Talash 3 - 14 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 14

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તલાશ 3 - ભાગ 14

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
 

"પૂજા મેમ, એક તકલીફ ઉભી થઇ છે"
"કોક દિવસ તો સારા ખબર આપવા ફોન કરો શુક્લાજી. જયારે ફોન કરો છો ત્યારે કૈક મોકાણના જ સમાચાર ની વાત કરો છો." પૂજા એ સહેજ હસતા હસતા કહ્યું.
"શું કરું મારું કામ જ એવું છે" સહેજ હળવાશથી સામે રહેલા શુક્લએ કહ્યું, અને ઉમેર્યું. "ચાકલીયા (જ્યાં ગુજરાત રાજસ્થાન અને મદયપ્રદેશ ની બોર્ડર મળે છે, ત્યાં આવેલું ગુજરાતનું છેલ્લું ગામ.) ગામમાં આવેલ આપણી ગ્રામીણ મહિલા વિકાસ બેંકમાં પ્રોબ્લેમ ઉભો થયો છે. અને 2 દિવસથી આપણી ડેરીમાં દૂધ જમા કરાવવાનું કેટલાક ગ્રામવાસીઓ બંધ કરી દીધું છે."  
"પણ કેમ? દૂધ ભરનાર બધી બહેનો ને તો આપણે લોન આપી છે. અને લોન ના અમુક પૈસા આપણે રોજ કાપીએ છીએ અને બાકીના રોકડા આપીયે છીએ."
"હા પણ હવે પુરુષો આગળ આવ્યા છે અને કહે છે કે ત્યાંથી 6 કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં નવી શરૂ થયેલ ડેરી એક લિટરે 2 રૂપિયા વધારે આપે છે. મને તો લાગે છે કે આપણા રૂપિયા ડૂબી જશે. શું કરવું એ જ સમજાતું નથી."

"કઈ વાંધો નહિ અત્યારે જેટલા લોકો દૂધ જમા કરાવે છે એમનું લિસ્ટ અને જે જમા નથી કરાવતા એનું લિસ્ટ અને જે જમા નથી કરાવતા એ લોકો પાસે આપણે લેવાના બાકી રૂપિયાનું લિસ્ટ તૈયાર કરી અમદાવાદ ઓફીસ માં મોકલી આપો." કહીને પૂજાએ ફોન કટ કર્યો અને પછી બીજ કોઈને ફોન લગાવ્યો અને કહ્યું. "ચાલકીયા એરિયામાં સ્કીમ નંબર 3 ચાલુ કરો અને 10 દિવસ પછી રિપોર્ટ મને મોકલી આપજો."
xxx
"વિક્રમ આ શેરાને સાથે લાવવાનું શું કામ હતું" રાજીવ કહી રહ્યો હતો શેરાની સીટ 2 લાઈન આગળ હતી.
"કેમ કે એ વફાદાર છે. અને દુશમ્નો માટે એકદમ ખુંખાર છે."
"પણ.."
"પણ ને બણ કઈ નહિ. ઓલા ઇન્સ્પેક્ટરનું કામ પતાવ્યું કે નહિ?"

