Bhartiy Cinemana Amulya Ratn - 7 in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 7

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 7

પ્રેમચંદ અને મંટો એ હિન્દી ફિલ્મોને પોતાની પ્રતિભાથી ઉજાળી હતી......

હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદઅને ઉર્દુમાં સઆદત હસન મંટો.પોતપોતાના પ્રદાનને કારણે વીસમી સદીના જ નહીં, સર્વકાલીન મહાન સાહિત્યકારોની હરોળમાં પ્રેમચંદ અને મંટોની ગણના થાય છે. આ બન્ને સર્જકોમાં એક વિશિષ્ટ સામ્ય છેઃ તેમણે ફિલ્મકંપનીઓમાં પગારદાર લેખક તરીકે કામ કર્યું હતું. બન્નેના સંજોગો, જરૂરિયાતો અને કારણ જુદાં હતાં. ફિલ્મોમાં જતાં પહેલાં લેખક તરીકે તે સારી એવી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હતા. ૧૯૩૬માં અવસાન પામેલા પ્રેમચંદે ૧૯૩૪-૩૫ દરમિયાન દસેક મહિના મુંબઇમાં વીતાવ્યા. એ વખતે તેમને ‘ઉપન્યાસસમ્રાટ’ જેવાં (તેમને નહીં ગમતાં) બિરૂદો મળી ચૂક્યાં હતાં. તેમની સરખામણીમાં મંટોનો ૧૯૩૬ની આસપાસ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ થયો ત્યારે વાર્તાકાર તરીકે તેમનો સિક્કો જામવાનો બાકી હતો. મંટોની ઉંમર પણ માંડ ચોવીસ વર્ષની. તે પહેલી બોલતી ફિલ્મ‘આલમઆરા’ બનાવનાર પારસી શેઠ અરદેશર ઇરાનીની ફિલ્મ કંપની ‘ઇમ્પિરીયલ’માં નોકરીએ લાગ્યા.

‘આલમઆરા’ બનાવ્યા પછીનાં વર્ષોમાં આર્થિક ભીંસમાં આવી પડેલા ઇરાનીએ વઘુ એક વાર જુગાર ખેલવાનો નિર્ણય કર્યો. ભારતની પહેલી રંગીન ફિલ્મ બનાવવા માટે તેમણે વિદેશથી મશીન મંગાવ્યાં. એ ફિલ્મનું નામ હતુંઃ ‘કિસાનકન્યા’ (૧૯૩૭).

મંટોએ પોતે ‘મેરી શાદી’ લેખમાં નોંઘ્યું છે તેમ, આ ફિલ્મની કથા ડાયરેક્ટર મોતી ગિડવાણીના કહેવાથી મંટોએ લખી હતી. પણ ‘ભારતની પહેલી બોલતી રંગીન ફિલ્મનો લેખક કોઇ નવોસવો  મુન્શી છે’ એવું શેઠ ઇરાનીને શી રીતે કહેવું? એટલે કોઇ મોટા નામ માટે તલાશ ચાલી. છેવટે ‘શાંતિનિકેતન’માં ફારસી ભણાવતા પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું. એ મંટોના પરિચિત હતા. મંટોએ તેમને પત્ર લખીને આ કાવતરામાં સામેલ થવા વિનંતી કરી. પ્રોફેસર માન ગયા. એટલે ‘કિસાનકન્યા’માં ‘સ્ટોરી-સ્ક્રીનપ્લે’ માટે પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું અને મંટોને ફક્ત ‘સિનારીયો’ની ક્રેડિટ મળી.ભૂતિયા લેખક તરીકેની શરૂઆત પછી મંટોએ વચ્ચે ‘ફિલ્મ સિટી’ કંપનીમાં ડાયરેક્ટર એ.આર.કારદાર માટે એક વાર્તા લખવાનું શરૂ કર્યું, પણ ‘ઇમ્પિરીયલ’ના ઇરાનીશેઠને આ વાતની જાણ થતાં, તેમણે ‘ફિલ્મ સિટી’ને એવો રેચ આપ્યો કે તેમણે મંટોને તેમની વાર્તા સહિત ‘ઇમ્પિરીઅલ’માં પાછા મોકલી આપ્યા. અલબત્ત, પગાર બમણો થઇ ગયોઃ મહિને રૂ.૪૦માંથી સીધો રૂ.૮૦ અને વાર્તાના અલગ.

