૧. પસંદ
આજે ફરીથી ત્રીશા ના પપ્પાએ ત્રીશા ને લગ્ન કરી લેવા માટે સમજાવી રહ્યા પણ ત્રીશા ટસ થી મસ ના થઈ
છેવટે ત્રીશા ના પપ્પાએ ત્રીશા ને પુછી જ લીઘું કે શું તેને કોઈ પસંદ છે ?
ત્રીશા કાઈ પણ પ્રત્યુતર આપ્યા વગર જતાં જતાં વીચારી રહી કે પોતાને જે પસંદ છે તેને તો પોતાના નામ થી પણ નફરત છે .
૨. પ્રેમ એટલે ???
એના એક વિચાર માત્ર થી હૃદય એક ધબકારો ચુકી જાઇ એનું નામ પ્રેમ.
૩ . ઇન્કાર કે ઈકરાર
જિદ્દી તો આજ પણ એવી જ છું અને આજે પણ તું મારા હૃદયમાં છે તારા થી પ્રેમ છે એટલે જ રાહ કાલે પણ જોતી હતી હતી ,રાહ તો તારી આજ પણ જોવું છું અને આગળ પણ તારી રાહ જોઇશ .
ઈશ્વર તો પરીક્ષા લેઇ જ છે મારા પ્રેમ અને ધૈર્ય ની પણ હવે તો મારે પણ જોવું છે કે તારો ઇન્કાર પ્રબળ છે કે મારો ઈકરાર .
૪ .ભુતકાળ
ડો. ત્રીશા ની ઑફિસમાં નવા કેસ ની તપાસ માટે ની ફાઈલ આવી . ફાઈલ ખોલીને કાગળો ઉથલાવતા એક કાગળ પર નામ અને ફોટો જોઈ એમનુ હદય એક ધબકારો ચુકી ગયું
તપાસફાઈલ મા ના એ ફોટા ને જોઈને ભુતકાળમાં થયેલા અપમાન ની ઘટના યાદ આવી જતા એ ફોટા માં રહેલા ચહેરાની સામે જોતા જોતા એમણે હસીને વ્યંગ મા કહ્યું “ તારી પાસે આવવાનું તો દૂર , હુ આ તારો ચેહરો પણ ક્યારેય નહી જોય એટલી હદે નફરત છે તારાથી મને ત્રિશા "
૫. તસવીર
ત્રિશા ફોન ની ગેલેરી માં તેની બધી ફોટો હટાવીને બેઠી . થોડી વારે રહીને જૂની સ્મૃતિ નઝર સામે આવી જતા વિચારી રહી કે .... ફોન ની ગેલેરી માંથી તો બધી તસવીર હટાવી દીધી પણ એ તસવીર કેમ કરીને હટાવું કે જે આ ...
૬. અંત
ત્રિશા આજે બહુ અકળાઇ ગયેલી લાગતી હતી તેને ક્યાંય ચેન પડતો નહોતો તે અરીસા માં પોતાને જોઈ પોતે મન માં જૂની યાદો વાગોળતા વિચારી રહી કે ...
આજ પોતાની જાત ને જોતા વિચારું છું કે તને પામવાની ઘેલછામાં મેં કેટલું બધું ગુમાવી દીધું . હું પોતાની જાત જ ગુમાવી બેઠી પણ તું ના મળ્યો શાયદ તું મારી કિસ્મત માં નઇ હોઈશ .
પ્રેમ ના કિસ્સા નો અંત થયો છે ઝીંદગી નો નઇ . ઝીંદગી હજુ લાંબી છે એમ વિચારીને પોતાના મન ને મક્કમ કરી રહ્યા .
૭ .અમદાવાદ
આમ તો આ શહેર પસંદ નથી મને કારણ કે આ શહેર હંમેશા મને તારી યાદ અપાવે છે અને ફરીથી એક આશ આપે છે કે શાયાદ તુ મને હા પાડી અને મારો બની જઈશ પણ આ તો શકય જ નથી કરણ કે તને તો મારા નામ થી પણ નફરત છે
૮. પ્રાણ
તારા વગર ની હું એટલે પ્રાણ વગર નું મડદું .
૯ . ઢીંગલી
વિહા પોતાના નાના ભૂપેનભાઈ અને અજાય બેન પાસે આવી તેમને એક ચમકદાર કાગળ માં વિટાયેલ બોક્સ આપી ભેટી પડી . વિહાં ના નાના અને નાની એ બોક્સ ખોલી ને તેમાં જોયું તો તેમાં એક દુલ્હન ના વેશ માં સજ્જ ઢીંગલી હતી તે ઢીંગલી પર ત્રિશા નામ લખેલ હતું .
નાની વીહા એ કહ્યું નાના અને નાની માં આ ઢીંગલી તો મોટી થઈ ગઈ નઈ ! ઢીંગલી જોતા જોતા ભૂપેન ભાઈ અને અજાયબેન ની નજર સામે રસોડા માં રસોઈ બનાવતી પોતાની દીકરી ત્રિશા પર ગઈ
“ હાં બેટા મારી ઢીંગલી સાચે જ મોટી થઈ ગઈ “ .
૧૦ . અર્થ
તારો મારી જિંદગી માં એટલો જ અર્થ કે તારા થકી જ હુ સમર્થ બાકી તારા વિના ની હુ સાવ વ્યર્થ .