Where is aldorado in Gujarati Fiction Stories by Anwar Diwan books and stories PDF | ક્યાં છે સોનાની નગરી અલડોરાડો?

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ક્યાં છે સોનાની નગરી અલડોરાડો?

માનવીને હંમેશથી અખૂટ સંપત્તિ મેળવવાની ઝંખના રહી છે અને સોનાની તો લોકોને એટલી ઘેલછા છે કે તે સોનુ મેળવવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર હોય છે. આ માટે માનવીએ સમુદ્રની અતલ ઉંડાઇઓથી માંડીને મિસરના પિરામીડો સુધી શોધ કરી છે. ઘણી વ્યક્તિઓને કશુ નથી મળ્યું તો ઘણાં કરોડોનો સામાન લઇને આવ્યા છે. લોકોને આજે પણ વિશ્વાસ છે કે વિશ્વના કોઇ એક સ્થળે સોનુ જ સોનુ પથરાયેલુ પડ્યું છે. સોનાની શોધમાં સમગ્ર ધરતીનું ચક્કર લગાવી રહેલ સ્પેનિશોએ આ જગાને અલડોરાડો એવું નામ આપ્યું હતું. આમ તો આ બાબાતની શરૂઆત એક એવા દક્ષિણ અમેરિકન રાજ્યના કબીલાના નેતાથી થઇ જેણે પોતાના સમગ્ર શરીર પર સોનાની રજ ચડાવી હતી. ૧૫૩૦માં આ મિથકની શરૂઆત એન્ડીજ પર્વતમાળામાં વસેલા એક રાજ્ય (આજનું કોલંબિયા)થી થઇ જ્યાં સ્પેનિગોંજાનો જિમેનેઝ ડે ક્વેસાડાએ ૧૫૩૭માં મુઇસ્કા શહેર જોયું. આજે આ શહેર કોલંબિયાના શહેરો કન્ડીના માર્કા તથા બોયા કામા ફેલાયેલું છે. મુઇસ્કાના રીત-રિવાજો સ્પેનની કેટલીક વ્યક્તિઓ પોતાની સાથે સ્પેનમાં લાવ્યા અને તેમાં પોતાના તરફથી મરચુ મસાલુ ઉમેરી દીધું ત્યાર બાદ અલડોરાડોનું મિથક વધુ ફેલાયું હતું. અલડોરાડોની સાથે અલ ઇન્ડિયો ડોરાડો (સોનાનો માણસ), અલ રે ડોરાડો (સોનાનો રાજા) વગેરેના મિથકો પણ પ્રચલિત બન્યા હતાં. અલ ડોરાડોને સોનાનો દેશ કહેવામાં આવ્યો હતો. આ મિથકો સાંભળીને જ ફ્રાન્સિસ્કો ઓરિલાના,ગોંચાલો પિજાગે જેવી અસંખ્ય વ્યક્તિઓ સમુદ્ર સફર પર નીકળી પડી હતી જેથી સોનાની ધરતીની શોધ કરી તેના પર કબ્જો મેળવી શકાય ઘણી વ્યક્તિઓએ આ ધરતી અંગ ખૂબ જ વિસ્તારપૂર્વક લખ્યું છે. જુઆન ગેડરીવો ફ્રેયાલે અનુસાર અલડોરાડોનો રાજા અને મુખ્ય પુજારી સોનાની ધૂળથી ઢંકાયેલા રહેતા હતાં. ૧૬૩૬માં જુઆનના સમારોહનોે સમગ્ર પૂરો વૃતાંત પોતાના મિત્ર ડોન જુઆન જે ગુઆતાવિતાના ગવર્નર હતાં અને આ પ્રકારે લખ્યું હતું. નવા રાજના સિંહાસન આરૂઢ સમયે એક સમારોહ કરવામાં આવ્યો હતો. સિંહાસન પર આરૂઢ થતા પહેલા સમ્રાટે થોડો સમય એક ગુફામાં વિતાવ્યો હતો. તે સમયે તેણે ના તો દારૂનું સેવન કર્યું હતું અને ના તો સ્ત્રીને હાથ લગાવ્યો હતો. તેણે મીઠુ અને મરચુ પણ અડ્યુ ન હતું. ત્યાર બાદ સમારોહના આરંભમાં સમ્રાટ સરોવર પાસેગયા અને પોતાના દેવતાના સન્માનમાં બલી ચડાવી હતી. વાંસની ચીપો વડે નાવડી બનાવવામાં આવી જેમાં તમામ પ્રકારની સજાવટ કરવામાં આવી હતી. તેમાં ચાર દેગો ચડાવવામાં આવી હતી જેમાંથી સુગંધિત ધૂમાડો નીકળતો હતો. આ સરોવર એટલું વિશાલ અને ઊંડુ હતું કે તેમાં મોટા જહાજ પણ તરી શકે તેમ હતાં. તમામ નૌકાઓમાં