પણ રૂપિયા મળે ત્યારે ને? કંપનીની હાલત એટલી ખરાબ હતી કે કર્મચારીઓને પગાર નહીં, ખપ પૂરતો ઉપાડ જ મળતો. મંટોના લખ્યા પ્રમાણે, તેમના દોઢેક હજાર રૂપિયા કંપનીમાં જમા હતા. પરંતુ ૧૯૩૯માં લગ્ન થયું, ત્યાં સુધી તેમને એ રૂપિયા મળ્યા નહીં. મંટોએ લખ્યું છે કે ઇરાનીશેઠની દાનત ખરાબ ન હતી. સારા દિવસોમાં સ્ટાફના પ્રસંગો તેમણે કંપનીના ખર્ચે ઉજવ્યા હતા. કોઇ કર્મચારીઓ લગ્ન માટે રૂપિયા માગે અને પોતે ન આપી શકે, એ સ્થિતિ પણ તેમને ખટકતી હતી. 

એટલે રૂપિયા આપવાને બદલે તેમણે મંટો સાથે પોતાનો માણસ મોકલીને, પોતાના અંગત ખાતામાંથી કપડાં અને ઘરેણાંની ખરીદી કરાવી દીધી.મંટોની લખેલી પહેલી ફિલ્મ ‘કિસાનકન્યા’ સદંતર નિષ્ફળ નીવડી. એટલું જ નહીં, ફિલ્મના રીવ્યુમાં ફિલ્મની નબળી અપીલ માટે સંવાદલેખકને મહદ્‌ અંશે જવાબદાર ગણાવવામાં આવ્યો.  ‘ઇમ્પીરિયલ’ છોડ્યા પછી મંટો બીજા એક ગુજરાતી નાનુભાઇ દેસાઇની ‘સરોજ મુવિટોન’માં જોડાયા. એ કંપની બે મહિના ચાલી- ન ચાલી ને તેનું દેવાળું નીકળતાં, નાનુભાઇએ ‘હિંદુસ્તાન સિનેટોન’ ઊભી કરી દીધી. એ કંપની માટે મંટોએ એક વાર્તા લખીઃ ‘કીચડ’. એ ફિલ્મ ‘અપની નગરિયા’ જેવા નામે ૧૯૪૦માં રજૂ થઇ. શોભના સમર્થ, કે.એન.સિંઘ, જયંત (અમજદખાનના પિતા) જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનું કામ ચાલતું હતું એ દરમિયાન, વેવિશાળના એકાદ વર્ષ પછી મંટોનું લગ્ન નક્કી થયું.

નાનુભાઇની કંપની ખોટ કરતી હોવાથી તેમાં પણ પગારને બદલે ઉપાડ જ મળતો હતો. મંટોએ નાનુભાઇ પાસે બાકી રકમની ઉઘરાણી કરી ત્યારે તેમણે પરખાવ્યું કે દોઢિયું પણ નહીં મળે. બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. 

મંટોએ બાકી રૂપિયા ન મળે તો ભૂખહડતાળની ધમકી આપી. ‘ફિલ્મઇન્ડિયા’ માસિકના માથાભારે માલિક-તંત્રી બાબુરાવ પટેલે નાનુભાઇને ધમકી આપી કે મંટો ઉપવાસ કરશે તો તમામ પ્રેસ તેની પડખે રહેશે.

સમાધાનની ફોર્મ્યુલા તરીકે નાનુભાઇએ રૂ.૧,૮૦૦ને બદલે આગલી તારીખનો રૂ.૯૦૦નો ચેક આપ્યો. ચેક વટાવવાની તારીખ આવી ત્યારે નાનુભાઇએ કહ્યું કે ખાતામાં રૂપિયા નથી. છેવટે ‘ભાગતા ભૂતની લંગોટી’ ન્યાયે રૂ.૫૦૦ રોકડા લઇને મંટોને સંતોષ માનવો પડ્યો.  

