Amany vastu mangaly - 12 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 12

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 12

દસ્તક કોઈ અનહોનિની કે કપરા સમયની,
મનની મથામણો સાથે ભયાનક સ્વપ્નની..

સીમા ફોન કરી કરી ને થાકી ગઈ. પણ તેને ફોન ઉચકયો નહીં, તેના મનમાં ફાળ પડી. તેના મનમાં ખરાબ વિચારો આવતા હતા. હજુ આજે પહેલો દિવસ હતો. એમ વિચારી તેણે હિમેશને ફોન કર્યો, પણ તેનો ફોન પણ વ્યસ્ત આવતો હતો.

દસ મિનીટ પછી તેનો ફોન આવ્યો. તેણે કહ્યું: "શું કામ હતું?"

"આરવનો ફોન આવ્યો!"

"ના, નથી આવ્યો.

તેનો ફોન આવ્યો નથી, એટલે મને ચિંતા થાય છે. 

તું ચિંતા નહીં કર, કામમાં હશે? ફ્રી થઈ વાત કરશે. જો હું હમણા કામમાં વ્યસ્ત છું, હું ધરે જમવા આવ પછી વાત કરીએ!

એક તરફ સીમાની ચિંતા વધી રહી હતી! તેણે ઘરકામ પતાવ્યું. ફરીથી આરવને ફોન કર્યો. આ વખતે પણ આરવે ફોન રીસીવ કર્યો નહીં, બપોરનો એક વાગ્યો. હવે એની ધીરજ ખૂટી રહી હતી. તેણે ફરીથી ફોન કર્યો. પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો.

તે ચિંતામાં ને ચિંતામાં પેપર વાંચવા બેઠી,  તેનું મન વાંચનમાં પણ લાગ્યું નહીં, તેને ડાયરી પેન લીધી.  પણ લખવાનું પણ કંઈ સૂઝ્યું નહીં, તેણે હિમેશની વાર જોતા થોડીવાર ટીવી જોવાનું નક્કી કર્યું. તે ચેનલ બદલતાં ખુરશી પર બેઠી, એન્ડ ટીવી પર લાલ ઈશ્ક હોરોર સીરીયલ આવતી હતી. આમ, તો તેને હોરર સીરીયલ જોવી ગમતી નહોતી.. પણ આ વખતે તે ઘ્યાનથી સીરીયલ જોવા લાગી. 

અચાનક, તેના શરીરમાં ગરમાટો થયો. તેના હાથ અક્કડ થયા, ને એ જ જગ્યા પર સ્થિર થઈ. તેની આંખો ઘેરાવા લાગી, તેના વિચારોમાં કોઈ અજાણી છોકરી પ્રવેશી , તે પહેરવેશ પરથી મુસ્લિમ લાગતી હતી. મારી મદદ કરો. હું ખૂબ પરેશાનીમાં છું. 

તું કોણ છે? મારા  શા માટે વિચારોમાં આવી? 

તેણે પોતાનાં વાળ હવામાં વિખરાવ્યા, તે જોર જોરથી હસવા લાગી. તેનું હસવું સીમાનું હૃદય ચીરી રહ્યું હતું. તેણે ધીરે ધીરે ભયાનક દેખાવ ધારણ કર્યો.  

તારા ભયાનક રૂપની મને કોઈ અસર થવાની નથી, શાંત થઈ જા! તારા આવવાનું કારણ શું છે? 

તને આત્માથી બીક નથી લાગતી!

મને ભગવાન સિવાય કોઈનો ભય નથી, એ મારી રક્ષા કરશે, એ મારા વિશ્વાસમાં છે, મારા શ્વાસમાં છે. મારી શ્રઘ્ધા અને આસ્થમાં છે.

એ ખુદાએ મારી સાથે અન્યાય કર્યો છે. જા તારા ખુદાની ખુદાઈ પણ ઓછી પડી છે, આજે મારી આ હાલત એના લીધે જ છે!

મારા પરમાત્માને દોષ આપતાં પહેલાં, તું તારા ગુનાહો જોઈ લે. અહીંથી જતી રે! 

