The scariest cursed things in the world in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વની સૌથી ડરામણી શ્રાપિત વસ્તુઓ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વિશ્વની સૌથી ડરામણી શ્રાપિત વસ્તુઓ

 વર્ષોથી આપણે શ્રાપિત વસ્તુઓ અંગે સાંભળતા - વાંચતા આવ્યા છીએ.આ વસ્તુઓ આપણાં રોજબરોજનાં જીવનમાં ઉપયોગમાં લેવાતી જ વસ્તુઓ હોય છે જેમકે ઘર, ખુરસી, આઇનો, પાત્રો, ઢીંગલીઓ અને પેઇન્ટિંગ.આપણને કહેવાય છે કે કેટલીક વસ્તુઓમાં શેતાનનો વાસ રહેતો હોય છે અને તે જ્યાં હોય છે તેના માલિકને તો તેના વિશે જાણ પણ હોતી નથી પણ જયા આ વસ્તુઓ હોય છે ત્યાં તે હંમેશા અપ્રિય ઘટનાઓનાં નિર્માણનું કારણ બની રહેતી હોય છે.આ વસ્તુઓ એકથી બીજા હાથમાં ભલે જતી હોય પણ પોતાની સાથેના શ્રાપને તે છોડતી નથી.

૧૭૦૨માં જ્યારે હત્યાના આરોપમાં થોમસ બસ્બીને ફાંસીની સજા અપાઇ ત્યારે તેણે પોતાની એક ખુરસીને શ્રાપિત કરી દીધી હતી જે બસ્બી સ્ટુપ ઇન ચેર તરીકે કુખ્યાત છે.તેણે ડેનિયલ ઓટીની હત્યા કરી હતી જે નોર્થ યોર્કશાયરનાં તેના ઘરે આવ્યો હતો આમ તો તે તેનો સંબંધી હતો અને જ્યારે તે ઘેર આવ્યો ત્યારે તે બસ્બીની અતિપ્રિય એવી ખુરસી પર બેઠો હતો.આ જોઇને તે ગુસ્સે ભરાયો હતો અને તેની સાથે તેને લડાઇ થઇ હતી.જો કે ડેનિયલ તો આ લડાઇ બાદ પોતાના ઘેર ચાલ્યો ગયો હતો પણ બસ્બીનો ગુસ્સો શાંત થયો ન હતો અને તે તેના ઘેર પહોંચી ગયો હતો અને હથોડા વડે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો જેના પરિણામે તેને મોતની સજા કરાઇ હતી.તેને એક ખુરસી પર મોતની સજા અપાઇ હતી જે તેની પ્રિય હતી અને ત્યારબાદ જે પણ આ ખુરસી પર બેઠો હતો તેની રહસ્યમય સંજોગોમાં મોત થઇ હતી.કેટલાકે આત્મહત્યા કરી હતી કેટલાક ઇમારત પરથી નીચે પડ્યા હતા કેટલાકને અકસ્માત નડ્યો હતો અને કેટલાક યુદ્ધમાં ગયા બાદ પાછા ફર્યા ન હતા.૧૯૭૦માં આ ખુરસી ટોની અર્નશોએ ખરીદી હતી તેને આ ખુરસીનાં શ્રાપ અંગે જાણ હતી આથી તેણે આ ખુરસીને પોતાના  ભોંયરામાં મુકી દીધી હતી.જો કે તેમ છતાં કેટલાક લોકો તે ખુરસી પર બેસવાનું દુસ્સાહસ કરતા હતા એક ડ્રાઇવર આ ખુરસી પર બેઠા બાદ મોતને ઘાટ ઉતર્યો ત્યારબાદ ટોનીએ એ ખુરસીને થર્સ્કનાં મ્યુઝીયમને દાનમાં આપી હતી.અહી પણ તેને ટીંગાડવામાં આવી છે જેથી તેના પર કોઇ બેસી શકે નહી.