અંગ્રેજીમાં ‘મડ’ (કીચડ) નામ ધરાવતી ફિલ્મ ‘અપની નગરિયા’ વ્યાવસાયિક રીતે સફળ થઇ, પણ જાન્યુઆરી, ૧૯૪૧માં મંટોએ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દિલ્હીની નોકરી સ્વીકારતાં તેમની ફિલ્મ કારકિર્દીનો પૂર્વાધ પૂરો થયો. દોઢેક વર્ષ પછી શરૂ થનારો એનો ઉત્તરાર્ધ છેક ૧૯૪૮ સુધી ચાલવાનો હતો. મુખ્યત્વે તેના પરિપાકરૂપે  મંટો ફિલ્મી હસ્તીઓ વિશેના ચટાકેદાર ચરિત્રલેખો (‘ગંજે ફરિશ્તે’) લખ્યા. મંટો મુંબઇ આવ્યા તેના એકાદ વર્ષ પહેલાં મુન્શી પ્રેમચંદ ભારે અવઢવ અને ખચકાટ સાથે મુંબઇનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. ‘મહાલક્ષ્મી સિનેટોન’ના નાનુભાઇ વકીલે પ્રેમચંદની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાના હકો રૂ.૭૫૦માં ખરીદ્યા. ફિલ્મના મુહુર્ત માટે પ્રેમચંદને ખાસ મુંબઇ તેડાવવામાં આવ્યા. તેમની હાજરીમાં અને લીલાવતી મુનશીની વિશેષ ઉપસ્થિતિમાં મુહુર્ત થયું. એ પ્રસંગે પ્રેમચંદે આપેલું ટૂંકું પ્રવચન ફિલ્મની શરૂઆતમાં જોડી દેવામાં આવ્યું. એ વખતે પ્રેમચંદ બનારસ પાછા આવી ગયા, પણ તેમનાં સામયિકો ‘હંસ’ તથા ‘જાગરણ’ અને પોતાની માલિકીના ‘સરસ્વતી પ્રેસ’નું આર્થિક નુકસાન એટલું વધી ગયું હતું કે તેમને એ બોજ દૂર કરવા માટે  મુંબઇ જવું જરૂરી લાગ્યું.

‘અજંતા સિનેટોન’ના માલિક મોહન ભાવનાનીએ પ્રેમચંદને આમંત્રણ આપ્યું અને વર્ષે રૂ.૮ હજારના કોન્ટ્રાક્ટની ઓફર મૂકી. એ સ્વીકારતી વખતે પ્રેમચંદને હતું કે એકાદ વર્ષ ત્યાં રહીને થોડા રૂપિયા મેળવી લેવાય, તો સામયિકોનું અને પ્રેસનું ગાડું ગબડ્યા કરે. ત્યાર પછી કંપની સાથે એવી કંઇક વ્યવસ્થા કરવી કે મુંબઇ ગયા વિના હું એમને વર્ષે ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને મને રૂપિયા મળ્યા કરે.

જયશંકર પ્રસાદ જેવાએ પ્રેમચંદને મુંબઇ ન જવાની સલાહ આપી. પણ પ્રેમચંદના જ શબ્દોમાં ‘ચિરસંગિની ગરીબી’ મુંબઇ ભણી ખેંચતી હતી. જૂન, ૧૯૩૪માં મુંબઇ પહોંચ્યા પછી બે મહિનામાં તેમણે ત્રણ વાર્તાઓ લખી નાખી. પણ સંતોષ ન થયો.પ્રેમચંદની વાર્તા પરથી ‘અજંતા’માં બનેલી પહેલી ફિલ્મ હતી ‘મજદૂર’ ઉર્ફે ‘ધ મિલ’ (૧૯૩૪). બોલ્ડ દૃશ્યો પ્રત્યે ઉદારભાવ રાખતા બ્રિટીશ સેન્સરને મજૂરએકતા, રાષ્ટ્રભક્તિ અને સામ્યવાદની છાંટ ધરાવતી આ કથા સામે વાંધો પડ્યો. મુંબઇના સેન્સર બોર્ડમાં અટવાયેલી એ વાર્તા લાહોરના સેન્સર બોર્ડે પાસ કરી અને ત્યાં ફિલ્મ રજૂ થઇ શકી.  પરંતુ પ્રેમચંદનો આશાવાદ ઝડપથી ઘેરી નિરાશામાં પલટાઇ રહ્યો હતો. ફિલ્મી કથા માટે જરૂરી મનોરંજકતા લાવવાનું પ્રેમચંદને અનુકૂળ આવતું ન હતું. 

પ્રેમચંદનો ફિલ્મ કંપની સાથેનો કરાર મે, ૧૯૩૫ સુધીનો હતો. પણ ૨૫ માર્ચ, ૧૯૩૫ના રોજ તેમણે નિરાશ થઇને મુંબઇ છોડી  દીઘું. એટલે કોન્ટ્રાક્ટની પૂરી રકમ (રૂ.૮ હજાર)ને બદલે તેમને રૂ.૬,૩૦૦ જ મળ્યા. બનારસ પાછા જઇને તેમણે સિનેમાને ‘તાડી-શરાબની દુકાન’ બનાવી દેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. 

જાદુઇ જોડી, પંચમ અને ગુલઝારની

આર.ડી. એ ગુલઝાર સાથે કરી એનાંથી ખુબ વધુ ફિલ્મો બીજા ગીતકારો સાથે કરી. છતાં સમયનાં વહેતાં વહેણમાં બેઉનાં સહિયારા સર્જન જેવાં ગીતો અમર થયાં અને આ જોડી સૌથી અનોખી સાબિત થઇ.ઘણાંને કદાચ ખ્યાલ નથી કે રાહુલદેવ બર્મન - ગુલઝારની જુગલબંધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લાંબી ગીતકાર - સંગીતકારની જોડી હતી. સહીયારા આ બંને એ ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો આપ્યા.

પંચમનો વિચાર કરતાં મનમાં સુરીલી ધ્વની અને મેલોડી ગૂંજવા માંડે. ફિલ્મ ‘યાંદો કી બારાત’નાં ‘ચૂરા લિયા હૈ, તુમને જો દિલ કોપ’ ગીતની કાચનાં બે ગ્લાસને એકબીજા સાથે અથડાવીને જે સાઉન્ડ બનાવ્યો તેને તો આજે પણ ચાહકો યાદ કરે છે.  ફિલ્મ ‘શોલે’ નાં ‘મહેબૂબા મહેબૂબા’ને તો કેમ ભૂલાય? આ ગીતમાં પંચમે જે હુ..ઉ..ઉ..ઉ અવાજ કાઢ્યો તેને કારણે આજે જ્યારે પણ આ ગીત વાગે ત્યારે પંચમના ચાહકો બીલકુલ આજ લહેકામાં હસ્કી અવાજ સાથે લો-ટોનમાં ગીત ગુનગુનાવે છે. ‘પરિચય’ ફિલ્મનું ‘બીતી ના બીતાયી રૈનાપ’ ની ક્લાસિકલ ધુન હોય કે ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’નું ‘દમ મારો દમ’  જેવું ફુલ્લી વેસ્ટ્ર્‌નાઇઝ્‌ડ સોંગ હોયપ પંચમ તમામ રીતે છવાયા. આ તો બધી એ વાતો કરી કે જેવું આર.ડી.બર્મનનું નામ સંગીતનો કોઇપણ ચાહક સાંભળે એટલે તેનાં મનમાં આ બધા ગીતો તો આવે ને આવે જ. ૧૦૦૦%પ!

ગુલઝાર સા’બનો વિચાર આવતાં સ્ટાર્ચ કરેલાં સફેદ કુરતો - પાયજામો અને રાજસ્થાની મોજડીપ મનમાં આવે. પંચમ તેમનાં આ પરમમિત્રને સફેદ કૌઆ કહેતાં. અને શા માટે કહેતાં તે પણ સમજવું અઘરૂં તો નથી હોં!

