Secret Archives of the Vatican in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝ

સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી સમુદાય માટે વેટિકન એક સન્માનિત સ્થળ છે જે બે હજાર વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના વિશે અનેક પ્રકારની કિવદંતીઓ પ્રચલિત છે.કહેવાય છે કે વેટિકન પાસે રીયલ લાઇફ મેજિકલ આર્ટીફેક્ટ, પરગ્રહવાસીઓ, શેતાન વગેરેનાં અસ્તિત્વનાં પુરાવા છે.આ બધી વસ્તુઓ વેટિકનનાં સિક્રેટ આર્કાઇવમાં  સુરક્ષિત હોવાનો દાવો કરાય છે.વેટિકન વિશ્વમાં સૌથી પ્રાચિન હયાત ઇન્સ્ટીટયુટ છે તેવામાં તેના સિક્રેટ આર્કાઇવ્ઝમાં કેવી વસ્તુઓ હોવાની શક્યતાઓ છે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલે છે.કહેવાય છે કે વેટિકનમાં અનેક ધાર્મિક વસ્તુઓ હયાત છે.કહેવાય છે કે જે ક્રુસ પર ઇસા મસીહને મોતની સજા અપાઇ હતી તે ક્રુસ, હોલી ગ્રેઇલ, આર્ક ઓફ કોવેનન્ટ, નોઆહ આર્ક વગેરે જેવી અત્યંત મુલ્યવાન વસ્તુઓ વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝમાં સુરક્ષિત હોવાનું કહેવાય છે.કેટલીક એવી વિચિત્ર વસ્તુઓ પણ તેમાં રહેલી છે જેના વિશે લોકોને વધારે ખબર નથી જેવીકે ઇસુની ત્વચા, તેમનો દેહ અને તેમને ક્રુસ પર ચડાવાયા ત્યારે તેમના માથા પર જે કાંટાળો તાજ પહેરાવાયો હતો તે પણ વેટિકન પાસે સુરક્ષિત છે.

૧૯૩૯માં સેન્ટ પીટર બેસિલિકાની નીચેથી નવ જેટલા હાડકા મળી આવ્યા હતા.આ ચર્ચ વેટિકનનો મહત્વનો હિસ્સો ગણાય છે.આ હાડકા એક શુઝ બોક્સમાં મળ્યા હતા.આ હાડકાને પોપ ફ્રાંસિસે ૨૦૧૩માં એક રવિવારે દર્શન માટે બહાર મુક્યા હતા અને ત્યારબાદ તેને ફરીથી આર્કાઇવ્ઝમાં મુકી દેવાયા હતા.ત્યારબાદ આ હાડકા ક્યારેય બહાર લવાયા નથી.કોઇને પણ એ ખબર નથી કે તે હાડકા ખરેખર સેન્ટ પીટરનાં હતા કે નહિ કારણકે વેટિકને ક્યારેય તેના પરિક્ષણની પરવાનગી આપી નથી.

કહેવાય છે કે વેટિકન પાસે ઇસા મસીહનાં અસ્તિત્વને પુરવાર કરતા પુરાવાઓ છે.આ પુરાવાઓમાં રોમના શહેનશાહ નીરો અને સેન્ટ પોલ વચ્ચેનાં સંવાદોનો સમાવેશ થાય છે.જો કે આ અંગે વેટિકને ક્યારેય જાહેરમાં કોઇ વાત રજુ કરી નથી.આ કારણે જ એવી દંતકથાઓ પ્રચલિત છે કે વેટિકને એ પુરાવાઓ પોતાની આર્કાઇવ્ઝમાં સદા માટે લોક કરી દીધા છે.જ્યાં સુધી તે અંગે વેટિકન પોતે કોઇ ખુલાસો ન કરે ત્યાં સુધી તે રહસ્ય જ રહેશે.

