Hollywood horror movies and their misfortunes in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | હોલિવુડની હોરર ફિલ્મો અને તેની કમનસીબીઓ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હોલિવુડની હોરર ફિલ્મો અને તેની કમનસીબીઓ

ફિલ્મો તો હંમેશા મનોરંજન કરનાર સાબિત થતી જ હોય છે પણ સાથોસાથ ફિલ્મોની કથા પણ એટલી જ રસપ્રદ બની રહેતી હોય છે અને આથી જ ક્યારેય મેકિંગ ઓફ ફિલ્મ તરીકેની ડોક્યુમેન્ટ્રી રજુ કરવાની પ્રથા જોવા મળે છે.કેટલીક ફિલ્મો એવી હોય છે જે બને છે ત્યારથી જ મુસીબતોને લઇને આવતી હોય છે જે તેની રિલીઝ થતા સુધી ચાલે છે.રિલીઝ થયા પછી પણ તેની મુસીબતોનો અંત આવતો હતો તેને આપણે કમનસીબી જ કહી શકીએ.પાકિઝા અને લવ એન્ડ ગોડ જેવી ફિલ્મો એ પ્રકારની ફિલ્મો હતી જેણે અનેક મુસીબતો સહન કરી હતી અને તે મહામહેનતે પરદા પર રજુ થઇ હતી.હોલિવુડની પણ કેટલીક ફિલ્મો એવી છે જેને આ પ્રકારની કમબખ્તીનો સામનો કરવો પડ્યો હતો.તેની સાથે સંકળાયેલા લોકો હજી પણ એ મુસીબતોને ભૂલી શક્યા નથી.

કેવિન કોસ્ટનરની વોટરવર્લ્ડ ફિલ્મ એમાંની એક હતી.જેનો આરંભ પાંચ મિલિયન ડોલરના બજેટથી થયો હતો અને જ્યારે ફિલ્મ પુરી થઇ ત્યારે તેનું બજેટ ૨૦૦ મિલિયનને પાર કરી ગયું હતું.ત્યારે આપણને થાય કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હશે પણ આ ફિલ્મે ખોટનો જ ધંધો કર્યો હતો જ્યારે રજુ થઇ ત્યારે તેની આવક ૮૮ મિલિયન ડોલર નોંધાઇ હતી.૧૯૯૫ની આ સૌથી મોટી ફ્લોપ ફિલ્મ રહી હતી.જો કે આ ફિલ્મ શરૂ થઇ ત્યારથી જ તે મુસીબતોને પણ સાથે લઇને આવી હતી.તેના પ્રથમ નિર્માતા હતા રોઝર કોર્મેન જેમણે લો બજેટથી આ ફિલ્મનો આરંભ કર્યો હતો.પણ તેમને લાગ્યું કે આ ફિલ્મમાં સેટ વધારે જોઇશે અને તેનું બજેટ વધી જશે ત્યારે તેમણે આ ફિલ્મને છોડી દીધી હતી.કારણકે તે પાંચ મિલિયનમાં ફિલ્મ પુરી કરવા માંગતા હતા અને આ ફિલ્મના સેટનો ખર્ચ જ પાંચ મિલિયનને વટાવે તેવો હતો.આ ફિલ્મનું શુટિંગ મોટાભાગે દરિયામાં કરવાનું હતું અને તે દરમિયાન યુનિટના સભ્યોને સીસીકનેસના ભોગ બનવું પડ્યું હતું.આ ફિલ્મના શુટિંગ માટે ફ્લોટ બનાવવામાં આવ્યા હતા અને તોફાની હવાઓને કારણે તે ખેંચાઇ ગયો હતો અને દરિયામાં ગરક થઇ ગયો હતો.કેવિન કોસ્ટનરના માટે સ્ટન્ટ કરનાર કલાકારને તો મોતનો અનુભવ થયો હતો.જેલિફિશના ડંખનો ક્રુ મેમ્બર્સ ભોગ બન્યા હતા.આ બધુ ઓછુ હોય તેમ નિર્માતાને ક્રુ મેમ્બર્સ તરફથી વળતરના દાવાનો સામનો કરવો પડ્યો હતો જો કે આખરે મહામહેનતે આ ફિલ્મ રજુ થઇ ખરી પણ તેને ખાસ સફળતા હાથ લાગી ન હતી.