પંચમ ક્યારેય જેમ હું અને તમે ચા પીએ તેમ નહોતા પીતા. તેઓ ગરમ ચામાં પહેલાં ઠંડુ પાણી રેડતા, પછી જ ઘુંટડો ભરતા. પંચમ ચેઇનસ્મોકર હતાં તે આપણે સૌ જાણીએ છીએ, પણ પહેલો કશ ખેંચતા પહેલાં સિગારેટમાં બે લવિંગ ખોંસી દેતા. આવું કરવા પાછળ તેમનું એમ માનવું હતું કે તમાકુ સાથે લવિંગને લીધે એમનો અવાજ ક્યારેય ખરાબ નહીં થાય એ એવોને એવો જ અકબંધ જળવાઇ રહેશે લાંબા સમય સુધી.

ગુલઝાર એમનાં પુસ્તક ‘કતરા કતરા’માં જણાવે છે એમ, ‘પંચમને ધુનની પ્રેરણા ક્યાં, ક્યારે અને કેવી રીતે સ્ફૂરતી એ કદી કહી શકાતું નહીં’. ફિલ્મફેરનાં ૧૯૮૪ની સાલ ૧૬-૩૦ જુનનાં એક ઇન્ટરવ્યુમાં પંચમ જણાવે છે કે અમુક ગીતોની ધુન તેમણે સપનાંમાં બનાવેલી. પંચમને કોઇ ધૂન જેવી સ્ફુરતી કે તેઓ ભૂલી ન જવાય માટે એ તુરંત જ તેને કેસેટમાં રેકોર્ડ કરી લેતાં. એ કેસેટ ગુલઝારને મોકલી આપતાં અને ગુલઝાર આ ધૂન પર ગીતો લખતાં. ‘કતરા કતરા’માં ગુલઝાર કહે છે કે આવી એક એક થી ચડીયાતી ધૂનો વાળી અસંખ્ય કેસેટ મારા ઘરમાં પડી છે.

ગુલઝાર સા’બની પેંગ્વિન પબ્લિકેશન્સ દ્વારા પ્રસ્તુત બુકમાં ગુલઝાર સા’બ પંચમ સાથેનાં સંભારણા વાગોળતા કહે છે કે ફિલ્મ ‘પરિચય’ નું ‘મુસાફિર હું યારોં, ના ઘર હૈ ના ઠિકાનાપ’ આ ગીત મારૂં પંચમ સાથેનું પહેલું ગીત હતું. (પંચમ ત્યારે એક સ્વતંત્ર સંગીતકાર બની ચુક્યા હતાં) ગુલઝાર લખે છે કે રાજકમલ સ્ટુડિયોમાં કોઇ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સેટ થતું હતું. સ્ટુડિયો જતાં પંચમ મને સાથે લઇ ગયા. ગીતની સીચ્યુએશન હું પંચમને અગાઉ જ કહી ચુકેલો એટલે એણે અમસ્તા જ ગાડીમાં કહ્યું કે હજુ સુધી મને કંઇ સુજ્યુ નથી કે કેવી ધૂન બનાવવી. તું કોઇ પંક્તિ બોલ હું તેના પર ધૂન બનાવવાની કોશીશ કરીશ. 

મારા મનમાં જે બે ચાર શબ્દો હતાં તેને સંયોજીને મેં તેને ગીતનું મુખડું તૈયાર કરી આપ્યું. ત્યાં સુધીમાં અમે સ્ટુડિયો પહોંચી ચુક્યા હતાં. સ્ટુડિયો પહોંચીને મેં પંચમને એ મુખડું સંભળાવ્યું અને તેણે તે નોટ કરી લીધું. નોટ કરીને સહજભાવે મને જવાનું કહ્યું. જો હું પંચમની આ (કૂ)ટેવથી વાકેફ ન હોત અને મારી જગ્યાએ બીજો કોઇ હોત તો સામું સંભળાવી દે. હું ત્યાંથી રવાના થયો.