ફાધર ફ્રેન્કોઇસ બ્રુને પોતાના પુસ્તક લે નુવેઉ મિસ્ટરે ડુ વેટિકન જે ૨૦૦૨માં પ્રકાશિત થયું હતું તેમાં દાવો કર્યો હતો કે વેટિકને ક્રોનોવાઇઝર નામની ડિવાઇસ ૧૯૫૦માં બનાવી હતી જેના માટે તેણે ત્યારનાં જાણીતા વૈજ્ઞાનિકોને નાણાં આપ્યા હતા.કહેવાય છે કે તે ચશ્મા જેવી ડિવાઇસ હતી જેને પહેરવાથી ભૂતકાળની ઘટનાઓ જોઇ શકાતી હતી.આ ડિવાઇસ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વડે ચાલતી હતી.આ ડિવાઇસ વડે ઇશા મસીહની ક્રુસીફિકેશનની ઘટનાઓ જોઇ શકાતી હતી જો કે કહેવાય છે કે આ ડિવાઇસ બન્યા બાદ વેટિકને તેનો તરત જ નાશ કરી નાંખ્યો હતો અને તેના અવશેષોેને આર્કાઇવ્ઝમાં મુકી દેવાયા હતા.પોર્તુગલનાં એક નાનકડા શહેર ફાતિમામાં ત્રણ બાળકોને વર્ઝિન મેરી તરફથી કેટલાક સંદેશાઓ મળવાની વાત ચર્ચાસ્પદ બની હતી.પહેલા સંદેશમાં તેમણે દોઝખની આગ જોઇ હતી જેમાં તેમણે શેતાની આત્માઓ જોઇ હતી.બીજા સંદેશમાં તેમણે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત અને બીજા વિશ્વયુદ્ધનો આરંભ જોયો હતો.ત્રીજો સંદેશ આખા જગતથી છુપાવાયો હતો જે ૨૦૦૦માં બહાર આવ્યો હતો.જો કે જે સંદેશને ચર્ચે બહાર પાડ્યો હતો તે સંદેશ ઓરિજિનલ સંદેશ નહી હોવા અંગે લોકોએ શંકા વ્યકત કરી હતી.કહેવાય છે કે આ ત્રીજો સંદેશ આજે પણ વેટિકનની આર્કાઇવ્ઝમાં સુરક્ષિત રખાયો છે.

કેટલાક લોકો કેથોલિક ચર્ચને શેતાની સંસ્થા ગણાવે છે.કેટલાકનો તો દાવો છે કે વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝમાં શેતાનનું અસ્તિત્વ છે.વેટિકનનાં સિનિયર એક્જોર્સિસ્ટ ફાધર ગેબ્રિયલ એમોથે તેમના જીવન દરમિયાન હજ્જારો એકસોર્સિઝમ કરાવ્યા હતા.કહેવાય છે કે તેમણે શેતાન સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે શેતાન જાતે વેટિકનમાં કયાંક છુપાયો છે.જો કે વેટિકન કયા કારણોસર શેતાનને જાળવી રહી છે તે લોકોની સમજમાં આવતું નથી.

ગ્રાન્ડ ગ્રિમોઇર એ મધ્યયુગીન પુસ્તક છે જેમાં અનેક અલૌકિક શક્તિઓ હોવાનો દાવો કરાય છે.આ પુસ્તક સોળમી સદીમાં માનનીય થેબ્સે લખ્યું હતું.આ પુસ્તકની રચના પણ શેતાને જાતે કરાવી હોવાનું કહેવાય છે.તેમાં કેવી રીતે જાદુ કરાય છે અને કેવી રીતે રાક્ષસોનું આહ્વાન કરાય તેની માહિતી અપાઇ છે.આ પુસ્તકની ઘણી નકલો હતી પણ તેની મુળ કોપી માત્ર વેટિકનની પાસે છે.દાવો છે કે આ પુસ્તકની અન્ય નકલ વાસ્તવમાં નકલી છે પણ જે મુળ નકલ વેટિકન પાસે છે તે વાસ્તવમાં શક્તિશાળી હતી.કહેવાય છે કે વેટિકને આ મુળ કોપી પોતાની પાસે જાળવી રાખી છે કારણકે તે આવનારા દુષણોથી માનવજાતને બચાવવા માંગે છે.

