College campus bhag-126 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 126

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 126

દેવાંશને ખબર જ નથી કે તેણે રાત્રે મને ફોન કરીને બોલાવી હતી... તો પછી શું તે નશામાં ધૂત હતો...??પરંતુ તેણે ડ્રીંક કર્યું હોય તેમ તો લાગતું નહોતું તો પછી તે બીજો કોઈ નશો કરે છે..?? ડ્રગ્સ કે હેરોઈન..?? ઑહ નો.."કવિશાને જરા ચક્કર આવી ગયા...શું કરવું તેની કંઈજ સમજમાં ન આવ્યું...પોતાની આસપાસ બધું જ ગોળ ગોળ ઘૂમી રહ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો...તેણે પોતાના બંને હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું અને જરા સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી....દેવાંશ તેને ઢંઢોળી રહ્યો હતો, "કવિશા વોટ હેપ્પન?? આર યુ ઓકે?? તને કંઈ થાય છે?? હું ડોક્ટરને બોલાવું??""રામુકાકા તમે જલ્દીથી કવિશા માટે થોડું પાણી લઈ આવો..."રામુકાકા દોડીને પાણી લેવા માટે કીચન તરફ આગળ વધ્યા...દેવાંશ કવિશાને પાછળ પીઠ ઉપર પંપાળી રહ્યો હતો....હવે આગળ..."કામ ડાઉન બેબી કામ ડાઉન..." દેવાંશ કવિશાની બાજુમાં બેસીને તેને પંપાળી રહ્યો હતો અને સાથે સાથે કવિશાને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો...રામૂ કાકા પાણીના ગ્લાસ સાથે હાજર હતા..દેવાંશે પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને કવિશાના પરવાળા જેવા હોઠની નજીક તે લઈ ગયો..કવિશાએ દેવાંશના હાથ ઉપર પોતાના નાજુક પોચા રૂ જેવા હાથ મૂક્યા અને દેવાંશના હાથમાંથી પાણીનો ગ્લાસ પોતાના હાથમાં લીધો અને બધું જ પાણી એકસાથે ગટગટાવી ગઈ..હવે તે થોડી સ્વસ્થ હતી.."એટલે ગઈકાલે રાત્રે તે મને ફોન કરીને અહીંયા તારા ઘરે બોલાવી હતી તે વાત તને યાદ જ નથી કે પછી તું મારી સાથે મજાક કરી રહ્યો છે..?""બેબી, હું કોઈ મજાક નથી કરી રહ્યો.. ખરેખર મને કંઈ જ યાદ નથી.."કવિશાએ રામુકાકાને બહાર જવા માટે કહ્યું..અને તેણે દેવાંશની અંદર ડૂબી ગયેલી આંખોમાં પોતાની સ્નેહભરી આંખો પરોવી અને દેવાંશને પૂછ્યું કે, "તું ડ્રીંક સિવાય બીજો કોઈ નશો પણ કરે છે..?"દેવાંશે કવિશાના બંને હાથ પોતાના બંને હાથ વચ્ચે દબાવી દીધા અને નાના બાળકની માફક તે કવિશાની સામે જોઇને પોતાના અક્ષમ્ય ગુનાની કબૂલાત કરતાં બોલ્યો કે, "કવિશા, તું મને માફ તો કરી દઈશને આઈ એમ સોરી..આઈ એમ રીયલી સોરી પણ હું કોઈ કોઈ વાર ડ્રગ્સ પણ લઉં છું.."ડ્રગ્સની વાત આવતાં જ કવિશા ચોંકી ઉઠી પોતાની જગ્યાએથી સફાળી ઉભી થઇ ગઈ અને દેવાંશ બેઠો હતો ત્યાંથી બે ડગલા પાછળ હટી ગઈ...હવે તેનું દિમાગ અને તેનો હાથ બંને તેની કાબૂ બહાર હતાં...એક પળનો પણ વિચાર કર્યા વગર તેણે દેવાંશને તમતમતો તમાચો તેના ગાલ ઉપર ચોડી દીધો...તે ખૂબજ ગુસ્સામાં હતી...