રાતનાં લગભગ ૧૨ - ૧ વાગ્યા આસપાસ મારા ઘરનો બેલ વાગ્યોને મેં બારણું ખોલ્યું તો સામે પંચમબાબુ હાજર. મને પુછવા લાગ્યા કે શું સુતો હતો? ચાલ નીચે ગાડીમાં, કામ છે. (આ પંચમની એક બીજી (કૂ)ટેવ) ગાડીમાં એણે કેસેટ ચડાવી જેમાં એણે ધૂન રેકોર્ડ કરી રાખેલી જેનાં શબ્દો મેં એને રાજકમલ સ્ટુડિયોમાં લખી આપેલાં. ખુબ સુંદર ધૂન હતી. અમે બંને હું અને પંચમ મુંબઇની ખાલી અને સુમસામ સડકો પર ગીતનાં શબ્દોને ચરિતાર્થ કરતાં ફરી રહ્યા હતાં અને સવારનાં ચાર - સાડા ચાર સુધીમાં આમ જ રખડતા રખડતા અમે પુરૂં ગીત બનાવી લીધું. હું શબ્દો ગોઠવતો ગયો અને એ ધૂન. આ ગીતથી અમારી ગીતકાર- સંગીતકાર કરતાં પણ દિલોજાન દોસ્તીની સંગીતમય સહીયારી સફર શરૂ થઇ.પંચમ-ગુલઝારનું મિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનન્ય ગણાય છે. ૭૦-૮૦નાં દાયકામાં ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો એમણે સાથે મળીને સર્જેલા. પંચમની ચીરવિદાયને આજે ૧૯-૧૯ વરસનાં વહાણા વિતી ગયા છતાંયે, ‘ઇસ મોડ સે જાતે હૈપ’ (આંધી), ‘દો નૈનોંમેં આંસુ ભરે હૈપ’ (ખુશ્બુ), ‘ધન્નો કી આંખોમેંપ’ (કિતાબ), ‘આજકલ પાંવ ઝમીં પરપ’ (ઘર), ‘તુજસે નારાઝ નહીં ઝિંદગીપ’ (માસૂમ) કે પછી આ લખવૈયાનું ઓલ ટાઇમ ફેવરીટ એવું ‘ઓ માંઝી રેપ’ (ખૂશ્બૂ) અને ‘રોઝ રોઝ ડાલી ડાલીપ’ (અંગૂર) હોય. કેટલા ગીતો લખું દોસ્તોપ આર.ડી.નાં ચાહકોનું એવું માનવું છે કે એમનાં મોટાભાગનાં ગીતો ગુલઝારે જ લખ્યા છે કે ગુલઝાર સાથેનાં જ હીટ નીવડ્યા છે. પણ આ સાવ સાચું નથી. ગુલઝારે પંચમ માટે ૨૮ ફિલ્મોમાં ગીત લખ્યા. મજરૂહ સુલ્તાનપુરીએ ૭૪ ફિલ્મોમાં અને આનંદ બક્ષીએ ૯૭ ફિલ્મોમાં ગીતો લખ્યા. આ નોંધ ખુદ ગુલઝારે એમનાં આ પુસ્તક ‘કતરા કતરા’માં કરી છે.

એ વાત તો સ્વિકારવી જ રહી કે ભલે પંચમે અન્ય ગીતકારો સાથે સર્જેલા ગીતો પણ ખુબ ગાજ્યા, પણ પંચમ અને ગુલઝાર જેવી જોડી કોઇની નહીં. કારણ માત્ર એટલું કે આ જોડીનાં ગીતો જેટલા હ્રદયસ્પર્શી છે એટલા બીજાનાં નથી. ગમે એટલી વાર સાંભળો પછી પણ વિસરતાં નથી આ જોડીનાં ગીતો. આર.ડી. સાથે કરેલી બંદીશો કે ધૂનોને ગુલઝાર ક્યારેય જુનવાણી કે આઉટ ડેટેડ ગણાવતાં નથી. કારણ કે પંચમે એ જમાનામાં ધૂનો બનાવેલી કે જ્યારે સંગીત માટે પણ ટાંચા સાધનો ઉપ્લબ્ધ હતાં. માટે પંચમની ધૂનો ક્યારેય જુની નહીં થાય. 

