The curse that ruined the lives of many in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | એ શ્રાપ જેણે અનેકનાં જીવન રોળી નાંખ્યા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

એ શ્રાપ જેણે અનેકનાં જીવન રોળી નાંખ્યા

વૈદિક સાહિત્યથી માંડીને આધુનિક સાહિત્યમાં અને આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં શ્રાપ અને વરદાનની કથાઓને સ્થાન મળેલું છે.મહાભારતમાં કર્ણને મળેલો શ્રાપ કે રામાયણમાં રામનાં હાથે પત્થર બની ગયેલી શ્રાપિત સાધ્વીનાં રૂપાંતરની વાતો આપણાં માટે રોમાંચનો અનુભવ કરનાર બાબતો બની રહી છે.આજે પણ આપણે કોહિનુર હીરા અંગે એ જ પ્રકારની માન્યતા ધરાવતા છીએ જે  ભારતમાંથી બ્રિટન પહોંચ્યો હતો.જો કે માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં અન્ય દેશોમાં પણ આ પ્રકારની માન્યતાઓને માનવામાં આવે છે તેમનાં પ્રાચીન સાહિત્યમાં પણ એવી શ્રાપિત વસ્તુઓ કે માનવીઓનો ઉલ્લેખ જોવામળે છે જેમાં સ્વીડનમાં બ્લીકિંગમાં કેટલાક પત્થરો પર આ પ્રકારનાં શ્રાપની વાતોનો ઉલ્લેખ કોતરાયેલો જોવા મળે છે કહેવાય છે કે આ પત્થરોને  છઠ્ઠી સદીમાં અહી સ્થાપિત કરાયા હતા.આ પત્થરોની ઉંચાઇ ૪.૨ મીટરની છે જેમાં કેટલાક પત્થરો વર્તુળાકારમાં ગોઠવાયેલા છે જ્યારે કેટલાક એકલા સ્થાપિત કરાયા છે.આ પત્થરોને જોર્કેટોર્પ સ્ટોન્સ નામ અપાયેલું છે.પત્થરો પર કેટલાક વાક્યો કોતરાયેલા જોવા મળે છે જેમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ પત્થરોને તોડવાનુ કૃત્ય કરશે તેને દંડ મળશે.અહીનાં લોકો માને છે કે આ શ્રાપ સાચ્ચો છે અને ઘણાંએ તેનો અનુભવ કર્યો છે.અહી એક કથા પ્રચલિત છે જે અનુસાર એક સમયે એક વ્યક્તિએ અહી જમીનનો વિસ્તાર કરવા માટે આ પત્થરોને અહીંથી દુર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અચાનક જ આગ ફાટી નિકળી હતી જેમાં તે વ્યક્તિ જીવતો ભુંજાઇ ગયો હતો  પણ રસપ્રદ વાત એ છે કે આ આગ માત્ર એ વ્યક્તિની આસપાસ જ લાગી હતી અને પત્થરોનાં વિસ્તારમાં તેની કોઇ અસર થવા પામી ન હતી.

૧૯૨૦માં ન્યુયોર્ક યાંકીએ વર્લ્ડ સિરીઝમાં વિજય મેળવવા માટે પોતાની ટીમમાં બેબ રુથને સામેલ કર્યો હતો તેઓ ત્યાં સુધી ક્યારેય આ ખિતાબને જીતી શક્યા ન હતા પણ બેબને ટીમમાં સામેલ કર્યા બાદ તેઓ આ સિરીઝ જીતી ગયા હતા.ત્યારબાદ બોસ્ટન રેડ સોક્સ છેક ૨૦૦૪ સુધી આ સિરીઝનો ખિતાબ ક્યારેય જીતી શકી ન હતી.જ્યારે ૧૯૨૦માં ન્યુયોર્ક યાંકીની ટીમે વિજય મેળવ્યો ત્યારે ગ્રહણ લાગ્યું હતું.મજાની વાત એ છે કે બોસ્ટન રેડ સોકસે ૨૦૦૪માં જે વિજય મેળવ્યો હતો તે ન્યુયોર્ક યાંકીની ટીમ સામે જ મેળવ્યો હતો. બોસ્ટન રેડ સોકસનાં આ વિજયનાં દુષ્કાળ માટે બેમ્બીનો રુથબેબનો શ્રાપ જવાબદાર માનવામાં આવે છે.