મોટાભાગે શાળાઓમાં ભણાવાય છે કે ઇસા મસીહ હિબ્રુ હતા અને ઇઝરાયેલનાં પહાડી વિસ્તારોમાં તેમનો વસવાટ હતો.તેમના દેખાવ અંગે પણ એક સમાન જ માહિતી બહાર પડાય છે.કહેવાય છે કે જિસસ કેવા હતા તેનો પુરાવો વેટિકન પાસે છે.જો આ દાવો સાચો હોય તો તેમની પાસે ઐતિહાસિક વ્યક્તિનાં અસ્તિત્વનો સૌથી મોટો પુરાવો છે.જો કે આ માહિતી વેટિકને ક્યારેય જાહેર કરી નથી અને તે આ મામલે કેમ ચુપ છે તે પણ એક રહસ્ય છે.

પરગ્રહવાસીઓ અંગે અનેક પ્રકારની કોન્સપિયરસી થિયરીઓ વહેતી કરાયેલી છે જેમાં વેટિકનનો પણ સમાવેશ થાય છે.કહેવાય છે કે ૧૯૯૮માં એલિયનને મળતા આવતા હાડપિંજર મળ્યા હતા જે વેટિકને પોતાની પાસે સાચવી રાખ્યા છે.કહેવાય છે કે વેટિકન પાસે એલિયનને લગતા નક્કર પુરાવાઓ છે કેટલાકનો તો દાવો એ પણ છે કે વેટિકન પાસે તો જીવતા એલિયન્સ પણ રહેલા છે.જો કે વેટિકને કેમ આ રહસ્યને લોકોથી દુર રાખ્યું છે અને એલિયન્સ પણ તેમની પાસે જ કેમ રહે છે તે પણ રહસ્ય જ છે.

આખા વિશ્વમાં પોપને સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાવાય છે કારણકે તેમને માનનારા લોકોની સંખ્યા ૧.૨ અબજ જેટલી છે.તેવામાં તેમની સાથે સંકળાયેલી ઘણી બાબતો વિવાદાસ્પદ બની રહે છે.પોપ જહોન પોલ પહેલા એવા પોપ હતા જેઓ માત્ર તેત્રીસ દિવસ આ પદ પર રહ્યાં હતા અને તેમનું અવસાન થયું હતું આ અવસાને અનેક પ્રકારની ચર્ચાઓ જગવી હતી જેમાં ડેવિડ યેલોપે ઇન ગોડસ નેમ એન ઇન્વેસ્ટીગેશન ઇન્ટુ ધ મર્ડર ઓફ પોપ જહોન પોલ પ્રથમ નામનું પુસ્તક લખ્યુ હતું.તેણે દાવો કર્યો હતો કે તેમની હત્યા વેટિકનમાં રહેલા ફ્રીમેશન ગૃપનાં લોકોએ કરી હતી કારણકે કે પોપ વેટિકન બેન્ક અને મની લોન્ડરિંગ માફિયાઓ વચ્ચેનાં સંબંધોનો પર્દાફાશ કરવા માંગતા હતા.અન્ય એક થિયરી અનુસાર તેઓ લેટિન માસને ફરીથી લાગુ કરવા માંગતા હોવાને કારણે સીઆઇએ અને કેજીબીએ તેમની હત્યા કરી હતી.

નો નથિંગ એક એવા સમુદાયનું નામ છે જે પોતાને સિક્રેટ સોસાયટી તરીકે ઓળખાવે છે.જ્યારે ઇમિગ્રેશન બહુ ચર્ચાસ્પદ મુદ્દો હતો ત્યારે આ સમુદાય બહુ શક્તિશાળી હતો.આ એ સમય હતો જ્યારે યુરોપિયન કેથોલિક અમેરિકા આવવા લાગ્યા હતા.તે સમયમાં આ સમુદાયે વેટિકનનાં ઇશારે કામગિરી કરી હોવાનો દાવો કરાય છે.