એવું કહેવાય છે કે વીજળી ક્યારેય એક વ્યક્તિને બીજી વખત નિશાનો બનાવતી નથી પણ પેશન ઓફ ક્રાઇસ્ટનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેન મિચેલિનીને અલગ જ અનુભવ થયો હતો આ ફિલ્મમાં કામ કરતી વખતે તેના પર બે વખત વીજળી ત્રાટકી હતી.તેના મુખ્ય કલાકાર જિમ કેવિઝેલે શુટિંગ દરમિયાન સાચેસાચ પોતાના માંસનો ટુકડો કાપી નાંખ્યો હતો.જ્યારે લાકડાનો ક્રોસ ખેંચતા હતા ત્યારે તેનો ખભો ઉતરી ગયો હતો.કેેવિઝેલ પર પણ વીજળી ત્રાટકી હતી અને રીતસર તેના કાનમાંથી ધુમાડા નિકળી ગયા હતા.સેટ પર રહેલા અન્ય લોકોને પણ તેના આંચકાઓનો અનુભવ થયો હતો.કેવિઝેલના આખા શરીર પર ચકામા ઉપસી આવ્યા હતા.જો કે આ મુસીબતોનો આરંભ હતો કેવિઝેલ હાઇપોથર્મિયાનો ભોગ બન્યો હતો.આ ઉપરાંત ગળાનું ઇન્ફેકશન અને ન્યુમોનિયાની સમસ્યા પણ તેને રહેવા પામી હતી આ ઉપરાંત સખત માથાના દુઃખાવાનો સતત સામનો કર્યો હતો.આ ફિલ્મ માટે તેને લાંબો સમય મેકઅપ કરવાનો આવતો હતો તેના કારણે તેને ચામડીનું ઇન્ફેકશન લાગુ પડ્યું હતું.

પઝેશનને હોલિવુડની કલાસિક હોરર ફિલ્મમાં સ્થાન પામે છે પણ આ ભૂતાવળની વાત કરનાર ફિલ્મમાં કામ કરનારા કલાકારોને પણ એવા જ વિચિત્ર અનુભવ થયા હતા.તેમાં રહેલા ડીબક બોક્સની સાથે જે શાપ જોડાયેલો હતો તેનો લોકોને પણ અનુભવ થયો હતો.આ ફિલ્મમાં જેફરી ડીન મોર્ગન નામની છોકરીએ અભિનય કર્યો હતો જે ત્યારે પેરાનોર્મલ ફિલ્મો અને એ પ્રકારની ટીવી સિરીઝમાં કામ કરી ચુકી હતી.ડેડ ઓન સુપર નેચરલમાં તેના રોલને ભારે વખાણવામાં આવ્યો હતો.હાલ તો તે પુખ્ત કલાકાર બની ચુકી છે અને તેને પઝેશનના શુટિંગ દરમિયાન જે વિચિત્ર અનુભવો થયા હતા તેવા અનુભવ તેને ક્યારેય થયા નથી.તેણે જણાવ્યું હતું કે સેટ કલોઝ હોવા છતા પણ મરચાની ભૂકી વિખેરાઇ ગઇ હોય તેવું લાગતું હતું.જ્યારે પણ આ ફિલ્મના અંતરંગ દૃશ્યોનું ફિલ્માંકન થતું હતું ત્યારે આ પ્રકારના અનુભવ થતા હતા.આ ફિલ્મના સાધનો જ્યા રાખવામાં આવ્યા હતા ત્યાં કોઇ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી અને બધુ બળીને ખાખ થઇ ગયું હતું.જ્યારે તેની તપાસ થઇ ત્યારે જણાયું હતું કે આગ લાગવાનુંકારણ આગ કે ઇલેકટ્રીક ફોલ્ટ ન હતું.ત્યારે યુનિટ ભયભીત થઇ ગયું હતું.જે બોક્સનો ઉપયોગ આ ફિલ્મમાં કરાયો હતો તે બળીને રાખ થઇ ગયું હતું જો કે ઓરિજિનલ બોક્સ તેના માલિક પાસે હતું અને તેણે આ બોક્સ અહી લાવવાની વાત કરી ત્યારે તમામે આ બોક્સને સેટથી દુર જ રાખવાની વાત કરી હતી.