહેશે."   

xxx 

ચારેક મહિના પછી ઈન્દોરથી આવતા હલકારા દ્વારા ખબર મળ્યા કે મલ્હાર રાવ ત્રીજાનું કૈક લા-ઈલાજ બીમારીના કારણે, માત્ર 25 વર્ષની વયે અવસાન થયું છે. જાહેર ચર્ચા તો લોકો કરતા ન હતા પણ ખાનગીમાં એવી ખબર હતી કે, અનેક સ્ત્રી -યુવતી નાની છોકરી સાથે અત્યાધિક શારીરિક સંબંધ થી એમને કંઈક સંક્રમણ લાગ્યું હતું ઉપરાંત નશીલા પદાર્થોનું અધિક સેવન પણ એમના આ અલ્પ આયુમાં મૃત્યુનું કારણ બન્યું હતું. અને એના ઉત્તરાધિકારી બનવા માટે ઘમાસાણ ચાલુ છે. જેમાં એક પક્ષે દાદી સાહેબ હતા, તો બીજા પક્ષે માં સાહેબ. અને આખા રાજ્ય પર અંગ્રેજોનો ભરડો વધતો જતો હતો.  

xxx 

"જીતુભા ક્યાં છો?" ગિરધારીએ ઉદયપુર પહોંચી ને ફોન કર્યો.

"ઉદયપુરથી 18-20 કિલોમીટર દૂર લોંશીંગ તળાવ છે ત્યાં છું. તું ક્યાં છે."

"હમણાં ઉદયપુર પહોંચ્યો. તમે જેની સાથે ગયા હતા એ લોકો કોણ છે? મને તો એ બહુ ખતરનાક લોકો લાગે છે." 

"ડર લાગે છે ગિરધારી? તો પાછો મથુરા ભેગો થઇ જા." જીતુભા એ કંઈક વ્યંગ માં કહ્યું.

"ડરવા જેવી જ વાત છે. જીતુભ, તમે જેની સાથે કારમાં ગયા એનો જોડીદાર ઉદયપુર બાજુ આવતો હતો, એને મારી નજર સામે જ એક ટ્રક વાળાએ જાણી બુઝીને કચડી નાખ્યો."

"હા એ મરી ગયો એ મને ખબર છે પણ, તું એમ ઉદયપુરમાં રસ્તાની વચ્ચે ઊભીને વાત ના કર. એ લોકોની પહોંચ બહુ છે. ઉદયપુરના મોટા માથાઓ એમાં સંડોવાયેલા છે." 

"હું હમણાં જ આપણી કંપનીની ઓફિસે પહોંચ્યો છું. અને આપણા ગેસ્ટહાઉસમાં મને ફાળવેલી રૂમમાંથી બોલું છું. તમે કહેતા હો તો તમને લેવા આવી જાઉં. મારે એ તમે જેની સાથે ગયા હતા એના જોડીદારનો એક સંદેશો તમને આપવાનો છે. જે એણે મરતા પહેલા મને કહ્યો હતો."

"એટલે એણે મારા માટે એક સંદેશો આપ્યો છે સાચે જ?"

"હા, અને એનો ફોન પણ, એણે કહ્યું કે જીતુભાને આ ફોન આપી દેજે, અને કહેજે કે એ જેની સાથે ગયો છે એનું કામ કોઈ પણ સંજોગોમાં ન કરે."

"તું ગેસ્ટ હાઉસમાં જ રહેજે, અને આ ફોન વિશે કોઈ સાથે કઈ વાત ન કરજે. હું એકાદ કલાકમાં ત્યાં આવી પહોંચીશ" કહીને જીતુભા એ ફોન કટ કર્યો. 

xxx  

"પૂજા બેટી શું વિચારમાં પડી ગઈ છે?" સુમતિ ચૌહાણ પૂજા ને પૂછી રહ્યા હતા.

