Premni ae Raat - 10 - Last Part in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 10 (છેલ્લો ભાગ)

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 10 (છેલ્લો ભાગ)

પ્રેમની એ રાત 

"બેટા હું તારા બાપ ને ઓળખું છું. એને એની જિંદગી માં રૂપિયાને કારણે પડેલી અગવડતા બહુ જોઈ છે. એટલે તે રૂપિયા પાછળ આંધળો થઈને ભાગે છે. પણ એક દિવસ તેને પણ ભાન થઈ જશે કે રૂપિયા તો આજ છે ને કાલ નહિ. સાચી મૂડી તો માણસાઈ ની છે. પણ તમે બન્ને ચિંતા ના કરતા. કોઈ પણ જરૂરિયાત હોય તો ફોન કરી દેજો."કેવિન નાં દાદા જાનવી અને કેવિન ને સમજ્ણ આપી રહ્યા છે.

"હા બેટા, તારા દાદા ની વાત સાચી છે. તારા પપ્પાનો ગુસ્સો આમ તો બહુ છે. પણ એમને પોતે જે દુઃખ વેઠ્યું છે. તે પોતાના પરિવાર ને વેઠવું નાં પડે તે માટે આવેશ માં આવી ને આવા નિર્ણય લઈ રહ્યા છે."કેવિન ની મમ્મી દાદા ની વાત સાથે સહમત થાય છે.

કેવિન અને જાનવી તેના દાદા અને મમ્મી નાં આશીર્વાદ લે છે.

"મમ્મી તારી અને દાદા ની તબિયત સાચવજે. અને હા પપ્પા કંઈ પણ બોલે તો મારી પાસે આવતી રહેજે."

"તારી મમ્મી ને ક્યાં રાખીશ??"કેવિન નાં દાદા ખૂંખારો ખાઈને બોલે છે.

"દાદા એની ચિંતા નહિ કરો, હવે અમારો વારો છે. શૂન્ય માંથી સર્જન કરવાનો "કેવિન જાનવી સામે નજર કરી પુરા આત્મવિશ્વાસ થી બોલે છે.

"હા દાદા, હાલ તો ફક્ત સગાઈ થઈ છે પણ લગ્ન તો પપ્પા નાં તથા તમારા લોકો આશીર્વાદ સાથે જ થશે. એ વિના હું લગ્ન નહિ કરું."જાનવી પુરા આત્મવિશ્વાસ થી બોલે છે.

ત્યાં જ કેવિન નાં મોબાઈલ માં રિંગ વાગે છે. કેવિન ડિસ્પ્લે પર નંબર જોઈ ત્યાં થી થોડો દૂર જઈને વાત કરે છે. સામા છેડે રહેલી વ્યક્તિ ની વાત સાંભળીને કેવિન નાં ચહેરા પર નાં નવરંગી રંગ ઉડી જાય છે.

*                                  *                              *

"બધા ની વચ્ચે  કેવીને એ રોટલાવાળી નો સાથ આપી મારી ઈજ્જત કાઢી નહિ છોડું. હું એ જોવું છે કે બન્ને કેવી રીતે લગ્ન કરે છે."કેવિન નાં પપ્પા પુરા ગુસ્સામાં પોતાના સેક્રેટરી સાથે વાત કરી રહ્યા છે.

કેવિન નાં પપ્પા ખીસા માંથી ફોન કાઢી ને કોઈને કોલ કરે છે.

"હેલો, હા વાઘાણી સાહેબ બોલ્યા..."

*                                 *                              *

"અરે ભાઈ તમે કોને પૂછીને આ ફૂડકોર્ટ વાન હટાવી રહ્યા છો??"જાનવી અન્નપૂર્ણા ફૂડકોર્ટ હટાવી રહેલા નગરપાલિકા નાં કર્મચારીઓ ને પૂછી રહી છે. તેના ચહેરા પર આ કડકડતી ઠંડી માં પણ પરસેવો નીકળી રહ્યો છે.

કેવિન તેના સર્કલ માં લોકો ને ફોન કરી ને હેલ્પ માંગી રહ્યો છે. પણ તેના પપ્પાની ધમકી નાં કારણે કેવિન ને કોઈ હેલ્પ નથી કરી રહ્યું.

"કેવિન શું થયું, કંઈ સોલ્યૂશન મળ્યું "

"બસ એના માટે જ ટ્રાય કરી રહ્યો છું."કેવિન નો ફોન કોઈ ઉપાડી હેલ્પ કરવાની નાં પાડે છે તો કોઈ ફોન જ ઉપાડતું નથી."કેવિન ગુસ્સે થઈ જાય છે.

