આજ કાલ ની દુનિયા માં મારા આજુ બાજુ માં લોકો ને જોતા ક્યારેક ક્યારેક મારો પ્રેમ શબ્દ પરથી ભરોસો ઉઠી જાય છે .
આજ કાલ ની જનરેશન ક્યાં જઈને ઉભી રહી છે સમજમાં નથી આવતું .
પ્રેમ ના નામે Hook Up કલ્ચર , વન નાઇટ સ્ટેન્ડ , Situationship અને ઘણું બધું .......
ક્યારેક ક્યારેક લાગે છે કે માણસો ના હૈયા માંથી પ્રેમ તો ચાલ્યો જ ગયો છે પણ ઘણા ખરા પુરુષો ને જોતા એમ લાગે છે કે આમના અંદર થી ચારિત્ર્ય નો પણ નાશ થયો છે .
હવે ઘણા ખરા લોકો ખાસ કરીને પુરુષો એવું કહેશે કે તમે તો પુરૂષ વિરોધી માનસિકતા ધરાવો છો જે આવું બોલો છો બાકી ઘણી ખરી સ્ત્રીઓ પણ આવી હોય છે .
તો જુવો પુરુષ વર્ગ થી મને કોઈ અંગત દુશ્મની કે ના તો કોઈ પણ પ્રકાર નો મારો એમના માટે નો વિરોધ છે કેમ કે મને આ દુનિયા માં લાવવામાં એક પુરુષ નો પણ ફાળો છે .
તો પછી મે કેમ આ વાત પુરુષો ને સંબોધી ને કહી ? હવે આ જ પ્રશ્ન થશે તમને ...
તો મારા મતનુસાર ઘણી ખરી સ્ત્રીઓ પણ Hook Up કલ્ચર , વન નાઇટ સ્ટેન્ડ , Situationship જેવા કોન્સેપ્ટ માં નો ભાગ હોઈ શકે છે .
પણ તેમને આવો કોન્સેપ્ટ થી પરિચય કરાવ્યો કોણે !!!!
ઘણા ખરા ચારિત્ર્ય ના ખરાબ પુરુષોએ ...
હવે તમે એમ કહેશો કે એ તો સ્ત્રિઓ પર પણ હોઈ ને કે એમને ક્યાં જવું શું કરવું એની તકેદારી રાખવી .....
તો તમારી એ વાત બરાબર .....
પણ આવી બધી વસ્તુઓ ની શરૂઆત સ્ત્રીઓ ની ટીનેજ અવસ્થા માંથી થાય છે
ટિનેજ અવસ્થા એટલે બાળપણ અને મેચ્યોરિટી ની વચ્ચે નો સમયગાળો .....
ટીનેજર છોકરીઓ છે તેમનું મન એકદમ ભીની માટી જેવું હોય છે તેને જેમ વાળો એમ વળે . તમે તેમાં જેમ ઘાટ આપવા માંગો તેમ આપી શકો .
આ બધી વસ્તુઓ નાની ટીનેજર છોકરીઓ ને પોતાના ઘર માંથી નથી શીખવા મળતી પણ જ્યારે તે બહાર જાય કોઈ અભ્યાસ અર્થે કે કોઈ પણ બીજા કારણોસર ત્યારે આવા પુરુષો તેમને ભરમાવી અને આવા બધા વસ્તુ ની આદિ બનાવે છે .
હવે તમે એમ કહેશો કે આમ કોઈ પુરૂષ કોઈને પણ કઈ રીતે ભરમાવી શકે ....
તો મારો જવાબ છે કે હા , આવા અમુક પુરુષો કોઈ ટીનેજ છોકરીઓ ને તો શું પણ કોઈ સ્ત્રી ને પણ ભરમાવી શકે છે ફકત એક જ અસ્ત્ર થી , જે અસ્ત્ર થી કોઈ પણ સ્ત્રી ને ભરમાવી શકાઈ છે ....
હવે સવાલ એ આવશે કે એ અસ્ત્ર ક્યું છે ??
તો એ અસ્ત્ર નું નામ છે “ પ્રેમ ”
કોઈ પણ સ્ત્રી કે છોકરી હોય તેને આ પ્રેમ થી હરાવી શકાય છે .
એની પાછળ નું કારણ એ છે કે ........
કારણ કે સ્ત્રિઓ નું મન ચંચળ હોય છે .તેમને ઘર તરફ થી પૂરો પ્રેમ મળતો હોય છે અને ઘણા ખરા ને ઘર તરફ થી પ્રેમ ના પણ મળે તો પણ એક ઉંમર પછી તેમને એક પ્રકાર નો પ્રેમ જોતો હોય છે . તેમને બીજા પુરૂષ નો સાથ અને સંગાથ જોતો હોય છે જે સાવ સમાન્ય છે .
