ભોજન એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે આજના આધુનિક સમયગાળામાં વિજ્ઞાનને કારણે લોકો સહેલાઇથી ઉત્તમ ભોજન પ્રાપ્ત કરી શકે છે આ પહેલા આ વાત એટલી સરળ ન હતી.પહેલા ભોજન લોકોએ જાતે જ બનાવવું પડતું હતું જેના માટે સમય, કુશળતા અને પ્રયાસ જરૂરી હતાં.જો પરિવારમાં કોઇને ભોજન બનાવતા ન આવડે તો તેમને ભૂખમરાનો સામનો કરવો પડતો હતો.ત્યારે સંગ્રહ કરવા માટે કોઇ સાધન નહી હોવાને કારણે વસ્તુઓ પણ સહેલાઇથી સંગ્રહ કરી શકાતી ન હતી.જો કે વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ અને રેફ્રિજરેટરની શોધને કારણે વાત ઘણી સરળ બની ગઇ હતી અને તે શોધ ત્યારની સર્વોત્તમ બની રહી હતી.આ સમયગાળાની જો કોઇ સૌથી ઉત્તમ શોધ હોય તો તે હતી પ્રોસેસ્ડ ફુડ.આ ફુડ બનાવવામાં સરળ છે અને તે કારણે જ બહુ બિઝી રહેતા માતાપિતા માટે પણ તે આશિર્વાદ રૂપ બની રહ્યું હતું.પ્રોસેસ્ડફુડ ફેકટરીમાં બને છે અને તે લાંબો સમય સુધી ચાલે છે.તેને બનાવવા માટે પણ લાંબા સમયની જરૂરત હોતી નથી અને ખાસ વાત એ છે કે તે સસ્તી કિંમતે મળી રહે છે.આથી સાવ ઓછી આવક ધરાવતા લોકો પણ તે સહેલાઇથી ખરીદી શકે છે.આ ફુડ આધુનિક હોવાને કારણે મોટાભાગનાં લોકોને તે ફુડ કોણે બનાવ્યું હતું તે જાણતા હોય છે.કેટલાકની પશ્ચાદભૂમિકા બહુ રસપ્રદ છે.કેટલાકની નિર્માણની કથા બહુ વિચિત્ર પણ છે.
આજે દરેક શહેરમાં એવી દુકાનો અને સ્ટોર ઉપલબ્ધ છે જ્યાં અનેક પ્રકારનાં ચોકલેટ અને કેન્ડી મળે છે.એક સમય એવો હતો જ્યારે મોટાભાગની કેન્ડી સુગરની બનેલી હોતી અને તેને કેન્ડી શોપની કન્ટેનરમાં રાખવામાં આવતી હતી.ત્યારે ગ્રાહકો જાતે બેગ લાવતા અને તેમને જોઇતી વજનની વસ્તુ સાથે લઇ જતા હતા.આ પ્રકારનાં સ્ટોર આજે પણ હયાત છે.જો કે આ વાત ચોકલેટ બારની શોધ પહેલાની વાત છે.આ વાત ત્યારે બદલાઇ જ્યારે જોસેફ ફ્રાયે ૧૮૪૭માં નક્કર કેન્ડીનું નિર્માણ કર્યુ.ત્યારબાદ જહોન કેડબરીએ પણ તે પ્રકારની પ્રોડક્ટનો દાવો કર્યો હતો અને બન્નેએ પોતાની પ્રોડક્ટને બર્મિંગહામમાં ૧૮૪૮માં ટ્રેડફેરમાં રજુ કરી હતી.ત્યારબાદ આ ઉદ્યોગમાં ખાસ્સી સ્પર્ધા જોવા મળી હતી અને તે કારણે જ તેમાં ખાસ્સી નવી શોધો થઇ હતી.પહેલો ઇસ્ટર એગ ૧૮૭૩માં બન્યો હતો તો પહેલું હાર્ટ શેપ વેલેન્ટાઇન ચોકલેટ બોક્સ ૧૮૬૮માં બન્યુ હતું.ચોકલેટ બારનું પહેલીવાર સામુહિક નિર્માણ ફ્રાયે ૧૮૬૬માં કર્યુ હતું.એક સદીનાં ગાળામાં આ કંપનીએ લગભગ બસ્સો પ્રકારની અલગ અલગ ચોકલેટ બારનું નિર્માણ કર્યુ હતું.જો કે ચોકલેટની સમસ્યા એ હતી કે તે ઉંચા તાપમાને પિગળી જાય છે આથી ત્યારે જે રીતે તેને વેચવામાં આવતી હતી અને તેની અવરજવર કરાતી હતી તેમાં ખાસ્સુ પરિવર્તન આવ્યું અને આજે જે આકારમાં તે મળે છે તેનું વેચાણ શરૂ થયું હતું.
