Premni ae Raat - 8 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 8

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 8

મૂંઝવણ

"શું વાત છે કેમ આમ ચુપચાપ બેઠો છે. કંઈ બોલતો નથી?? કંઈક તો બોલ મારા રાજા!"જાનવી કેવિન નાં મોઢામાં થી શબ્દો સાંભળવા મથામણ કરી રહી છે.

કેવિન નાં ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે.તેની આંખોમાં જાનવી પ્રત્યેય નો પ્રેમ છલકાઈ રહ્યો છે.
"તું મારી સાથે ખુશ છે??"

"હા બહુ જ ખુશ છું???"

"તને મારાં કરતા કોઈ હેન્ડસમ કે રૂપિયાવાળો છોકરો મળી જાય તો તું શું કરે???"

જાનવી કેવિન નો આમ અચાનક સવાલ સાંભળી ને વિચાર માં પડી જાય છે.
"કેમ આવા પાગલો જેવા સવાલ પૂછે છે???"

"પૂછું એનો જવાબ આપ"

"તારા કરતા રૂપિયાવાળો કે હેન્ડસમ છોકરો મળે તો...તો હું એને કહી દઉં કે ઓ ભાઈ મારો કેવિન શિવ સમાન છે અને શક્તિએ શિવ નાં રૂપ કે ધન દોલત સાથે પ્રેમ નથી કર્યો.શિવની સ્ત્રી પ્રત્યેય ની લાગણી, કરુણતા,સ્ત્રી પ્રત્યેય સમર્પણ અને સ્ત્રી પ્રત્યેય નાં માન-સન્માન જોઈને શક્તિ શિવ ને સમર્પિત થયાં હતા. તેમ હું પણ મારાં શિવ સમાન કેવિન પ્રત્યેય તન, મન અને ધન થી સમર્પિત છું."

કેવિન જાનવી ની વાત સાંભળી ને ઇમોશનલ થઈ જાય છે.

"પણ તું આજે આમ કેમ વાત કરી રહ્યો છે??"

"કાલે તારા મમ્મી પર જે અજાણ્યા વ્યક્તિએ કોલ કરી તને મારાં થી દૂર રહેવાની ચેતવણી આપી હતી. તે ચેતવણી મારાં પપ્પાએ તેમના માણસો જોડે અપાઈ હતી. તેઓ તારા અને મારાં સંબંધ થી નાખુશ છે.તેમને મને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હું જો તારા થી દૂર નહિ થાઉં તો તેઓ મને તેમની માલ મિલકત તથા ઘર માંથી બેદખલ કરશે."

જાનવી ની આંખો થોડીવાર માટે પલકારા મારવાનું ભૂલી જાય છે.જાનવી અને કેવિન વચ્ચે થોડીવાર માટે મૌન છવાઈ જાય છે.

"એટલે મારી મમ્મી ની વાત સાચી પડી!!"

કેવિન જાનવી સામે જોવે છે.જાનવી ની આંખોમાં પાણીથી ભરાઈ ગઈ છે.

"જો તારા ફેમિલીવાળા આપણા સંબંધ થી રાજી નાં હોય તો પછી તેમની વિરુદ્ધ જઈને તેમને દુઃખી નથી કરવા."

"એટલે તું કહેવા શું માંગે છે??"

"ફક્ત મારા માટે થઈને તું તને જન્મ આપનારા માં - બાપ ને કેમ ભૂલી શકે?? "

"મને હજુ સુધી એ જ સમજણ નથી પડતી, કે હું શું કરું??? મને તારી સાથે પ્રેમ નો સંબંધ છે તો એમની સાથે લોહી નો સંબંધ છે.હું બન્ને માંથી કોઈના પણ વગર રહી શકું તેમ નથી.જેમ સુરજ અને ચાંદ વગર પૃથ્વી ની કલ્પના અશક્ય છે તેમ જાનવી તારા અને માં બાપ વગર મારું જીવન પણ અશક્ય છે."

કેવિન ઇમોશનલ થઈ જાય છે. જાનવી તેને ભેટી પડે છે.

"તું મારી ચિંતા ના કરે, મારાં નસીબ માં આમપણ કદાચ પ્રેમ નામ નો શબ્દ નહિ લખાયો હોય."

"એમ થોડી તને છોડીને જવાનો, હજુ એકવાર મારાં મમ્મી- પપ્પા ને સમજવાની કોશિશ કરીશ."

"જો નહિ સમજે તો??"

કેવિન જાનવી નો સવાલ સાંભળી ને મૌન થઈ જાય છે.

"તો.... તો મેં તને પ્રોમિસ કર્યું હતું કે જીવન નાં મુશ્કિલ સમય માં તું જે કહીશ તેમ કરીશ. ભલે તકલીફ પડે. એટલે તું કે શું કરવું છે??? ભાગી ને મેરેજ કરવા હોય તો પણ હું તૈયાર છું. તું તૈયાર છે??"

"ના, બિલકુલ નહિ.. મેં તને કહ્યું ને માં -બાપ ને દુઃખી ને કરી ને આપણે સુખી નથી થવું. કેમ કે મેં બાપ વગર ની જિંદગી નો અનુભવ કર્યો છે એટલે એક બાપ ની કિંમત કેટલી હોય તેની મને જાણ છે. એટલે તારા પપ્પા તને જેમ કે એમ તું કરજે. તને મારી કસમ છે. અને વાત રહી મારી અને તારી તો આપણે બેસ્ટ ફ્રેન્ડ તો બની જ શકીએ છીએ."આટલું બોલતા જ જાનવી ની આંખોમાં પાણી આવી જાય છે.