કોઈ પુરૂષ તરફ આકર્ષાવું એ ઉંમરમાં સાવ સામાન્ય બાબત છે પણ સ્ત્રિઓ ની આ જ કમજોરી નો ફાયદો ઘણા ખરા ચારિત્ર્યહીન પુરુષો ઉઠાવે છે .
તેઓ આવી ટીનેજ છોકરીઓ ને પોતાના ખોટા પ્રેમજાળ માં ફસાવી ને પોતાનો અંગત સ્વાર્થ કાઢતા હોય છે ઘણી વાર આ અંગત સ્વાર્થ શરીર નો પણ હોઈ અને પૈસા નો પણ .. અને જ્યારે આવા પુરુષોનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે તે આ છોકરીઓ ને તરછોડી દે છે અને ટીનેજ અવસ્થામાં આવું થવાથી ઘણી ખરી સારી છોકરીઓ નું બાળપણ વિખાય જાય છે અને તે ખરાબ માર્ગે ચાલી જાય છે .
ફકત છોકરીઓ સાથે નહિ પણ ઘણી ખરી સ્ત્રીઓ સાથે પણ આવું થાય છે પોતાને ઘર ના માણસ એટલે કે પતિ થી પ્રેમ ના મળે ત્યારે તે છેલ્લે થાકી હારી જાય છે ત્યારે આવા જ પુરુષો તેનો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા .
હવે એ પ્રશ્ન આવશે કે પતિ હોવા છતાં પણ આવું ના કરાય અને બધુ કેટલી હદ સુધી સાચું ? .....
આ વાત માં તો હુ પોતે પણ માનું છું કે લગ્ન પછી આવી બધી વસ્તુઓ માં પડવું ખોટું છે પણ સવાલ એ પણ આવે કે એ સ્ત્રીને જો ઘરમા જ પોતાના પતિ થી પૂરતો પ્રેમ અને હૂંફ મળી રહે તો તે સ્ત્રીને આવું પગલુ ભરવાની જરૂર રહે ખરી .... ?
આવી બાબતો માં ખાલી સ્ત્રીઓ ને દોષી કરાર દેનાર પુરુષો માટે એક જ સચોટ સવાલ કે દોષી ફકત સ્ત્રી કેમ ? સામેવાળો પુરુષ કેમ નહિ ...? અને સૌથી મોટા દોષ ના ભાગીદાર તમે પોતે કેમ નહિ કે તમારા હોવા છતાં તમારી પરિણીતા ને આવું પગલું ભરવું પડે ?
સપ્તપદીના સાત વચનો માં આ બધા વચનો પણ હોઇ છે જેમાં તમે તેની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી લ્યો છો અને તેને સમય અને સાથ આપવાનું પણ વચન લ્યો છો . આ બધા થવા પાછળ નું એક કારણ તમે પણ હોય શકો છો .
આ એક પુરુષવર્ગ માટે સચોટ સવાલ અને વિચારવિમર્શ નો વિષય છે .
સ્ત્રીઓ થી જ આગળ ની પેઢી વધે છે અને સ્ત્રીઓ જ સમાજ નું મુખ્ય પરિબળ છે પણ ફકત એકલી સ્ત્રીઓ થી જ સમાજ ની રચના નથી થતી પણ એક પુરુષ અને સ્ત્રી બને થી આ સમાજ બને છે .
તો શું સ્ત્રીઓ ને જ દોષ આપવો એ યથાયોગ્ય છે આવી બાબત માં પુરુષો પણ જવાબદાર હોય છે .
કઈ રીતે ....?
ટીનેજર છોકરીઓ આવી બધી બાબતો માં ફસાય ત્યારે શું તેના આજુ બાજુ ના કોઈ પણ પુરુષ ને શું આની જાણ નહિ હોઈ ? કોઈ એક પુરુષ ને પણ નહિ !!
હશે જ પણ તેઓ આ બધું જાણવા છતાં પણ મૌન સાધી ને બીજા પુરુષનો સાથ દે છે કે આપણે શું ભાઈ , આપણી ક્યાં પોતાની સગી બહેન છે તે આપણે વિચારીએ .......
પણ એ પુરુષોએ ભૂલી જાય છે કે બીજી બાજુ તેમની જ બહેન કે ઘરની દીકરીઓ સાથે આવું થતું હોય છે પણ તેમને આની જાણ હોતી નથી . તેમના મન તો એમ જ કે અમારા ઘરમાં આવું ના થાય કે અમારી બહેન દીકરી આવું ન કરે પણ મોટાભાગે થતું બધે જ હોય છે .