ચિકન નજેટ એ પશ્ચિમી જગતમાં સૌથી લોકપ્રિય આહાર છે.પોલેન્ડથી માંડીને અમેરિકા સુધીમાં તે દરેક હાઇવે અને શહેરનાં નજીકનાં સ્ટોર પર આસાનીથી મળી જાય છે.તે સૌથી વધારે આરોગવામાં આવતું અને સુપર માર્કેટમાં પણ મળી રહેનાર ફુડ છે.જો કે ૧૯૮૦ પહેલા આ પ્રકારની સ્થિતિ ન હતી.મેકડોનાલ્ડે તેના વેચાણની શરૂઆત કરી હતી.મેકડોનાલ્ડે તેને મેકનજેટ તરીકે બહાર પાડ્યું હતું.૧૯૭૭માં અમેરિકન સરકારે ડાયેટ અંગેની પહેલી એડવાઇઝરી જાહેર કરી ત્યાબાદ મેકડોનાલ્ડે તેના વેચાણનો નિર્ણય કર્યો હતો.લોકોને ત્યારે ઓછી ચરબીવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી તેના કારણે બર્ગરનાં વેચાણમાં ખાસ્સો ઘટાડો થયો હતો.ત્યારે મેકડોનાલ્ડની નજર ચિકન પર ગઇ હતી જે ઓછી ચરબી ધરાવતો આહાર હતું અને તેને લાગ્યું કે તેનાથી તેના નફામાં ખાસ્સો વધારો થશે.તેમણે ત્યારે ચિકન પોટનો પ્રયોગ કર્યો પહેલા લોકો ડુંગળી પર પસંદગી ઉતારતા હતા.જો કે તેનો આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો.તેથી તેમણે ચિકન પર ધ્યાન આપ્યું હતું જેને તેમણે મેકનજેટ નામ આપ્યું હતું.આમ તો આ વસ્તુની શોધ પ્રોફેસર સી.બેકરે અઢાર વર્ષ પહેલા કરી હતી.તેઓ ગ્રેટ ડિપ્રેશનનાં સમયગાળામાં તેના પર પ્રયોગ કરતા હતા.તેઓ બાળપણમાં ભૂખમરાનો શિકાર બન્યા હતા તેથી તેમણે ઓછી આવક ધરાવતા લોકો માટે ઉચ્ચ કેલરી ધરાવતા આહારની શોધ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.તેમણે આજે ફાસ્ટફુડ રેસ્ટોરન્ટમાં મળતી અનેક વસ્તુઓનું નિર્માણ કર્યુ હતું જેમાંની એક વસ્તુ હતી બાર્બેક્યુ સોસ.જો કે ત્યારબાદ તેમણે પોલ્ટ્રી આઇટમો પર ધ્યાન આપવાનો આરંભ કર્યો હતો.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોમાં ચિકનની આઇટમો લોકપ્રિય થઇ હતી.જો કે યુદ્ધ પુરૂ થયા બાદ ચિકન ફાર્મિંગ કરનારા ખેડુતોની હાલત કપરી બની ગઇ હતી.બેકરે આ ખેડુતોને ધ્યાનમાં રાખીને ડઝનબંધ વસ્તુઓ બનાવી હતી.તેમણે સ્થાનિક દુકાનો પાસે આ પ્રોડક્ટ અંગેના તારણો મંગાવ્યા હતા અને સાયન્સ જર્નલમાં આ પ્રોડક્ટનાં વેચાણ અંગે લેખ લખ્યા હતા.ત્યારે તેમનો રિપોર્ટ પાંચસો કંપનીઓને મોકલાયો હતો.જો કે મેકડોનાલ્ડે કયારેય પોતાના ચિકન નજેટ પાછળ આ રિપોર્ટ પ્રેરણારૂપ હોવાનો દાવો કર્યો નથી.પોટેટો ચિપ્સનાં નિર્માણ અંગે પણ ખાસ્સો વિવાદ છે.