ઉત્તમ વસ્ત્રો અને સોનાના ઘરેણાં પહેરેલી વ્યક્તિઓ સવાર થઇ હતી. થોડા સમયમાં જ નાવડીઓમાંથી એટલો ધૂમાડો નીકળવા માંડ્યો કે ચોતરફ છવાઇ ગયો હતો. એ જ સમયે સમ્રાટના શરીર પરથી તમામ વસ્ત્રો દૂર કરવામાં આવ્યા અને તેમના શરીર પર સોનાની ધૂળ લગાવવામાં આવી હતી. રાજાને નાવડી પર લાવવામાં આવ્યો હતો અને તેના પગ પાસેસોનાના વિશાળ ઢગલા ખડકવામાં આવ્યા. નાવડી પર ચાર મુખ્ય વ્યક્તિઓ હતી જે રાજાની જેમ જ નગ્ન હતાં પણ તેમના શરીર પર પક્ષીઓના પંખ અને સોનાના તમામ ઘરેણાં હતાં. જયારે નાવડી સરોવરની મધ્યમાં આવી ગઇ ત્યારે આ પ્રમુખ વ્યક્તિઓએ ચોતરફના લોકોને શાંત રહેવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ તે આ મુખ્ય વ્યક્તિઓએ સમ્રાટની પાસે મૂકવામાં આવેલ સોનું અને પન્નાને ચઢાવારૂપે સરોવરમાં ચડાવી દીધો. ત્યાર બાદ નાવડી કિનારા પર આવી અને ઉત્સવની શરૂઆત કરવામાં આવી. સમ્રાટે પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ વૃતાંતથી એવું જણાય છે કે મુઇસ્કા શહેરમાં સદીઓથી આ પ્રકારનો સમારોહ યોજાતો હતો. આ સમગ્ર પ્રક્રિયા આસપાસના સરોવરમાં કરવામાં આવી હતી. આ પ્રકારના વૃતાંતને સાંભળીને તો એવું લાગે છે કે અલડોરાડો એક કલ્પના નહીં પણ વાસ્તવિકતા હતી અને ત્યાં સોનાની અખૂટ માત્રા હતી. આ સાંભળીને સ્પેનિશોએ મુઇસ્કા શહેર પર ટૂક સમયમાં જહુમલો કર્યો હતો. અહીંના સમ્રાટથી માંડીને સામાન્ય જનતા સુધીની હત્યા કરવામાં આવી હતી. અને સોના પર કબ્જો જમાવવામાં આવ્યો પણ સોનાની અખૂટ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આવેલ સ્પેનિશોને એક ખબર પડી કે સમગ્ર શહેર સોનાનું બનેલુ ન હતું કે અહીં સોનાની ખાણ ન હતી. ખરેખર તો મુઇસ્કાના નાગરિકોને વ્યાપારમાં આ બધુ સોનુ મળ્યું હતું. સ્પેનિશોએ ત્યાર બાદ આસપાસના સરોવરો પર નજર દોડાવી હતી. તેમને એ ખબર હતી કે અહીં જ્યારે પણ સમ્રાટના ગાદી પર બેસવાનો સમારોહ થતો હતો ત્યારે ચડાવારૂપે સોનુ આ સરોવરમાં નાખવામાં આવતુ હતું. આથી તેમણે આસપાસના તમામ સરોવરોની તપાસ કરી જોઇ. આજે પણ ૧૫૮૦માં આ સરોવરમાં કરવામાં આવેલી શોધના પુરાવા પ્રાપ્ત થાય છે. અલડોરાડો ના મિથક અને વાસ્તવિકતામાં નવી નવી વાર્તાઓ અને ઘટનાઓ સમયાંતરે જોડાતી ગઇ હતી. આજે આ વાસ્તવિકતા અને મિથ એટલા હળીભળી ગયા છે કે આ અંગે યોગ્ય તથ્ય રજૂ થઇ શકે તેમ નથી. અલડોરાડો સુધી જે વ્યકિતઓએ સફર કરી હતી તેમાના એક હતાં ફ્રાન્સિસ્કો ડે ઓરલાના અને ગોબજાલો પિજારો. તે ૧૫૪૧થી ૧૫૪૫ની વચ્ચે આવ્યા હતાં. ફિલિપ બોન હટ્ટન વેનેઝુએલા સુધી આવ્યા હતાં. ૧૫૪૯માં ઝિમેનેજ ડે કેસેડા આવ્યા હતાં. સર વોલ્ટર રેલેએ અલડોરાડો અંગે લખ્યું છે કે આ શહેર પારીમા સરોવરથી ઓરીનોકો (આજના વેનેઝુએલા) સુધી ફેલાયેલું છે. ઘણાં વર્ષો સુધી બ્રિટિશ નક્શાઓમાં આ શહેરની ચોક્કસ સ્થિતિ દર્શાવવામાં આવતી હતી. પણ ૧૮મી સદીમાં એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ડે આ શહેરના અસ્તિત્વનો ઇન્કાર કર્યો હતો. મુઇસ્કાના મિથકો અનુસાર અલડારોડા એક ઉર્જાનો પ્રતીક છે. જે વાસ્તવમાં ત્રણ દેવતા છે જેને ચીમીનોગાગુઆ એવું સંયુક્ત નામ આપવામાં આવ્યું હતું. આ દેવો અંગે કહેવાય છે કે સંસારની રચના આ ત્રણેયે કરી હતી. ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ સંસારની રચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આવા દરેક શહેરને અલડોરાડોનુ નામ આપવામાં આવ્યું હતું જ્યાં અખૂટ ધન હોય તે શહેર અલડોરાડો એવી સમજ લોકોમાં વિકસિત થઇ હતી. આ ધરતી પર જેનો અસ્તિત્વ નથી તેમ છતા તે મળવાની લોકોને અપેક્ષા હોય છે એવા શહેરને પણ અલડોરાડો તરીકે કેટલીક વ્યક્તિઓ ઓળખાવે છે. અલડોરાડોની શોધમાં આવેલ ક્રૂર લૂંટારા ફ્રાન્સિસ્કો પિજારોને અહીં એટલુ સોનુ મળ્યું જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. પિજારો એજેટકે રાજ્ય પહોંચ્યો અને ત્યાંના રાજાને બંદી બનાવી ટનબંધ સોનુ વસૂલ કર્યું હતું. ત્યાર બાદ રાજાની હત્યા કરી દેવામાં આવી હતી. તેણે આ લૂંટમાં જે સોેનુ પ્રાપ્ત કર્યું હતું તે સોનુ આજે પણ સ્પેનના એક દેવળમાં જોવા મળે છે. ૧૫૮૪માં એન્ટોનિયો ડે બોરિયો નામના સ્પેનના ગવર્નરના નેતૃત્વમાં અલડોરાડોની શોધ અસંખ્ય વખત કરવામાં આવી હતી. બોરિયોએ દક્ષિણ અમેરિકાના પૂર્વ વિસ્તારમાં તપાસ કરી હતી અને સર વોલ્ટર રેલેએ પણ એ સરોવર અંગે લખ્ય્‌ું હતું જ્યાં સોનુ ચડાવવામાં આવતુ હતું. અલડોરાડોના ચક્કરમાં અહીંની શોધમાં હજારો વ્યક્તિઓ નીકળ્યા હતાં. સોનાની ભૂખ લોકોમાં એટલી હતી કે ત્યાં પહોંચવા માટે કોઇ પણ પ્રકારની તૈયારી વિના લોકો નીકળી પડતા હતાં. આ વિસ્તારની વિચિત્ર આબોહવા અને વાતાવરણમાં લોકો પોતાની જાતને ઢાળી શકતા નહીં હોવાને કારણે મોતના મુખમાં ધકેલાઇ જતાં હતાં. ઘણી વ્યક્તિઓ તો પૂરો સામાન લીધા વિના જ સોનાની શોધમાં નીકળી પડતા હતાં અને ભૂખ તરસથી મોતને ભેટતા હતાં.ઘણી વ્યક્તિઓ અલગ જ પ્રકારની આબોહવામાં વસવાટ કરતાં હતાં અને સોનાની શોધમાં તેઓ આ વિસ્તારમાં આવી પહોંચતા પરિણામે તે વિચિત્ર ્‌પ્રકારની બિમારીનો ભોગ બનતા હતાં. ઘણી વ્યક્તિઓને આ શહેર ક્યાં આવેલું છે તેની યોગ્ય જાણકારી પણ ન હતી તેમ છતાં તે અખૂટ સોનુ મેળવવાની ધૂનમાં પોતાના ઘરેથી નીકળી પડતા હતાં પરંતુ લાંબા રસ્તાઓના કારણે તેઆ થાકનોે ભોગ બનતા હતાં અને વેરાન વિસ્તારમાં મોતને શરણે થતા હતાં. આ વિસ્તારના વેરાન સ્થળો પર ઘણાં હાડપિંજરો મળી આવતા જે સોનાની શોધમાં આવેલા આ ધૂની મુસાફરોના હોવાનું જણાય છે. ઘણાં તો રીબામણીના અંતે મોતને ભેટતા હતાં. તેમ છતાં વર્ષોથી સોનાની શોધમાં લોકો નિકળી જ પડતા હતાં. અલડોરાડો તેમના માટે જીવનનો અંતિમ ધ્યેય બની જતો હતો. અલડોરાડોનો અંતિમ સ્પેનિસ અભિયાન ૧૮મી સદીમાં નોંધાયો હતો. ત્યારે ડીએસ કુંતેએ અલડોરાડો તરફ પગલાં ભર્યા હતાં. તમામને સોના અને વિશાળ પન્નાની તલાશ હતી. આ સ્પેનિશોને સરોવરમાં ભારે માત્રામાં સોન અને પન્ના મળ્યા હતાં. આજેપણ અલડોરાડોનું નામ આવતા જ લોકોની આંખમાં ચમક આવી જાય છે. તેમને લાગે છે કે આ એવું શહેર છે જ્યાંની ધરતીથી માંડીને માર્ગો અને ઘર સોનાના બનેલા છે. તેમને એવું લાગે છે કે આવો વિસ્તાર ધરતી પર ક્યાંકને ક્યાંક તો અસ્તિત્વ ધરાવે જ છે. ઉલ્લેખનીય છે કે માત્ર અમેરિકાની સંસ્કૃતિ કે યુરોપની સંસ્કૃતિમાં જ સોનાના શહેરોનો ઉલ્લેખ છે એવું નથી. ભારતમાં દ્વારકાને સોનાનુ શહેર માનવામાં આવતુ હતું. આજે પણ એવું માનવામાં આવે છેકે દ્વારકાનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું જે અખૂટ સંપત્તિના માલિક હતાં. તેમણે સમગ્ર નગરી સોનાની બનાવી હતી. આજે પણ દ્વારકાની આસપાસ સંશોધનો કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અસલ સોનાની નગરી દરિયામાં ડુબી ગઇ છે. હવે આ વાત કલ્પના છે કે વાસ્તિવકતા એ તો ખબર નથી પણ કદાચ ભારતનું અલડોરાડો દ્વારકાને ગણાવી શકાય. આજની દ્વારકા જે સ્થળે છે તેની આસપાસના સમુદ્ર વિસ્તારના જૂના સમયમાં અહીં કોઇ શહેર હોવાના પ્રમાણ મળી આવ્યા છે. આ ઉપરાંત રામાયણમાં લંકાને સોનાનું શહેર ગણાવવામાં આવ્યું હતું. એવી દંતકથાઓ પ્રચલિત છે કે પોતાના સામર્થ્યથી લંકાના સમ્રાટ રાવણે કુબેરનો ખજાનો પ્રાપ્ત કર્યો હતો અને આખી નગરી સોનાની બનાવી હતી. જેમા ભગવાન રામના દૂત તરીકે ગયેલા હનુમાને આગ લગાડી હતી. જો કે આ શ્રીલંકામાં એ સોનાની નગરીના કોઇ પ્રમાણ મળતા નથી પણ રામાયણકાલિન અવશેષો જરૂર મળી આવે છે.આમ સોનાની નગરીનું મિથક લગભગ દરેક સંસ્કૃતિમાં સ્થાન પામેલુ છે. તેનું કારણ કદાચ માનવીને હંમેશથી સોનુ આકર્ષીત કરતું આવ્યું છે તે હોેઇ શકે છે. આથી જ માનવી પોતાની કલ્પનામાં એક એવા લોકની રચના કરે છે જે આખે આખુ સોનાનું હોય. અલડોરાડો તેમાનું એક છે જેની શોધમાં અસંખ્ય લોકોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું. ઘણી વ્યક્તિઓને આ વિસ્તાર તો મળ્યો છે પણ એટલું અખૂટ સોનુ મળ્યુ નથી જેનો વૃતાંત દંતકથાઓમાં જોવા મળે છે. ઘમી વ્યક્તિઓને આ સોનુ મળ્યું છે અને તેઓ તેના માલિક પણ બન્યા છે. જો કે આ સોનાની ભૂખે અલડોરાડો વિસ્તારના લોકો માટે કમનસીબી સર્જી હતી કારણ કે માત્ર સામાન્ય વ્યક્તિઓ આ સોનાની શોધ માટે અહીં આવી છે એવુ નથી. આ સોનાની વાત જાણતા લૂંટારૂઓ અને ચાંચિયાઓ પણ આવ્યા હતાં જેમણે ક્રૂરતાપૂર્વક સામાન્ય નાગરિકોની હત્યા કરી હતી. આમ સોનુ અલડારોડો વિસ્તારના લોકો માટે વરદાન નહીં પણ એક શ્રાપ બની ગયું હતું. જો કે ત્યાર બાદ અલડોરાડો જેવો કોઇ વિસ્તાર નથી તેવી સમજ લોકોમાં આવી હતી. ૧૮મી સદી બાદ લોકોએ કુતુહલવશ આ વિસ્તારની શોધ કરી હતી અને તેના કારણે જ નવી નવી બાબતો ઇતિહાસનાપાનાઓ પર નોંધાવા પામી છે.