કેવીન અને જાનવી એકબીજા ની સામે જોઈ રહે છે. બન્ને ની આંખો પ્રેમ નાં આંસુઓ થી છલકાઈ રહી છે. જાણે પ્રેમની ઓસ હવે ઓછી થઈ રહી છે. જાણે બન્ને એ કંઈ પણ બોલ્યા વગર એકબીજા થી અલગ પડવાનું નક્કી કરી જ લીધું છે.

"ઓકે, હું જાવું છું. કોઈ પણ કામ હોય તો અડધી રાતે કોલ કરજે. હું અન્નપૂર્ણા ની સેવા માં હાજર થઈ જઈશ"જાનવી પરાણે ચહેરા પર સ્માઈલ લાવી ને માથું હલાવે છે.

કેવિન છેલ્લીવાર જાનવી ને ભેટી રડતી આંખે, મન મક્કમ કરી ને પોતાની કાર માં રવાના થઈ જાય છે. બન્નેની યાદો વહેલી સવાર નાં ઝાકળ ની જેમ ધીમે ધીમે વિખેરાતી જાય છે. જાનવી કાર ને જતી જોઈ રહે છે.

*                                  *                             *

"એકવાર ના પાડી ને કે તે રોટલાવાળી મારા ઘર માં ના જોઈએ એટલે નાં જોઈએ "કેવિન નાં પપ્પા ગુસ્સે થઈ કેવિન ની મમ્મી સાથે વાત કરી રહ્યા છે.

"પણ તમને એ છોકરી થી પ્રોબ્લેમ શું છે??? એ  તો જણાવો"કેવિન ની મમ્મી કેવિન નાં પપ્પા ને સવાલ કરે છે.

"એ નહિ બતાવે, પણ મને ખબર છે કે તેને શુ પ્રોબ્લેમ છે."કેવિન નાં દાદા ત્યાં આવીને કેવિન ની મમ્મી ને કહે છે.

કેવિન ની મમ્મી તેમના સસરા ની વાત સાંભળી ને ચૂપ થઈ જાય છે.

"આને મારુતિ કંપની નાં માલિક મિ. શાહ ની કંપની નો 80 કરોડ નો કોન્ટ્રાક્ટ મેળવવા તેમની દીકરી રિયા સાથે આપણા કેવિન ની વાત ચલાવી છે. એ પણ ઘર માં કોઈને પણ જાણ કર્યા વગર. "કેવિન નાં દાદા ની વાત સાંભળી ને કેવિન નાં પપ્પા મૌન થઈ જાય છે.

"હા વાત કરી છે, પણ એમાં ખોટું શું છે. અત્યાર નો જમાનો રૂપિયા થી ચાલે છે.અને ફૂટપાથ પર રોટલા વેચી ને કરોડો રૂપિયા નાં કમાવી શકાય."કેવિન નાં પપ્પા ગુસ્સે થઈ ને બોલે છે.

કેવિન નાં દાદા હસવા લાગે છે.ત્યાં જ કેવિન આવે છે. કેવિન ને જોઈ ત્રણે ચૂપ થઈ જાય છે.

"શું નક્કી કર્યું રોટલાવાળી સાથે રહેવાનું કે પછી આ ઘર માં રહેવાનું??"કેવીન સામે તીખી નજર કરી ને કેવિન નાં પપ્પા પૂછી લે છે.

કેવિન કંઈ જવાબ આપતો નથી.

"મમ્મી મારે તારી સાથે એક વાત કરવી છે."

"હા બોલ "

કેવિન તેના દાદા, પપ્પા અને મમ્મી સામે નજર ફેરવે છે.

"મેં નિર્ણય લઇ લીધો છે, તમે જેમ કહેશો તેમ જ હું કરીશ"કેવિન ની આંખો સ્પષ્ટ જણાવી રહી છે કે તે આ નિર્ણંય રાજીખુશી થી નથી લઇ રહ્યો.પણ આ નિર્ણય થી તેના પપ્પા ખુશ થઈ જાય છે.

"શાબાશ મારાં દીકરા, હું આવતા અઠવાડિયે જ મિ. શાહ પાસે તારા અને તેમની દીકરી રિયા નાં સગપણ ની વાત કરવા જઈશ."કેવિન નાં પપ્પા ત્યાથી રવાના થાય છે.

કેવિન તેની મમ્મી ને ભેટી ને રડવા લાગે છે.કેવિન ની વણબોલેલી વાત તેના મમ્મી અને તેના દાદા સમજી જાય છે.

                    5 દિવસ પછી..

એક હોટેલ માં કેવીન અને રિયા નાં સગપણ ની તૈયારીઓ થઈ રહી છે.આમંત્રિત મહેમાનો પધારી રહ્યા છે.

*                                   *                              *

                   5 દિવસ પછી.....
              
છેલ્લા પાંચેક દિવસ થી જાનવીની અધૂરી ઊંઘ નાં કારણે આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા છે.તે દિવસની બનેલી ઘટના પછી દરેક રાત વિચારો માં ઊંઘી નથી,બસ પડખા ફેરવતી રહી છે.ત્યાં જ શિયાળા ની ઠંડી સવારમાં તેના ઘરનો દરવાજો ખખડે છે.તે મનોમન વિચાર કરે છે. કે આટલી સવારે કોણ આવ્યું હશે??

તે દરવાજો ખોલે છે. ત્યાં જ સામે કોઈક જાણીતો ચહેરો તરી આવે છે. કોનો હશે તે ચહેરો???

*                                  *                                *