કેવિન પેલા કર્મચારીઓ પાસે જાય છે.
"સાહેબ, સાહેબ મારી વાત તો સાંભળો. આટલા ટાઈમ સુધી આ ફૂટપાથ પર આટલા સ્ટોલ હતા. ત્યાં સુધી કોઈ ને દબાણ ના નડ્યું અને હવે આમ અચાનક આ દબાણ હટાવો છો એ પણ કોઈ નોટિસ વગર. આ તો ગેરકાનૂની છે."

"ઓ ભાઈ, હવે તમે અમને કાનૂની ગેરકાનૂની નાં પાઠ ભણાવશો."કર્મચારી કેવિન ને જવાબ આપે છે.

"અરે સાહેબ હું પાઠ ભણાવવા ની વાત નથી કરતો. હું એમ કહેવા માંગુ છું. કે માની લીધું આ ફૂટપાથ પર નાં સ્ટોલ ગેરકાયદેસર ઉભા કરેલા હતા. પણ તે હટાવતા પહેલા એક નોટિસ તો આપવી  જોઈતી હતી. આમ અચાનક આ બધા સ્ટોલ હટાવી તમે આ ગરીબ લોકો નાં પેટ પર લાત મારી રહ્યા છો."કેવિન દબાણ હટાવી રહેલા સરકારી કર્મચારી ને વિનંતી કરી રહ્યો છે.

"ઓ ભાઈ એકવાર કહ્યું ને અમને ઉપર થી જે ઓર્ડર મળ્યો છે. તે કામ કરી રહ્યા છે. અમે પણ ચીઠી નાં ચાકર છીએ.જાવ અહીંથી."કર્મચારી ઊંચા અવાજે બોલે છે.

જાનવી અને કેવિન ની નજર સામે પોતાનું અન્નપૂર્ણા ફૂડકોર્ટ હટતું જોઈ ને બન્ને ની આંખો ભીંજાય જાય છે.બન્ને કશું કરી શકતા નથી.

"કેવિન હવે શું કરીશું??" જાનવી ઈમોશનલ થઈ જાય છે.

*                                  *                              *

જાનવી નાં ઘરે જાનવી, કેવિન અને જાનવી ની મમ્મી નાં ચહેરા પર એક શિયાળા ની ગુલાબી ઠંડી માં માવઠા ની જેમ આવેલી આ મુસીબત થી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા છે. જાનવી તો કંઈ બોલવા માટે પણ તૈયાર નથી કેમ કે તેની રોજગારી અને સ્પેશ્યલ કેવીને આપેલી પહેલી ગિફ્ટ હતી. જાનવી સુનમૂન થઈને બેઠી છે.

ત્યાં કેવિન ના ફોન માં મેસેજ આવે છે.
"હજુયે સમય છે, એ રોટલાવાળી ને છોડી દે નહીંતર તું પણ ઓટલા અને રોટલા વગર નો થઈ જઈશ."

આ મેસેજ તેના પપ્પાએ મોકલ્યો છે. મેસેજ વાંચી મેં કેવિન સમજી જાય છે. કે ફૂડકોર્ટ હટાવવામાં તેના પપ્પા નો હાથ છે.

"ફૂડકોર્ટ મારાં પપ્પાએ હટાવડાવ્યું છે."

જાનવી કેવિન ની વાત સાંભળીને સ્તબધ થઈ જાય છે.ખબર નહિ પણ આવો મેસેજ વાંચી તેનામાં કોઈ શક્તિ પ્રવેશી જાય છે કેમ.
તે ઉભી થઈ પોતાના કબાટ માંથી પોતાની કરેલી બચત બહાર કાઢી ગણવા લાગે છે. જે 25000 જેટલી થાય છે.

"તારી પાસે કોઈ બચત કરેલી છે."જાનવી કેવિન ને પૂછે છે.

"હા ત્રણ લાખ જેવી તો હશે "

"વાહ લખપતિ નાં દીકરા વાહ, મને તો અત્યાર સુધી એમ જ હતું કે રૂપિયાવાળા નાં દીકરા ફક્ત રૂપિયા જ ઉડાડતા હોય છે. પણ મારો હીરો તો બચત પણ કરે છે."જાનવી નાં ચહેરા પર એક મુસ્કાન આવી જાય છે. ખબર નહિ તેના મગજ માં શું ચાલી રહ્યું છે.

*                                    *                              * 

"આજ પછી આમ પાલિકા ની મંજૂરી વગર કોઈ જગ્યાએ ફૂડકોર્ટ ઉભી નાં રાખતા, નહીંતર બીજી વખત જો ભૂલ કરશો તો 25000 દંડ ભરી ને પણ ફૂડવાન છૂટી નહિ કરાવી શકો."નગરપાલિકા નો કર્મચારી જાનવી પાસે થી દંડ નાં પૈસા લઈને ચેતવણી આપી રહ્યો છે.

"લો અહીંયા સહી કરો " જાનવી સહી કરે છે.

જાનવી નાં ચહેરા પર ફૂડકોર્ટવાન પછી મળતા ખુશીઓ ની લહેર દેખાઈ રહી છે.

"મેડમ હવે શું પ્લાન છે?? તમારો "કેવિન જાનવી ને પૂછે છે.
જાનવી કેવિનને ભેટી પડે છે.

"હવે એક જ પ્લાન છે. સ્માર્ટ એન્ડ હાર્ડ વર્ક "

"સમજી ગયો મારાં રાણી સાહેબા "

"તો ચાલો ત્યારે " જાનવી અને કેવિન ત્યાં થી નીકળી જાય છે.

*                                  *                          *

વસંતપંચમી નાં વણજોઈતા મુર્હત નાં દિવસે જાનવી અને કેવિન પોતાની કરેલી બચત માંથી ફરી થી અન્નપૂર્ણા ફૂડકોર્ટ ની શરૂઆત કરે છે. આ વખતે ફૂડકોર્ટ પર ફક્ત જાનવી જ નહીં પણ કેવિન પણ પોતાના MBA નાં અભ્યાસ ની આવડત અને પોતાના પપ્પાના બિઝનેસ નો અનુભવ આ ફૂડકોર્ટ માં લગાવી રહ્યો છે. જયારે જાનવી પોતાના હાથ નો જાદુ તેની રસોઈકલા માં બતાવી લોકો નાં દિલ જીતી રહી છે.

કેવિન એક પર એક ફ્રી, વાર -તહેવારે ડિસ્કાઉન્ટ જેવી અલગ અલગ ઑફરો આપીને, ડિજિટલ નાં જમાના માં ફેસબૂક, વ્હોટઅપ, youtube, instagram જેવા અલગ અલગ માધ્યમો દ્વારા પોતાની અન્નપૂર્ણા ફૂડકોર્ટ નાં બિઝનેસ ની જાહેરાત કરી લોકો સુધી પહોંચાડી રહ્યો છે. ગ્રાહકો ને પોતાના કરી તેમને સારી સર્વિસ આપીને તેમને પોતાના કાયમી ગ્રાહક બનાવી બીજા નવા ગ્રાહક ખેંચવા લાગ્યો છે. જેના કારણે અન્નપૂર્ણા ફૂડકોર્ટ પર દિવસે ને દિવસે ભીડ વધતી જાય છે.

જાનવી રસોઈ માં પણ અલગ અલગ સિઝન મુજબ અલગ અલગ મેનુ બનાવી તેમાં પણ અલગ અલગ વેરાયટી બનાવી ને લોકો ને પોતાના હાથ નાં જાદુ થી લોકો ને અન્નપૂર્ણા નાં દીવાના બનાવી રહી છે.

બન્ને ની રાત દિવસ ની મહેનત એવી રંગ લાવે છે. કે એક દિવસ અન્નપૂર્ણા ફૂડકોર્ટ આજુબાજુ નાં વિસ્તારો માં ફેમસ થઈ જાય છે. હવે તો જાનવી અને કેવિન સિવાય તેમને ત્યાં બીજા 6 માણસો પણ કામ કરી રહ્યા છે.

અન્નપૂર્ણા ફૂડકોર્ટ ની સાથે તેમને અલગ અલગ વિસ્તારો માં પોતાની ફ્રેન્ચઈજ પણ ખોલી છે. આમ દિન રાત ની મહેનત એક દિવસ પુરા રંગ લઈને ને આવે છે. કેવિન થોડી બેંક લોન અને ફૂડકોર્ટ ની કમાણી માંથી કરેલી તેની અને જાનવી ની બચત થી નાની એવી એક અન્નપૂર્ણા નામ ની રેસ્ટોરન્ટ પણ ખોલે છે. બીજા ત્રણ વર્ષ માં જાનવી અને કેવિન પોતાના ઘર માં અને પોતાની કાર માં ફરતા થઈ ગયા છે.