"મેં ઝોનલ એસ,પી સાથે વાત કરી છે. પણ એનું કહેવું છે કે એ ઇન્સ્પેકટર માટે એ એરિયા માટે ઉપરથી રિકમેન્ડેશન આવેલું છે. એટલે તાત્કાલિક કોઈ પગલાં ભરવા અઘરા છે."
"હમમમ, પણ હું શું કહું છું. આપણે એ એસપીની જ બદલી કરાવી નાખીએ તો?" વિક્રમે કહ્યું અને રાજીવ વિચારતો રહી ગયો કે આ વિક્રમ કેટલો ખતરનાક છે.
xxx
"ધર્મેન્દ્ર સર, આ તો મારુ અચાનક ધ્યાન પડ્યું એટલે મેં મેન્ટેન્સના બહાને એ યુનિટ બંધ કરાવ્યું છે. આ રબર ના પીસ ને તમે સેમ્પલ સાથે સરખાવો એટલે સમજાઈ જશે. "નિકુંજ સુપર ટોય્સનો રબરનો મોટો ઓર્ડર આપણે 4 દિવસમાં પૂર્ણ કરવાનો છે." બેંગ્લોરના 'ચૌહાણ ફાઈન રબર' ફેક્ટરી પ્રોડક્શન ઇન્ચાર્જ એસ બોમ્માઈ ધર્મેન્દ્રને પ્રોબ્લેમ સમજાવી રહ્યો હતો.
"આ ખરાબ માલનું કેટલું પ્રોડક્ટ થયું છે કઈ અંદાજ કાઢ્યો છે?" હાથમાં રહેલા સોફ્ટ રબરના ટુકડાનું નિરીક્ષણ કરતા ધર્મેન્દ્રે પૂછ્યું.
"3 દિવસ પહેલા નિકુંજ સુપર ટોય્સ માટેનું એક્સક્લુઝિવ પ્રોડક્શન શરૂ થયું. પહેલા 3 કલાક હું હાજર હતો અને મારા હાથ નીચેના ક્વોલિટી ઇન્ચાર્જના રિપોર્ટ પણ મેં ચેક કરેલા, પરમ દિવસે મારે રો મટિરિયલ ચેકીંગ માટે કેરલા જવાનું થયું મારી સાથે મિસ સુરભી કે જે ક્વોલિટી એક્સપર્ટ તરીકે એકમ કરે છે એ હતા. અહીં ચેકિંગ માટે મિસ્ટર મૂર્તિ હતા,"
"મૂર્તિ તારે કંઈ કહેવું છે?" ધર્મેન્દ્રે અવાજ ને કડક કરતા કહ્યું.
"'સર, મને જે સેમ્પલ ચેક કરવા આપેલ એ બધા પરફેક્ટ હતા જુઓ આ ગઈકાલના મારા રિપોર્ટ, ગઈ કાલે હું અહીં ફેક્ટરીમાં 9 કલાક હતો આ પહેલો રિપોર્ટ સવારે 9-20નો છે અને છેલ્લો સાંજે સવા છ વાગ્યા નો."
"પણ એવું કઈ રીતે શક્ય બને." બોમ્માઈએ રાડ નાખતા કહ્યું."ગઈકાલે સાંજે 6 વાગ્યે ફેક્ટરી બંધ થઈ. આજે સવારે હું આવ્યો પછી પ્રોડક્શન શરૂ થયું મેં સેમ્પલ ચેક કર્યા અને તરત જ પ્રોડક્શન રોકાવ્યુ."
"મને એક વાત સમજાવો કારીગરને રો મટીરીયલ આપ્યું હોય એના પર પ્રોસેસ કરે આપણને સેમ્પલ આપે અને એપ્રુવ થાય પછી પ્રોડક્શન શરૂ થાય તમે લોકો દર દોઢ કલાકે સેમ્પલ લો છો બરાબર?' ધર્મેન્દ્રે પૂછ્યું.
"હા, અને મેં ગઈ કાલે દર દોઢ કલાકે રિપોર્ટ બનાવ્યો છે જે અહીં તમને બતાવ્યો છે." મૂર્તિ ગભરાયેલ અવાજે કહી રહ્યો હતો.
"એક કામ કર મૂર્તિ, તું જા અને રો મટિરિયલના કોથળા ગોડાઉનમાં મજૂરો પાસે ખોલાવીને ચેક કર. અને મિસ સુરભીને અહીં મોકલ" કહી બોમ્માએ મૂર્તિને રવાના કર્યો પછી ધર્મેન્દ્રને ધીરે થી કહ્યું. "સર મને આ મૂર્તિ પર જ શંકા છે. મને લાગે છે કે ગઈ કાલે એણે ખોટા રિપોર્ટ બનાવ્યા છે."
xxx    
 "પવાર ક્યાં છે તું?" કોર્પોરેટર શિરકે ફોનમાં પૂછી રહ્યો હતો.
"અરે શિરકે સાબ આપ ને ફોન કિયા. મેં અભી ઈધરીચ સેન્ચ્યુરી બજાર લક્ષ્મી રેસ્ટોરામે ખાના ખાને આયા હું."
"કાય તી રેસ્ટોરાં પણ તોડ્વાયચી આહેત કે? (શું એ રેટોર પણ તોડાવવી છે?) " શિરકે એ હસતા હસતા પૂછ્યું પછી કહ્યું તું ફટાફટ અહીં કાલ વાળી જગ્યા એ આવી જા. મેં બી.એમ.સી.માં કમ્પ્લેન કરી છે. પીડબ્લ્યુડીવાળા એ રેસ્ટોરન્ટનું માપ લેવા આવી રહ્યા છે."
"ભલે હું 10 મિનિટમાં આવું છું." કહીને ફોન કટ કર્યો એ સિનલ અને મોહિનીની પાછ્ળ ટેબલ છોડીને બેઠો હતો. એને ફટાફટ જમવાનું પૂરું કરું પછી એ હાથ ધોવા ઉભો થયો અને સોનલના ટેબલ પાસેથી નીકળતી વખતે ફોન કાન પર રાખીને મોટે થી બોલ્યો "મારે નીકળવું પડશે" સોનલ અને મોહિની એનો ઈશારો સમજ્યા અને એમણે ઝડપથી જમવા માંડ્યું.

xxx  
"અજય, માલ સપ્લાય થઇ ગયો?"