"કઈ નહિ આંટી એમ જ"

"દીકરી મનમાં જે મુંઝવણ હોય એ માં ને કહીયે તો ખુબ જ રાહત મળે છે. એવું સાંભળ્યું છે. ભલે હું તારી માં નથી પણ તારો જન્મ મારા જ હાથમાં થયો છે. મનોમન હું તને મારી પુત્રવધુ જ મનુ છું વિક્રમ ગમે એટલા ઉધામા કરે પણ, મારુ મન કહે છે કે તારા લગ્ન વિક્રમ સાથે જ થશે. એ જે દિવસે તારા સિવાય બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન કરશે એ દિવસે હું એનું ઘર છોડી દઈશ અને ..."

અને શું આંટી"

"અને જો તું હા પાડીશ તો તારી સાથે રહીશ. તારા પર બોજ નહિ બનું એટલું સેવિંગ છે મારી પાસે."

"આંટી પૈસા ની વાત જ ક્યાં છે. અને વિક્રમને ગમે છે એ સોનલ પણ સારી છોકરી છે. રૂપાળી છે, એજ્યુકેટેડ છે. હા પૈસા પાત્ર નથી"

"પૈસાને શું બટકા ભરવા છે? હા એને મેં જોઈ છે. રૂપાળી ગુણિયલ ઠરેલી એજ્યુકેટેડ બધું બરાબર પણ મારી નજરમાં વર્ષોથી પુત્રવધુ તરીકે તું જ છો. એ સ્થાન કોઈ નહિ લઈ શકે. "

"મેય આંટી.પંદર વર્ષની ઉંમરે મા-બાપ ગુમાવ્યા પછી મારા જ પૈસા માટે મારા સગાઓને લડતા જોયા છે. એ કોઈને મારા ભવિષ્યની કઈ ફિકર ન હતી, એમને માત્ર મારી સંપત્તિમાં જ રસ હતો. મારી બધી કંપની વેચાઈ ગઈ હોત. તમારો અને અંકલનો મને જો સાથ ન મળ્યો હોત તો હું આત્મવિશ્વાસ ગુમાવી ને આ દુનિયામાં ક્યાંય ખોવાઈ ગઈ હોત."

"તો બેટા મને કહે તારા મનમાં શું મૂંઝવણ છે?"

"કઈ નહિ એક કંપનીમાં નાનકડો પ્રોબ્લેમ થયો છે. ત્યાંના મેનેજરે મને ત્યાં રૂબરૂ આવવા કહ્યું છે અને વિક્રમ ની ઈચ્છા છે કે હું તમારી સંભાળ રાખવા તમારી સાથે જ રહું." 

 "મને લાગે છે કે તારે બ્રેકની જરૂર છે."

"આંટી હું 2 મહિનાથી બ્રેક પર જ છું." સહેજ હસતા પૂજાએ કહ્યું.

"હું તને મારા સંગાથ માંથી બ્રેક ની વાત કરું છું. પગલી, જય આવ તારે જ્યાં જવાનું હોય ત્યાં. પણ એટલું યાદ રાખજે કે ચૌહાણ હાઉસ માં તારો રૂમ તારો ઇન્તજાર કરે છે.

xxx  

ઉદયપુર પહોંચીને પછી જીતુભા અનોપચંદ ની કંપની ના ગેસ્ટ હાઉસમાં ફ્રેશ થયો. થોડો નાસ્તો કરીને પછી એને પહેલો ફોન ગુલાબચંદ ગુપ્તા ને લગાવ્યો. નાઝ ની વાત સાંભળીને ઉતેજીત થયેલ ગુલાબચંદે તરત જ કહ્યું હું હમણાં જ શ્રી નાથદ્વારા આવવા નીકળું છું. જીતુભા એ એને સૂચના આપી કે  ચતુરને સાથે  રાખજો. પછી ભીમસિંહ ને ફોન કરીને કહ્યું કે તું ઉદયપુરમાં કે શ્રી નાથદ્વારામાં મને મળ.  પછી પૃથ્વી ને કોલ લગાવ્યો. પણ એનો ફોન સ્વીચ ઓફ હતો (પૃથ્વી એ વખતે ફ્લાઈટમાં દુબઇ થી દિલ્હી આવી રહ્યો હતો.)