બેનર વિલયમ્સ હેરિસન ૧૮૪૦માં પ્રેસિડેન્સીની ચુંટણીમાં વિજય પામ્યા ત્યારે તેમણે જે સુત્ર આપ્યું હતું તે હતું ટીપ્પેકેનો એન્ડ ટાયલર ટુ.આ સુત્રમાં તેમણે જે ટીપ્પેકેનોનો ઉલ્લેખ કર્યો હતો તે ૧૮૧૧નો એ સંઘર્ષ હતો જેમાં તેમણે ભાગ લીધો હતો.જો કે એક વર્ષ બાદ તે મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ છેક રોનાલ્ડ રીગન ૧૯૮૦માં જીત્યા ત્યાં સુધી જે પણ પ્રમુખ ચુંટાયા હતા તે તમામ તેમનાં કાર્યકાળ દરમિયાન જ મોતને ભેટયા હતા.આ શ્રાપ અંતર્ગત જે પ્રમુખો મોતને ભેટ્યા તેમાં ડબલ્યુ હેરિસન જેમનું મોત કુદરતી કારણસર થયું હતું,લિંકનને ૧૮૬૦માં ઠાર કરાયા હતા, ૧૮૮૦માં ગાર્ફિલ્ડને પણ ઠાર કરાયા હતા, ૧૯૦૦માં મેકન્લીને પણ એ જ પ્રકારનાં મોતનો સામનો કરવો પડ્યો હતો.૧૯૨૦માં હાર્ડિંગ જો કે કુદરતી કારણોસર મોતને ભેટ્યા હતા અને ૧૯૪૦માં એફ.રુઝવેલ્ટ પણ કુદરતી મોતે અવસાન પામ્યા હતા પણ ૧૯૬૦માં કેનેડીને ઠાર કરાયા હતા.મજાની વાત તો એ છે કે રીગન પર પણ હુમલો કરાયો હતો અને તેમાં જો સફળતા મળી હોત તો તેઓ પણ તેમનાં પ્રથમ કાર્યકાળમાં જ મોતને ભેટ્યા હોત.અમેરિકન રાષ્ટ્રપતિઓનાં આ પ્રકારનાં મોત માટે ટીપ્પેકેનો શ્રાપ જવાબદાર હોવાનું મનાય છે.

ફિલ્મોમાં ખાસ કરીને હોલિવુડની ફિલ્મોમાં સુપરમેનની શ્રેણી બહુ સફળ શ્રેણીઓમાં સ્થાન પામે છે અને ઘણાં કલાકારોએ સુપરમેન તરીકે સફળતા હાંસલ કરી છે પણ આ પાત્રની સાથે પણ એક શ્રાપ જોડાયેલો હોવાની ચર્ચા હોલિવુડમાં થતી જ રહે છે.આ ઘટનાક્રમમાં જેની ચર્ચા થાય છે તેમાં જર્યોજ રીવ્સ સામેલ છે જેણે સૌપ્રથમ ટેલિવિઝન પર પ્રસારિત થતી ધારાવાહિકમાં સુપરમેનની ભૂમિકા ભજવી હતી.સુપરમેનની પ્રારંભિક ફિલ્મોમાં ક્રિસ્ટોફર રીવ્સે આ ભૂમિકા ભજવી હતી.જેમાં જર્યોજ રીવ્સે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો જ્યારે ક્રિસ્ટોફર ઘોડેસવારી કરતો હતો ત્યારે ઘોડા પરથી પડી ગયા બાદ પેરેલાઇઝનો શિકાર બન્યો હતો.જેરી સિગલ અને જો શુસ્ટર આ પાત્રને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરતા હતા પણ તેમને આ પાત્ર દ્વારા ખાસ કશુ હાંસલ થયું ન હતું.લોકો માને છે કે જો અને જેરીએ જ શ્રાપ આપ્યો હતો કારણકે તેમને જે વળતર મળવું જોઇએ તે મળ્યું ન હતું.આ શ્રાપની કથા એટલી ચર્ચાસ્પદ થઇ હતી કે અનેક કલાકારોએ આ  ભૂમિકા  ભજવવાનો ઇન્કાર કર્યો હતો.જો કે પોલ વોકરે છેલ્લે આ કેરેકટરને ફિલ્મમાં નિભાવ્યું હતું અને આ શ્રાપને તોડ્યો હતો.

અમેરિકામાં બિલીગોટ કર્સની ચર્ચાઓ સમયાંતરે થયા કરે છે જેનો  આરંભ આમ તો ૧૯૪૫માં થયો હતો.બિલી એ ગ્રીક શરણાગત હતો જેણે ૭.૨૦ ડોલરમાં ચોથી ગેમ માટે બે ટિકીટ ખરીદી હતી.આ ગેમ શિકાગો કબ્સ અને ડેટ્રોઇટ ટાઇગર્સ વચ્ચે રમાવાની હતી.બિલીએ ત્યારે પોતાની બકરીને પોતાની સાથે લઇ જવાનો નિર્ણય કર્યો હતો.ત્યારે બિલી અને તેની બકરીને સ્ટેડિયમમાં પ્રવેશ અપાયો હતો અને તેને ગેમ પહેલા પોતાની બકરી સાથે મેદાન પર પરેડ કરવા માટે પણ મંજુરી અપાઇ હતી.જો કે તે મેદાન પર પરેડ કરે તે પહેલા આ મામલે સંઘર્ષ થયો હતો અને તેેને મેદાન પરથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો.જો કે તેને તેના બોકસમાં પોતાની બકરી સાથે ગેમ જોવાની પરવાનગી અપાઇ હતી.જો કે ગેમ પુરી થાય તે પહેલા જ તેને અને તેની બકરીને સ્ટેડિયમમાંથી પણ બહાર કાઢી મુકાયા હતા.આ આદેશ કબ્સનાં માલિક ફિલિપ નાઇટ વિગલીએ આપ્યો હતો કારણકે તેને એ બકરીની દુર્ગંધે હેરાન કરી નાંખ્યો હતો.કહેવાય છે કે આ અપમાનને કારણે જ બિલીએ શ્રાપ આપ્યો હતો અને ત્યારબાદ કબ્સ ૧૯૪૫માં વર્લ્ડ સિરીઝ હારી ગયા હતા જ્યારે ૧૯૪૬માં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતા અને ત્યારબાદ પણ ટીમ સતત વીસ વર્ષ સુધી ટાઇટલ જીતી શકી ન હતી.આખરે તેનો અંત ૧૯૬૭માં આવ્યો હતો કારણકે ત્યારે કલબનાં મેનેજર તરીકે લિયો ડયુરોચેરે કામગિરી સંભાળી હતી.

ત્રીસ સપ્ટેમ્બર ૧૯૫૫માં ફિલ્મ અભિનેતા જેમ્સ ડીનનું કાર અકસ્માતમાં મોત થયું હતું જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તેઓ પોતાની નવી પોર્સો સ્પાડર જેનું નિકનેમ લિટલ બાસ્ટર્ડ હતું તેમાં સવાર હતા.જો કે આ કાર જેની સાથે અથડાઇ હતી તે બીજી કારનાં ડ્રાઇવરને મામુલી ઇજાઓ જ થઇ હતી.ત્યારબાદ આ કારનાં કાટમાળને જયોર્જ બેરિસે ૨૫૦૦ ડોલરમાં ખરીધ્યો હતો.જ્યારે આ કાટમાળને બેરિસનાં ગેરેજમાં લાવવામાં આવ્યો ત્યારે પોર્સે સરકી ગઇ હતી તે એક મિકેનેક પર પડી હતી જેમાં તે મિકેનિકનાં બંને પગ તુટી ગયા હતા.બેરિસે પણ જ્યારે આ કારને પહેલીવાર જોઇ ત્યારે તેને કશુંક અમંગળનો આભાસ થયો હતો અને તેનો એ આભાસ સત્ય સાબિત થયો જ્યારે આ કારને ૨૪ ઓકટોબર ૧૯૫૬માં રેસમાં ઉતારવામાં આવી હતી.આ કારનાં કેટલાક પાર્ટનો ઉપયોગ બીજી કારોમાં કરાયો હતો જેમાં તેનાં એન્જિનનો ઉપયોગ કરાયો હતો તે કારનો માલિક મેકહેન્રી માર્યો ગયો હતો.જ્યારે વિલિયમ એશ્ચીડની કાર રેસ દરમિયાન પલટી ખાઇ ગઇ હતી.આ કારનાં પુરજા જે પણ કારોમાં લાગ્યા હતા તેમનો અંજામ દુખદ જ રહ્યો હતો જો કે ૧૯૬૦માં આ કાર નાશ પામી હતી જો કે તેનો કાટમાળ ક્યાં છે તેની આજે પણ કોઇને જાણ નથી.અમેરિકામાં આ શ્રાપને જેમ્સડીનનો શ્રાપ ગણાવવામાં આવે છે.

કેનેડી પરિવાર અમેરિકામાં બહુ પ્રતિષ્ઠિત પરિવાર ગણાય છે.જો કે આ પરિવારને પણ શ્રાપ સાથે સાંકળવામાં આવે છે કારણકે તેના ઘણાં સભ્યો અકુદરતી મોતને ભેટ્યા છે.જહોન એફ કેનેડી અને રોબર્ટ કેનેડીને તેમનાં કાર્યકાળ દરમિયાન જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જ્યારે જહોન એફ કેનેડી જુનિયર ૧૯૯૯માં વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા.જહોન એફ કેનેડીનાં બહેન રોસમેરીને પણ આ શ્રાપ ભોગવવો પડ્યો હતો, જોસેફ કેનેડી બીજા વિશ્વયુદ્ધમાં મોતને ભેટ્યા હતા જ્યારે એડવર્ડ કેનેડી જુનિયરને માત્ર બાર વર્ષની વયે પોતાનો પગ કપાવવો પડ્યો હતો.માઇકલ કેનેડી સ્કીઇંગ દરમિયાન મોતને ભેટ્યા હતા.