ધ ક્રાઇંગ બોયની પેઇન્ટિંગ કોઇ  એક પેઇન્ટિંગ નથી પણ તેની ઘણી નકલો અસ્તિત્વ ધરાવે છે.જો કે મુળ ચિત્રની રચના ઇટાલીનાં ચિત્રકાર બ્રુનો એમાડિયોએ કરી હતી.આ ચિત્ર યુકેમાં ઘણું પ્રખ્યાત છે અને ઘણાં ઘરોની દિવાલો પર તે જોવા મળે છે.જો કે તે ચિત્ર શાપિત હોવાની પ્રથમ ઘટના પાંચ સપ્ટેમ્બર ૧૯૮૫માં જાહેર થઇ હતી.ત્યારે ધ સને કેટલાક ઘર ભસ્મીભૂત થયાની સ્ટોરી પ્રસિદ્ધ કરી હતી જેમાં તેણે આ ચિત્રનો ઉલ્લેખ કર્યો હતો.આ સ્ટોરી પ્રસિદ્ધ થયા બાદ અનેક લોકોનાં કોલ આવ્યા હતા જેમાં કહેવાયું હતું કે આ ચિત્ર જ્યાં હોય ત્યાં અપ્રિય ઘટનાઓ બન્યાનાં અનેક ઉદાહરણ છે.એક મહિલાએ જણાવ્યું હતું કે તેણે આ ચિત્ર ખરીધ્યુ તેના છ મહિનામાં જ તેનું ઘર બળી ગયું હતું.ત્યારે સને પોતાના વાચકોને આ ચિત્ર પોતાના ઘરમાંથી દુર કરવાની સલાહ આપી હતી.જેના જવાબમાં ૨૫૦૦ લોકોએ પોતાના ઘરમાંથી આ ચિત્ર દુર કર્યુ હતું અને જાહેરમાં હોળી કરીને તેને નષ્ટ કર્યા હતા.૨૦૧૦માં સ્ટીવ પુંટ નામના હાસ્ય કલાકારે જ્યારે તેના ઘરમાં રહેલા આ ચિત્રને બાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ચિત્ર બળ્યું ન હતું આથી તે તેને પોતાના પોર્ચમાં જ છોડીને ત્યાંથી હટી ગયો હતો.

રહોડ આઇલેન્ડનાં ન્યુપોર્ટમાં આવેલ બેલકોર્ટ કેસલમાં ૬૦ ઓરડા છે જેને અમેરિકામાં ભૂતિયા ઘર તરીકે કુખ્યાતિ મળી છે.આ કિલ્લામાં અનેક પુરાતન વસ્તુઓ સંગ્રહિત છે જેમાં બોલરૂમમાં રહેલી કેટલીક ખુરસીઓ પણ સામેલ છે.ત્યાં આવતા પ્રવાસીઓએ હંમેશા ફરિયાદ કરી છે કે જ્યારે પણ તે આ ખુરસીઓની નજીક ઉભા રહેતા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થતો હતો.જ્યારે તેના પર કોઇ બેસવાનો પ્રયાસ કરે ત્યારે કોઇ અદૃશ્ય શક્તિ તેમને તેમ કરતા રોકતી હતી.કેટલાકે જ્યારે પ્રયત્નપુર્વક તેના પર બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કોઇએ ઉઠાવીને ફંગોળી દીધાનાં અનુભવો પણ લોકોએ શેર કર્યા છે.આ કિલ્લામાં કેટલાક બખ્તર પણ છે જેમાંથી હંમેશા ચીસોનો અવાજ આવતો હોય છે.ખાસ કરીને માર્ચ મહિનામાં તે અવાજો બળવત્તર હોય છે.