અહીંથી તો જાઉ છું, પણ યાદ રાખજે, હું તારો પીછો છોડીશ નહીં. તારા અક્ષમાં સમાઈ જઈશ. તારા અંશમાં સમાઈ જઈશ.

ખુદાની ખુદાઈમાં મને ભરોસો છે. હું નેક દિલ છું, તારા જેવી આત્મા મારું કંઈ જ બગાડી શકે નહીં. 

હું તારું નહીં બગાડી શકું, પણ તારા અંશને કેવી રીતે બચાવશે?

તારો બકવાસ બંધ કર. અહીંથી ચાલી જા.

એ હવાના ઝોકાની જેમ ગાયબ થઈ ગઈ! પણ જતાં જતાં તેના હાથ પર છરીનાં ઘા જેવા લીસોટા આપી ગઈ. તેની આંખો દુખાવાને કારણે ખુલી ગઈ. જોયું તો તેના જમણા હાથ પર લીસોટા પડ્યા હતા. તે મનમાં બબડી કે હવે કંઈ નવી મુસીબત આવવાની છે. તેની નજર ડાયરી પર પડી. انتظار انتظار انتظار 

ત્યાં મોબાઈલની રીંગ વાગી, તેને જોયું તો આરવનો ફોન હતો. ફોન રિસિવ કરતાની સાથે સવાલોનો વરસાદ કર્યો. તને ખબર નથી પડતી, તને કીધું હતું તો પણ તે ફોન કર્યો નહીં, મને તારી કેટલી ચિંતા થઈ રહી હતી. મારું ઘર કામમાં પણ ઘ્યાન લાગતું નહોતું.

'મમ્મી, હું થાકી ગયો હતો, માટે મને ઉંઘ આવી ગઈ. પછી મોડી આંખ ખુલી.'

"તુ કેટલા વાગે પહોંચ્યો?"

"સાડા સાત આઠ વાગ્યા હશે!"

'કેમ, આટલું મોડું થયું?'

હું તો સમયસર સ્ટેશન પહોંચી ગયો હતો, પણ સહારા દરવાજા પાસેથી રાકેશને આવતા ખૂબ મોડું થયું! મમ્મી તમે મારી ચિંતા છોડી દો, હું મારું ઘ્યાન રાખીશ.

"અરે, ચિંતા કેવી રીતે નહીં કરું?"

સારું, હું કાલથી સમય સર તમને ફોન કરી દઈશ. હવે ખૂશ..

'હા, તારા ઘરનું લોકેશન પપ્પાને વોટ્સ અપ કરી દેજે!'

"સારું, બીજું કંઈ!"

"ત્યાનું માહોલ કેવું છે?" 

ઠીક છે.

"તને ફાવટ આવશે ને?"

હમણાં આપણી પાસે કોઈ વિકલ્પ નથી! ફાવટ ન આવે તો પણ ફાવડાવું તો પડશે! 

સારું, તારું ઘ્યાન રાખજે. તેણે જય શ્રીકૃષ્ણ કહી ફોન મૂક્યો. આરવ સાથે વાત થતા સીમાને રાહત થઈ.  

આરવના દૂર થતાં સીમાના મનમાં એક ખાલીપો સર્જાય છે.  એ વિચારે છે કે નાની ઉમરમાં બ્રેક અપ થયુ, અને નાની ઉંમરે જ ઘરથી પણ દુર થયો. કોરોનાને કારણે એક શહેર થી જલ્દી બીજા શહેરમાં જવું પણ રિસ્કી હતું. હે ભગવાન! એની નવી શરૂઆતમાં તમે સાથ આપજો. 

એક દિવસ બીજો દિવસ એમ કરતાં એક અઠવાડિયું થયું! ઉપર રહેતા વિકી અને તુષાર હંમેશા અનમેચ્યોરિટી બતાવતા.  પ્રેમ બધાને સુલેહ કરાવતો. અને આરવ એની મસ્તીમાં જ રહેતો.