કેનુ રિવ્ઝની મેટ્રીક્સ ફિલ્મે હોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા પણ આ ફિલ્મના શુટિંગ દરમિયાન અનેક કરૂણાંતિકાઓ સર્જાઇ હતી જેના કારણે ફિલ્મ બનવામાં ઘણી વાર લાગી એટલું જ નહી તેના કલાકારો પણ બદલાતા રહ્યાં હતા.આ ફિલ્મના શુટિંગ દરમિયાન કેનુ રિવ્ઝની પ્રેયસીને કસુવાવડ થઇ હતી અને તેના આઘાતમાંથી તેઓ બહાર આવે તે પહેલા જ તેમની વચ્ચે વિખવાદ થયો અને તેઓ છુટા પડ્યા અને જેનિફર સિમ એક દુર્ઘટનામાં મોતને ભેટી હતી.આ દુર્ઘટના બાદ બાવીસ વર્ષની આલિયા પ્લેન ક્રેશમાં મોતને ભેટી હતી જે આ ફિલ્મમાં ઝીની ભૂમિકા ભજવતી હતી.જેના કારણે ફિલ્મનું શુટિંગ ઘણાં મહિના બંધ રહ્યું હતું.આ ફિલ્મમાં ઓરેકલની ભૂમિકા ભજવનાર ગ્લોરિયા ફોસ્ટર પણ મોતને ભેટી હતી.એટલું જ નહી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કેનુ રિવ્ઝને પણ બાઇક એક્સિડેન્ટનો ભોગ બનવું પડ્યું હતું અને તે લાંબો સમય હોસ્પિટલમાં રહ્યો હતો.જ્યારે તે કામ પર પાછો ફર્યો ત્યારે તેને વળી પગની ઇજા થઇ હતી.તેની બહેન લ્યુકેમિયાનો ભોગ બની હોવાને કારણે તેને તેની સાથે હોસ્પિટલમાં જવું પડ્યું હતું.તેના કારણે ફિલ્મનું બજેટ ધારવા કરતા વધી જવા પામ્યું હતું જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આવકના વિક્રમો સર્જયા હતા જે રિવ્ઝ માટે સુખદ બાબત રહી હતી.

ઘોસ્ટ ઓફ ગુડનાઇટ લેન એ મીડિયા વર્લ્ડ કંપનીના શાપિત મુવી સેટસ પર આધારિત ફિલ્મ હતી આ ફિલ્મના નિર્માતા એલિન બીઝાને ખુદ કબુલ કર્યુ હતું કે આ ફિલ્મના શુટિંગ દરમિયાન તેમને અને તેમના યુનિટને અધિભૌતિક શક્તિઓના અસ્તિત્વનો અનુભવ થયો હતો.તેમને લાગતું હતું કે કોઇ પુરૂષની સતત હાજરી સેટ પર વર્તાય છે.કોઇ ન હોય ત્યારે પણ ફિલ્મના સાધનો આપોઆપ સરકતા હતા અને ઘણાને તો અદૃશ્ય હાથની થપ્પડનો પણ અનુભવ થયો હતો.જો કે આ તમામ ઘટનાઓનો રેકોર્ડ રાખવામાં આવ્યો હતો અને ૨૦૧૦માં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટરોએ  તપાસ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ હોન્ટેડ સેટ છે.તેમણે આ માટે અનેક પરિક્ષણો કર્યા હતા.જો કે તેમ છતાં નિર્માતાએ આ હોન્ટેડ સેટનો જ પોતાની ફિલ્મમાં ઉપયોગ કર્યો હતો.જ્યારે લોકો સેટ પર હાજર હોય ત્યારે પણ સેટ પર લાઇટો લબુક ઝબુક થતી હતી ઘણી વખત છત પરથી વસ્તુઓ નીચે પડતી હતી.કેટલાકે તો જણાવ્યું હતું કે તેમને તેમના નામથી કોઇ બોલાવતું હોવાનો પણ અનુભવ થયો હતો.

ઓમેન ફિલ્મને હોરર ફિલ્મોમાં માસ્ટરપીસ ગણવામાં આવે છે અને તેમાં ડેમિયનની ભૂમિકા ભજવનાર બાળ કલાકારનો અભિનય આજે પણ યાદગાર માનવામાં આવે છે ઘણાં લોકો એ વાતનો સ્વીકાર કરે છે કે એ કલાકાર પોતે કોઇ અધિભૌતિક શક્તિ ધરાવતો હતો.આ ફિલ્મમાં અનેક દુર્ઘટનાઓ ઘટતી દર્શાવાઇ હતી જો કે માત્ર ફિલ્મમાં જ એવી ઘટનાઓ બની હતી તેમ નથી જ્યારે આ ફિલ્મનું શુટિંગ થતું ત્યારે ઘણી ઘટનાઓ બની હતી.આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ગ્રેગરી પેકના પુત્રને આપવામાં આવી હતી પણ આ ફિલ્મના શુટિંગ પહેલા જ તેણે આત્મહત્યા કરી હતી.જ્યારે શુટિંગ સ્ટાર્ટ થયું ત્યારે ક્રુ મેમ્બર અક્સ્માતનો ભોગ બન્યા હતા.સ્ક્રીપરાઇટરના પ્લેન પર પણ વીજળી ત્રાટકી હતી.આ પ્લેનમાં ત્યારે ગ્રેગરી પેક અને ફિલ્મનો નિર્માતા પણ હાજર હતા.આ ફિલ્મના શુટિંગ માટે એક પ્લેન ભાડે લેવાનો નિર્ણય કરાયો હતો પણ ત્યારે કેટલાક બિઝનેશમેનોએ આ પ્લેનને પોતાના ઉપયોગ માટે લીધુ અને કલાકારોને પોતાની ફલાઇટ કેન્સલ કરવી પડી હતી આ વાત તેમના માટે ઉત્તમ પુરવાર થઇ કારણકે જ્યારે આ પ્લેને ઉડાન ભરી ત્યારે તે કોઇકારણસર તુટી પડ્યું હતું અને પ્લેનમાં હાજર રહેલી તમામ વ્યક્તિઓ મોતને ભેટી હતી.

બેટમેનની ફિલ્મો પણ આ પ્રકારની દુર્ઘટનાઓનો ઇતિહાસ ધરાવે છે.જેના કારણે હોલિવુડમાં બેટમેન કર્સની ચર્ચાઓ થાય છે.કોલારાડો સિનેમાએ જ્યારથી આ શ્રેણીની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી છે દુર્ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હતો અને લગભગ બાર વ્યક્તિઓ મોતને ભેટી છે.જેમાં આ ફિલ્મમાં જોકરની ભૂમિકા ભજવનાર કલાકાર હીથ લેગરનો પણ સમાવેશ થાય છે.ડાર્ક નાઇટમાં તેની ભૂમિકા યાદગાર રહી હતી જ્યારે તેણે આ ફિલ્મ સ્વીકારી ત્યારે જેક નિકોલસને તેને આ રોલ લેવાની ના પાડી હતી.હીથને આ ચેતવણીનો અનુભવ ત્યારે થયો જ્યારે તેણે આ ફિલ્મ સ્વીકારી કારણકે ત્યારબાદ ડિપ્રેશનને કારણે તે માત્ર  બે કલાકની ઉંઘ લઇ શકતો હતો.હીથે આ ભૂમિકા માટે એક ડાયરી રાખી હતી જેના આખરી પેજ પર તેણે પોતાના જોકરની ભૂમિકાના ફોટોગ્રાફ સાથે બાય બાય તેમ લખ્યું હતું.જ્યારે ફિલ્મના સ્ટન્ટ દૃશ્યો ફિલ્માવાતા હતા ત્યારે ટેકનિશ્યનોને અકસ્માત નડ્યો હતો અને તેઓ મોતને ભેટ્યા હતા.૨૦૦૮માં આ શ્રેણીની ફિલ્મમાં કામ કરનારા મોર્ગન ફ્રીમેનને પણ અકસ્માત નડ્યો હતો.આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ તેને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેણે પોતાની પત્ની સાથે છુટાછેડાની અરજી કરી હતી.ઘોસ્ટ વ્હીસ્પર એ ફિલ્મ નથી પણ તેનું શુટિંગ એક સેટ પર કરાયું હતું જે શાપિત હોવાની માન્યતા હતી.જેનિફર લવ હેવિટે આ વાતનો સ્વીકાર કર્યો હતો અને તેને કેટલાક વિચિત્ર અનુભવ થયા હતા જેના પુરાવા રૂપે તેણે કેટલાક ફુટેજ પણ રજુ કર્યા હતા.જ્યારે આ ફિલ્મનું શુટિંગ કરાતું હતું ત્યારે શુટિંગ કરનારાઓને લાગ્યું કે જેનિફરની આસપાસ કશુંક વિચિત્ર જણાય છે તેની આસપાસ કશુંક ફરે છે. જ્યારે આ દૃશ્યના ફુટેજ જોયા ત્યારે લોકો આઘાતમાં સરી ગયા હતા કારણકે તેમને જણાયું કે તેમણે ભૂતને ફિલ્મમાં શુટ કર્યુ હતું.જ્યારે આ શોનું શુટિંગ થતું ત્યારે પણ સભ્યોનેથતું હતું કે તેમના કપડા સાથે કંઇક ચોટી ગયું છે.હેવિટને પણ તેનો અનુભવ થયો હતો.ક્યારેક લાઇટો આપોઆપ જ ફરી જતી હતી અને ક્યારેક તો તેમાં વિસ્ફોટ પણ થતો હતો.જ્યારે ચીજોની હેરફેર કરાતી ત્યારે તે આપોઆપ કોઇ કારણ વિના જ તુટી જતી હતી.આ પ્રકારના અનુભવ આ શોમાં કામ કરનારા અન્ય કલાકારોને પણ થયા હતા.

૧૯૭૦ના ગાળામાં રહોડ્‌સ આઇલેન્ડમાં વસતા પેરોન પરિવારને પોતાના ઘરમાં ભૂતિયા ઘટનાઓનો અનુભવ થયો હતો અને તેના આધારે જ કન્ઝયુરિંગ નામની હોરર મુવીનું નિર્માણ થયું હતું.આ પરિવારે ફિલ્મના શુટિંગ દરમિયાન સેટની ઘણી વખત મુલાકાત લીધી હતી.પણ યુનિટે કેરોલિન પેરોનને ત્યાં પગ પણ મુકવા દેવાનો ઇન્કાર કર્યો હતો.જે આ પરિવારની માતા હતી.આ ફિલ્મના શુટિંગ દરમિયાન પણ અનેક વિચિત્ર ઘટનાઓ બનવા પામી હતી.એક વખત જ્યારે પેરોન ફેમિલીના સભ્યો સેટ પર હાજર હતા ત્યારે જ વાવાઝોડુ ફુંકાયું હતું અને ત્યાંની તમામ સાધન સામગ્રીને ઉડાવીને લઇ ગયુ ં હતું.યુનિટના સભ્યોને ત્યારે નવાઇ લાગી કે ત્યાં રહેલા વૃક્ષને કોઇ આંચ આવી ન હતી.આ સમયે કેરોલિન તેના એટલાન્ટાના ઘરમાં હાજર હતી અને તેને કોઇ આત્માની હાજરીનો અનુભવ થયો હતો.તેની બીજી જ પળે તે બેહોશ થઇ ગઇ હતી અને તેને હોસ્પિટલ લઇ જવી પડી હતી.તેના બીજા જ દિવસે એ હોટલમાં આગ લાગી અને બધુ નષ્ટ થઇ ગયું હતું જેમાં ફિલ્મનું યુનિટ રોકાયું હતું.આ ફિલ્મના દિગ્દર્શક જેમ્સ વેનને પણ વિચિત્ર અનુભવ થયા હતા એક વખત તેનું કુતરૂ અચાનક જ ભસવા માંડ્યું હતું જ્યારે તેણે તપાસ કરી ત્યારે તેને ત્યાં તેના ભસવા માટેનું કોઇ કારણ જણાયું ન હતું તે તેને ચુપ કરાવતો હતો પણ તેમ છતાં તેણે ભસવાનું બંધ કર્યુ ન હતું લાગતું હતું કે તેને એ ઓરડામાં એવી વસ્તુ દેખાતી હતી જે અન્યને નજરે પડતી ન હતી.આ ફિલ્મમાં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટરની ભૂમિકા ભજવનાર વેરા ફાર્મિંગાને તો આ ફિલ્મની સ્ક્રીપ્ટ જ ઘેર લઇ જવાનું મન થતું ન હતું તેને આ સ્ક્રીપ્ટ હાથમાં લેતા જ બેચેનીનો અનુભવ થતો હતો.તે ક્યારેય આ સ્ક્રીપ્ટને રાત્રે વાંચતી ન હતી કારણકે જ્યારે પણ તેણે રાત્રે આ સ્ક્રીપ્ટ વાંચવાનો પ્રયાસ કર્યો હતો તે બીકની મારી લકવાગ્રસ્ત થઇ જતી હતી.તેણે એક રાત્રે જ્યારે પોતાનું લેપટોપ ખોલ્યું ત્યારે સ્ક્રીન પર તેને ત્રણ લિસોટા દેખાયા હતા જાણે કે કોઇ પ્રાણીએ તેના પર નખોરિયા માર્યા હોય.

એમિટીવિલે હોરર પણ હોલિવુડની જાણીતી હોરર ફિલ્મ છે જેનો પ્રથમ ભાગ ૧૯૭૯માં બન્યો હતો.જેમાં જેમ્સ બ્રોલિને ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ પણ સત્યઘટના પર આધારિત હતી.પહેલા તો તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો પણ ત્યારબાદ તેની સાથે જ્યારે વિચિત્ર ઘટના ઘટી ત્યારે તેનો તેણે સ્વીકાર કર્યો હતો.જ્યારે તે આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતો હતો ત્યારે તે એક ખુરસીમાં બેઠો હતો અને ત્યારે તે આ સ્ક્રીપ્ટના એ દૃશ્ય પર પહોચ્યો જે સૌથી વધારે ડરામણું હતું ત્યારે જ તેની પાસે રહેલા હેંગર પર રાખેલી તેની પેન્ટની જોડી કોઇપણ કારણ વિના નીચે પડી હતી અને તે ડરનો માર્યો થિજી ગયો હતો.જ્યારે આ ફિલ્મને ૨૦૦૫માં બનાવવામાં આવી ત્યારે દરિયાકાંઠાના તેના સેટના કિનારે એક મડદુ તણાઇ આવ્યું હતું.આ ફિલ્મમાં રયાન રેનોલ્ડે ભૂમિકા ભજવી હતી જ્યારે આ ફિલ્મનું શુટિંગ રાત્રે કરાતું ત્યારે તેના સભ્યો રાત્રે કયારેય ઉંઘી શક્યા ન હતા.ફિલ્મના સેટ પર જ એક વખત તો હત્યાનો બનાવ બન્યો હતો.