Premni ae Raat - 3 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 3

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 3

તીખી - મીઠી વાતો

શિયાળા ની રાત પૂરજોશ માં જામી રહી છે. ઠંડા પવનો શરીર ને સ્પર્શી ને અઢારે અંગ ધ્રુજાવી રહ્યા છે. શિયાળા ની ઓસ જાણે લોકો સાથે મોજ કરી રહી છે. આવી કડકડતી ઠંડી માં પોશ વિસ્તાર માં રાતે 10:30 વાગ્યાં આસપાસ લોકો ની અવરજવર એકદમ ઘટી ગયી છે. કુતરાઓ નાં ભસવાનો અવાજ સ્પષ્ટ સંભરાહી રહ્યો છે.

તેવા માં જાનવી અને ચિન્ટુ સવાર નો ઓર્ડર પૂરો કરી. બપોર પછી ફૂટપાથ પર પોતાની લારી ચાલુ કરી ને પોતાને કામે લાગી ગયા છે. આજે જાણે જાનવી નું નસીબ સોના નું અંગરખું પહેરી ને જાનવી ને લાડ લડાવવા આવ્યું હોય તેમ તેની લારી પર લોકો ની ભીડ એવી જામી હતી કે ખુદ જાનવી પણ આજે થાકી ગયી હતી.જાનવી અને ચિન્ટુ રાત નાં 10 વાગ્યાં આસપાસ ગરાકી ઓછી થઈ જતા પોતાનો રસોઈ નો સામાન આટોપવા લાગે છે.

ત્યાં લારી આગળ એક કાર આવી ને ઉભી રહે છે.તેમાંથી એક યુવાન દેખાતો છોકરો લારી પર પહોંચે છે.

"હેલ્લો,.."

તે છોકરો આગળ કંઈ બોલવા જાય તે પહેલા જ પોતાનું કામ આટોપવા માં લાગેલી જાનવી તે છોકરા સામે નજર કર્યા વગર  જવાબ આપે છે.

"હાલ માં કંઈ જ નથી વધ્યું, કાલે આવજો "

"પણ હું તો બપોર નાં મારાં ભાગ નું વધેલું જમવા આવ્યો છું. શું તે પણ નથી??"

જાનવી ને અવાજ કયાક સાંભળેલો લાગ્યો, એટલે તેને તે છોકરા સામે નજર કરી.તે બીજું કોઈ નહિ પણ કેવિન હતો!

"તમે!!"જાનવી એકટીસે કેવિન સામે જોઈ રહી.

"હા, હું. મારાં ભાગ નું બપોર નું વધ્યું છે કે પછી કાલે પાછું આવવું પડશે."કેવિન સહેજ સ્માઈલ સાથે બોલ્યો.

"ના ના તમારા ભાગ નું વધ્યું તો નથી...પણ..."જાનવી એક - બે તપેલા ઊંચા નીચા કરી ને નજર કરે છે.

"પણ તમેં આજે અમારી નાની એવી લારી ના મહેમાન બન્યા છો. તો તમને ગરમાગરમ બાજરી નો રોટલો અને ડુંગરીયું જમાડ્યા વગર તો નહિ જ મોકલું, મિ. કેવિન "

કેવિન જાનવી ની વાત સાંભળી ને ચકીત થઈ જાય છે.

"શું વાત છે, તમે તો મારું નામ પણ જાણી લીધું "

જાનવી સ્માઈલ સાથે માથું હલાવે છે.ત્યાં જ ચિન્ટુ બુમ મારી ને કહે છે.

"દીદી આ તો એ જ ગાડી છે, જે કાલે રાતે આવી હતી "

જાનવી કાર સામે નજર કરે છે.

"એટલે કે કારવાળા, રાત્રે ઓર્ડર આપવાવાળા અને અત્યારે અહીં જે ઉભા છે. તે તમે પોતે મિ. કેવિન હતા."જાનવી સ્તબધ થઈ ને બોલે છે.

"શેફ જાનવી ખાલી વાતો જ કરશો કે પછી આ ભૂખ્યા ને જમાડશો, પણ ખરી?"

કેવિન અને જાનવી એકબીજા સામે જોઈ ને હસવા લાગે છે.જાનવી રોટલો અને ડુંગરિયું બનાવા લાગે છે. કેવિન ઠંડી ની રાત માં જાનવી નામ ના અજવારીયા તારા ને જોઈ રહ્યો છે.જાનવી જમવાનું તૈયાર કરી કેવિન ને પીરસે છે. કેવિન જમવા બેસે છે.

"તમને એક વાત પૂછું??"

"હા પૂછો "

"આ અમદાવાદ જેવા શહેર માં આ બાજરી ના રોટલા અને ડુંગરીયા નો વિચાર આવ્યો ક્યાંથી??"કેવિન કોળિયો મોઢા માં મુકતા બોલે છે.

જાનવી થોડીવાર ચૂપ થઈ જાય છે.

