Prem Jivanno Aadhar - 3 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | પ્રેમ : જીવનનો આધાર - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

પ્રેમ : જીવનનો આધાર - 3

કેમ છો બધા મિત્રો ? આશા છે કે બધા મોજમાં જ હશો... મારી સાથેના આ સફરમાં મોજમાં હો, બાકી આમ તો બધા મસ્ત રીતે જીવન જીવતાં જ હશો... ખરું ને ? ચાલો હવે ભયને કારણે .... ત્યાંથી આગળ વધીએ...

ભયને કારણે અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે અને આજનું કામ કાલ ઉપર ટાળવાની વૃત્તિ જન્મ લે છે. ભયને કારણે આપણા સામર્થ્ય અને ક્ષમતા હણાઈ જાય છે. આપણે યોગ્ય દિશામાં વિચારી પણ નથી શકતા. ભય પરસ્પર સંબંધો તોડાવે છે અને સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે.

 ભયના સર્વસામાન્ય સંજોગો

• નિષ્ફળ જવાનો ભય

• અજ્ઞાત હોવાનો ભય

• પૂર્વતૈયારી ન કરી હોવાનો ભય

• ખોટા નિર્ણયો લેવાયાનો ભય

• અસ્વીકૃતિનો ભય

• માન સન્માનનો ભય

અમુક પ્રકારના ભયનું વર્ણન કરી શકાયું છે જયારે અમુક પ્રકારના માત્ર અનુભવી શકાય છે, એનું શબ્દોમાં વર્ણન નથી કરી શકાતું. ભયથી અસ્વસ્થતા જન્મે છે જેને કારણે વિચારક્ષમતા છીનવાઇ જાય છે અને ખોટા નિર્ણયો લેવાઇ જાય છે. આ ખોટા વિચારી પગલાંને કારણે સમસ્યાનો ઉકેલ આવવાને બદલે સમસ્યા અનેકગણી વધી જાય છે. ભયથી મુક્ત થવાનો સામાન્ય રસ્તો એટલે ભયથી દૂર ભાગવુ. આ ભાગેડુ વૃત્તિને કારણે થોડા વખત માટે આપણી જાતને સલામત અનુભવીએ છીએ, પરંતુ એ વાત નથી સમજી શકતા કે મૂળ કારણ તો હજી છે જ. કાલ્પનિક ભયથી તો સમસ્યાનું રૂપ પણ તીવ્ર લાગે છે. ભય અમુક હદથી વધી જઈને આપણા સંબંધો તોડાવે છે અને આપણું સુખ છીનવી લે છે.

નિષ્ફળ થવાનો ભય ઘણી વાર નિષ્ફળતા કરતાં પણ વધુ ભયાવ સાબિત થાય છે. નિષ્કળતા એ માણસના જીવનમાં ઘટતી ઘટનાઓમાં સૌથી હિન ઘટના નથી. પ્રયત્ન જ નથી કરતા, એ ધ્યેયની ઉત્પત્તિના સમયથી જ નિષ્ફળ હોય. નાનું બાળક ચાલતાં શીખે છે ત્યારે અનેક વાર પડે છે, પણ એમના માટે એ અંત નથી. એટલે એ બાળક ફરી ઊભા થઇ ચાલવાનો પ્રયત્ન કરે. જો બાળક ડરી જાય, નાસીપાસ થઇ જાય તો કદાચ જિંદગીમાં ક્યારેય ચાલી ન શકે. ભયના કારણે હંમેશને માટે કોઇને આધીન રહેવું એના કરતાં સામી છાતીએ ગોળી ઝીલી મોતને પ્રાપ્ત થવું વધુ સારું છે...

* ભય નાં કારણે વ્યક્તિ પોતાને કંઇક સીમા સુધી સીમિત કરી લેય છે, જ્યારે એ વ્યક્તિ વાસ્તવમાં એ સીમા સુધી જ પ્રેરાયેલો નથી.

* ભય નાં કારણે વ્યક્તિને જે વર્તમાનમાં જરૂરી છે એ પ્રાપ્ત કરી શકતો નથી.

ઘણી બધી આડઅસરો ભયના કારણે થતી હોય છે. હવે આ છે શા માટે ? અથવા કોનો ભય છે ? શું કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી, કોઈ સંબંધથી, કોઈનાં માન કે અપમાનથી કે ભવિષ્યથી ? શા કારણે આપણને ભય છે ?

