Prem Jivanno Aadhar - 4 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | પ્રેમ : જીવનનો આધાર - 4

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પ્રેમ : જીવનનો આધાર - 4

પ્રેમમાં આવતા ભય અથવા તો પ્રેમમાં ક્યા ક્યા ભયનો સામનો કરવો પડે...

પહેલું એ કે આપણને કોઈ સાથે પ્રેમ થયો અને ભવિષ્યમાં એની સાથે વિવાહ ન થાય તો ? એટલે ટુંકમા કહીએ તો ભવિષ્યની ચિંતા. ચિંતા હંમેશા ચિતાનુ કારણ બને છે. 

માતાપિતા આપણા સંબંધથી ખુશ ના થયા તો ? પરંતુ શું વાસ્તવમાં પ્રેમનો ગણતવ્ય વિવાહ છે ? શું પ્રેમ વિવાહ કરવા માટે જ કર્યો છે અથવા થાય છે ? જો આવું બધુ વિચારીએ તો અવશ્ય પણે ભય સતાવે. “ ભૂતકાળના વિકારથી, વર્તમાનના રૂપથી અને ભવિષ્યની ચિંતાથી પ્રેમ થઈ શકે નહીં. ” પૃથ્વી લોકમાં રાધાકૃષ્ણના વિવાહ પણ થયા ન હતા. એટલે એવી ચિંતાથી પ્રેમ પર વિરામ લગાવી દેવું, એ ઉચિત છે ?

આજના સમયે યુવાન કે યુવતીઓને બધાજ પ્રકારના શોખ પૂર્ણ કરવા છે. ગાળો બોલવી, વ્યસનો કરવા, વાહનો આમ તેમ (સ્પીડમાં) ચલાવવા, ન કરવા જેવી બધી જ પ્રકારની મોજ કરવી છે અને એમાં એને કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી. આજે કોઈ પ્રેમમાં એવું બહાનું આપે છે કે મારા માતા પિતા ને ખબર પડશે તો એને કેટલું ખોટું લાગશે, પરંતુ ગાળો બોલતા કે બીજી ખોટી મોજ કરતાં એવું નથી લાગતું , ત્યાં માતાપિતા નો ભય નથી લાગતો ?

 
જે યુવાન કે યુવતી આ બધામાં ફસાયેલા નથી અને એને કોઈ સાથે પ્રેમ થાય તો પણ આ ભય નામના વિકારથી એ પોતાને ત્યાંજ અટકાવી દેશે. પ્રશ્ન એ થાય કે, ભય કોનાથી ? બે વાતો નો ભય છે - પહેલું કે ભવિષ્યમાં ન મળ્યા તો.... અને બીજું કે માતા પિતા ને ખબર પડશે તો.... સમાજમાં, માતા પિતાના માન સન્માનની વાત આવી ઊભી રહે. માન સન્માનના ભયથી માતા પિતા પણ પોતાના બાળકો ઉપર અમૂકેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેશે. જેના કારણે સંતાન પોતાના માતા પિતાથી જ ભયભીત રહે છે. (કેવી અનોખી વાત છે – સંસારમાં જેણે આપણને જન્મ આપ્યો એની સામે જ આપણે કાઈ કહી શકતા નથી. આ વાત ને અનોખી કહેવી કે શરમ જનક ? આપણે આપણા જ માતા પિતા સાથે મન ખુલીને વાત નથી કરી શકતા, ભૂલ આપણી કે આપણા માતા પિતાની ? )

માતા પિતાનો અધિકાર, સંતાનનો ભય.

અત્યારે દરેક બાળક એની કાઈ વ્યક્તિગત વાત એના માતા પિતા ને કહી શકતો નથી. ( જેમ કે કોઈ પ્રેમની વાત હોય) શું કામ ? એનું કારણ શું ? જવાબ એકદમ સરળ છે - ભય (ડર). સંતાનને પોતાના માતા પિતાનો ડર છે. હવે પ્રશ્ન એ થાય કે પોતાના માતા પિતાથી જ ડર શા કારણે ? જવાબ છે - અધિકાર.

દરેક માતા પિતા એવુ માને છે કે એના સંતાન પર એનો અધિકાર છે. હવે કોઈ કહેશે એ તો હોય જ આપણા માતા પિતા છે ! હા, સાચી વાત પણ કોઈપણ માતા પિતાએ પોતાના સંતાન પર ક્યારેય અધિકાર ન કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પર અધિકાર માત્ર ભગવાનનો છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ....

એક યુવાન અને યુવતી એક બીજા જોડે ખૂબ પ્રેમ કરતા હતા. યુવતીના લગ્ન બીજા કોઈ જોડે નક્કી થયા. પણ આ પ્રેમની વાત એના માતા પિતાને ના કહી શક્યા. એ બંને એ એના મિત્ર જોડે આ વિષય પર વાત કરી. ત્યારે એના મિત્રએ તેની બુદ્ધિની ચતુરાઈથી જેની જોડે લગ્ન નક્કી થયા હતા એના બદલે યુવતી જે યુવાનને પ્રેમ કરતી હતી એની જોડે લગ્ન કરાવી આપ્યા. (આવું તો ન બને પણ આના પરથી જે સમજવા જેવું છે એ સમજજો) હવે આ વાત યૂવતીના માતા પિતાને ખબર પડી. પછી યુવતીના પિતા એ છોકરીના પ્રાણ લેવા પર આવી ગયા. ત્યારે એ યુવતીનો મિત્ર (જેણે લગ્ન કરાવ્યા) એના (યુવતીના) માતા પિતા ને કહે છે - તમે શું કરવા જઈ રહ્યા છો? યુવતીના પિતા કહે છે કે મારો માર્ગ છોડી દે હું આજે એના પ્રાણ લઈ લઈશ.

