Dear Love - 3 in Gujarati Love Stories by R B Chavda books and stories PDF | Dear Love - 3

Featured Books
  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

  • द्वारावती - 83

    83                                   “भोजन तैयार है, आ जाओ त...

Categories
Share

Dear Love - 3

એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી સુંદર હતી કે મારી આંખો તેના પર થી હટતી જ નહોતી. તે સમયે મને લાગ્યું કે આ જ મારી "Dear Love" બનશે. હું તરત જ તેની તરફ ગયો અને બોલ્યો, "નવા આવ્યા છો અહીં? કોણ છો તમે? અને અહીં કોના કામે આવ્યા છો?" સાથે થોડું ફ્લર્ટિંગ પણ કરી નાખ્યું. એ છોકરી એક સ્મિત સાથે બોલી, "તમે માનવને ઓળખો છો?" મેં તરત જવાબ આપ્યો, "હા, પેલો જાડિયો માનવ? હું એને સારી રીતે ઓળખું છું." એ હળવેથી હસીને બોલી, "એ જ તો મારો બોયફ્રેન્ડ છે, અને હું એને જ મળવા આવી છું."

આ સાંભળીને મારી અંદર અજીબ તકલીફ થઈ. મને લાગ્યું કે જે મારી “Dear Love” બની શકવાની હતી તે કોઈક બીજા માટે છે. અને આ બધું મારા બંને મિત્રો મેક્સ અને આકાશ સામે જ થયું. પછી તો એ વાત તો રહી ગઈ, પણ એ ઘટનાના બીજા જ પળે મારી સાથે મજાક શરૂ થઈ ગઈ. મારા બે મિત્રો, મેક્સ અને આકાશ, મારી મજાક ઉડાવવાની કોઈ તક ચૂકતા નહોતા. "તને તારો Dear Love નહીં મળે. તું તો બસ સપનામાં જ પ્રેમ કરવાનો છે."

કોલેજ અને હોસ્ટેલના રોજના રુટિનમાં હું રોકાઈ ગયો હતો, પણ ક્યાંક અંદરથી જીવનમાં થોડુંક અલગ કરવાની તકલીફ લાગી રહી હતી. એક દિવસ મેક્સ બોલ્યો, "ચાલો આજે બહાર જમવા જઈએ. હંમેશા હોસ્ટેલના ખોરાકથી કંટાળી ગયા છીએ." હું અને આકાશ તરત જ તૈયાર થઈ ગયા. મેક્સ અમારા કોલેજના સિક્યોરિટી ગાર્ડનું સ્કૂટર લઈ આવ્યો. અમે ત્રણ જણ એક જ સ્કૂટર પર નિકળ્યાં.

રસ્તામાં એક તરફ પોલીસ ઉભી હતી, અને મેક્સની ટેન્ડેન્સી જોઈને મેં તરત કહ્યું, "મેક્સ, તું અને આકાશ જાઓ, હું ચાલીને આવું." તેઓ સ્કૂટર લઈને આગળ નીકળી ગયા, અને હું રસ્તા પરથી ધીમે ધીમે ચાલતો કેફે તરફ ગયો.

કેફેની અંદર પ્રવેશતાં જ મારી નજર એક છોકરી પર ગઈ. તે એકલી બેઠી હતી અને કંઇક વાંચી રહી હતી. મને લાગ્યું કે શાયદ આ જ મારી "Dear Love" હોય! હું પણ ત્યાં જઈને બેઠો અને ચા ઓર્ડર કરી. જો કે, મારા પોકેટમાં છૂટા પૈસા નહોતા, અને મારે તેની પાસે ઉધાર માગવું પડ્યું. તે મીઠું હસીને બોલી, "લાવ, હું ચૂકવી દવ." તે મીઠું વલણ જોઈને મને એનાં વિશે વધુ જાણવાનું મન થયુ હતું, પણ એ થોડી મિનિટો પછી જ ક્યાંક ગાયબ થઈ ગઈ. એ સાંજ મારા માટે બહુ જ દુ:ખદ રહી. અને મે આસમાન તરફ જોઈને ભગવાન ને ફરિયાદ કરી કે ક્યાં છે મારી dear love?

એ રાત્રે હું અને મારા મિત્રો છત પર મળ્યાં. છત પર મસ્તી અને વાતચીત ચાલી. એક પછી એક મજાક વચ્ચે નશાનો માહોલ હતો. મેં એ મોજમસ્તીમાં પણ ભગવાનને હળવેથી પૂછ્યું, "હે ભગવાન, મારો Dear Love મને ક્યારે મળશે? શું  તે આ બધું મારા ભાગ્યમાં નથી લખ્યું?"

બીજે દિવસે, મેક્સ અચાનક બીમાર પડી ગયો. હું તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં પહોંચીને મેં મજાકમાં કહેલું, "યાર, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયો હોત, તો સારી નર્સ જોવા મળી હોત." મેક્સ હસતાં બોલ્યો, "અહીં એક ડોક્ટર છે, જેને જોવા માટે કોલેજના છોકરાઓ દર અઠવાડિયે બીમાર પડતાં હોય છે."

હૉસ્પિટલમાં અમે ડોક્ટર ફિઝાને મળ્યા. તે એટલી સુંદર હતી કે તેની દરેક અદા મને મંત્રમુગ્ધ કરતી હતી. તે દૃશ્ય એવું હતું કે હું તેની સામે મૌન રહીને બધું ભૂલી ગયો. ફિઝાએ મેક્સનું ચેકઅપ પૂરૂં કર્યું અને તેને કહ્યું, "ત્રણ દિવસમાં ફરીથી આવશો."

ફિઝાને ફરી જોવા માટે મારો ધીરજ ખતમ થઈ રહ્યો હતો. હું ત્રણ દિવસના બદલે બીજા જ દિવસે કોઈ બહાનું બનાવી ત્યાં પહોંચી ગયો. આ વખતે હું મારા મિત્રના બાળકને ચેકઅપ માટે સાથે લાવ્યો. ફિઝાએ મારા મિત્રના દીકરાનું ચેકઅપ કર્યું અને કહ્યું કે ઈન્જેકશન આપવું પડશે, આ સાંભળીને મારા મિત્ર નો દીકરો ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો!" પછી ફીઝાએ કહ્યું મને લાગે છે એ છોકરો બીમાર નહોતો...સાચું ને?..


મને લાગ્યું કે હવે હિંમત કરીને મને તેની સાથે વાત કરવી જોઈએ. ત્યારે મેં ફિઝાને સીધું પૂછ્યું, "શું આપણે ક્યારેક કેફેમાં મળીએ?" તે હળવેથી હસીને બોલી, "હા, કેમ નહીં. પછી બીજા દિવસે અમે કેફે માં મળ્યા. બવ વાતો કરી પણ ફિઝા એ એક શરત મૂકી અને એ શરત એ છે કે મારે રસોઈ શીખવી પડશે અને નોનવેજ પણ ખાવું પડશે. કેમ કે ફિઝા તો નોનવેજ ખાય છે તો મારે પણ ખાવું પડશે..અને મારે એના ઘરે જ ઘર જમાઈ બની ને રેહવું પડશે."

તેના આ જવાબે હું આશ્ચર્યચકિત થય ગયો હતો. નોનવેજ ખાવું માર માટે અશક્ય હતું. એ સમયે મારા અંદર થોડી નિરાશા થઈ, પણ સાથે આનંદ પણ હતો કે ફિઝા મારી સાથે વાત કરવા તૈયાર થઈ હતી. જોકે, મને આ સમજવામાં વધારે સમય ન લાગ્યો કે ફિઝા મારો "Dear Love" નથી.

ફિઝા મારા જીવનમાં એક સારા મિત્ર તરીકે રહી શકતી હતી. અને એ સાથે મને એ સમજાયું કે પ્રેમ માત્ર એકદમ નહીં મળે, એને ધીરજથી શોધવું પડે છે. આજે પણ હું મારા "Dear Love" ની રાહ જોઈ રહ્યો છું. મને ખાતરી છે કે ભગવાને મારી કિસ્મતમાં પણ એક ખાસ વ્યક્તિ લખી હશે.

મારો પ્રવાસ હજુ અર્ધવટ છે, પણ મારા મનમાં આશાની કિરણો છે. હું જાણું છું, એકદમ સાચી વ્યક્તિ કોઈક દિવસ મારી સામે હશે, અને તે દિવસના ઇંતેજાર સાથે જ મારો આ સફરનો each day ચમકતો રહે છે.