કવિશા દેવાંશનું જમવાનું તેના રૂમમાં લઈ આવી અને પોતાના હાથથી તેને જમાડવા લાગી..દેવાંશની કેટલાય વર્ષોની ભૂખ જાણે આજે તૃપ્ત થઈ રહી હતી.દેવાંશને જમાડીને સુવડાવીને રામુકાકાને તેનું ધ્યાન રાખવાનું કહીને કવિશા ત્યાંથી પોતાના ઘરે પરત ફરી..રસ્તામાં તે વિચારી રહી હતી કે, દેવાંશ ખૂબ ડિપ્રેશનમાં આવી ગયો છે અને જો તેની આ જ પરિસ્થિતિ રહેશે તો તેને સાઈક્રાઈટીસ પાસે લઈ જવો પડશે..અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો...હવે આગળ....ઘરે આવીને કવિશાએ દેવાંશની બધી જ વાત પરીને કહી...પરીના કહેવા પ્રમાણે દેવાંશને એક વખત સાઈક્રાઈટીસને બતાવવાનું જ બહેતર રહેશે.બીજે દિવસે સવારે કવિશા કોલેજ જવા માટે નીકળી ત્યારે ફરીથી કવિશા દેવાંશના ઘરે પહોંચી ગઈ...રામુકાકાએ ઘરનો દરવાજો ખોલ્યો અને કહ્યું કે, "નાના સાહેબ હજી ઉઠ્યા જ નથી." કવિશા દેવાંશના વૈભવી બેડરૂમમાં પ્રવેશી અને જઈને જોયું તો લાઈટ ગ્રે કલરની સાટિનની રજાઈ મોં ઉપર ઓઢીને એ જ રજાઈ પડખામાં લઈને દુન્યવી તમામ જંજાળથી મુક્ત થવા માંગતો હોય તેમ દેવાંશ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો...તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને હોઠ ઉપરની અને ચહેરા ઉપરની લાલાશ ખોવાઈ ગઈ હતી...ઘરરર...ઘરરર..... અવાજ કરતાં પોતાના બુલેટ ઉપર પોતે જે ઈમ્પ્રેસન પાડીને કોલેજમાં છવાઈ જતો હતો તે દેવાંશને પોતે ક્યાંક પાછળ છોડી દીધો હતો...કોલેજના શરૂઆતના તબક્કામાં કોલેજની તમામ યુવતીઓ તેને મધમાખી જેમ પોતાના મધના પૂડાને વળગેલી રહે તેમ તેને વળગેલી રહેતી હતી અને કેટલીક યુવતીઓ તો તેના વૈભવી લૂક ઉપર કુરબાન હતી...અને વિચારતી હતી કે, આ કરોડપતિ બાપના બેટા જોડે આપણો મેળ પડી જાય તો, હે ઈશ્વર તેનાથી રૂડું બીજું કંઈ જ નહીં...પરંતુ ત્યારે દેવાંશ કોઈને ભાવ પણ આપતો નહોતો...અને વર્તમાન પરિસ્થિતિ કંઈક વિપરીત હતી...જેના વિચાર માત્રથી દેવાંશ ધ્રુજી ઉઠતો હતો...કવિશા તેની બાજુમાં જઈને બેઠી અને તેના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી...કોઈનો મીઠો કોમળ સ્પર્શ અનુભવતાં જ દેવાંશની આંખ ખુલી ગઈ અને પોતાની નજર સમક્ષ કોઈ બહેતરીન ખૂબસુરત છોકરીને જોઇને તે સફાળો બેઠો થઈ ગયો..."અરે, તું અહીંયા.. ક્યારે આવી..? અચાનક આમ... મને ફોન કર્યો હોત તો..?""મને ખબર હતી કે તું હજી નહીં જ ઉઠ્યો હોય એટલે હું જ આવી ગઈ.. તને જગાડવા માટે... તારી ઊંઘમાંથી પણ અને તારી આદતોમાંથી પણ..."દેવાંશ અને કવિશા વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને એટલામાં રામુકાકા દેવાંશના રૂમમાં આવ્યા..."નાના સાહેબ તમારા માટે ચા બનાવી દઉં ને..?""હા, મારા માટે પણ અને આ મેડમ માટે પણ... અને મને આજે તમે ઉઠાડ્યો કેમ નહીં..""નાના સાહેબ હું તમને જોવા માટે રાત્રે અને સવારે પણ બે ત્રણ વખત આવ્યો હતો પરંતુ મને આ દીકરીએ જ ના પાડી હતી કે આજે હું તમને શાંતિથી ઊંઘવા જ દઉં, ઉઠાડુ જ નહીં...""આ દીકરીએ મતલબ...""તમારી બાજુમાં બેઠા છે તે મેડમે..""મતલબ કે રાત્રે તું અહીંયા આવી હતી.."દેવાંશની આંખો પહોળી થઇ ગઈ અને પ્રશ્નાર્થ નજરે તે કવિશાની સમક્ષ જોઈ રહ્યો...કવિશા ચોંકી ઉઠી... તેને થોડી બેચેની પણ લાગી...કે દેવાંશને ખબર જ નથી કે તેણે રાત્રે મને ફોન કરીને બોલાવી હતી... તો પછી શું તે નશામાં ધૂત હતો...??પરંતુ તેણે ડ્રીંક કર્યું હોય તેમ તો લાગતું નહોતું તો પછી તે બીજો કોઈ નશો કરે છે..?? ડ્રગ્સ કે હેરોઈન..?? ઑહ નો.."તેને જરા ચક્કર આવી ગયા...શું કરવું તેની કંઈજ સમજમાં ન આવ્યું...પોતાની આસપાસ બધું જ ગોળ ગોળ ઘૂમી રહ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો...તેણે પોતાના બંને હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું અને જરા સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી....દેવાંશ તેને ઢંઢોળી રહ્યો હતો, "કવિશા વોટ હેપ્પન?? આર યુ ઓકે?? તને કંઈ થાય છે?? હું ડોક્ટરને બોલાવું??""રામુકાકા તમે જલ્દીથી કવિશા માટે થોડું પાણી લઈ આવો..."રામુકાકા દોડીને પાણી લેવા માટે કીચન તરફ આગળ વધ્યા...દેવાંશ કવિશાને પાછળ પીઠ ઉપર પંપાળી રહ્યો હતો કે...પરંતુ કવિશાના હોંશ કોશ જાણે ઉડી ગયા હતા....વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 18/1/25