ગુલઝારનું કહેવું છે કે, ‘ચીલાચાલુ ઢબે અમે બંનેએ ક્યારેય સંગીત બેઠકો યોજી જ નહોતી. (જેને ફિલ્મી ભાષામાં ‘મ્યુઝીક સીટીંગ્ઝ’ કહેવાય છે.) અમારે મન ગીત સર્જવું એ કામ નહોતું. અમે સર્જનપ્રક્રિયાની પળેપળ માણતાં. ધૂન બનાવવા ધૂનીની જેમ વર્તતા નહીં. ક્યારેય કશું એકાએક સ્ફૂરે તો વગર પૂછ્યે એકબીજા પાસે પહોંચી જતાં. લોંગ ડ્રાઇવ જઇએ ત્યારે પંચમ નવી ધૂન ગણગણાવતા. હું કારનાં ડેશબોર્ડ પર કે બારણે તાલ દેતો. એ બધા થકી એની ધૂનની લાગણી હું આત્મસાત કરી શકતો. પછી એને શબ્દ દેહે મઢતો.       

પંચમ - ગુલઝારની પ્રસંશા પરસ્પર રહેતી. ૧૯૭૫માં ફિલ્મ ‘ખૂશ્બૂ’ વખતે ‘ઓ માંઝી રેપ’ નાં રેકોર્ડીંગ વખતની વાત. પંચમે અચાનક જ રેકોર્ડીંગ અટકાવીને સોડાની બે બોટલો મંગાવી. ગુલઝારનાં મનમાં એવું કે પંચમનાં ભેજામાં કંઇક તો રમતું જ હોવું જોઇએ, નહીંતર આમ અધવચ્ચે રેકોર્ડીંગ અટકાવે નહીં. ત્યાંતો પંચમે બંને બોટલોની અંદરની સોડાને બહાર ફેંકાવીને તેમાં પાણી ભરી લાવવા કહ્યું અને કઇ બોટલમાં કેટલું ભરવું આ બધી સુચના આપી. જેવી બોટલો પાછી આવી પાણી ભરાઇને તેવી તેમણે એક બોટલ ઉઠાવીને તેમાં ફૂંક મારી ને અવાજ સર્જ્યો ‘પક્‌’. આ અવાજ આ ગીત સાંભળતી વખતે સ્પષ્ટ સાંભળી શકાય છે. આવા હતાં પંચમપ! હંમેશા કશુંક નવું શોધવા સતત પ્રયત્નશીલ, હંમેશા નવા નવા સાઉન્ડની શોધમાં જ હોય, વિચારોથી ફાટફાટ થતો જેને અંગ્રેજીમાં ટ્રુલી જીનીયસ કહી શકાય એવા.

બિમલ રૉયે ગુલઝારનો પરિચય, પંચમ સાથે કરાવેલો. ગુલઝારે ત્યારે ફિલ્મ ‘બંદિની’ માટે ‘મેરા ગોરા અંગ લઇ લેપ’ લખેલું ત્યારે પંચમ તેમનાં પિતાનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં. પંચમનો બેચેન સ્વભાવ, ઉત્સાહ અને અખૂટ શક્તિ ગુલઝારે પારખ્યાં હતાં. બન્નેમાં ત્યારથી જ એક અતૂટ આત્મિયતા બંધાઇ ગઇ હતી. બંને સરખી ઉંમરનાં હતાં. આ જુગલ જોડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તવારીખમાં એવા એવા ગીતો સર્જ્યા કે જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. ક્યા કહેતે હો ઠાકુર!

ગુલઝાર જણાવે છે કે, ‘એકવાર પંચમે મને આશ્ચર્યનો આંચકો આપતાં કહેલું કે ગીતો બની નથી જતાં દોસ્ત, બલ્કે તે બાળકની જેમ એમને ઉછેરવા પડે છે. મને સમજાઇ ગયું કે અમારી જોડીનાં ચમત્કારમાં આ ભાવના જ કારગત નીવડી. એ દરેક ગીતને એક પિતાનાં ભાવથી જ ઉછેરતો અને સજાવતો. મારાં બધા ગીતો પંચમનાં ઘરમાં બાળકની જેમ રમતાં’