કહેવાય છે કે ૨૪ ઓગસ્ટ ૧૮૫૮નાં રોજ જર્યોજ કમ છે અરધા આફ્રીકન અરધા અમેરિકન હતા જે ન્યુયોર્કનાં સેરેટોગા સ્પ્રીંગ નામનાં રિસોર્ટમાં કામ કરતા હતા.જેમને ફ્રેન્ચ ફ્રાઇચનો ઓર્ડર મળ્યો હતો જે તેમણે પુરો કર્યો અને કહ્યું હતું કે તેમણે જે ફ્રેન્ચ ફ્રાઇઝ મોકલી છે તે જાડી હતી.ત્યારે ક્રમે બટાકાની પાતળી કાતરી કરીને તેને તળી હતી અને મજાની વાત એ છે કે તેમની આ નવી વાનગી કસ્ટમરોની વચ્ચે લોકપ્રિય થઇ હતી.જેમાં એક કસ્ટમર હતા કોર્નેલિયસ વેન્ડરબિલ્ટ જે રેલરોડ ટાયકુન હતા.જ્યોર્જ ક્રમની એક બહેન હતી કેટ સ્પેક વ્હીક જે સેરેગોટા ચિપ્સ બનાવનાર પહેલી વ્યક્તિ હોવાનું કહેવાય છે.જો કે આ પોટેટો ચિપ્સ ત્યારબાદ આખા અમેરિકામાં ફેમસ થઇ હતી જ્યાં સુધી ૧૮૯૫માં વિલિયમ ટેપેન્ડને પોતાની પહેલી ફેટકરી નાંખી ન હતી ત્યાં સુધી તે દરેક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ હતી.ત્યારબાદ હર્મન લે સ્પ્રેંગે ૧૯૩૦માં આ ઉદ્યોગમાં પગલા ભર્યા હતા.જે ત્યારબાદ આ ફિલ્ડમાં સર્વોત્તમ બની રહ્યાં હતા.
કુકીઝનો ઇતિહાસ ઘણો જુનો છે.એક હજાર વર્ષ પહેલા તેનું નિર્માણ પર્સિયામાં થયાનું કહેવાય છે.પશ્ચિમી દુનિયામાં તે લોકોમાં ખાંડનું પ્રચલન વધ્યું ત્યારબાદ પ્રસરી હતી.પહેલાનાં યુરોપિયનો મુસાફરી માટે જે આહાર બનતો તેમાં નટ્સ, લોટ, ઇંડા અને ખાંડનો ઉપયોગ કરતા હતા.સોળસો પહેલા તેઓ આ વસ્તુઓ ડચ પાસેથી ખરીદતા હતા જે તેમને અમેરિકનો પાસેથી મળતી હતી.ડચમાં કુકીઝ માટે કોકે શબ્દ હતો.આજે ચોકલેટ ચિપ્સ કુકીઝ આખી દુનિયામાં ખવાય છે જેની શોધ પણ અકસ્માતે થઇ હતી.રૂથ ગ્રેવ્સ આમ તો ઉત્તમ રસોઇયણ હતી અને ફુડ અંગે વકતવ્ય પણ આપતી હતી.તે પોતાના પતિ સાથે માસાચ્યુસેટમાં ધ ટોલ હાઉસ ઇન નામનું રેસ્ટોરન્ટ ચલાવતી હતી.તેનાં ડેઝર્ટ ત્યારે લોકોમાં ખાસ્સા લોકપ્રિય હતા.૧૯૩૦માં એક દિવસે તેણે ચોકલેટ કુકીઝ બનાવવાનું ચાલુ કર્યુ અને તેણે જે વસ્તુ બનાવી તે કંઇક અલગ જ હતી.તેણે જે બનાવ્યું તે નાના નાના ટુકડામાં બનેલુ હતું.તેને આ વસ્તુ ગમી ગઇ અને તેણે તેની રેસિપી તૈયાર કરી અને તે અંગે ત્યાંના લોકલ અખબારમાં જાહેરાત આપી હતી.આ વસ્તુને તેમણે ચોકલેટ ક્રન્ચ કુકીઝ નામ આપ્યુ જે બાદમાં બહુ લોકપ્રિય બની રહી હતી.આ અંગે ત્યારે બેટ્ટી ક્રોકર કુકીંગ સ્કુલનો એક એપિસોડ રેડિયો પર પ્રસારિત થયો હતો.