જહોન પોલ બીજા એવા પોપ હતા જેમના પર બે વખત જીવલેણ હુમલો કરાયો હતો.તેર મે ૧૯૮૧માં મેહમત અલી આગ્કા નામના શખ્સે તેમને ગોળી મારી હતી.પોપ પર પાચ કલાક લાંબી સર્જરી કરાઇ હતી અને તેઓ જીવતા બચી ગયા હતા.મહેમત અલી પાસે એક સુસાઇડ નોટ મળી હતી.તે આ પહેલા જેલમાંથી છુટ્યો હતો અને તેણે એક અખબારને પત્ર મોકલ્યો હતો જેમાં કહ્યુ હતું કે પોપ રશિયાના એજ્ન્ટ છે.પહેલા તેણે દાવો કર્યો હતો કે તે એકલો છે પણ ત્યારબાદ તેણે તે પેલેસિનિયન લિબરેશન ઓર્ગેનાઇઝેશનનો સભ્ય હોવાનું જણાવ્યું હતું જે કેજીબી દ્વારા સંચાલિત ગુપ્ત સંસ્થા હતી.જેલમાંથી છુટ્યા બાદ આગ્કાએ ફુલોનો ગુલદસ્તો જહોન પોલ બીજાની કબર પર ચડાવ્યો હતો અને પોપ ફ્રાંસીસને મળવાની અરજી કરી હતી જે સ્વીકારાઇ ન હતી.પોપ કેથોલિક ચર્ચનાં નેતા છે.કેથોલિક માન્યતાઓ અનુસાર પીટર એ બાર એપોસ્ટલમાંના એક છે મેથ્યુ સોળ અનુસાર પીટર એ પાયાનો પત્થર છે જેના પર ઇસુ ચર્ચને બાંધવા ચાહતા હતા.તેમની પાસે જ હેવનની ચાવી છે અને તેમને અનેક પ્રકારની શક્તિઓ અપાયેલી છે.આમ પોપને ઇશ્વરનાં પ્રતિનિધિ ગણાવાય છે.જો કે કેટલાકનો દાવો હતો કે પોપ એ એન્ટીક્રાઇસ્ટ છે અને આ વાત માર્ટિન લ્યુથર કિંગે ૧૫૩૭માં કરી હતી.આઇજેક ન્યુટને પણ પોપને ૬૬૬ સાથે સાંકળ્યા હતા.પોપને આ વાત સાથે સાંકળવાનું કારણ એ છે કે નવમી સદી બાદ જ મોટાભાગનાં પોપ પર અનેક પ્રકારનાં ગંભીર આરોપ લાગતા રહ્યાં છે.

વેટિકનને ૧૯૨૯માં અલગ દેશ તરીકે માન્યતા અપાઇ હતી કારણકે તેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ન્યુટ્રલ રહેવાનું પસંદ કર્યુ હતું.પાયસ તેરમા જ્યારે પોપ બન્યા તેના છ મહિના પહેલા બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ હતી અને સમગ્ર યુદ્ધ દરમિયાન તેઓ આ પદ પર હતા પણ તેમણે મૃતકોમાં રહેલા ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કર્યો હતો પણ યહુદી પીડિતોનો ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો.આ માટે એવો દાવો છે કે તેઓ પોપ બન્યા તે પહેલા જ તેમણે નાઝીઓ સાથે કરાર કર્યો હતો કારણકે તેઓ સામ્યવાદીઓનો નાશ કરવા માંગતા હતા.પોપ બેનેડિક્ટ સોળમાએ રાજીનામુ આપ્યું ત્યારે તે ઘણુ ચર્ચાસ્પદ બન્યું હતું.કારણકે ત્યારે જ વિકિલિક્સે ચર્ચનાં સ્કેન્ડલ ઉજાગર કર્યા હતા જેમાં તેમણે  પોપના જ પત્રોનો સહારો લીધો હતો આ સમગ્ર પ્રકરણની પાછળ હિલેરી ક્લિન્ટન, બરાક ઓબામા અને જર્યોજ સોરોઝનો હાથ હોવાનો આરોપ મુકાયો હતો.અહી પોપ બેનેડિકટ્‌કને નિશાન બનાવાયા હતા અને અન્ય એક પ્રકરણમાં પોપ ફ્રાંસિસને કોમ્યુનિસ્ટ વુલ્ફ ગણાવાયા હતા.