તેમના નામ ની સમાજ માં તથા શહેર નાં લોકો માં પણ ચર્ચા થઈ રહી છે. શહેર માં અન્નપૂર્ણા એક બ્રાન્ડ બની ગઈ છે. જેની ખુશી જાનવી અને કેવિન પર દેખાઈ રહી છે.

*                                   *                               *

"પેલી રોટલાવાળી આજે fortunar માં શેઠાણી બનીને આપણા કેવિન સાથે ફરે છે. જેની વાહવાહી આખા શહેરમાં થઈ રહી છે. ખબર છે તને." ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા કેવિન નાં દાદા કેવિન નાં પપ્પાને કહી રહ્યા છે.

"તો હું શું કરું, મારે તે બન્ને સાથે કોઈ લેવા દેવા નથી."કેવિન નાં પપ્પા ગુસ્સામાં  બોલે છે.

"એ રોટલાવાળી હવે રોટલાવાળી નહિ પણ ત્રણ રેસ્ટોરન્ટ ની માલકીણ બની ગઈ છે. એ પણ પોતાની મહેનત થી.. જો હવે તું એ બન્ને નાં લગ્ન નહીં કરાવે તો પછી હું તો એનો દાદો અને તારો એ બાપ છું. હું તો કરાવી ને જ રહીશ. સમજ્યો."કેવિન નાં દાદા ની વાત સાંભળી ને કેવિન નાં પપ્પા ચૂપ થઈ જાય છે.

"પણ એ છોકરી નીચી જ્ઞાતિ ની છે."કેવિન નાં પપ્પા હળવેક થી બોલે છે.

"વાહ પહેલા રૂપિયા નડતા હતા, હવે જ્ઞાતિ નડે છે વાહ...તને ખબર છે તારી ઓફિસ માં તારો ફેવરેટ પેલો સુરેશ જેને તારી કંપની ને છેલ્લા પાંચ વર્ષ માં નુકસાન માંથી બહાર લાવી અત્યારે નફા માં રમતી કરી છે તે પણ નીચી જ જ્ઞાતિ નો છે. તો એને કેમ ઓફિસ માં પોતાની નજીક રાખ્યો છે.. બોલ.. ચાર દિવસ પહેલા તે જે કંપની સાથે 20 કરોડ નો કોન્ટ્રાકટ મળ્યો છે તે કંપની નો માલિક પણ નીચી જ્ઞાતિ નો છે. તો ત્યાં તને જ્ઞાતિ નથી નડતી. અને આપણા કેવિન ને ગમતી છોકરી સાથે લગ્ન કરાવવા તને પહેલા રૂપિયા અને હવે જ્ઞાતિ નડે છે. વાહ.." કેવિન નાં દાદા નાં પૂછેલા સવાલ નો કોઈ જવાબ કેવિન નાં પપ્પા પાસે નથી.

*                                *                               *

"કેવિન આજ કાલ કરતા કરતા ત્રણ વર્ષ થઈ ગયા હવે તો આપણા લગ્ન ની વાત તારા ઘરે કરવી જ પડશે."

"તું જે વિચારતી હતી તે જ હું વિચારતો હતો. પણ એ પહેલા એકવાર મમ્મી અને દાદા સાથે વાત કરી જોવું."

"ઠીક છે."

ત્યાં જાનવી નાં ફોન માં કેવિન ની મમ્મી નો કોલ આવે છે.

"હા બોલો મમ્મી "

"બેટા તું અને કેવિન અત્યારે જ હોસ્પિટલ પહોંચો, કેવિન નાં પપ્પાને એક્સીડેન્ટ થયો છે. તેમની હાલત બહુ ગંભીર છે." ફોન મુકતા ની સાથે જ કેવિન અને જાનવી હોસ્પિટલ જવા રવાના થઈ જાય છે.

*                                  *                               *

"પેસેન્ટ ની હાલત ગંભીર છે. તાત્કાલિક O પોઝિટિવ લોહી ની જરૂર છે. જલ્દી થી લોહી ની વ્યવસ્થા કરો." નર્સ કેવિન ને જણાવી ને ઓપરેશન રૂમ માં જતી રહે છે.

કેવિન તેના ફ્રેન્ડ સર્કલ માં અને પરિચિતો માં સંપર્ક સાધે છે પણ કોઈ જગ્યાએ થી O પોઝિટિવ લોહી ની સગવડ થતી નથી. તેના ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે.

જાનવી કેવિન ની મમ્મી ને રડતી બહાર બેન્ચ પર છાની રાખી રહી છે. કેવિન જાનવી પાસે આવે છે.

