મૃત્યુ બોધ
ગામમાં ભાગવત સપ્તાહ બેઠી હતી. એક સેઠ અને સેઠાણી રોજ ભાગવત સાંભળવા જતા હતા. સેઠના ઘરમાં એક સોનાના પિંજરમાં પોપટ હતું. એ જમાનામાં ભરતમાં પોપટો બોલતા હતા. મંડનમિશ્ર ના ઘરમાં તો પોપટ વેદો પર ચર્ચા કરતાં. આવા આ ઘરમાં એક દિવસ તે પોપટ સેઠને પૂછે છે: "સેઠજી, તમે રોજ ક્યા જાવ છો?"
શેઠે કહ્યું: "અમે ભાગવત સાંભળવા જઇએ છીએ, ત્યાં જ્ઞાન મળે છે. જે જ્ઞાન પરીક્ષિત મહારાજે સાંભળી સાત દિવસમાં મુક્તિ મળી હતી."
આ સાંભળી પોપટને તાલાવેલી લાગી, તેણે શેઠને પૂછ્યું : "સેઠજી, કૃપા કરીને વ્યાસ પીઠ પરના સંતને આ પૂછજો કે હું મુક્ત ક્યારે થઈશ?"
સેઠ કહે :” આમાં તમને કઈ ખબર ન પડે, છતાં સાત્વિક ભાવે હું પૂછી જોઇસ.”
સેઠ સાંજ ટાણે કથા પૂરી થતાં સંતને એ પ્રશ્ન પૂછે છે: "મહારાજ! અમારા ઘરમાં એક પાળેલો પોપટ છે. તેણે પૂછ્યું છે કે તે મુક્ત ક્યારે થશે?"
સંત એ સાંભળતા જ બેભાન થઈ જાય છે. આજુ બાજુ બધા માણસો ભેગા થઇ જાય છે. સેઠ તે જોઈને કોઈ વાત કર્યા વગર ઘરે પાછા આવી જાય છે.
ઘરે પોપટ સેઠને પૂછે છે: "સેઠજી! સંતજી એ શું કહ્યું?"
સેઠ કહે છે: "તારી કિસ્મત ખરાબ છે. તારી મુક્તિનો પ્રશ્ન સાંભળતા જ સંત બેભાન થઈ ગયા!"
પોપટ સ્મિત કરતાં કહે છે: "કોઈ વાત નથી, સેઠજી! હવે બધું મને સમજાયું."
બીજા દિવસે સેઠ અને શેઠાણી તૈયાર થઇ ભાગવત સાંભળવા નીકળે છે. ત્યાં ઘર ના મુખ્ય ઓરડામાં સોનાના પાંજરામાં પોપટ ઉંધો પડેલો જુએ છે. પોપટ જાણે મૃત્યુ પામ્યો હોય તેમ નાટક કરે છે. સેઠ તેને મરેલું માનીને, પિંજરમાંથી બહાર કાઢે છે. ઓસરીમાં મુકે છે ત્યાં જ પોપટ લાગ જોઈ ઉડી જાય છે.
પછી શેઠ ભાગવત પૂરી થતાં સંત ને મળે છે. સંતને જાણે બધી ખબર હોય તેમ શેઠને પૂછે છે. "કાલે તમે જે પોપટની મુક્તિ અંગે વાત કરી હતી, એ પોપટ હવે ક્યાં છે?"
સેઠ કહે છે: "મહારાજ! તે સવારે બેભાન થઈ ગયો હતો. મેં મરેલું માનીને તેને બહાર કાઢ્યો, અને તે તુરંત ઉડી ગયો."
ત્યારે સંત કહે છે: "જુઓ સેઠજી! તમે સદીઓથી ભાગવત સાંભળો છો છતાં પણ આ સંસારના સોનાના પિંજરામાં સ્વયં બંધાયેલા છો. પેલો પોપટ મૃત્યુના દ્વાર ખટ ખટાવી મુક્ત થઇ ગયું.”
ज्येष्ठत्वं जन्मना नैव गुणैर्ज्येष्ठत्वमुच्यते ।
गुणाद् गुरुत्वमायान्ति दुग्धं दधि घृतं क्रमात् ।।
जो पहले जनम लेता है वह ज्येष्ठ नहीं होता बल्कि जो मनुष्य गुणवान है वह ज्येष्ठ होता है। जिस प्रकार से दूध, दही और घी एक के बाद एक आनेवाले होकर भी अपने पहले के रूप से ज्यादा पुष्टिदायी होता है।
જે પહેલા જન્મ લે છે તે જ્યેષ્ઠ હોતો નથી, પરંતુ જે માનવી ગુણવાન છે તે જ્યેષ્ઠ હોય છે. જે પ્રકારે દૂધ, દહીં અને ઘી એક પછી એક આવે છે, પરંતુ તેનો પ્રથમ સ્વરૂપ કરતાં વધુ પોષણદાયક હોય છે.
આ સોનાના પિંજરામાં રોજ ખાવાનું મળે. જીવનની સંપૂર્ણ નીશ્ચીન્તતા. જીવન નિર્વાહ માટે ની ચિંતા નહિ. સોનાનું પીંજરું એ પીંજરું જ. પરીક્ષિત રાજાને તેના મૃત્યુ ની ખબર હતી કે સાત દિવસમાં તેનું મૃત્યુ થશે અને એ સાત દિવસ તેમને પ્રભુમય જીવન વિતાવ્યું. આમ માણસને મૃત્યુ ની કલ્પના માત્ર થી પ્રભુમય જીવન થયું. એજ કલ્પનાથી પોપટ મુક્ત થયો.
સેઠ ને જીવનનું સત્ય સમજાયું. જયારે પ્રભુ ને મળસુ તેને જીવનનો શું હિસાબ આપશું ? સેઠ બાકીનું જીવન ઈશ્વર ને ગમતું વિતાવ્યું.
અમે સત્સંગમાં જઇએ છીએ, પરંતુ અમારું મન હંમેશા સંસારની મોહમાયામાં જ અટવાયેલું રહે છે. સત્સંગમાં પણ એવી જ વાતો ગમતી હોય છે કે જ્યાંથી આપણો સ્વાર્થ સિદ્ધ થાય. પરંતુ સાચું સત્સંગ એ છે કે આપણે ખોટા મોહ અને અહંકારમાંથી બહાર આવીને સત્યને સ્વીકારવા શીખવું જોઈએ. જ્યાં સુધી આપણું મન આ બાંધકામમાંથી બહાર નથી આવે ત્યાં સુધી મુક્તિ શક્ય નથી.
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।। ~ भगवद् गीता अध्याय 2 श्लोक 20
આત્મા ન જન્મે છે અને ન મરે છે. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના નાશ થવા પર પણ તેનો નાશ થતો નથી. માટે માણસે સરીર માટે નહિ પણ આત્મા માટે વિચારવું જોઈએ.