Amany Vastu Manglay.. - 1 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 1

શ્રી ગણેશાય નમઃ
-: પ્રસ્તાવના :-


દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડામડ ડોલમ થઈને રહી જાય છે..

કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય છે.. જે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે..

જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે.. મૃત્યુના પણ અલગ અલગ પ્રકાર હોય છે, શિવ પુરાણમાં વર્ણન છે કે કર્મોને આધારે વ્યક્તિનું મૃત્યુ થાય છે.. કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે, તો કોઈ બિમારીમાં મરણ પામે છે, કોઈ પોતાની અધુરી ઇચ્છા લઈને મૃત્યુ પામે છે, અને કોઈ જીવની હત્યા થાય અથવા તો આત્મહત્યા કરવાથી મૃત્યુ થાય છે.. આ પરિસ્થતિમાં જીવની અધોગતિ થાય છે, તેની આત્માને શાંતિ મળતી નથી અને તે પિશાચ યોનીમાં ફર્યા કરે છે, તે શાંતિ માટે ભટક્યા કરે છે. તેને મર્યા પછી પણ મોત આવતી નથી! આવો જીવ મુકિત માટે માયાના આવરણોમાં ફર્યા કરે છે.. લોકોને પોતાની સતત અનુભૂતિ કરાવે છે.. ત્યારે તેનો ઉદ્દેશ્ય ફકત ને ફ્કત પિશાચ યોનીમાંથી છૂટવાનો હોય છે..

અમુક લોકોમાં આત્માને જોવાની અને સાંભળવાની શકિત હોય છે.. આ કારણે ક્યારે હોનિ તો કયારેક અનહોનિ ઘટનાઓ બને છે, જે માણસની જિદંગીને બદલી શકે છે. અમુક પરિસ્થિતિમાં માણસનું ઘડતર થાય છે, જ્યારે અમુક વખત પરિસ્થિતિ જ માણસનું ઘડતર કરે છે. અને ક્યારે ક્યારે પરિસ્થિતિ પ્રમાણે માણસે પોતાનામાં બદલાવ કરવા પડે છે..

આવી જ એક વાર્તા જેમાં થોડી હકીકત અને થોડી કલ્પનાની કલમે ક્યાંક સાંભળેલી, ક્યાંક અનુભવેલી એક અર્ધ સત્ય ધટના, આપની સમક્ષ રજુ કરી રહી છું.. તો ચાલો ફરીથી વાર્તાની નવી સફરે અમાન્ય વાસ્તુ માંગલ્ય...

હું લખવાની શરૂઆત કરું, તમે વાંચવાના શ્રી ગણેશ કરો.. આ વાર્તા વાંચવી આપને ચોક્ક્સ ગમશે. એક લેખકને વાંચકોનો પ્રતિભાવ મળે, તેની રચનાને વાંચકોના હૃદયમાં સ્થાન મળે, તો એની મહેનતમાં સોનામાં સુગંધ ભળે છે..
🌹🌹રાધે રાધે🌹🌹
🙏🙏 જય શ્રીકૃષ્ણ🙏🙏,
💞💞જય શાશ્વત💕💞

***********

કોઈ રહસ્ય છુપાવાથી છુપાતું નથી,
કર્મોના ચકરવ્યુંથી છટકી શકાતું નથી!

કુદરતી રીતે મળેલી શક્તિથી સીમા અપરિચિત હતી, પણ જ્યારે જ્યારે કોઈ પાત્રની કલ્પના તેનાં મનમાં આવે, ત્યારે એવું પાત્ર તેની અસલ જિંદગીમાં મળી આવે.. અચાનક, સામાજિક નવલકથા લખતાં લખતાં એક હોરર પાત્રનું મનમાં સર્જન થયું, ને તેની કલમે એક નામ લખ્યું.. عاصمہ

આ ભાષાની સીમાને કોઈ સમજ હતી નહિ! આનો મતલબ શું હશે? આ શબ્દ તેની સમજની બહાર હતો, આથી એ સમયે વધારે આ શબ્દને ગંભીરતા પૂર્વક ના લીધો.. આ શબ્દનો કોઈ અર્થ હશે! એ વાતે તે ચોક્ક્સ નહોતી.. પણ જ્યારે એ કલમ ઉપાડે તો શરૂઆતમાં સૌથી પહેલા આ عاصمہ જ શબ્દ લખાય..આ કંઈ ભાષા છે, એ વિચારવા એ મજબૂર થઈ જતી.. પણ આ શબ્દને સમજવાની કોશિશ કરતી નહિ..

રોજની જેમ આજે પણ એ એને લખવાની શરૂઆત કરી.. આ વખતે તેની કલમે કોઈ નવો શબ્દ اوم ઉમેરાયો.. આથી સીમાના મગજમાં કંઈ અનહોની ના ભણકારા થયા.. અચાનક, તેના મગજમાં પોતાના નાના દીકરાની સ્મૃતિ થઈ.. અને તેની યાદોમાં ખોવાઈ.. આરવ સીમાનો ખૂબ લાડકો દીકરો હતો.. તે ઘરમાં સૌથી નાનો હતો.. પપ્પાનો, બાનો, ભાઈનો ખૂબ લાડકો દીકરો.. સ્વભાવે ખૂબ જિદ્દી.. પણ તેનુ મન મીણબત્તી જેવું નરમ.. સીમામાં રહેલી શકિત કુદરતી રીતે આરવને મળી હતી, આ વાતથી માં દિકરા બંને અજાણ હતા.. આરવ જ્યારે તેનાથી દૂર થયો, ત્યારે સીમાએ તેને હાથે શાશ્વતી કવચ બાંધ્યું હતું... આ કવચ પર તેને પૂરે પૂરો વિશ્વાસ હતો.. આ કવચ તેની રક્ષા કરશે!