એક દિવસ તે મોડી રાત્રે ઘરે આવતો હતો. અચાનક, રસ્તામાં ધુમ્મસ છવાયેલું હતું. તેની આસપાસ ચામડચિડિયા  ઉડી રહ્યા હતા. ચેન અને છછુંદરના આવજો આવતા હતા. ચાર રસ્તા આવતાની સાથે આરવ રોડ ક્રોસ કરી પોતાનાં બિલ્ડિંગ પાસે ગયો. ત્યાં કોઈના રડવાનો અવાજ આવ્યો. તેણે આસપાસ જોયું તો કોઈ દેખાયું નહીં. તેણે એક બે વખત પુછ્યું, કોણ છે? પણ, કોઈ જવાબ આવ્યો નહીં! એ જેવો દાદર ચડવા જાય છે, ત્યાં છુપા તુષારે અને વિકીએ મોટેથી અવાજ કરી બિવડાવાની કોશિશ કરી..

અચાનક આવેલા અવાજથી એક પળ આરવ બી જાય છે! પછી, નિરાંતનો શ્વાસ ભરતા આરવ કહે છે. આવી કોઈ મસ્તી કરતું હશે! મારી જગ્યાએ કોઈ પોચા હૃદય વાળું હોય તો, તેને હાર્ટ એટેક જ આવી જાય!

એ લોકો હસતા હસતા ઉપર જતાં રહ્યા! આરવે પણ તેમને સબક શીખવાડવાનું નક્કી કર્યું. આથી તેમને કોઈ પ્રતિક્રિયા આપી નહી!

પોતાનાં રૂમમાં જઈને નાહીને ફ્રેશ થઈ, બેડ પર લંબાવ્યું. હાથમાં મોબાઈલ લીધો અને માઈન્ડ ફ્રેશ કરવા પબજી ગેમ શરૂ કરી. જોયું તો ઝરણાએ રમવા માટે રિકવેસ્ટ મોકલી હતી. કોઈ ઓન લાઈન દેખાયું નહીં એટલે આરવે તેની સાથે રમવાનું શરૂ કર્યું.  કેટલા દિવસના અબોલા તોડી ફરીથી બંનેની  વાત ચીત શરૂ થઈ.

રાતના બરાબર અઢી વાગ્યા હતા.  તે પાણી પીવા ઉઠ્યો. પાણી પીતા પીતા તેના મનમાં વિકી અને તુષારને સબક શીખવાડવાનો વિચાર આવ્યો.. તે હળવેથી દાદર ચડવા લાગ્યો. તેમના રૂમમાં જઈને લાઈટ પંખો બંધ કર્યાં. બહારથી દરવાજો બંધ કર્યો. અને મોબાઈલમાં ચૂડેલનો અવાજ મૂક્યો.  અંધારાને કારણે વિકી અને તુષાર ખૂબ ડરી ગયા. અંદરથી દરવાજો ખોલવા જાય છે, તો દરવાજો ખૂલતો નથી, આથી તેઓ જોર જોરથી દરવાજો ખખડાવે છે, આ અવાજને કારણે પ્રેમની ઉંઘ ઉડી જાય છે. તે રૂમની બહાર નીકળી ઉપર તરફ જાય છે.

દરવાજાની બહાર સફેદ ચાદર ઓઢી કોઈના દેખાતા ભૂત ભૂત બોલી ફાટફાટ દાદર ઉતરી જાય છે. આથી આરવ તેને સમજાવવા તેની પાછળ જાય છે. 

બીકના માર્યે આરવનો દરવાજો થોકે છે. 

પણ, તેનો દરવાજો ખૂલ્લો જોઈ તે રૂમમાં પ્રવેશે છે.. તેની પાછળ  આરવ પણ રૂમમાં આવે છે. આથી આરવને જોઈ ફરીથી બૂમો પાડે છે. ભૂત..ભૂત..

પ્રેમનો અવાજ છેક ઉપર સુધી આવતો હતો. આથી વિકી અને તુષાર બંને ખૂબ જ ડરી જાય છે. અને તેઓ પણ બચાવો..  બચાવોની બૂમો પાડે છે.

ક્રમશઃ
વઘુ બીજા ભાગમાં

સ્વસ્થ રહો, મસ્ત રહો અને આપના પ્રતિભાવ આપતા રહો.

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે