manushya Gaurav in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | મનુષ્ય ગૌરવ

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

મનુષ્ય ગૌરવ

મનુષ્ય ગૌરવ

એક નાના ગામમાં હરિરામ નામનો એક સમજદાર બાવો રહેતો હતો. જો કે તે સાધારણ કપડાં પહેરીને રહેતો હતો અને તેના પાસે કોઈ જીવન જરૂરિયાતના સાધનો ન હતા, છતાં પણ ગામના લોકો તેને તેના જ્ઞાન અને દયાળુ સ્વભાવ માટે માન આપતા. દરરોજ, તે ગામના મંદિરના દરવાજા પાસે બેસતો અને લોકો તેની પાસે સલાહ લેવા આવતા, અને તેઓ આશ્ચર્ય પામતા કે આ ગરીબ દેખાતો માનવી કેવી અફાટ સમજણ ધરાવતો હતો.

એક દિવસ, ધનરાજ નામનો ગમંડિયો વેપારી ગામમાં આવ્યો. તેને પોતાના ધન પર ખૂબ ગર્વ હતો અને તે અમીરાઈમાં માનેતો. જેમ જ તે હરિરામને મંદિરના દરવાજા પર ભીખ માગતા જોયો, તેમ જ તે પોતાના ધનની મોટાઈ કરવાની તક ચૂકી ન ગયો.

ધનરાજ હરિરામ પાસે ગયો અને ગર્વભેર કહ્યું, "તમે ભિક્ષા માગીને જીવન વિતાવ છો, જ્યારે મારી પાસે એટલું બધું ધન છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. તમને શું હક છે બીજા લોકોને સલાહ આપવાનો? જયારે તમારા પાસે કશું જ નથી, ત્યારે તમે પોતાનો ગૌરવ ક્યાંથી લાવો છો?"

હરિરામ હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, "સાચું ધન સોનામાં કે ચાંદીમાં નથી, પણ મનુષ્યના મનુષ્યપણ માં છે. આપણા સ્વભાવ અને આંતરિક શાંતિમાં છે. જે ભગવાન આપણી અંદર છે એ અનુભૂતિમાં ફલિત થાય છે. તમારી પાસે ધન તો છે, પણ જો ઈશ્વર સમર્પિત પ્રાસાદિક નહિ હોય તો તમારા હૃદયમાં શાંતિ અને માનવ માટે સન્માન નહિ રહે. તમે શૂન્ય છો."

ધનરાજ હસ્યો અને બોલ્યો, "શાંતિ? એક ભીખારી શાંતિ વિશે શું જાણે? મારી પાસે બધું છે, મને કશુંક જરુર નથી!"

હરિરામે શાંતપણે જવાબ આપ્યો, "ચાલો, તમને એક વાર્તા કહું. એક રાજા હતો, તેની પાસે બધું હતું—ધન, શક્તિ અને વૈભવશાળી મહેલ. પણ તે ક્યારેય ખુશ ન હતો. દરેક ચીજ માં સોનું જોવાની આદત થી માણસ જડ થઇ જાય છે. જડ થઇ જવાથી તેના જીવનમાં ભવ ચાલ્યો જાય અને ભવ રહિત જીવન દુઃખોના ઢગલા લઇ આવે છે. એક દિવસ તે એક વિદ્વાન સંતને મળ્યો, જેણે તેને કહ્યું, 'સાચું સુખ ઈશ્વર સમર્પણ માં છે.' રાજાએ તેનું ધન ઈશ્વર ના કામોમાં લગાડી દીધું. અને ઈશ્વર માન્ય કાર્ય કરવા લાગ્યો. ત્યારે જ તેને શાંતિ અને સંતુષ્ટિ મળી."

વેપારી આ વાત સાંભળીને હેબતાઈ ગયો અને પૂછ્યું, "પણ કોઈ ધન વિના સુખ કેવી રીતે મેળવી શકે?"

मानुषत्वं महादैवं पुरुषाणां न संशयः।

सर्वेषां साधनं धर्मं यस्मिन्नासे विनिश्चितम्॥

"મનુષ્ય જીવન તે મહાન દૈવી ઉપહાર છે, અને તેમાં કોઈ શંકા નથી.

મનુષ્ય જીવનમાં જ સર્વ પ્રકારના ધર્મોનું સાધન સમાયેલ છે."

હરિરામે કહ્યું, "આ બધું ધન પર નિર્ભર નથી. માનવ ગૌરવ એ પોતાને અને બીજાઓને માન આપવાના મૂલ્ય પર આધાર રાખે છે. જો તમે સ્વ-માન અને ન્યાયના માર્ગ પર ચાલો, તો તમે ગરીબ હો કે અમીર, તમારી માનવ કીમત તમારી અંદર રહેલા ભગવાનની જ છે."

ધનરાજ, ભીખારીના જ્ઞાનથી પ્રભાવિત થયો અને તેની પોતાની ખાલીપણાની અનુભૂતિ થઈ, ભલે તે ધનવાન હતો. તેણે હરિરામને નમન કરીને કહ્યું, "આજે તમે મને સાચી દ્રષ્ટિ આપી છે—સાચા માનવ ગૌરવનો પાઠ."

તે દિવસે પછી, ધનરાજ ઈશ્વર પ્રિય કાર્ય માટે પોતાના ધનનો ઉપયોગ કરતો રહ્યો અને સમજ્યો કે માનવ ગૌરવ સંપત્તિમાં નહીં, પણ નૈતિક મૂલ્ય અને માણસના સ્વભાવમાં છે.

अहं ब्रह्मास्मि - "मैं ब्रह्म हूँ" ( बृहदारण्यक उपनिषद १/४/१० - यजुर्वेद)

"હું બ્રહ્મ છું". અહીં "અસ્મિ" શબ્દથી બ્રહ્મ અને જીવની એકતાનું જ્ઞાન થાય છે. જ્યારે જીવ પરમાત્માનું અનુભવ કરી લે છે, ત્યારે તે પરમાત્માનું જ સ્વરૂપ થઈ જાય છે. બંને વચ્ચેના દ્વૈતભાવનો નાશ થઈ જાય છે. તે સમયે જ તે "અહં બ્રહ્માસ્મિ" કહી ઊઠે છે.

तत्त्वमसि - "वह ब्रह्म तू है" ( छान्दोग्य उपनिषद ६/८/७- सामवेद )

"તત્ત્વમસિ"

આ મહાવાક્યનો અર્થ છે - "તે બ્રહ્મ તું જ છે". સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં, દ્વૈતના અસ્તિત્વથી રહિત, નામ અને રૂપથી રહિત, એક માત્ર સત્ય સ્વરૂપ, અદ્વિતીય "બ્રહ્મ" જ હતું. તે જ બ્રહ્મ આજેય અસ્તિત્વમાં છે. તે જ બ્રહ્મને "તત્ત્વમસિ" કહેવામાં આવ્યું છે. તે શરીર અને ઇન્દ્રિયોમાં હોવા છતાં, તેમાથી પર છે. આત્મામાં તેનો અંશ માત્ર છે. તે જ અંશથી તેનું અનુભવ થાય છે, પરંતુ તે અંશ પરમાત્મા નથી. તે તેનાથી દૂર છે. તે સમગ્ર જગતમાં પ્રતીત થતા હોવા છતાં પણ તેનાથી પર છે.

જેમ પુત્ર પિતાનો અંશ માત્ર હોય છે, તે જ રીતે માણસ ભગવાન નથી તેમ તે ભગવાનથી દુર પણ નથી.