Jigra in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | જિગરા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

જિગરા

જિગરા

- રાકેશ ઠક્કર

ફિલ્મ ‘જિગરા’ માં આલિયાના અભિનયનો જવાબ નથી. ભલે બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘રાજી’ થીય ઓછી કમાણી થઈ છે પણ આલિયા દરેક ફિલ્મમાં પોતાના અભિનયમાં સતત પ્રગતિ કરતી રહી છે. મસાલા ફિલ્મો વચ્ચે અલગ વિષયની મસાલા વગરની ફિલ્મ કરવી એ મોટું સાહસ કરવા જેવું છે. આલિયાએ ક્લાસ સાથે માસને પ્રભાવિત કર્યા છે. એમ કહી શકાય કે આલિયાએ મહિલા માસ સિનેમાની શરૂઆત કરી છે.

ફિલ્મમાં એ આલિયા નહીં ‘સત્યા’ જ લાગે છે. એના અભિનયમાં એવી તાકાત છે કે ‘સત્યા’ નું જે ટેન્શન અને દુ:ખ છે એ દર્શક પોતે અનુભવે છે. ઇમોશનથી રડાવી ગઈ છે અને ભાઈને બચાવવાના પાગલપણાથી ડરાવી પણ ગઈ છે. વિમાનમાં એનું અકરાંતિયા થઈને ખાવાનું જે દ્રશ્ય છે એ એનું ઉદાહરણ છે. એણે ઇમોશન સાથે પહેલી વખત એક્શન અવતાર લીધો છે. છતાં વાર્તાની રીતે જોવામાં આવે ત્યારે એમ કહેવું પડશે કે નિર્દેશક વાસન બાલાની ‘જિગરા’ માં એક બહેન કંઇ પણ કરી શકે છે એ વાત ખટકે એવી છે.

એક અનાથ ભાઈ-બહેનની વાર્તા છે. માતા-પિતાના મૃત્યુ પછી સત્યા (આલિયા) પોતાના નાના ભાઈ અંકુર (વેદાંગ) ની સંભાળ રાખે છે. તે ભાઈ માટે બહુ પઝેસિવ હોય છે. સત્યા એના દૂરના સંબંધી મોટા પપ્પા (આકાશદીપ) ને ત્યાં અંકુર સાથે રહીને બિઝનેસમાં એમને મદદ કરતી હોય છે. તેઓ પોતાના પુત્ર કબીર સાથે અંકુરને વિદેશ મોકલે છે. જ્યાં ડ્રગ્સના કેસમાં કબીર સાથે અંકુર ફસાઈ જાય છે. મોટા પપ્પા પુત્ર કબીરને બચાવી લે છે અને આ માટે અંકુરને જવાબદાર ઠેરવે છે. અંકુરને મોતની સજા થાય છે. આ જાણીને સત્યા પોતાના ભાઈને બચાવવા નીકળી પડે છે.  

ફિલ્મમાં જેલ તોડવાની આખી વાત વાસ્તવિક અને માની શકાય એવી બનાવી શક્યા નથી. ફિલ્મ ‘સાવી’ માં દિવ્યા ખોસલા કુમાર એ કામ પોતાના પતિને બચાવવા કરતી દેખાઈ હતી. એ ફિલ્મ આ વર્ષે મુકેશ ભટ્ટે જ બનાવી હતી. આલિયા સંજય દત્ત- શ્રીદેવીની ‘ગુમરાહ’ ની વાર્તા પણ યાદ આવી શકે છે. ‘જિગરા’ માં આલિયા એના મિશનમાં એકપણ વખત નિષ્ફળ જતી નથી. વિદેશમાં હજારો ખૂંખાર કેદીઓની આધુનિક હાઇસિક્યુરીટી જેલને તોડે છે એ હજમ ના થાય એવું સાવ ફિલ્મી લાગે છે. એ એકતરફી બની ગયું છે. આલિયાને અમિતાભની ફિલ્મોની વાતથી ‘એંગ્રી યંગ વુમન’ બનાવવાની કોશિશ વધુ પડતી લાગે છે. અમિતાભની ‘અગ્નિપથ’ અને ‘જંજીર’ ના સંવાદ ઉપરાંત ગીતનો પણ ઉપયોગ થયો છે. ફિલ્મમાં મનોજ આલિયાને કહે પણ છે કે,‘બચ્ચન નહીં બનના હૈ, બચકર નીકલના હૈ.’ ત્યારે આલિયા ક્લાહે છે કે,‘નહીં અબ તો બચ્ચન હી બનના હૈ.’ આલિયાની કદ કાઠી એના એક્શનને વિશ્વસનીય અને વાસ્તવિક બનાવે એવી નથી. સંવાદ પર ઓછી મહેનત થઈ છે. સંવાદ કરતાં આલિયાના હાવભાવ વધારે બોલકા બને છે.

ફિલ્મની લંબાઈ જરૂરથી વધારે હોવાથી આલિયાની ‘જિગરા’ એક ‘માસ્ટર પીસ’ બની શકી નથી. પહેલા ભાગમાં અસલી ઇમોશન છે પણ બીજા ભાગમાં એકશનના કાલ્પનિક દ્રશ્યો છે. અને ગતિ ધીમી પડી જાય છે. તેથી ક્લાઇમેક્સ એટલો દમદાર બન્યો નથી. શરૂઆતથી અંત સુધી ફિલ્મ ગંભીર માહોલમાં જ ચાલતી રહે છે. દર્શક ડિપ્રેશનમા રહે છે. ફિલ્મમાં ત્રણ નવા અને ત્રણ જૂના ગીતો છે. અચિંત ઠક્કરનું સંગીત ખાસ નથી. બેકગ્રાઉન્ડ સંગીત દ્રશ્યને દમદાર બનાવે છે.  

આલિયા સિવાયના કલાકારોની વાત કરીએ તો ભાઈ તરીકે વેદાંગ રૈનાનું કામ કાબિલે તારીફ છે. પિતા તરીકે મનોજ પાહવાનો અભિનય યાદગાર બન્યો છે. ક્લાઇમેક્સમાં તે વધારે છાપ છોડી જાય છે. વિવેક ગોમ્બરનું જેલરનું પાત્ર વધારે ખતરનાક બનાવવાની જરૂર હતી. પણ એણે જે ભૂમિકા મળી એને નિભાવી છે.

ફિલ્મ થિયેટરમાં જોવી કે OTT પર આવે ત્યાં સુધી રાહ જોવી એનો નિર્ણય ખુદ આલિયાએ ‘સત્યા’ ના રૂપમાં કહેલો સંવાદ ‘યે મસાલા હિન્દી ફિલ્મ થોડી હૈ, કોમ્પ્લેક્સ તો હોગી હી’ સાંભળીને પણ નિર્ણય લઈ શકાય છે.