મિત્ર (યુવતીનો મિત્ર) : તમને શા માટે એવું લાગે છે કે તમારી પાસે આ અધિકાર છે.

પિતા (યુવતીના પિતા) : અધિકાર ! હું એનો પિતા છું.

મિત્ર : 'પિતા છે કે ભાગવાન'. પિતાનો અધિકાર છે સંતાનને જન્મ આપવો પણ એના શ્વાસ ક્યાં સુધી ચાલશે એ નક્કી કરવું ભગવાનનો અધિકાર છે.

પિતા : મારી પુત્રીએ મારું માન ભંગ કર્યું છે.

મિત્ર : જેને પોતાના સંતાનના સાચા પ્રેમથી વધુ ખોટા માનની પડી હોય એ ક્યારેય પિતા ન હોય શકે.

એ મિત્ર આગળ ખૂબ સરસ વાત કરે છે કે - તમે કોઈ નિ:સંતાન (જેને સંતાન ન હોય) ને જઈને પૂછો કે એ દિવસ રાત ભગવાન પાસે શું માગે છે ? ધન, માન, દોલત કે પછી સંતાન. જો માતા પિતા સંતાનને જન્મ આપે છે તો સંતાન પણ માતા પિતાને એક નવો જન્મ આપે છે. તો પછી માતા પિતાને કઈ વાતનો અહંકાર. તમારા સંતાનના જન્મ પહેલાં તમે કોઈના ભાઈ, કોઈના પુત્ર, તો કોઈના પતિ કે કોઈના પત્ની હતા. પણ સંતાનનો જન્મ થયા પછી તમને એક નવી ઓળખ મળી કે આ ભાઈ આના પિતા છે. પિતાની એક નવી ઓળખ મળી. તો શું આ એ પિતા માટે નવો જન્મ ન થયો?

છોકરાઓની નાની નાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માતા પિતા એનું જીવન ત્યજી નાખે છે. એના માટે સ્વપ્ન જોઈ છે, એનું ભવિષ્ય સારું થાય એટલા માટે ખૂબ પ્રયત્ન કરે છે. આ બધી વાતોમાં એ સ્વયંને સંતાનના માતા પિતા નય પણ ભાગ્યવિધાતા માની લેય છે. શું કામ દરેક માતા પિતા એના સંતાનનો જીવન સાથી પસંદ કરવો એ ખુદનો અધિકાર માની લેય છે, જ્યારે એ જીવન તમારે નય પણ તમારા સંતાને જીવવાનું છે. શું કામ માતા પિતાને લાગે છે કે સંતાન માટે અમારી પસંદગી જ સારી રહેશે. શું કામ સંતાનની પસંદગીને જોયા, જાણ્યા વગર નકારી દેય છે. શા માટે? કારણ છે અભિમાન. માતા પિતા વિચારે છે કે આપણે જ આ સંતાનને જન્મ આપ્યો છે, આપણે જ એના જીવન માં બધું આમંત્રિત કરી આપ્યું છે તો એના ભાગ્ય નો નિર્ણય લેવો એ પણ આપણો જ અધિકાર છે.

એ મિત્ર કહે છે કે જો તમે પિતા હોય તો એને એના જીવનનું સુખ આપો એને એનો પ્રેમ અપાવી દયો. અને જો તમે ભગવાન હોય તો એના પ્રાણ લઈ લ્યો. આ રહી તમારી દીકરી, લઈ લ્યો એના પ્રાણ, જેણે તમને નવો જન્મ આપ્યો છે લઈ લો એના પ્રાણ. આ વાત સાંભળીને દીકરીના પિતાની આંખમાં આસુ આવી ગયા. પસ્તાવો કરે છે કે આ હું શું કરવા જઈ રહ્યો હતો? એને સમજાય ગયું કે મારી પુત્રીનું સુખ સેમાં છે.

બધા માતા પિતાને વિનંતી છે કે તમે તમારા સંતાનને ખુલા આકાશમાં ઉડવા દયો એને બાંધી ન રાખો. તમે બાળકને માત્ર સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપો. બાકી બધું એના પર છોડી દયો. અને સાચો પ્રેમ કરવો એ કાઈ ખરાબ વાત ન કહેવાય. તમે સંતાનને પ્રેમ કરો, મોહ નય. જો તમારું સંતાન કોઈ ને પ્રેમ કરે છે તો એના વિશે જાણો, એને પરખો, એને થોડો સમય આપો. 

સંતાન પ્રત્યે માતાપિતાને ભય ન હોવો જોઈએ અને સંતાનને માતા પિતાથી ભય ન હોવો જોઈએ. એ જ પ્રેમ તરફ આગળ વધવા માટે પ્રથમ પગ છે. 

 “ભય નામના વિકારથી ઉપર ઉઠો.
IT’S VERY DENGEROUS FOR OUR LIFE.”

ભય નામનું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ અને આગળના ભાગમાં મોહ વિશે ચર્ચા કરશું. ' પ્રેમ જીવનનો આધાર - 5 ' આવતા થોડો સમય લાગી શકે. તો મારા પ્રિય વાંચક મિત્રો, લેટ થશે એના માટે માફ કરજો. 

મળીએ આગળના ભાગમાં, ત્યાં સુધી હસતા રહો, પ્રેમમાં રહો અને હળી મળી ને રહો...

રાધે રાધે...