"જાનવી તારા ગ્રુપ માં કોઈ નું બ્લડ O પોઝિટિવ હોય તો પ્લીઝ તેની વ્યવસ્થા કર.પપ્પાને O પોઝિટિવ બ્લડ ની તાત્કાલિક જરૂર છે."કેવિન ની આંખો ભીની થઈ જાય છે.

"અરે રડે છે કેમ મારાં હીરો, મારું પોતાનું લોહી પણ O પોઝિટિવ જ છે."

કેવિન નાં ચહેરા પર હવે સંતોષ દેખાય છે.

પણ લોહી ની બીજી જરૂરિયાત ઉભી થતા તે તેના ફૂડકોર્ટ પર કામ કરતા માણસો ને કોન્ટેક્ટ કરી 5 માણસો પાસે થી લોહી ની વ્યવસ્થા કરે છે.આમ જાનવી પોતાનું લોહી આપી તેમનો જીવન બચાવે છે.

થોડાક ટાઈમ પછી...

કેવિન નાં પપ્પા ભાન માં આવે છે. બાજુ માં તેના દાદા ઉભા છે.

"નાલાયક, આજે તું જો જીવતો છે ને તો પેલી રોટલાવાળી નાં લીધે.."

કેવિન નાં પપ્પા જાનવી તરફ નજર કરે છે. અને મન માં વિચાર કરે છે. કે હું બચ્યો તેમાં નીચી જ્ઞાતિ નો છોકરી ને શું લેવા દેવા???

ત્યાં ડૉક્ટર આવે છે.
"હા દાદા ની વાત સાચી છે. જો આજે જાનવી મેડમ ના હોત તો તમારું બચવું નામુમકીન હતું.કેમ કે તમારા શરીર માં અત્યારે જે લોહી વહી ગયું હતું તેની ઘટ પુરી કરવા તમારે જે લોહી ની જરૂર હતી.તે જાનવી મેડમ અને તેમના માણસો એ પુરી કરી છે."

કેવિન નાં પપ્પા જાનવી અને લોહી ડોનેટ કરેલા માણસો તરફ નજર ફેરવી રહ્યા છે. ડૉક્ટર તેમને તપાસી બહાર જાય છે.

"તું કહેતો હતો ને નીચી જ્ઞાતિ, તો સાંભળ આજે તને લોહી આપીને નવું જીવનદાન આપ્યું છે ને તે આ બધા નીચી જ્ઞાતિ નાં જ લોકોએ આપ્યું છે. જે તું હરહંમેશ પોતાના રૂપિયા નાં મોહ માં ધિક્કાર તો રહેતો હતો."

કેવિન નાં પપ્પાની આંખ માં આંસુ આવી જાય છે. તે બે હાથ જોડી જાનવી ની અને તેની મમ્મી ની માફી માંગે છે. અને કેવિન અને જાનવી લગ્ન માટે રાજી થાય છે.

*                                    *                              *

જાનવી અને કેવિન નાં મેરેજ ધામધૂમ થી કરવામાં આવે છે.જાનવી અને કેવિન નાં ચહેરા પર પ્રેમ અને પોતાની મહેનત નો નશો દેખાઈ રહ્યો છે.

બન્ને લગ્ન પણ શિયાળા ની ઋતુ માં થયાં છે. તેમના લગ્ન માં જમણવાર માં પણ બાજરી નાં રોટલા અને ડુંગરિયું રાખેલું છે... જે બન્ને નાં પ્રેમ ની નિશાની રૂપ છે. કેમ કે આજ બાજરી ના રોટલા અને ડુંગરિયું ના શાક ના કારણે  એ 22 મી જાન્યુઆરી 2023 ની રાત એ પ્રેમ ની રાત બનીને જાનવી અને કેવિન નાં જીવન માં આવી હતી. એ રાત શિયાળા ની ઠંડી ની રાત નહીં પરંતુ જાનવી અને કેવિન નાં પ્રેમ ની શરૂઆત નાં પ્રેમની એ રાત હતી.એ રાતે જાણે ઠંડી ની નહિ પણ પ્રેમ ની ઓસ ફેલાઈ હતી.

આવી હતી જાનવી અને કેવિન ની પ્રેમની એ રાત.

                          The End

Writer

Tejas Vishvkarma 


(અંગત સંજોગો નાં કારણે આ વાર્તા હું વધારે ભાગ માં લંબાવી, વાચકમિત્રો ને યોગ્ય પ્રેમરસ ના પીરસી શક્યો તે માટે હું દિલગીર છું.  મિચ્છામિ દુક્કડમ 🙏)