બાસાનોનું પાત્ર આમ તો અનેક દંતકથાઓમાં પ્રચલિત છે અને હાલમાં તે ક્યાં છે તેની કોઇને ખબર નથી.આ પાત્ર ઇટાલીનાં નેપોલીમાં અસ્તિત્વમાં આવ્યુ હતું.આ પાત્ર એક વધુને તેના પતિ દ્વારા ભેટમાં અપાયું હતું અને તે રાતે જ તે મોતને ભેટી હતી.આ પાત્ર વધુનાં પરિવારને અપાયું હતું અને તે લોકો પણ તેને પ્રાપ્ત કર્યા બાદ મોતને ઘાટ ઉતર્યા હતા.આથી આ પાત્રને શ્રાપિત જાહેર કરાયું હતું અને તેને દાટી દેવાયું હતું.જો કે આ પાત્ર ત્યારબાદ ૧૯૮૮માં મળ્યું હતું.જેને તે મળ્યું હતું તેણે એક ફાર્માસિસ્ટને વેચી દીધુ હતું અને તે ત્રણ જ મહિનામાં મોતને ઘાટ ઉતર્યો હતો.તેના પરિવારે આ પાત્ર એક તબીબને વેચ્યુ અને તે પણ મોતની રાહ પર ચાલી નિકળ્યો હતો.આ પાત્ર ત્યારબાદ અન્ય બે લોકોને વેચવામાં આવ્યું હતું જેને પણ મોત જ મળ્યું હતું.છેલ્લા જે પરિવારની પાસે તે આવ્યું તેમણે આ પાત્ર તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સફળતા મળી ન હતી કોઇ તેને હાથ લગાવવા તૈયાર ન હતું કોઇ સંગ્રહાલય પણ તેને પોતાની પાસે રાખવા તૈયાર થયું ન હતુ કહેવાય છે કે તેને કોઇ અજાણ્યા સ્થળે દાટી દેવામાં આવ્યું છે.

ડિબ્બુક બોક્સ આમ તો દારૂ રાખવાની એક પેટી છે જેના પર ડિબ્બુક નામના શેતાનનો વાસ હોવાનું કહેવાય છે.આ બોકસ એન્ટીક કલેકટર કેવિન મેનિસ પાસે છે જેને તે એક મહિલાએ વેચ્યું હતું જેનો દાવો હતો કે તે બોકસ તેને તેની દાદી પાસેથી મળ્યું હતું.જ્યારે મેનિસે તે બોકસ ખોલ્યુ ત્યારે તેમાંથી તેને કેટલીક મીણબત્તી, વાઇન ગોબલેટ અને બે તાળા મળ્યા હતા.જો કે જ્યારે તેણે આ બોકસ ખોલ્યુ તે દિવસે કોઇએ તેની દુકાનની તોડફોડ કરી હતી પણ તેની દુકાનમાંથી કશું ચોરાયું ન હતું.દુકાનમાં રહેલા બલ્બ તુટેલા હતા જો કે મેનિસે ત્યારે આ બધુ પેલા બોકસને કારણે થયું છે તેવું લાગ્યું ન હતું અને તેણે એ બોકસ પોતાની માતાને આપ્યું જેને ત્યારબાદ પક્ષાઘાતનો હુમલો થયો હતો અને તે બોકસ તેમણે પાછુ આપી દીધુ હતું.તે બોકસ તેણે પોતાની બહેનને આપ્યું તેણે પણ આ બોકસનાં ઘરમાં આવ્યા બાદ અને ખોલ્યા બાદ બેચેનીનો અનુભવ કર્યો હતો અને તેને પાછું આપી દીધુ હતું.તેના ભાઇએ પણ તે તેને પાછુ આપી દીધુ હતું.મેનિસે ત્યારબાદ તેને વેચવાનો નિર્ણય કર્યો હતો તેને ખરીધ્યા બાદ પણ તે તેની પાસે જ પાછુ આવ્યું હતું.આથી મેનિસે તેને પોતાના ભોંયરામાં મુકી દીધુ હતું.ત્યારબાદ ઘરમાં ભૂતોનો વાસ હોવાનો તેને અનુભવ થયો હતો.તે જ્યારે સુઇ જતો ત્યારે તેના શરીર પર ઘસરકાનાં નિશાન પડી જતા હતા.આખરે તે બોકસ તેણે લોસિફ નિત્ઝ્‌કેને ૨૦૦૩માં ૧૪૦ ડોલરમાં વેચી દીધુ હતું.જેને પણ ભયંકર અનુભવોનો સામનો કરવો પડ્યો હતો.તેણે પણ એ બોકસને જેસોન હેકસટોન નામની વ્યક્તિને વેચી દીધુ જેને આ જ પ્રકારનાં અનુભવો થતા તે યહુદી ધર્મગુરૂ પાસે ગયો હતો અને વિધિ કરાવી હતી.માર્ચ ૨૦૧૭માં ઝાક બેગન્સે આ બોકસ મેળવ્યું હતું અને લાસ વેગાસમાં તેના મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુક્યું હતું.