હોપ ડાયમંડ તેના આકાર, રંગ, સુંદરતા અને તેના ઇતિહાસને કારણે બહુ પ્રખ્યાત છે.આ હીરાનું વજન ૪૫.૫૨ કેરેટ હતું.આ હીરાને એક પેન્ડેન્ટમાં લગાવવામાં આવ્યો હતો જેની આસપાસ પણ સોળ જેટલા અન્ય હીરા લગાવવામાં આવ્યા હતા.કહેવાય છે કે ટેવેનિયર નામનો એક વ્યક્તિ ભારતની મુલાકાતે આવ્યો હતો અને એક મંદિરની મુલાકાત દરમિયાન તેણે સીતા માતાની મુર્તિમાંથી એક હીરો ચોરી લીધો હતો.ત્યારબાદ તે જ્યારે રશિયાની  મુલાકાતે ગયો ત્યારે જંગલી કુતરાઓએ તેને ફાડી ખાધો હતો.ત્યાર કિંગ લુઇસનાં હાથમાં એ હીરો આવ્યો હતો જેને તેની પત્ની મેરી એન્ટોનિટ્ટે સાથે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.આ હીરો ત્યારબાદ સ્મિથ સોનિયન ઇન્સ્ટીટ્યુટને દાનમાં અપાયો હતો હાલમાં આ હીરો નેશનલ જેમ અને મિનરલ કલેકશન અંતર્ગત નેચરલ હીસ્ટ્રી મ્યુઝિયમમાં પ્રદર્શનમાં જોવા મળે છે.

કલબ ૨૭ એ એવા લોકોની યાદને જીવંત રાખે છે જે માત્ર સત્તાવીસ વર્ષની વયે જ રહસ્યમય સંજોગોમાં મોતને ઘાટ ઉતર્યા હોય ખાસ કરીને સંગીતમાં જેમણે નામનાં કરી હોય.આ યાદીમાં હેન્ડરિકસ, મોરિસન અને જોપ્લીનનાં નામો સામેલ છે જો કે છેલ્લા કેટલાક સમયમાં આ યાદીમાં બ્રાયન જોન્સનું પણ નામ યાદ કરાય છે.હાલનાં વર્ષોમાં કુર્ટ કોબિનને પણ કલબ ૨૭માં સામેલ કરાયો છે.

તુતનખામેનનાં મકબરાની શોધ કરવા માટે લોર્ડ કાર્નાર્વોને આર્થિક મદદ કરી હતી અને જ્યારે આ મકબરો ખોલવામાં આવ્યો તેના થોડા સમયમાં જ તે બિમાર પડી ગયો હતો અને તે કૈરો ચાલ્યો ગયો હતો પણ મોતે તેનો પીછો છોડ્યો ન હતો અને થોડા જ દિવસોમાં તે મોતને ઘાટ ઉતર્યો હતો.તેના મોતનું કારણ તો કોઇને ખબર પડી ન હતી પણ કહેવાય છે કે કોઇ કીડો કરડવાને કારણે ઇન્ફેકશન થઇ ગયું હતું.જ્યારે તે મર્યો ત્યારે આખા કૈરોમાં વિજળીનો પ્રવાહ બંધ થઇ ગયો હતો અને અંધારૂ છવાઇ ગયું હતુ.તેનો પુત્ર ઇંગ્લેન્ડમાં હતો અને તે પણ નીચે પડી જવાને કારણે મોતને ભેટ્યો હતો.જ્યારે ૧૯૨૫માં તુતનખામેનની મમીને ખોલવામાં આવી ત્યારે તેના ગાલ પર પણ કીડો કરડવાનાં નિશાન જોવા મળ્યા જે જગાએ કાર્નાર્વાનને કીડો કરડયો હતો.૧૯૨૯ સુધીમાં આ કબરની શોધ સાથે સંકળાયેલા લગભગ અગિયાર વ્યક્તિઓ અકુદરતી રીતે મોતને ઘાટ ઉતર્યા હતા.જેમાં લોર્ડ વેસ્ટબરી સામેલ હતા જેમણે પોતાની ઇમારતની ટોચેથી નીચે મોતની છલાંગ લગાવી હતી અને મરતા પહેલા એક નોટ છોડી હતી જેમાં લખ્યુ હતુંકે હું આ ભયાનક ભૂતાવળનો સામનો કરી શકું તેમ નથી અને મારાથી કશું જ થઇ શકે તેમ નહી હોવાને કારણે હું અહીંથી વિદાય લઉં છું.