bhav sagar in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ભવ સાગર

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

ભવ સાગર


भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते ।

प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुकृञ्करणे ॥

शङ्कराचार्यरचित चर्पटपञ्जरिकास्तोत्रम् – ३

હે મૂર્ખ, ગોવિંદ નું ભજન કર ( ભજન એટલે ભગવાનના વિચારો ઘેર ઘેર લઇ જા ) તારું મન ભગવાનમાં લગાવ. ગોવિંદની પૂજા એટલે ભગવાનની ભક્તિ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે ‘ડુકૃઞ્કરણે’ જેવાં વ્યાકરણનાં સૂત્ર (તારી) રક્ષા કરશે નહિ. ‘ડુકૃઞ્કરણે’ એ સંસ્કૃત વ્યાકરણનું એક ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે "( कर्वव्य) કરવું". વ્યવહારમાં આ ક્રિયાપદનો ઉપયોગ સામાન્ય રીતે જોવા મળતો નથી. મતલબ કે તેના માટે સમય અને બુદ્ધિ વાપરવી તે કંઈક અંશે નિરર્થક છે. વ્યાકરણના શીખનારાઓએ ક્રિયાપદનો અર્થ અને હેતુ યાદ રાખવા માટે “દુક્રાઈ કરને’ રટણ કરતા હશે તાત્પર્ય એ કે “डुकृञ्” ક્રિયા “करण” ‘કાર્ય કરવું’ એ અર્થ માં લેવામાં આવ્યો હોય. સ્તોત્રના રચઈતાની દૃષ્ટિએ જીવનના અંત સુધી લૌકિક કાર્યોમાં સતત સામેલ થવું ફળદાયી નથી. "હવે આ વાત છોડી દો અને ભગવાનમાં લિપ્ત થાઓ."

ઋષિ ને કંઈ કહેવું હોય સમાજને સમજાવવું હોય તો સુંદર સંદેશો એક નાટક દ્વારા આપતા હોય છે. આમ એક ઋષિ નદી કિનારે બેઠા હતા. નદી કિનારેથી નિયમિત પસાર થતા એક સંસારી પુરુષે જોયું કે આ બાપજી રોજ અહી એકજ જગ્યાએ બેઠા જ હોય છે. ઘણા દિવસો અને લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સંસારી પુરુષે તેમને આશ્ચર્યપૂર્વક પૂછ્યું, ”બાપજી, અહીં આમને આમ બેસી રહેવાનું કોઈ કારણ?”

સંન્યાસીએ જવાબ આપ્યો, “ભાઈ, મારે ભવસાગર જેવી નદી પાર કરવી છે, પણ આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું. ન મારે તરીને જવું કે નાવ માં જવું. મારે ટો બસ ચાલીને જવું”

પેલા માણસનું માથું ભમી ગયું, “અરે બાપજી, મગજ તો ઠેકાણે છે ને, એમ તો કાંઈ નદી સુકાતી હશે? આખો જન્મારો બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો. કાં તમે નાવ માં જાઓ કણ તરીને”

સંન્યાસીએ કહ્યું, “ભાઈ, હું આજ વાત તો સૌને સમજાવવા માંગુ છું કે, લોકો હંમેશા કહેતા હોય છે કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી લઉં, મન ભરીને મોજ કરી લઉં, દુનિયા ફરી લઉં, પછી હું ભગવત પદમ પામવા મથીસ. ને ગાય નું પૂછડુ પકડી નદી પાર કરીશ.’

“પણ જેમ આ નદીનું જળ ક્યારેય સુકાવાનું નથી, એજ રીતે મનુષ્યજીવનની કામનાઓ પણ ક્યારેય પુરી થવાની નથી. જેમ આ નદીનું જળ અનંત છે, એજ રીતે મનુષ્યજીવનની ઈચ્છાઓ અને મનોરથો નો પણ કોઈ જ અંત નથી. એટલા માટે મારે નદીના વહેણની સાથે જ નદી પર કરવી પડશે. તે માટે નાવનો સહારો લેવો પડશે અથવા કુશળ તરવૈયો થવું પડશે.

જીવનની કામનાઓ અને મનોરથ ક્યારેય પુરા નહિ થાય પણ ઈચ્છાઓ અને કામનાઓ ઇશ્વરાભિમુખ કરતો રહીશ તો સરળતા થી ભવસાગર તરી સકીશ. તે માટે ઈશ્વર નો સહારો લઇ તેની જોડે સંબંધ (બ્રહ્મ સંબંધ) બાંધીસ તો આ નાવ આધારે તરી જઈસ.’

જીવનની ભવની મુસાફરી કરવી હશે તો તૈયારી કરવી જ પડશે. જીવનનાં અંતિમ સમયે ફક્ત કર્મ જ સાથે આવશે કોઈ ગાય નહિ આવે કે તેનું પૂછડુ પકડી ભવસાગર પાર શકાશે.

“તેવી જ રીતે તમારે ભગવાનનું કામ કરતાં જીવનની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જીવનનો આનંદ લઇ શકશે. નહીં તો આમ ને આમ જ જીવન પૂરું થઈ જશે.”

मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।

कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥9॥

श्रीमद् भगवद्गीता ।।10.9।।

મારા ભક્તો, તેઓનું મન મારામાં સ્થિર કરે છે અને તેમનું જીવન મને સમર્પિત કરે છે, તેઓ હંમેશા સંતુષ્ટ રહે છે. તેઓ ખૂબ આનંદ અને સંતોષ અનુભવે છે, એકબીજાને જ્ઞાન આપે છે, મારા વિશે વાત કરે છે અને મારા મહિમા ગાતા હોય છે. આમ જીવન હસતા રમતાં મને પામે છે.