અમેરિકામાં અનેક ઘરો ભૂતિયા હોવાનું કહેવાય છે જેમાંનું એક લુઇસિયાનામાં આવેલ ફ્રાંસિસવિલેનું ધ મિર્ટલ્સ પ્લાન્ટેશન છે.આ ઘરમાં બસ્સો વર્ષ જુનો એક આઇનો છે જે શ્રાપિત હોવાની ચર્ચા છે.આ ઘરનાં માલિકની પત્ની સારાને તેના એક ગુલામ ચોલેએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો તેની સાથે તેની બે પુત્રીઓને પણ મોતને ઘાટ ઉતારાઇ હતી અને તેમની આત્માઓ આ આઇનામાં કેદ થઇ હોવાનું કહેવાય છે.આ સ્થળની મુલાકાત લેનારા અનેક પ્રવાસીઓને આ આઇના પર વિચિત્ર હેન્ડપ્રિન્ટસ અને ડાઘાઓ જોવા મળે છે.કેટલાકને આ આઇનામાં કેટલાક લોકો દેખાયા હોવાનું કહેવાય છે જો કે આ કથાની સત્યતા અંગે ખાતરીપુર્વક કશું કહી શકાય તેમ નથી કારણકે ચોલે નામનો કોઇ ગુલામ હોવાનો કોઇ રેકોર્ડ નથી અને સારા અને તેની એક પુત્રીનું યલો ફીવરમાં મોત થયાનું અને બીજી પુત્રી યુવાવસ્થામાં મરી હોવાનો રેકોર્ડ છે.

૨૦૧૩થી માંડીને ૨૦૧૭ સુધીમાં ધ કન્ઝયુરિંગ, એનાબેલ અને એનાબેલ : ક્રિએશન નામની ત્રણ ફિલ્મો આવી છે જેમાં વિચિત્ર  ઢીંગલી એનાબેલ અંગે કહેવાયુ છે.આ ઢીંગલી આમ તો વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે અને કનેટકીકટનાં એડ એન્ડ લોરેનનાં ઓકલ્ટ મ્યુઝીયમમાં પ્રદર્શનમાં મુકાયેલી છે.આ ઢીંગલી અંગેની કથાઓનો આરંભ ૧૯૭૦માં થયો હતો.ત્યારે એક મહિલાએ પોતાની પુત્રી માટે એક ઢીંગલી ખરીદી હતી.લોકોએ ત્યારબાદ કહ્યું હતું કે આ ઢીંગલી હુમલાઓ કરે છે અને લોકોને મારવાનો પ્રયાસ કરે છે.એડ અને લોરેને આ ઢીંગલી અંગે તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ ઢીંગલીમાં એક શેતાની આત્માનો વાસ છે.જ્યારે તે પોતાના મ્યુઝીયમમાં રાખવા માટે તેને લઇ જતા હતા ત્યારે તેમની કાર જ સ્ટાર્ટ થતી ન હતી જ્યારે તેમણે પવિત્ર જળનો છંટકાવા પાછલી સીટ પર કર્યો ત્યારે કાર સ્ટાર્ટ થઇ હતી.તેમણે આ ઢીંગલી પોતાના મ્યુઝીયમમાં રાખી છે પણ તેને એક કાચનાં કેબિનેટમાં રાખી છે જેને મંત્રોચ્ચાર વડે પવિત્ર કરાયું હતું.જો કે ત્યાં પણ તેનો ઉત્પાત શાંત થયો ન હતો તે મ્યુઝીયમમાં આવેલા એક છોકરા અને તેની ગર્લફ્રેન્ડ આવ્યા હતા અને તે આ બોકસને અડ્યા હતા જે જોઇને તેમને ત્યાંથી હાંકી કઢાયા હતા અને તેમને અકસ્માત નડ્યો હતો.

ધ એંગ્વીસ મેન આમ તો એક પેઇન્ટિંગ છે જે સીન રોબિન્સનનાં પરિવાર પાસે હતું.તેની મુળ માલિક રોબિન્સનની દાદી હતી જે આ ચિત્ર શેતાન હોવાની ફરિયાદ કરતી હતી.તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરની આસપાસ રાત્રે કોઇ ફરતુ રહે છે અને ક્યારેક તો કોઇના રડવાના પણ અવાજ સંભળાય છે.દાદીનું કહેવું હતું કે જે ચિત્રકારે આ ચિત્ર તૈયાર કર્યુ હતું તેણે રંગમાં પોતાનું લોહી પણ ભેળવ્યુ હતુ.આ ચિત્ર તૈયાર કર્યા બાદ તેણે આત્મહત્યા કરી હતી.આ ચિત્ર સીનનાં ઘરમાં આવ્યા બાદ અહી પણ વિચિત્ર ઘટનાઓ ઘટવાનો ઉપક્રમ આરંભ થઇ ગયો હતો.સીન આ ચિત્ર લઇને અમેરિકામાં અનેક સ્થળે ફરે છે એક વખત તે ચિલિંગહામ કેસલમાં ગયો હતો ત્યારે ત્યાંની શક્તિશાળી આત્મા જહોન સેઝે આ ચિત્ર ત્યાં આવતા ઉત્પાત મચાવી દીધો હતો.

ધ હેન્ડસ રેઝિસ્ટ હીમ એક ચિત્ર છે જેની રચના બિલ સ્ટોનહેમે કરી હતી અને આ ચિત્ર તેણે એ ફોટોગ્રાફને આધારે તૈયાર કર્યુ હતુ જે તેના માતાપિતાએ જ્યારે તે પાંચવર્ષનો હતો ત્યારે લીધુ હતું.૧૯૭૨માં સ્ટોનહેમને ચાર્લ્સ ફેઇનગાર્ટને પોતાના સંગ્રહાલય માટે બે ચિત્ર તૈયાર કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો.તેણે બે ચિત્ર તૈયાર કર્યા અને તેની પત્નીએ લખેલી કવિતાને આધારે તેમના શિર્ષક નક્કી કર્યા હતા.આ કવિતાનું શિર્ષક હતું હેન્ડસ રેઝિસ્ટ હીમ.૧૯૭૪માં જહોન મેર્લીએ આ ચિત્ર ખરીધ્યુ હતું જો કે ૧૯૭૮થી ૧૯૮૪નાં ગાળા દરમિયાન આ ચિત્ર જેની પાસે ગયું તે મોતને ભેટ્યું હતું અને ત્યારબાદ જ તે શ્રાપિત હોવાની કથાઓ વહેતી થઇ હતી.આ ચિત્ર ૨૦૦૦માં ઇબે પર દેખાયું હતું.ત્યારે એક પરિવારે આ ચિત્ર વેચવાની જાહેરાત કરી હતી તેમનો દાવો હતો કે તેમની પુત્રી કહે છે કે આ ચિત્રમાં રહેલા બાળકો બહાર આવેે છે અને તેને મારે છે.આ ચિત્ર કિમ સ્મીથે ખરીધ્યુ તેને પણ વિચિત્ર અનુભવો થયા હતા.જેની પાસે આ ચિત્ર હોય છે તેને જ આવા અનુભવો થાય છે તેમ નથી પણ કેટલાક જેમણે ઇબે પર તેની જાહેરાત જોઇ હતી તેને પણ આ પ્રકારના અનુભવો થયાનું કહેવાય છે આથી જ આ ચિત્રને હોન્ટેડ ઇબે પેઇન્ટિંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વમાં રોબર્ટને સૌથી ભયંકર શ્રાપિત ઢીંગલી કહેવાય છે.જેની પાસે પણ આ ઢીંગલી ગઇ હતી તેને ઘણી અપ્રિય ઘટનાઓનો ભોગ બનવું પડ્યું હતું.આ ઢીંગલી રોબર્ટ યુઝીન ઓટ્ટોને તેના જન્મદિને તેના દાદાએ ભેટમાં આપી હતી.જે તેણે મોટો થયો ત્યાં સુધી સાચવી રાખી હતી.આ ઘર ૧૯૭૪માં મિર્ટલ રયુટરે ખરીધ્યુ હતુ અને આ ઢીંગલી પણ ત્યારે ત્યાં જ હતી.જેણે આ ઢીંગલીને ઘરની આસપાસ ફરતી રહેતી હોવાનું જોયું હતું.૧૯૮૪માં તેણે આ ઢીંગલી ફલોરિડાનાં ફોર્ટ ઇસ્ટ માર્ટેલો મ્યુઝીયમને દાનમાં આપી દીધી હતી.