"એ સાહિલુ કામ હતું મારું નહિ. અને તું અમારા બન્નેની બોસ બનીને શું રિપોર્ટ માંગે છે. તારે ખાલી રખડવાનું જ છે કે કઈ કામ કરવાનું છે?" અઝહરે સામે પ્રશ્ન કર્યો.

"ગાંડા, આ ભારત છે અહીં તમારી સાથે છોકરી કે યુવતી હોય તો સરકારી કર્મચારીઓ 50% ઓછી પૂછપરછ કરે છે અને મારુ કામ હું કરતી જ હોઉં છું. ન ફાવતું હોય તો બોસને કહીને..."

"અરે તું તો નારાજ થઈ ગઈ. ચાલ તને મસ્ત આઈસ્ક્રીમ ખવરાવું." કહીને અઝહરે એક પ્રેમી પોતાની પ્રેમિકાના હાથ પકડે એ રીતે નાઝનીન નો હાથ પકડ્યો અને સહેજ પોતાની પાસે ખેંચી એ બન્ને ના માથા એકબીજાને ટચ થયા અને સમાજનું ભાન ભુલીને જાહેરમાં ફરતા પ્રેમી પંખીડાની જેમ નાથદ્વારાના પ્રખ્યાત આઈસ્ક્રીમની દુકાનમાં પ્રવેશ કર્યો પણ એમને ખબર ન હતી કે એમની બરાબર પાછળ આવી રહેલા સુરેન્દ્ર સિંહે એમની વાતો પણ સાંભળી હતી અને એનું વર્તન પણ જોયું હતું. ગઈ રાત્રે જ અજયે નાઝનો પરિચય પોતાના ભાઈ (સાહિલ) ની પત્ની તરીકે આપ્યો હતો અને અત્યારે એ બન્ને પ્રેમી પંખીડાની માફક ફરી રહ્યા હતા જયારે સાહિલ નો કોઈ પત્તો ન હતો. આ જોઈને સુરેન્દ્રસિંહ માં રહેલ જાસૂસ જાગૃત થયો. એમને 2-3 દિવસ સમય પસાર કરવાનો મસાલો મળી ગયો હતો.

xxx 

 

 "પૃથ્વી, મારે હમણાં વિક્રમ સાથે વાત થઇ છે એનું પ્લેન લેન્ડ થઈ ગયું છે. પ્લીઝ હવે તમે નીકળો. દોઢ કલાક પછીની મુંબઈની ફ્લાઈટ માં મેં તમારી ટિકિટ બુક કરી છે." પૂજા પૃથ્વીને કહી રહી હતી. બન્ને સુમતિ ચૌહાણ નેજે સ્પેશિયલ રૂમ હોસ્પિટલમાં એલોટ થયેલ એમાં સોફા પર બેઠા હતા. જયારે સુમતિ ચૌહાણ દવામાં રહેલા ઘેનને કારણે ઊંઘી ગયા હતા. 

"પણ હવે તમારા મિત્ર કે જે હોય એ વિક્રમ ને મળીને જ જાઉં ને. મેં તને આટલી મદદ કરી છે તો સામ સામે મળી લઉં તો મને કૈક ઓર્ડર મળી રહે. મને પછી જીવનમાં એને રૂબરૂ મળવાનો મોકો ક્યારે મળશે?'"
"પૃથ્વી મને લાગે છે કે તું અતિશય ભોળો છે અથવા એકદમ મૂર્ખ, તને શું લાગે છે કે એ તને ઓળખી નહિ શકે, અને.."

"એટલે? મારામાં શું ઓળખવાનું છે? બધા જાણે છે કે હું પૃથ્વી.."

"તું પૃથ્વી સિંહ પરમાર છો, ફલોદીનો રાજકુમાર છો, રીટાયર મિલિટરી મેન છો, લોકોને દેખાડવા માટે તારો પોતાનો ગિફ્ટ આર્ટિકલ ઈમ્પોર્ટનો ધંધો છે થોડું ભરત ગુંથણ વગેરે તું એક્સપોર્ટ પણ કરે છે. પણ એ બધું દેખાડો છે. ખરેખર તો તું અનોપચંદની કંપનીમાં કામ કરે છે એમની એન્ટવર્પની ઓફિસ સાંભળે છે. જેનું નામ નાસા છે. "નિનાદ અગ્રવાલ સિક્યુરિટી એજન્સી." પૂજા એ એક શ્વાસે આટલું બધું કહી દીધું. 