તેના દીકરાને યાદ કરતી હતી, ત્યાં તેનો ફોન આવ્યો..

સીમાએ ફોન ઉપાડ્યો.. અલક મલકની વાતો કરતા કરતા આરવે કહ્યું: મમ્મી, મારે હોરર સ્ટોરી લખવી છે.. તમે કેવી રીતે લખો છો?

"કેમ દીકરા, અચાનક હોરર સ્ટોરી લખવાનો વિચાર આવ્યો?"

"કંઈ નહિ! બસ, એમજ વિચાર આવ્યો કે હું પણ તમારી જેમ વાર્તા લખું..!"

એ તો સારી વાત છે! "પણ તારે હોરર સ્ટોરી જ કેમ લખવી છે!?"

બસ એમજ! "તમે કેમ લખો છો, એમ મારે પણ લખવું છે!"

લખવું સારી વાત છે! પણ તારી ઉંમર લવ સ્ટોરી લખવાની છે! આ ઉંમરે હોરર સ્ટોરી લખશે, "ત્યાં કોઈ ભૂતડી સાથે દોસ્તી કરી છે?"

એવું જ સમજી લો! "આ ભૂતડી આપણા ઘરની વહુ બને તો કેવું લાગે!?" આ વિશે તમારી કલ્પના શું કહે છે?

તુ મને બીવડાવે છે! ત્યાં તને કોઈ પરેશાની તો નથી ને? તારી વાતો સાંભળીને મારો જીવ ગભરાય છે.. કોઈ આવી મસ્તી કરતું હશે!

અરે, મમ્મી હું તો મજાક કરું છું.. મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ હોરર સ્ટોરી લખો..

હું હોરર સ્ટોરી લખવાનો વિચાર કરું છું, પછી મારી હિંમત નથી થતી!

પણ મમ્મી, "અમારી જનરેશનને હોરર સ્ટોરી વાંચવાની અને જોવાની ખૂબ ગમે છે.. "

વાંચવું અને જોવું અલગ વાત છે! એને શબ્દોમાં લખવું અલગ વાત છે! મારી ૯૦% ઊર્જા એમા ખર્ચાય જાય છે, અને મારી આંખો નીચે આપોઆપ ડાર્ક સર્કલ થઈ જાય છે.. પછી, આ બધામાંથી નીકળવા કેટ કેટલું ઘ્યાન, મેડિટેશન કરવું પડે છે!

"તમે ચિંતા નહિ કરો.. આ વખતે વાર્તા હું લખીશ.. શબ્દો તમારા ને વાર્તા મારી.. મને મદદ તો કરશો ને!"

હા, જરૂર કરીશ.. તેને વાત બદલતાં કહ્યું: "દિકરા, જમી લીધું.. તારી તબિયત સારી છે ને? "

ના, આજે ભુખ નથી.. નાઈટ કરી આવ્યો છું, એટલે સવારે નાસ્તો કર્યો છે.. ગેમ રમુ છું..

આખો દિવસ મોબાઇલમાં ગેમ રમે છે, એના કરતાં સુઈ જા. બપોરનો એક વાગ્યો છે, નાઈટ કરીને આવ્યો છે તો ઊંઘ નથી આવતી! તુ પૂરતી ઊંઘ લે.. અને પોતાનું ધ્યાન રાખ.. તારું ધ્યાન રાખવા હું ત્યાં નથી! એટલે તારે મનમાની કરવાની?

અત્યારે તમે મિસિસ. સીમા જરીવાળા લાગો છો! આરવની મમ્મી ક્યાં ગુમ થઈ? સીમુ મોમ મારી ચિંતા છોડી દો.. અને મારી વાત પર થોડું ઘ્યાન આપી, હોરર વાર્તા લખવાનું શરુ કરો!

"પાછો ફરી ફરીને ત્યાં જ આવ્યો?" મને સાચુ કહી દે, તને કોઈ પરેશાની નથી ને!

"મમ્મી, મને ઉંઘ આવે છે. હું રાત્રે બસમાં બેસીને કોલ કરીશ.." જય શ્રીકૃષ્ણ..

જય શ્રીકૃષ્ણ કહી, સીમાએ કોલ કટ કર્યો.. ફરીથી તેની કલમે روحانی એક નવું નામ ચીતર્યું..

આ વખતે તેનાં મગજમાં એક વિચાર આવ્યો, તેને ત્રણેય નામને કોરા કાગળ પર લખ્યા, અને ત્રણેય નામનો અર્થ જાણવા ગૂગલ પર સર્ચ કરવાનું વિચાર્યુ.. પણ સર્ચ કરવા માટે અક્ષરો સમજવા ખૂબ જરુરી હતા.. તેને કંઈ સમજ પડતી નહોતી.. એ વિચારી રહી હતી, ત્યાં તેને ફરીથી એક વિચાર આવ્યો, આ વખતે તેને ગૂગલ લેંસનો ઉપયોગ કરવાનું વિચાર્યુ.. અને લખેલા ત્રણેય શબ્દોનો ફોટો લીધો, પછી લેંસમાં ગુજરાતીમાં ભાષાંતર કર્યું.. આ શબ્દોના અર્થ હતા.. આ સ્પષ્ટીકરણ થતાં તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ..

આ નામ સાથે સીમાનો શું સબંધ હશે?

સીમાની કંઈ શકિત આરવને કુદરતી રીતે મળી છે?

આરવે હોરર વાર્તા લખવાનું જ કેમ કહ્યું?

આ કોઈ ઇતેફાક હતો કે પછી આવનાર અનહોનિનું આગમન!

(ક્રમશઃ)
વધુ બીજા ભાગમા..