આ કુકીઝની લોકપ્રિયતાને કારણે નેસ્લેની ચોકલેટનું વેચાણ પણ ખાસ્સુ વધી ગયું હતું.ત્યારબાદ નેસ્લે અને વેકફિલ્ડ વચ્ચે કરાર થયો હતો જેમાં કહેવાયું હતું કે કંપની તેમને આજીવન ચોકલેટ ફ્રીમાં પુરી પાડશે જો તેઓ પેકેટ પર તેમની રેસિપી ફરીથી છાપે તો.નેસ્લે આજે પણ ટોલ હાઉસ ચોકલેટને પોતાની આઇટમ મોકલે છે અને પેકેટ પર આજે પણ એ રેસિપી છપાય છે.ટોમેટો કેચઅપ એ અમેરિકા જ નહી પણ સમગ્ર વિશ્વમાં મોટાભાગનાં ઘરોમાં વપરાતી વસ્તુ છે.એક સર્વે પ્રમાણે દરેક ઘરમાં લોકો વર્ષમાં સરેરાશ ત્રણ બોટલ ટોમેટો કેચઅપનો ઉપયોગ કરતા હોય છે.લોકો માને છે કે ટોમેટો કેચઅપ એ ખાસ્સી જુની વસ્તુ છે પણ હકીકત એ છે કે તે આધુનિક સમયની પેદાશ છે.કોલંબસે જ્યારે ૧૪૦૦નાં પાછલા સમયગાળામાં અમેરિકાની શોધ કરી ત્યારે પશ્ચિમી જગતને ટમાટરનો પરિચય થયો હતો.જો કે ત્યારે લોકોમાં એવી માન્યતા હતી કે ટમાટર એ ઝેરી પદાર્થ છે.તેનો સૌપ્રથમ ઉપયોગ ઇટાલી અને સ્પેનમાં થયો હતો.૧૮૦૦ સુધી તે પશ્ચિમી જગત અને અમેરિકામાં ઉપયોગમા લેવાતી વસ્તુ ન હતી.જો કે યુરોપમાં તેનું પ્રચલન ચીન સાથે ૧૬૦૦માં સંબંધ થયા ત્યારબાદ વધ્યુ હતું.ત્યારે સાહસિક વેપારીઓ પોતાની સાથે માછલી ધરાવતો સોસ લાવ્યા જે કે સિયાપ તરીકે ઓળખાતું હતું.આ સોસ ત્યારે ઝડપથી લોકપ્રિય થયું હતું.ત્યારે આ સોસની નકલ કરનાર અનેક રેસિપી બજારમાં ફરતી થઇ હતી અને તેમાં મશરૂમનો પણ ઉપયોગ થવાનો આરંભ થયો હતો.આજે જે કેચઅપનો ઉપયોગ થાય છે તે ત્યારે લી એન્ડ પેરિન્સ વોર્સેસ્ટર સોસ તરીકે જાણીતું હતું.પહેલ વહેલો ટોમેટો કેચઅપલ ૧૮૧૨માં જેમ્સ મીઝે બનાવ્યો હતો.જો કે ત્યારે ટોમેટોનો યોગ્ય રીતે ઉપયોગ થતો ન હતો.આ કારણે જ ૧૮૬૬માં ફ્રેન્ચ શેફ પિયરે બ્લોટે લોકોને વિનંતી કરી હતી કે તેઓ કોમર્સિયલ ટોમેટો કેચઅપની ખરીદી ન કરે.આ કારણે જ કંપનીઓએ મોટાપ્રમાણમાં પ્રિઝર્વેટીવનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી જે લોકોનાં આરોગ્ય માટે હાનિકારક હતા.જો કે હેન્રી હિન્ઝ સાથે મળીને ડો.હાર્વે વોશિંગ્ટન આ બિઝનેશમાં આવ્યા ત્યારબાદ ઇતિહાસ બદલાયો હતો.તેમણે ૧૯૦૬માં ટોમેટો કેચઅપ બનાવ્યો હતો.તેમણે વિનેગારનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી જે બિન હાનિકારક હતું.આ કેચઅપ બહુ લોકપ્રિય બન્યો હતો અને હેન્રીએ ૧૯૦૭થી પ્રતિવર્ષ તેર મિલિયન બોટલનું ઉત્પાદન કર્યુ છે.
આમ તો વર્ષો પહેલા સવારે નાસ્તામાં ઘઉંની વાનગીઓનું ચલણ હતું જેને મોટાભાગે હાથથી બનાવવામાં આવતી હતી.ઔદ્યોગિક ક્રાંતિ વ્યાપક બની ત્યારે ક્વાકર ઓટ્સ પહેલી કંપની હતી જેણે ઓટસનું વ્યાવસાયિક ઉત્પાદન અને વેચાણ ૧૮૫૪માં કરવાની શરૂઆત કરી.આ વ્યવસાય ૧૮૭૭માં વધારે વિકસિત થયો હતો.પણ રેડી ટુ ઇટ પ્રવાહી સિરલનું ચલણ પાછળથી વધ્યું હતું.કોર્નફલેકસની શોધ જહોન કેલોગે કરી હતી અને ત્યારબાદ તેમનાં ભાઇ વિલ કેલોગે તેમની પોતાની કંપનીની સ્થાપના કરી અને તેનું વ્યવસાયિક ઉત્પાદન અને વેચાણની શરૂઆત કરી હતી.જો કે જહોન કેલોગ એક વિચિત્ર વ્યક્તિ હતો જે વ્યવસાયે તબીબ હતો પણ તે માનતો હતો કે સેકસ એ શારીરિક, માનસિક અને લાગણી માટે હાનિકારક બાબત છે.તે પોતે વ્યક્તિગત રીતે સેક્સથી દુર રહ્યો હતો અને તેણે લગ્ન કર્યા પણ તે પોતાની પત્નીથી અલગ રહેતો હતો તેમનાં શયનખંડ અલગ હતા અને તેમના જે સંતાનો હતા તેમને દત્તક લીધેલા હતા.તે તો હસ્તમૈથુનને તમામ પ્રકારની બિમારીઓનું કારણ માનતો હતો.કદાચ આ કારણોસર જ તેણે કોર્નફલેક્સનું નિર્માણ કર્યુ હતું.ત્યારે લોકો માનતા હતા કે બ્રેકફાસ્ટમાં માંસ લેવું જોઇએ કારણકે તે સેક્સ માટે ઉત્તમ મનાતું હતું અને કેલોગ માનતો હતો કે તેનાથી સેક્સની ભૂખ વધે છે.તે દિવસ દરમિયાન સાદા ખોરાક લેવાની હિમાયત કરતો હતો તે માનતો હતો કે તેનાથી સેક્સની ભૂખ ઘટે છે.આ કારણે તેણે બેટલ ક્રીક સેનેટેરિયમમાં કોર્નફલેક્સની રચના કરી હતી.જો કે તેના ભાઇ વિલ કેલોગને તેમાં આર્થિક ફાયદો નજરે પડ્યો હતો.તેણે ભાઇને કોર્નફલેક્સમાં ખાંડ ઉમેરવાની સલાહ આપી હતી.જો કે તેના ભાઇએ તે સલાહ માની હતી એક વર્ષ બાદ બંને ભાઇ છુટા પડ્યા ત્યારે વિલે ૧૯૦૬માં કેલોગનાં બેનર હેઠળ કોર્ન ફલેક્સનું વેચાણ શરૂ કર્યુ હતું.
પેપ્સી કોલા આમ તો આખા વિશ્વમાં જાણીતી કંપની છે.આમ તો તેની પેપ્સી સાથેની હરિફાઇ વધારે જાણીતી છે.લોકો માને છે કે કોકની સફળતાને પગલે પેપ્સીએ આ ધંધામાં ઝંપલાવ્યું હતું.જો કે હકીકત એ છે કે બંનેએ અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યુ હતું.બંને વચ્ચે સો કરતા વધારે વર્ષોથી હરિફાઇ રહી છે.કોકાકોલાએ જ્યારે આરંભ કર્યો ત્યારે તેમના સ્ટોરમાં કેમિસ્ટો અને ફાર્માસિસ્ટો કાર્બોનેટેડ પાણી પીવા માટે આવતા હતા.ત્યારે લોકો માનતા હતા કે કાર્બોનેટેડ પાણી ઘણી બિમારીઓને દુર રાખે છે.ત્યારે કેમિસ્ટો નવી દવાઓ બનાવવાનો પ્રયાસ કરતા હતા અને લોકો પોતાના નવા પીણા પ્રયોગ ખાતર પોતાના ફાઉન્ટેનમાં મુકતા હતા.જહોન પેમ્બર્ટને કોકા કોલાને કાર્બોનેટેડ મેડિસિન ગણાવીને વેચાણની શરૂઆત કરી હતી જેને ટુંક સમયમાં જ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી.આ પીણાની સૌપ્રથમ જાહેરાત ૧૮૮૬માં કરાઇ હતી.તો પેપ્સીની રચના સેલેબ બ્રેડધામ નામનાં ફાર્માસિસ્ટે કરી હતી અને તે આ પીણુ પોતાના ફાઉન્ટેન પર લોકોને મફતમાં આપતો હતો.ત્યારે તે બ્રાડનાં પીણા તરીકે જાણીતું હતું.જો કે ગ્રાહકોમાં તે ઝડપથી લોકપ્રિય બન્યું હતું.જો કે ૧૯૦૩માં તેનું નામ પેપ્સી કોલા કરાયું અને તે આખા દેશમાં વેચાવાની શરૂઆત થઇ હતી.આ સમયથી જ બંનેમાં હરિફાઇનો આરંભ થયો હતો.જો કે કમનસીબે ૧૯૨૩માં બ્રેડધામની કંપનીએ દેવાળુ ફુંક્યુ અને તે બિઝનેશમાંથી નિકળી ગઇ હતી.૧૯૨૨થી ૧૯૩૩ વચ્ચે ત્રણ વખત કોકાકોલાએ તે કંપની ખરીદવાની તૈયારી દર્શાવી હતી પણ તેની દરખાસ્તને દર વખતે નકારાઇ હતી.એક દાયકાની નિષ્ફળતા બાદ કંપનીએ ફરીથી પોતાના બિઝનેશની શરૂઆત કરી હતી અને ફરીથી તે લોકપ્રિય પુરવાર થઇ હતી.તેણે અસરકારક માર્કેટિંગ દ્વારા ફરીથી પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું અને આજની તારીખમા તે કોકને પડકાર આપનાર એકમાત્ર કંપની બની રહી છે.
બર્ગર પેટીસ આમ તો આધુનિક વાનગી મનાય છે પણ હકીકત એ છે કે તે સદીઓથી ઉપયોગમાં છે.આ વાનગીનો ઉલ્લેખ ચોથી સદીમાં રોમન કુક બુક એપિક્યુઅસમાં જોવા મળે છે.જો કે આ પુસ્તક એક ખાનગી રસોઇયા દ્વારા લખાયું હતું.જો કે બીફ પેટ્ટી ૧૨૦૦માં પ્રકાશમાં આવી જ્યારે મોંગોલ લડાકુઓનાં ખોરાકની વાતો જાહેર થઇ હતી.મોંગોલો ઘણી સંસ્કૃતિઓનાં પરિચયમાં આવ્યા હતા પણ તેમની આ વાનગી મધ્યયુગીન રશિયામાં વધારે પ્રચલિત બની હતી.૧૩૦૦માં તે જર્મની પહોંચી હતી જે હેમ્બર્ગમાં આવનાર રશિયન વેપારીઓ દ્વારા પહોંચી હતી.આ રેસિપી ત્યારબાદ અહી ખાસ્સી પ્રચલિત થઇ હતી.જેમાં અનેક વસ્તુઓ ઉમેરાતી ગઇ હતી.તે જ્યારે ટોસ્ટ સાથે પિરસાતી ત્યારે તેમાં માંસ રખાતું ન હતું.કહેવાય છે કે હેમ્બર્ગની રેસિપી ૧૮૪૦માં જર્મન ઇમિગ્રાન્ટસ અમેરિકા લાવ્યા હતા.૧૮૮૦માં ફ્રાન્ક અને ચાર્લ્સ મેન્ચેસે ન્યુયોર્ક અને ચાર્લિ નેગરીને વિન્સકોન્સીનમાં બન પર પેટ્ટીનું વર્ઝન શરૂ કર્યુ હતું.આ વાનગી ત્યારબાદ આખા અમેરિકામાં પ્રસરી હતી.જો કે બર્ગરની પ્રથમ ચેઇન ૧૯૨૧માં સ્થપાઇ હતી.ચીઝ બર્ગરની શરૂઆત હમ્પટી ડમ્પટી ડ્રાઇવ ઇનમાં ૧૯૩૫માં થઇ હતી.
નટેલા એ સમગ્ર વિશ્વમાં જાણીતી વાનગી છે.ફરેરો સમગ્ર વિશ્વમાં હેઝલનટ્સ પુરી પાડે છે.આ વાનગીને લોકપ્રિય બનાવનાર માઇકલ ફરેરો છે જે ઇટાલીનાં સૌથી ધનાઢય વ્યક્તિ છે અને વિશ્વનાં ધનકુબેરોમાં તેમનું સ્થાન વીસમું છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોકોઆ ઇટાલીમાં બહુ મુશ્કેલીથી મળતી વસ્તુ હતી.માઇકલનાં પિતા પિયર્ટોએ તેને ઉપલબ્ધ કરવાનું બીડુ ઝડપ્યું હતું.તેમણે હેઝલનટને ખાંડ સાથે ભેળવીને એક પેસ્ટ બનાવી જે ચોકલેટ સ્પ્રેડનો વિકલ્પ હતી.તેમણે આ પ્રોડક્ટને ઝીયાંન્જોટ તરીકે ઓળખાવી હતી.૧૯૫૧માં તેમાં પરિવર્તન કરાયું હતું.તેને ત્યારે જારમાં પેક કરાઇ અને તેને સુપર ક્રીમા નામ અપાયું હતું.જો કે માઇકલે તેને નટેલામાં બદલી હતી જે હાલનું રૂપ ધરાવતી હતી.તેમાં તેણે વેઝીટેબલ અને પામ ઓઇલનો ઉપયોગ કર્યો હતો.૧૯૬૪માં પહેલો જાર કંપનીમાં બન્યો હતો અને તે લોકોમાં લોકપ્રિય બની રહ્યો હતો.માઇકલે પહેલી રેસિપી તૈયાર કરી હતી જ્યારે ૨૦૧૫માં માઇકલ અવસાન પામ્યા ત્યારે તેમના પિતાની દુકાનનો વ્યવસાય વિશ્વમાં ફેલાઇ ગયો હતો.ફરેરો કંપની આજે પણ ફરેરો પરિવારની માલિકીની છે.
પોપ્સીકલનાં નિર્માણની કહાની ફિક્સન કરતા ઓછી નથી.આમ તો તેનું નિર્માણ અકસ્માતે થયું હતું.૧૯૦૫માં ફ્રાન્ક એપ્પરસન નામનાં અગિયાર વર્ષનાં બાળકે સોડા પાવડર અને પાણી વડે એક પીણું બનાવ્યું હતું જેમાં તે લાકડાની સળી ભૂલી ગયો હતો.બાળસહજ જ તે પોતાનાં પીણાને ભૂલી ગયો હતો અને આખી રાત તેને આ વાત યાદ રહી ન હતી તેના ફ્રીઝનું તાપમાન ત્યારે શુન્યથી નીચે સેટ કરાયુ હતું.જ્યારેતે સવારે આવ્યો ત્યારે તેના હાથમાં વિશ્વની સૌપ્રથમ પોપ્સીકલ હતી.તેણે તેનું નામ એપ્સીકલ રાખ્યું અને પાડોશનાં બાળકોને વેચતો હતો.જો કે મોટાથયા બાદ તે એપ્સીકલને ભૂલી ગયો હતો અને લેમોનેડનો સેલ્સમેન બન્યો હતો.તે ઓકલેન્ડમાં રિયલ્ટી સિન્ડીકેટ કંપનીમાં જોડાયો હતો.જો કે ૧૯૨૨માં તેણે ફરીથી આઇસ પોપ્સની રચના કરી હતી જે લોકપ્રિય થયા હતા તેણે આ માટે પેટન્ટની અરજી કરી હતી જે ૧૯૨૪માં તેને મળી હતી.તેણે નેપ્ચ્યુન બીચ એમ્યુઝમેન્ટ પાર્કમાં અલગ અલગ સાત સ્વાદ ધરાવતી પોપ્સીકલનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી જો કે ત્યારબાદ તે આર્થિક સંકડામણની સ્થિતિમાં ફસાયો હતો અને તેણે પોતાની પેટન્ટ પોપ્સીકલ કોર્પોરેશનને ૧૯૨૯માં વેચી નાંખી હતી.