હું અમદાવાદમાં એકલો રહેતો હતો. હું મમ્મી ને વારંવાર કહેતો કે મમ્મી તું અહીં મારા પાસે અમદાવાદ આવી જાં...અને મમ્મી વારંવાર કહેતી કે, "વિરલ, તું અહીં જામનગર આવી જા," પણ મારે તો અમદાવાદ માં નોકરી હતી અને મમ્મીનું પણ જામનગર પ્રત્યેનું મોહ છૂટતું જ નહોતું. મમ્મી માટે એ શહેર એનો આખો જગત હતો. આમ હું એકલો જ અમદાવાદમાં રહેતો હતો. નવું શહેર, નવી નોકરી, અને એક અલગ જીવનશૈલીમાં મારે હાલવું પડતું હતું. સદભાગ્યે, નોકરીમાં વ્યસ્ત રહેતાં એ નવો જીવનરંગ અનુભવવા લાગ્યો.
એક દિવસ, હું ઓફિસની બિલ્ડિંગની બહાર ફોન પર વાત કરતો ઊભો હતો. ત્યારે મારી નજર સામે એક ટેક્સી ઊભી હતી, જેની ડેકી ખુલ્લી હતી. ત્યાં એક છોકરીની ઝલક મળી, જે તેની બેગ બહાર કાઢવા જ પ્રયત્ન કરી રહી હતી. તેના ચહેરા પરની એક અજબ નિમિષાએ મને આકર્ષિત કરી દીધો.
મારા મોઢેથી આપમેળે શબ્દો નીકળી ગયા, "મેડમ, શું હું તમારી મદદ કરી શકું?"
એ છોકરીએ મારી તરફ જોયું અને હળવા મીઠા અવાજે જવાબ આપ્યો, "હાય, હું રિવા."
એના પરિચયનો જવાબ આપતાં મેં કહ્યું, "હાય, હું વિરલ."
એણે પૂછ્યું, "તમે અહીં જ જોબ કરો છો?"
હું હળવાશથી હસ્યો અને કહ્યું, "હા, અહીં જ."
એણે કહ્યું, "હું આજે જ જોબ માટે અહીં આવી છું. મોડું થય ગયું હતું એટલે એરપોર્ટ પરથી સીધી જ અહીં આવી ગઈ છું."
એના સહજ સ્વભાવએ મારી સાથે વાતચીત સરળ બનાવી. હું એના સામાન ઉઠાવતાં એને બોસની કેબિન સુધી લઈ ગયો. એ દિવસથી અમારું જોડાણ શરૂ થયું, જેનું મહત્વ મને ત્યારે ન સમજાયું.
કેટલાક દિવસ બાદ લંચ ટાઈમમાં તે મારી પાસે આવી અને હળવી મજાકમાં કહ્યું, "વિરલ, ચાલ ને, આજે બહાર જમવા જઈએ. મને કંઈક જુદું જમાવાનું મન છે."
હું માની ગયો અને કહ્યું, "ચાલ, રસ્તા પર કંઈક ખાઈ લઈએ."
જ્યાં રસ્તા પર ચાલતા હતા ત્યાં તેણે પાણીપુરીની લારી જોઈ અને ઊંચા અવાજે કહ્યું, "વિરલ, રોકાઈ જા!"
એણે તરત પાણીપુરી ખાવાનું ચાલુ કર્યું. અને જોત જોતામાં j એણે 80 રૂપિયાની પાણીપુરી ખાઈ નાખી, અને હું એના આ સ્વરૂપ ને જોઈને હસી રહ્યો હતો. પછી અમે ચા પીને ઘણી વાતો કરી. એણે કહ્યું કે તેની ફેમિલીમાં તે અને તેનો ભાઈ છે. મેં પણ કહ્યું કે મારા ઘરમાં મમ્મી અને હું બંને જ છીએ.
પછી બીજા દીવસે અમારા બોસે એમને એમની ઓફિસ માં બોલાવ્યા અને મને અને રિવાને સાથે મળીને એક મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરવા કહ્યું. એ પ્રોજેક્ટ એટલો મહત્વનો હતો કે અમારે ઘણી મહેનત કરવી પડી. દિવસની સાથે રાત પણ કામમાં વ્યસ્ત રહી. જો કે, આખરે અમારી મહેનત સફળ રહી. કંપનીએ અમારું કામ વખાણ્યું અને બોસે તમામ સ્ટાફ સામે મારી પ્રશંસા કરી.
મેં બોસને રોકતાં કહ્યું, "આ શ્રેય ફક્ત મારું નથી. રિવાએ પણ મારી સાથે બરાબર મહેનત કરી છે."
એ સંજોગોએ અમારા સંબંધને વધુ મજબૂત બનાવ્યો.
એક દિવસ એવું બન્યું કે રિવા ઓફિસ જ ન આવી. હું ચિંતિત થયો અને એની સાથેના અન્ય સહકર્મચારીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. એ દિવસની રાત્રે, મારી નિંદર તૂટવી એ ફોનની રિંગથી.
"વિરલ, તુ તરત આવજે," એ અવાજે મને ચિંતામાં મૂકી દીધો.
હું તરત જ એ સ્થળે દોડી ગયો. ત્યાં પહોંચીને જોયું તો લાઇટો અચાનક બંધ થઈ ગઈ. પળવારમાં લાઇટો ચમકી અને હું આશ્ચર્યમાં પડી ગયો.