જે વખતે જીતુભા ગુલાબચંદ સાથે વાત કરીને પૃથ્વીને કોલ લગાવી રહ્યો હતો એ વખતે ઉદયપુર શહેરની 10-12 કિમિ દૂર ઉદયપુરના જ સીમાડામાં મંગળ સિંહ હાજી ઘરે આવ્યો ન હોવાથી એની પત્ની ચિંતિત હતી અને પોતાના સસરા અને દિયરને તપાસ કરવાનું કહી રહી હતી. તો એના ઘરથી 100 ડગલાં દૂર એના કાકા ના ઘરમાં કાકાનો દીકરો લખન લમણે હાથ દઈને બેઠો હતો. ઇન્દોર  રાજ્યના અત્યંત વફાદાર ભાયાત કુટુંબીના આ દીકરાએ આજે ઈંદોરના રજવાડા ના વારસદાર એવા શંકર રાવ માટે પોતાના કઝીન ભાઈ મંગળ સિંહ નું બલિદાન આપ્યું હતું. અરે એનું ખૂન પોતાની દોરવણીથી કરાવ્યું હતું અને જેના માટે એ કહું કરાવ્યું એ હલકટ એને જ એની નજર સામે બહેન અને દીકરીને બે ઈજ્જત કરશે એવી ધમકી પણ આપી હતી. લખન વારંવાર એ ટેલિફોનિક વાત યાદ કરીને માથું ધુણાવતો હતો. એના મનના એક ખૂણે થતું હતું કે બસ બહુ થયું ઇનફ ઇઝ ઇનફ.તો એજ વખતે અજ્વાળીયા ગામમાં આવેલ 'દેશ નું દૂધ' ડેરીમાં 60 ની આસપાસ પહોંચેલ શુક્લાજી પૂજા એકાદ દિવસમાં આવશે કે નહિ એ ચિંતામાં હતો. કેમ કે એમને ત્યાં રોજ દૂધ પહોંચાડનારા માલધારીઓએ કહ્યું હતું કે પૂજા શેઠાણી આવશે તો જ અમે દૂધ સપ્લાય કરીશું. તો એ જ વખતે ફ્લાઈટમાં પૃથ્વી ઉંઘી ગયો હતો. સુરેન્દ્ર સિંહ શયન ના દર્શન કર્યા પછી માર્કેટમાં આટો મારવા નીકળ્યા હતા. માર્કેટમાં ફરતા ફરતા ઇમુ ધ્યાન એક રાજસ્થાની એથનિક ડ્રેસ શોપ પર પડ્યું એમાં એક એકથી ચડિયાતા ડ્રેસ મટીરીયલ હતા. એમણે સોનલ અને મોહિની માટે એ ડ્રેસ ખરીદવાનું નક્કી કર્યું. અને દુકાનમાં પ્રવેશ્યા તો એજ વખતે અનોપચંદ ટ્રસ્ટની હોસ્પિટલ ના બેઝમેન્ટમાં સોનલ મોહિનીનો પીછો કરનારા લોકો ની બિભસ્ત લાશો પડી હતી, અને એને ઠેકાણે પાડવાની તજવીજ ચાલી રહી હતી. એ બધા પર ભયંકર ટોર્ચર કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ એની બાકાયદા વિડીઓગ્રાફી પણ ચોક્કસ ઉદ્દેશ માટે કરવામાં આવી હતી. એ જ વખતે અમેરિકા માં નીતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા રજાઓ ભોગવી રહેલા નિનાદને કોઈનો ફોન આવ્યો હતો. તો અનોપચંદ મોહનલાલને સૂચનાઓ આપીને એક સોશિયલ મિટિંગ માટે રવાના થયો હતો. એ વખતે મુંબઈ ના વિલેપાર્લે માં આવેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉભેલી મુંબઈ- ઉદયપુરની ફ્લાઈટમાં પેસેન્જર ગોઠવાઈ રહ્યા હતા. એમાં 3 વ્યક્તિ ખાસ હતા. જીતુભા ની માં, જ્યાં બા, સોનલ અને મોહિની.

ક્રમશ:  

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.