"જેમ વાદળો વરસવા માટે કોઈ વિચારો નથી કરતા તેનો સમય થાય એટલે વર્ષી જ જાય છે. તેમ માણસ પણ પોતાની જિંદગી માં આવતી અણધારી પરિસ્થિતિઓ સામે એટલે કે સમય સાથે પોતાની જાત ને એમાં ઢાળી દે છે."જાનવી ના શબ્દો માં ક્યાંક દુઃખ ઉપસી આવે છે.

કેવીન જાનવી ના આ શબ્દો સાંભળી, તેની હસતી-રમતી જીભ પણ આ ઠંડી માં થોડીવાર માટે થીજી જાય છે.

"લાગે છે કે તમે શાયરીઓ અને ગઝલો બહુ વાંચી લાગે છે."જાનવી નું ધ્યાન ભટકાવવા કેવિન થોડી મસ્તી કરી લે છે.

"ના ના બિલકુલ નહિ "

"તો પછી સોના કરતા આટલા મોંઘા શબ્દો તમારા મુખ માં જન્મ્યા ક્યાંથી???"

જાનવી કેવિન ને જમતા જોઈ રહી છે.

"એ તો તમને...."જાનવી આગળ બોલવા જાય ત્યાં તેને તરત ભાન થઈ જાય છે કે કેવિન તેની લારી પર આવેલો ગ્રાહક છે. તેનો કોઈ ફ્રેઈન્ડ નથી કે તે આમ આટલી જલ્દી કેવિન પર વિશ્વાસ કરી ને બધું જણાવી દે.જાનવી ચૂપ થઈ જાય છે.

"કેમ ચૂપ થઈ ગયા? તમારા શબ્દો પણ તમારા શાક જેવા સ્વાદિષ્ટ છે. "

"ખોટું ના લગાડતા પણ એક વાત કહું સર, વાતો ઓછી ને જમવા પર ધ્યાન આપો ને કેમ કે રાત ના 11 વાગવા આવ્યા છે. મમ્મી મારી રાહ જોતી હશે."

"હા હા આ પતી જ ગયું, સોરી તમને લેટ કરવા માટે "
કેવિન હાથ ધોઈ ને પાણી પીવા લાગે છે. વચ્ચે વચ્ચે બન્ને નજર એકબીજા સામે ટકરાતી રહે છે. જાણે કહેવું છે પણ વચ્ચે શિયાળા ની ઓસ આવે છે.

જાનવી સામાન આટોપી રહી છે.

"કેટલા થયાં??"

"બપોર નું તમારા ભાગ નું બાકી હતું તે જ તમે જમ્યા છો. નથી લેવા "એટલું બોલી જાનવી કેવિન સામે જોઈ ને હસવા લાગે છે.

કેવિન પણ હસવા લાગે છે.

"ઓકે, તમને એક વાત કહું"

"હજુ કેટલી વાતો બાકી છે??"

"છેલ્લી જ  છે, આજે તમારા ફોન માં અજાણ્યા નંબર પરથી જે મેસેજ આવ્યો હતો તે મેં જ મોકલ્યો હતો."

(જેમાં લખ્યું હતું કે "આજે રાત્રે હું મારાં ભાગ નું ભોજન કરવા આવીશ. તો મારાં ભાગ નું ભોજન તૈયાર રાખજો.)

"શું?" જાનવી સહેજ ઊંચા અવાજે બોલે છે.

જાનવી ને કંઈ સમજણ નથી પડતી અને તેને સમજણ પડે તે પહેલા જ કેવિન તેના આગળ બીજી વાત ધરી દે છે.

"શું નહિ હું, હું હવે તમારી આ લારી પર થી રજા લઉં છું. જય શ્રી ક્રિષ્ના "કેવિન પોતાની કાર તરફ આગળ વધે છે.

જાનવી તેને જોઈ રહે છે.તેને કંઈક બોલવું છે પણ શું બોલે તેને કંઈ ખબર નથી પડતી કેમ કે કેવિન પાસે પોતાનો મોબાઈલ નંબર આવ્યો ક્યાંથી અને કેવિન કહેવા શું માંગે છે??? તે તેના મગજ માં ઘુસતું નથી.

ત્યાં જ કાર નો દરવાજો ખોલી કેવિન જાનવી તરફ જોઈ ને કહે છે.

"મેડમ શું જોઈ રહ્યા છો, તમારા અન્નપૂર્ણા જેવી દેવી ના હાથ નું બનેલું ભોજન અને તમારી મીઠી મધ જેવી વાતો ખરેખર બહુ સ્વાદિષ્ટ હતી."

કેવિન ની વાત સાંભળી ને જાનવી ના ચહેરા પર સહેજ સ્માઈલ આવી જાય છે.

"અને હા કાલે તમારા માટે સરપ્રાઈઝ રાખી છે, આશા રાખીશ કે સરપ્રાઈઝ તમને પસંદ આવશે "જાનવી કંઈ બોલે તે પહેલા કેવિન કાર હંકારી મારે છે.જાનવી કાર ને જતી જોઈ રહે છે.

*                                  *                                 *