જો કોઈ વસ્તુથી છે તો એનો ત્યાગ કરો.

કોઈ વ્યક્તિથી છે તો એ જુઓ કે એ વ્યક્તિથી શા માટે ભય છે ? શું એ વ્યક્તિથી આપણને કાઈ નુકસાન છે ? જો નય, તો એ વ્યક્તિને ધ્યાનથી સમજો.

કોઈ સંબંધથી છે તો શા માટે ? એટલા માટે કે ભવિષ્યમાં એ સંબંધ તૂટી જશે તો? એ ભગવાન પર છોડી દો. આ ભયનાં કારણે વર્તમાનને ના બગાડો. અથવા in family background કાઈ issue આવશે તો ? તો જેના લીધે issue આવી શકે એ કાર્ય, સારા માટે છે તો એ ના છોડો કેમ કે સારું કાર્ય સમજતા બધાને સમય લાગે. પણ એ સમજી તો જશે જ (વર્તમાનમાં નહીં તો ભવિષ્યમાં). કાઈક વાતો - જે સમય આજે વર્તમાનમાં ના સમજાવે, પરંતુ એ પછી ભવિષ્યમાં સમજાવી દેય છે. અને કાઈક વાતો જે આપણે આજે સમજી શકશું એ ભવિષ્યમાં સમજી નહીં શકિએ, એ વાત પણ ધ્યાનમાં રાખવી. એટલા માટે ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં જીવનનો, પ્રેમનો આનંદ લો. 

કોઈ ને માન અપમાનથી ભય લાગે. હું આમ કરું તો મારું માન શું રેશે? મારા પરિવારનું માન શું રેશે ? જો તમે કાઈ ખોટુ કરો છો અને આવો ભય છે તો એ બરાબર છે. પરંતુ જો કાઈ ખોટુ નથી કરતા છતાં પણ કોઈ કારણોસર ભય છે તો તમે પોતાની જાતને છેતરો છો. આપણે આ દુનિયામાં શું છીએ, કે આપણને માન અપમાનનો ડર લાગે છે. જે એક ગાળ સાંભળી ને ગળું કાપી નાખવાની શક્તિ ધરાવે, એ પણ સો ગાળો નું અપમાન સહન કરે છે (ક્રિષ્ન ભગવાન). તો તમે અને હું કઈ ખેતની મૂળી છીએ. 

શરૂઆતમાં જ એક લાઈન લખેલી કે પ્રેમના માર્ગ પર આગળ વધતાં આવતા વિકારોમાંથી એક વિકાર એટલે ભય. વર્તમાન પેઢીએ પ્રેમને કઈક અલગ જ નામ આપી દીધું છે. GF-BF ના સંબંધને પ્રેમનું નામ આપવું એ પૂર્ણત: અનુચિત છે. આજકાલ પ્રેમ શબ્દોનો પ્રયોગ પાર્થિવ પાંચ ભૌતિક શરીરના ભોગને કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં એને પ્રેમ નહીં વાસના(કામ) કહેવાય છે. પ્રેમ કામ રહિત, ભય રહિત, અપેક્ષા રહિત, વિકારો રહિત હોય છે. મને કોઈ સાથે પ્રેમ થયો, એ મને છોડીને ચાલ્યા ગયા, મને દુખ આપ્યું – શું આ પ્રેમ છે ? આ વાતને મોહ કહો, કામના કહો, સ્વાર્થ કહો પરંતુ પ્રેમ શબ્દનું અપમાન ના કરો. પ્રેમ વિશુધ્ધ છે. પોતાના પ્રાણોને દાવ પર લગાવી પ્રીતમને આનંદ આપવો એ પ્રેમ છે. નાની મોટી વાતોના ભયથી પાછળ હટી જવું એ પ્રેમ છે ? પ્રેમ જન્મ જન્માંતર નો સાથ છે...
 
પ્રેમમાં કયા કયા પ્રકારના ભયનો સામનો કરવો પડે?..... અહીંયાથી આગળના ભાગમાં જોઈશું.

તમારા જીવનમાં પણ જો કોઈ પણ પ્રકારનો ભય છે તો એનો સામનો કરો એનાથી દુર ભાગવું એ કાલ્પનિક છે, એ તમને થોડા વખત માટેની સહાનુભૂતિ આપશે, વાસ્તવમાં તો તમારી અંદર ભય છે જ. એટલે ભયથી દુર ભાગવું એ ભયથી દુર થવાનો ઈલાજ નથી....

રાધે રાધે...