"હા એ તો બધાને ખબર જ છે કે ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ ધંધામાં કઈ એવી કમાણી નથી અને મારા ખર્ચ પણ રજવાડી છે. એટલે હું સાથે સાથે નાસામાં કામ કરું છું પણ એમાં છુપાવવાનું શું છે?"

"પૃથ્વી મારે તને ખુલીને નહોતું કહેવું પણ તું સારો માણસ છો એટલે કહેવું પડે છે કે વિક્રમને તું ઓળખતો નથી. જેવી એને ખબર પડશે કે.."

"શું ખબર પડશે? હું અનોપચંદ સાથે કામ કરું છું એ?"

"ના જેવી એને ખબર પડશે કે તું સોનલનો થનારો વર છે એ જ ક્ષણે એ તને મારી નાખશે. તું સારો માણસ છે મારી વાત માન, અને તારો જીવ બચાવવા નીકળી જા, અને હા તારા આ અહેસાનનો બદલો હું ચૂકવી દઈશ."

"અચ્છા? એ કેવી રીતે ચૂકવશે પૂજા"

"તું કહે એ રીતે, અહીં દુબઈમાં કે એન્ટવર્પ કે ભારતમાં ક્યાંય પણ તું મને બેંક ડીટેલ મોકલી આપજે, હું તારું ખાતું રૂપિયાથી ભરી દઈશ."

"પણ હું સોનલનો થનાર પતિ છું એમાં મારે ભાગવું શું કામ પડે? વિક્રમને સોનલ સાથે એવી શું દુશ્મની છે?" 

"વિક્રમ બહુ જિદ્દી છે. એને સોનલ ગમે છે એટલે જ મને હા નથી કહેતો. અને  અને.."

"શું અને બોલ" 

"જો તું મરી જાય તો સોનલ ની હિંમત ભાંગી જશે." પૂજા એ કહ્યું અને એ સાથે જ પૃથ્વી એ અટ્ટહાસ્ય કર્યું અને પછી બોલ્યો. "પૂજા તું ખરેખર ભોળી છે કે બુધ્ધુ, મને ખબર છે કે કોઈ પણ યુવતીને મોઢે બીજી યુવતીના વખાણ કરીએ તો એને ન જ ગમે પણ સોનલને વિક્રમ સમજી શક્યો નથી હવે તારે કઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી હું હજી અર્ધો કલાક અહીં જ છું."

"અરે પણ હમણાં વિક્રમ અહીં આવી પહોંચશે."

"જ્યાં સુધી હું અહીં બેસીસ ત્યાં સુધી વિક્રમ અહીં નહિ આવે. હું તને કાચો ખેલાડી લાગુ છું? મારો ઈરાદો તો એને અત્યારે જ ખતમ કરી નાખવાનો હતો. એના કારણે મારા સસરા સહિત અનેક લોકોએ તકલીફ ભોગવી, મારા પર એણે હુમલો કર્યો. મારો એક સહકર્મી મોતના મોમાં છે, પણ આ તારી આન્ટીનું એની મૉમનું મોં જોઈને હું એને જીવતો છોડું છું. બિચારા એ 3-4 મહિના પહેલા પતિ ગુમાવ્યા છે અને હવે જો દીકરો મરશે તો એ જીવી નહીં શકે, એટલે એને અર્ધો કલાક માં નાની યાદ દેવડાવી ને છોડાવી દઈશ. એને મારો એક મેસેજ આપજે. કે ફરી વાર સોનલ કે એના ઘરના કોઈને હેરાન કરવાનો વિચાર પણ કરશે તો હું એને ખતમ કરી નાખીશ" પછી પોતાના ફોન થી કોઈક ને ફોન કરી સ્પીકર ઓન કરીને કહ્યું. "શું છે પોઝિશન?" 

"એ લોકોએ ટેક્સી પકડી છે અને હોસ્પિટલ સાઈડ આવે છે અમે રસ્તામાં જ છીએ."

"અર્ધો કલાક પછી એમને છોડી દેજો." કહીને પૃથ્વી એ ફોન કટ કર્યો.

 

ક્રમશ:  

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.