આ તો વાત થઈ ટીનેજ છોકરીઓની હવે વાત આવે સ્ત્રીઓની તો સ્ત્રીઓને આવા ખોટા પ્રેમજાલમાં ફસાવવા વાળા પણ પુરુષો જ હોય છે શું તેમના વિશે કોઈ પણ આજુબાજુના બીજા પુરુષોને જાણ ન હોય ?? શું તેમને એવું ના લાગવું જોઈએ કે આવા પુરુષો આપણા ઘર ની બેન દીકરીઓે વહુઓ અને સમાજ માટે ખતરારૂપી છે !
અને એવું લાગે તો આવા વ્યક્તિઓ વિરૂદ્ધ કેમ કઈ પણ થતું નથી . સમાજમાં એક સામાન્ય પ્રેમલગ્ન થતાં હોબાળો થઈ જાય અને તેમને નાતબાર કરવામાં સમાજના પુરુષો નથી વિચારતા તો આવા કોઈપણ પરિસ્થિતિમાં કેમ મૌન સાધીને બેઠી જાય છે .
પુરુષોના આવા જ મૌનનો ફાયદો બીજા ચારિત્ર્યહિન પુરુષો ઉઠાવે છે જેનું ખરાબ પરિણામ પણ પુરુષો ને જ ભોગવવું પડે છે .
પુરુષોને સંબોધવાનું મારો ફકત એટલો જ ઉદ્દેશ્ય છે કે પુરૂષો પણ સમાજ નો ભાગ છે અને બહુ મજબૂત ભાગ છે .
જેમ સ્ત્રીઓની ઘરે રહીને જવાબદારી હોય પોતાના ઘર ને સંભાળવાની તો પુરુષોની પણ બહાર રહીને જવાબદારી હોય કે આવી કોઈ બાહ્ય વસ્તુઓની ખરાબ અસર પોતાના પરિવારની સ્ત્રીઓ પર ના પડે તેની તકેદારી રાખવાની .
સ્ત્રીઓ મનથી ચંચળ અને લાગણીશીલ હોય જ્યારે પુરુષો મનથી મજબૂત હોય . સ્ત્રી અને પુરુષ એકબીજા ના પરિભાષી છે અને ભગવાને પુરુષને આવી મજબૂતી સાથે સાથે સ્ત્રીઓની જવાબદારી પણ આપી છે જેનું તેણે પાલન કરવું જોઈએ .
પોતાના બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી ફકત માતાની જ નથી તે એક પિતા અને પતિ તરીકે પુરુષોની પણ મુખ્ય જવાબદારી હોય કે પોતાની પત્ની અને પોતાની દીકરી હોય તો તેને સારું વાતવરણ આપે જ્યા તે ખુલીને નિઃસંકોચ પોતાના મનની વાત કહી શકે જેથી તે ભવિષ્યમાં આવા પુરુષોના ખોટા જાલમાં ના ફસાઈ .
પોતાના ઘરે જો બાળકમાં દીકરો હોય તો પિતાનીએ જવાબદારી બને છે કે પોતાના દીકરાના મિત્રવર્તુળ ની જાણ રાખે કે તે કોઈ ખરાબ સંગતિ માં તો નથી ને અને સમયે સમયે સમજાવે કે શું સાચું છે અને શું ખોટું છે . સ્ત્રીઓ સાથે વર્તવાનો અને તેમની મર્યાદા કેમ સાચવવી તેની સમજણ આપવાની જવાબદારી પિતાની છે કેમકે આગળ જતા આ દીકરો જ સમાજમાં આગળની પેઢી નું સર્જન કરશે અને જો અત્યારથી તેમને સમજણ નહિ આપવામાં આવશે તો અત્યારે તો આ હાલ છે આ જનરેશનના આગળતો હવે તમે પોતે વિચારી શકો ..
“ તમને ના ખબર પડે અમાંરી નવી જનરેશન ની અને જનરેશન ગેપ ને ” આવી કોઈ વધારા ની ટીકા ટિપ્પણી કરવી નહિ .
કેમ કે હુ પોતે પણ આ જ જનરેશનમાંથી આવું છું પણ મને સ્વતંત્રતા અને ચારિત્ર્યહીનતાના વચ્ચેનો ભેદ ખબર પડે છે .
હુ કોઈ પુરૂષવિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિ નથી કેમકે મને બધી સમજણ આપનાર અને મારા માં સંસ્કારો નું સિંચન કરનાર મારા પપ્પા પણ એક પુરુષ જ છે જેમના થકી હુ આ મુકામ પર છું .
મે અહી એવી સ્ત્રીઓની વાત કરી છે જે ચારિત્ર્યવાન હોઈ અને તેમની સાથે આવી દુઃખદ ઘટનાઓ થાય છે બાકી ચારિત્ર્યહીન સ્ત્રીઓ જે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના ચારિત્ર્ય નું હનન કરે છે તેવી સ્ત્રીઓ ની તરફેણમાં હુ ક્યારેય નથી .
~ RUPAL JADAV