તે હવે અહીંયા આ ડ્રગીસ્ટ માણસ જોડે એક ક્ષણ પણ રોકાવા તૈયાર નહોતી...તે હવે અહીંથી ભાગી છૂટવા ઈચ્છતી હતી...તે દરવાજા તરફ ચાલવા લાગી...દેવાંશે તેને પાછળથી બાવળેથી પકડી અને તેની સામે જમીન ઉપર બેસી ગયો અને પોતાના બે હાથ જોડીને નાના બાળકની માફક તેને આજીજી કરવા લાગ્યો કે, "કવિશા હું આ બધું જ છોડી દેવા ઈચ્છું છું અને તે પણ મારા મોમ અને ડેડ આવે તે પહેલાં તો... તું આમ અહીંયાથી ચાલી ન જઈશ.."અને તે  છૂટ્ટા મોં એ રડી પડ્યો..નાનું બાળક રમકડાંની જીદ કરે ત્યારે રડે તેમ જ...કવિશાને તો શું કરવું એ જ સમજમાં નહોતું આવતું...તેના કદમ અટકી ગયા...તેણે દેવાંશના બંને હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને છાનો કરવાનો પ્રયત્ન કરવા લાગી અને બીજી બાજુ તે વિચારી રહી હતી કે, શું કરું? દેવાંશને આ જ હાલતમાં છોડી દઉં કે પછી તેને સુધારવા માટે સમય અને શક્તિનો બંને બગાડુ..?તેને પોતાની દીદી પરીના શબ્દો યાદ આવ્યા કે, "આપણે કોઈકની મદદ કરીએ તો જ કોઈક આપણી પણ મદદ કરે અને સમય આવે ત્યારે પડખે ઉભો રહે તે જ સાચો મિત્ર..."તે દેવાંશની સામે જમીન ઉપર બેસી ગઈ હતી..તેણે દેવાંશને બાવળેથી પકડીને ઉભો કર્યો અને તેના બેડ ઉપર તેને બેસાડ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, દીદી કહે છે તે સાચી વાત છે. હું કોઈની મદદ કરવામાં પાછી કેમ પડી રહી છું..?દેવાંશને જો ડોક્ટર પાસે નહીં લઈ જવામાં આવે તો તેની આ બધી આદતો છોડાવવી મુશ્કેલ છે‌.અને તેણે પરીને ફોન લગાવ્યો..."બોલો મેડમ, ભૂલથી ફોન લાગી ગયો કે શું કેમ અત્યારે?""ના ના દીદી તારું એક કામ પડ્યું છે..""હા બોલ ને બેટા.‌.""દીદી, દેવાંશ તો ડ્રગ્સ પણ લે છે અને હવે તેની આ હાલત કાબૂ બહાર જતી દેખાય છે એટલે તેને ડોક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે તેમ મને લાગે છે.""હા તો તું એને અહીં મારા ક્લિનિક ઉપર લઇ આવ આપણે તેને ડોક્ટર નિકેતને જ બતાવી દઈએ અને એમની જ એડ્વાઈસ પ્રમાણે ચાલીએ...""ઓકે દીદી તો હું દેવાંશને લઈને આવું છું.""તું આવે ત્યાં સુધીમાં હું ડોક્ટર નિકેતને આ કેસથી માહિતગાર કરીને રાખું છું.""ઓકે દીદી..."કવિશાએ દેવાંશની સામે જોયું અને તેને પૂછ્યું, "તું ખરેખર આ બધું છોડી દેવા માંગે છે ને..?""હા હા ખરેખર હું હવે આમાંથી છૂટવા માંગુ છું પ્લીઝ મારી મદદ કર કવિશા.." દેવાંશ હજી પણ તેને આજીજી કરી રહ્યો હતો.."પછી ડોક્ટર કહેશે તેમ તારે બધું જ કરવું પડશે..""હા હા હું તૈયાર છું કવિશા..""ઓકે તો ચાલ હવે ઉભો થા અને જલ્દીથી તૈયાર થઈ જા અને આમ જરા માણસ જેવો દેખાય એવો તૈયાર થજે..."દેવાંશ પોતાના વોશરૂમમાં ગયો અને કવિશા આંખો મીંચીને મનોમંથન કરવા લાગી....વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'   દહેગામ   3/2/25