"હેપ્પી બર્થડે, વિરલ!" બધા જોરથી બોલ્યાં. રૂમ રંગીન ફૂલો અને સુંદર આકર્ષક સજાવટથી ભરાયેલું હતું. ટેબલ પર એક વિશાળ કેક હતો.
રીવા મીઠું હસતી મારી સામે આવી. એણે કહ્યું, "વિરલ, આ surprise છે તારા માટે. આ કેક મેં આખો દિવસ મહેનત કરીને બનાવ્યો છે."
મારા મોઢામાંથી શબ્દો નિકળતા નહોતાં. "આ બધું મારા માટે?"
"હા, મારા માટે તું ખાસ છે, એ માટે."
કેક કાપવાની ઉજવણીમાં મારા તમામ મિત્રો જોડાયા. રિવાએ પોતે મને કેક ખવડાવી. એ પળ મારી જિંદગીમાં ખાસ બની ગઈ.
મોટા ભાગના મિત્રો ગયાં પછી, રિવાએ હળવાશથી કહ્યું, "વિરલ, હું તને પ્રેમ કરું છું."
આ શબ્દો મારી દુનિયા બદલવા માટે પૂરતા હતા. મેં પણ એને કહી દીધું, "રીવા, તારા સિવાય મારી જિંદગી અધૂરી છે. હું તને દિલથી પ્રેમ કરું છું."
રીવાએ એ વાત કરી કે આ સંબંધ માટે એના ભાઈને સમજાવવું પડશે. બીજા દિવસે એના ભાઈને મળવા માટે અમે કેફે ગયા.
જ્યાં હું ગયો ત્યાં જોયું તો રિવાનો ભાઈ આકાશ, મારા કોલેજનો મિત્ર. એ મને જોયા બાદ ગુસ્સે ભરાયો અને કહ્યું, "વિરલ, તું મારી બહેન સાથે ટાઈમપાસ કરે છે?"
મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હું રિવાને સાચે પ્રેમ કરું છું. રિવાએ પણ તેને કહ્યું, "વિરલ મારા માટે ખાસ છે અને હું એને પ્રેમ કરું છું."
આ આખી ચર્ચા બાદ, આકાશે અમારી સાથે નાં મતભેદ ભૂલ્યા અને અમારા લગ્ન માટે સંમત થયો. અને પછી મારા અને રિવા નાં ખૂબ જ ધામ-ધૂમ થી લગ્ન થયાં.
મમ્મી વારંવાર કહેતી કે મારા જીવનમાં સારા લોકો પોતાની જાતે જોડાશે. એ વાત સાચી થઈ. મારું ડિયર લવ મારા જીવનમાં આવી ગયું.
અને આજે અમારા લગ્ન ને સાત વર્ષ થયાં અને હું મારા dear Love ની સફર વિશે મારી દીકરી વાણી ને કરી રહ્યો છું. બવ જ મસ્ત સફર રહી મારી મારા dear Love ને શોધવાની.
પ્રેમની વ્યાખ્યા દરેક માટે અલગ હોય છે, પણ હું સમજી ગયો કે પ્રેમ એ જેની સાથે હોય, તેની સાથે આખું જીવન જીવવું છે.
મમ્મી સાચી જ હતી. પ્રેમને શોધવું પડતું નથી, તે આપણાં જીવનમાં એના માટે યોગ્ય ક્ષણે પોતાની જાતે આવી જાય છે. રિવા એ મારા જીવનનો નવો અરમાન છે, મારી કાલ્પનિક દુનિયાને હકીકત બનાવતી હવા છે. પ્રેમની સુંદરતા એ છે કે તે તોફાન વચ્ચે પણ શાંતિ આપે છે, અને અંધકારમાં પણ નવી ઓર જોવાની દ્રષ્ટિ આપે છે. રિવા મારી જીંદગીનો તે ભાગ છે, જે મારા દર્દને પ્રેમના મધુર મેસેજમાં બદલી શકે છે.
પ્રેમનું સાચું રૂપ એ છે કે તમે પોતાને ભુલીને બીજા માટે જીવો.
આ મારી સ્ટોરીનો અંતિમ ભાગ હતો. મને આશા છે કે તમને મારી આ સ્ટોરી ગમી હશે. મેં આ વાર્તા એ માટે લખી, કેમ કે આજના સમયમાં લોકો પ્રેમભરી વાર્તાઓ વધુ વાંચવા અને માણવા માંડે છે. મારી હંમેશા કોશિશ રહેશે કે હું એવી વાર્તાઓ લખું, જે વાંચનારને લાગણીથી જોડે, ચહેરા પર સ્મિત લાવે અને દિલને સ્પર્શી જાય.
પ્રેમ એ જીવનનો એક એવો ભાગ છે, જે દરેકને અનોખો અનુભવ આપે છે. હું મારા લેખન દ્વારા આ જ પ્રેમની અનોખી ભાત વાંચકોએ પહોંચાડવાનો પ્રયાસ કરું છું.
આ સ્ટોરી વાંચવા અને સમય આપવા બદલ દિલથી આભાર. હું આગળ પણ એવી વાર્તાઓ લખતી રહિશ, જે તમારા દિલને આનંદ અને ઉલ્લાસથી ભરપૂર કરે.
Thank you!🍂
~R B Chavda✍🏻